ગાંધીનગરમાં ચાલી રહેલા પોલીસ ઇન્સ્પેક્ટરની પ્રેક્ટિકલ પરીક્ષામાં આ વર્ષે મહિલા ઉમેદવારોની સંખ્યા વધી શકે છે. કારણ કે, 2018માં 100 મહિલા ઉમેદવાર દીઠ 25 મહિલા ઉમેદવારોએ પ્રેક્ટિકલ પરીક્ષા પાસ કરી હતી, જ્યારે કે વર્ષ 2019માં 100માંથી 45 મહિલા ઉમેદવારો પ્રેક્ટિકલમાં ઉત્તીર્ણ થઈ હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં મહિલાઓને 9 મિનિટમાં 1600 મીટર દોડવાનું હોય છે. આવનારા સમયમાં પીઆઇની પ્રેક્ટિકલ પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવશે. જીપીએસસીના સૂત્રોના જણાવ્યા પ્રમાણે, પીઆઇની લેખિત પરીક્ષામાં પાસ થયેલા 2300 કરતા વધુ ઉમેદવારોની પ્રેક્ટિકલ પરીક્ષા ગાંધીનગરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ગ્રાઉન્ડમાં લેવામાં આવી હતી. પ્રેક્ટિકલ પરીક્ષામાં 100 ઉમેદવારોના જૂથને દોડાવવામાં આવે છે. આ પહેલા જીપીએસસીએ જાન્યુઆરીમાં જ વર્ષ દરમિયાન…
કવિ: Satya Day News
હવે રાજ્ય સરકારે દીપડાનું ખસીકરણ કરવાનું વિચાર્યું છે. આ મામલે કેન્દ્ર સરકાર સાથે પરામર્શ કરી નિયમ અનુસાર દિપડાની વસતીના નિયંત્રણ માટે દીપડાના ખસીકરણનો અમલ કરવામાં આવશે. ઉત્તરાખંડ, કર્ણાટક અને મધ્યપ્રદેશ બાદ ગુજરાતમાં સૌથી વધુ દીપડા ગાંધીનગરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીના અધ્યક્ષસ્થાને ગુરુવારે મળેલી સ્ટેટ વાઇલ્ડ લાઇફ બોર્ડની ૧૮મી બેઠકમાં આ નિર્ણય લેવાયો છે. એક અંદાજ મુજબ ગુજરાતમાં દીપડાની કુલ વસતી 2,500 કરતા વધુ હોય તેવી સંભાવના છે. આથી હવે દીપડાની વસ્તી પર નિયંત્રણ કરવું ખૂબ જરૂરી બન્યું છે. માનવ વસ્તીની આસપાસ રહેતા દીપડાઓનો રંજાડ રોકવા હવે પકડાયેલા દીપડાને રેડિયો કોલર આઇડી લગાવીને જંગલ વિસ્તારમાં છોડવામાં આવશે, જેથી દીપડાઓની હિલચાલ પર વનવિભાગની…
ગોંડલ હાઇવે પર ટ્રેકટરમાં પડેલી બોરીઓમાંથી ડુંગળીઓ ઢોળાતા લોકોએ લૂંટ મચાવી હતી. માત્ર એટલું જ નહીં નેશનલ હાઇવે પર વાહનોની અવર જવર વચ્ચે લોકો જીવની પરવા કર્યા વિના ડુંગળી વીણવા લાગ્યા હતા. ડુંગળીનો પાક નિષ્ફળ જવાને કારણે સમગ્ર દેશમાં ડુંગળીના ભાવ આસમાને પહોંચ્યા છે. હાલ લગભગ પ્રતિ કિલો રૂ.80થી રૂ.90ના ભાવે મળતી ડુંગળી પાછળ લોકો પાગલ બન્યા હતા. રૂ.500 કે, 2000ની નોટો ઉડી હોય એમ ડુંગળી વીણી આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર માર્કેટ યાર્ડમાં ડુંગળી વેચવા જઈ રહેલા ખેડૂતના ટ્રેક્ટરમાંથી બોરી તૂટી જતાં રાજકોટ નેશનલ હાઈવે પર ભોજપરા ગામના પાટીયા પાસે ડુંગળીની રેલમ છેલમ જોવા મળી હતી. ટ્રેકટરમાંથી ડુંગળી હાઈવે…
પુણા ઇન્ટરસીટી નજીક પેટ્રોલ પંપ સામેથી વ્હેલી સવારે એકટીવા પર પસાર થઇ રહેલા શાકભાજી વ્યાપારી અને ભાઠેના બ્રિજ અને ખ્વાજા નગર ખાડી બ્રિજ તથા ઉધના વિસ્તારમાં પતિ સાથે મોટરસાઇકલ પર જઇ રહેલી ચાર ગૃહિણીને નિશાન બનાવી મોટરસાઇકલ સવાર સ્નેચરો કુલ રૂા. 1.85 લાખ મત્તાની ત્રણ સોનાની ચેઇન આંચકીને ભાગી ગયા હતા. પુણાગામ ભૈયાનગર વિસ્તારમાં શાકભાજીનો ધંધો કરતા હરેશ કાંતીલાલ કણવાલા (રહે. વિષ્ણુ નગર, પુણા) રાબેતા મુજબ ગત રોજ વ્હેલી સવારના સવા ચાર વાગ્યાના અરસામાં એકટીવા મોપેડ પર સરદાર માર્કેટમાં શાકભાજી લેવા જઇ રહ્યા હતા ત્યