ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ બાદ આણંદ જિલ્લામાં ધીમે-ધીમે શિયાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. જો કે બુધવારના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૦ સુધી ગગડી જતાં જિલ્લાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પહોંચી છે. આગામી દિવસો દરમ્યાન ધીમે-ધીમે તાપમાનનો પારો હજી નીચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાંં આવી છે. ઉત્તરભારતમાં થઈ રહેલ હીમવર્ષાને પગલે રાજસ્થાનના મેદાની પ્રદેશો પરથી ઠંડા પવનો ગુજરાત તરફ ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધીમે-ધીમે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. જો કે ત્રણ દિવસ પૂર્વે વાદળછાયા વાતાવરણના…
કવિ: Satya Day News
વડોદરામાં ડેન્ગ્યુના કેસો હજી ઘટવાનું નામ લેતા નથી. ડિસેમ્બર મહિનામાં અત્યાર સુધીમાં 11 દિવસમાં ડેન્ગ્યુ પોઝિટિવના 141 કેસ નોંધાયા છે. જાન્યુઆરીથી અત્યાર સુધીમાં ડેન્ગ્યુના કુલ 1195 કેસ થયા છે જેની સામે શંકાસ્પદ કેસોની કુલ સંખ્યા 5777 છે. માત્ર ડિસેમ્બરના 11 દિવસમાં જ શંકાસ્પદ કેસ 506 થયા છે. શિયાળો શરૂ થઈ ગયો છે અને ઠંડીના દિવસોમાં ડેન્ગ્યુ નિયંત્રણમાં આવી જવો જોઈએ પરંતુ હજી કેસો વધી રહ્યા છે. ગઈ કાલે તારીખ 11ના રોજ ડેન્ગ્યુના પોઝિટિવ 21 અને શંકાસ્પદ 58 કેસ થયા છે. બીજી બાજુ મચ્છર નિયંત્રણ માટે કોર્પોરેશન દ્વારા ફોગીંગનું પ્રમાણ વધારી દેવામાં આવ્યું છે એમાંય કન્ટ્રકશન સાઈટ પર બાંધકામ પાકુ કરવા…
આર્થિક મોરચે હજી પણ પરિસ્થિતિ વધારે કથળશે તેવો સંદેશ આપીને રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાના ગર્વનર શક્તિકાંત દાસે બેન્કોને તૈયાર રહેવા જણાવ્યુ છે. દેશની જાહેર ક્ષેત્રની બેન્કો સાથે વાત કરતા આરબીઆઈ ગર્વનર દાસે કહ્યુ હતુ કે, બેંકો આગામી દિવસોમાં ઉભા થનારા પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેશે. ખાસ કરીને જેના પર લોનનુ ભારણ હોય તેવી પ્રોપર્ટીના મામલાઓનો ઉકેલ લાવવા માટે વધારે સંકલનથી કામ કરે. આરબીઆઈ ગર્વનરે આ વાત એવા સમયે કહી છે જ્યારે દેશનો જીડીપી છ વર્ષમાં સૌથી નીચેની સપાટીએ છે. ચાલુ નાણાકીય વર્ષમાં બીજા કવાર્ટરમાં દેશનો જીડીપી 4.5 ટકાએ પહોંચ્યો છે. આરબીઆઈએ અનુમાન કર્યુ છે કે, દેશમાં આર્થિક વિકાસ દર…
ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઑફ ઇન્ડિયાએ સંશોધિત મોબાઇલ નંબર પોર્ટેબિલીટી પ્રોસેસ માટે એક જાહેર નોટિસ જારી કરી છે. તેના થઈ 16 ડિસેમ્બરથી પોર્ટિંગની પ્રક્રિયા વધુ ઝડપી અને સરળ બની જશે. એમએનપી અંતર્ગત કોઇપણ યુઝર પોતાના ઓપરેટરને સરળતાથી બદલી શકે છે અને પોતાનો મોબાઇલ નંબર એક જ રાખી શકે છે. નવી પ્રક્રિયા યુનિક પોર્ટિંગ કોડના ક્રિએશનની શરત સાથે લાવવામાં આવી છે. નવા નિયમ અંતર્ગત હવે સર્વિસ એરિયાની અંદર જો કોઇ પોર્ટ કરાવાનો આગ્રહ કરે તો તેને 3 વર્કિગ ડેમાં પૂરુ કરવાનું રહેશે. સાથે જ એક સર્કલથી અન્ય સર્કલમાં પોર્ટના આગ્રહને 5 વર્કિંગ ડેમાં પૂરૂ કરવાનું રહેશે. ટ્રાઇએ તે સ્પષ્ટતા કરી છે કે…
૧૯૬૭માં પાંચ મિત્રો સિંધીવાડ, જમાલપુરની શેરીમાં નિયમિત વાતો કરતા એક સાંજે જ્યારે તેઓ વાતો કરી રહ્યા હતા ત્યારે તેમણે નોંધ્યુ કે તેમના વિસ્તારમાં બાળકો મોટા પ્રમાણમાં ડ્રોપઆઉટ કરી રહ્યા હતા. આ બાબત તેમને ચિંતાજનક લાગી. ભણતરમાંથી રસ ખોઇ રહેલા બાળકોમાં ફરીથી અભ્યાસ માટે રસ કેવી રીતે જગાવી શકાય? તે પ્રશ્નને હલ કરતા આ પાંચ મિત્ર કે જેઓ સરકારી નોકરી કરતા હતા, તેઓએ નિયમિત રીતે રાત્રે આ બાળકોને મફત ટયૂશન આપવાનું શરૃ કર્યું. બાળકોને રસ જાગ્યો. બાળકોને ભણતા જોઇને માતા-પિતાએ આ પાંચ મિત્ર પાસે સ્કૂલ શરૃ કરવાની વાત મૂકી. નાનકડાં રૂમમાં કરી શરૂઆત એક પછી એક પાસાં તેની જગ્યાએ બેસતા ગયા…
નાગરિકતા સંશોધન બિલ પર દેશભરમાં વિવાદ વધી રહ્યો છે. આ વચ્ચે રાજ્યસભાના સાંસદ અને બંગાળના ભાજપના નેતાએ એક ખૌફનાક કહાની લોકોને બચાવી છે. રૂપા ગાંગુલીએ જણાવ્યું છે કે, દિનાજપુર જિલ્લામાં 7મા ધોરણમાં ભણતી હતી. એ સમયે તેમને અને તેમની માએ બુરખો પહેરીને ભાગવું પડ્યું હતું. કેટલાક લોકો તેમનું અપહરણ કરવા માટે આવ્યા હતા. જો તે સમયે તેમણે બુરખો ન પહેર્યો હોત તો આજે કોઈ ખાન ટાઈગરની બેગમ હોત. રૂપા ગાંગુલીએ ગૃહમંત્રી અમિત શાહના સંસદમાં આપેલા ભાષણના જવાબમાં ટ્વીટ કરી છે કે કાશ હું મારી આપવીતી લોકોને કહી શકી હોત કે મેં શું શું ભોગવ્યું છે જિંદગીમાં. આજે નરેન્દ્ર મોદી અને…
અતિવ્યસ્ત રહેતા અમદાવાદના ડોમેસ્ટિક એરપોર્ટ પર દિનપ્રતિદિન મુસાફરોની સંખ્યા વધી રહી છે ત્યારે આગામી જાન્યુઆરીના અંતમાં બેગેજ ઇનલાઇન સિસ્ટમ શરૂ થઇ જશે, જેથી મુસાફરોને બેગેજની એક્સ-રેની લાંબી લાઇનમાં ઉભા રહેવામાંથી મુક્તિ મળશે. ભૂલેચૂકે કોઇ મુસાફરો વિમાનમાં શંકાસ્પદ ચીજવસ્તુ લઇને મુસાફરી કરતો હશે તો પણ આ સિસ્ટમ દ્વારા પકડાઇ જશે. ઇનલેન્ડ બેગેજ સિસ્ટમ એક કલાકમાં 1200 લગેજ સ્કેન કરશે. મુંબઇ, દિલ્હી એરપોર્ટની જેમ હવે અમદાવાદ એરપોર્ટ પર બેગેજ ઇનલાઇન સિસ્ટમ શરૂ થઇ જશે. જેની પાછળ ઓથોરિટીએ રૂ. 65 કરોડનો અધધ ખર્ચ કર્યો છે. હાલમાં મુસાફરોને એક્સ-રે મશીનમાંથી લગેજ સ્કેન કરી જે તે એરલાઇનના ચેકઇન કાઉન્ટર પર જવુ પડે છે. એટલે કે…
હજુ સુધી તમે માત્ર કેરી, લીંબુ, મરચાં, ગાજર, મૂળા અને આમળાના અથાણાનો જ ટેસ્ટ કર્યો હશે, પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે લંડનના એસેક્સમાં એક એવી દુકાન છે જ્યાં માણસના અંગોનું અથાણું વેચાય છે. આ દુકાનની અંદર એવી ખતરનાક વસ્તુ રાખેલી છે કે ત્યાં જતાં પહેલા 10 વાર વિચારવું પડે. આ દુકાનમાં ઘુસતાં હાથ-પગ, ખોપરી, નખ, જાનવરોની ખોપરી, તેના અવશેષ અને ઘણી ડરાવે તેવી અજીબોગરીબ વસ્તુ ડબ્બામાં બંધ કરેલી તમને જોવા મળશે. આ દૃશ્ય જોતા કોઈ ડરાવનારી ફિલ્મ જેવું લાગશે. આ દુકાનનું નામ ‘ક્યૂરોસિટીઝ ફ્રોમ ધ ફિફ્થ કોર્નર’ છે. જેના માલિકનું નામ હેનરી સ્ક્રેગ છે. હેનરીએ તેની આ દુકાનમાં સૈંકડો…
મોદી સરકાર-2 એ તેના ચૂંટણી ઢંઢેરા પત્રમાં કરેલ ત્રણ મોટા વાયદા માત્ર સાત જ મહિનામાં પૂરા કરી દીધા છે. રસપ્રદ વાત તો એ છે કે, આ ત્રણેય વાયદા આરએસએસનો વર્ષોથી બાકી માંગણીઓમાંના એક છે. બીજેપીએ 2019 ના ચૂંટણી ઢંઢેરા પત્રમાં જમ્મૂ-કશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કરવાનો, નાગરિકતા સંશોધન બીલ લાવવા અને ત્રણ તલાક વિરૂદ્ધ કાયદો બનાવવાનો વાયદો કર્યો હતો. કહેવાય છે કે, સરકાર હવે આગામી સમયમાં સમાન નાગરિક સંહિતા અને જનસંખ્યા નિયંત્રણ સાથે જોડાયેલ કાયદાઓ પર કામ કરી શકે છે. બુધવારે જ્યારે રાજ્યસભામાં ગૃહ મંત્રી અમિત શાહે નાગરિકયા સંશોધન બિલ પર ચર્ચા અને પાસ કરવા માટે રજૂ કર્યું ત્યારે તેમણે બીજેપીના…
પબજી ગેમને કારણે દેશમાં અનેક યુવાનોના મોતના કેસ સામે આવતા રહે છે. ચાલુ ટ્રેનમાં 20 વર્ષનો યુવક પબજી ગેમ રમતી વખતે પાણીને બદલે કેમિકલ પી જતા ઘટનાસ્થળે જ મોતને ભેટ્યો છે. આ માહિતી આગ્રા ગવર્મેન્ટ રેલવે પોલીસે આપી છે. સૌરભની એક ભૂલે તેનો જીવ લીધો મૃતક સૌરભ યાદવ ગ્વાલિયરનો રહેવાસી હતો. તે તેના મિત્ર સંતોષ શર્માની સાથે ટ્રેનમાં આગ્રા જઈ રહ્યો હતો. સંતોષ ઘરેણાં પોલિશિંગનો બિઝનેસ કરે છે, આથી તેની બેગમાં ઘરેણાં ધોવા માટેનું કેમિકલ હતું. બંને મિત્રોની બેગ એક સરખી હતી, સૌરભ ટ્રેનમાં ગેમ રમવામાં એટલો બધો મશગુલ હતો કે તેણે પાણીને બદલે આ કેમિકલ ભરેલી બોટલ ઉઠાવી લીધી…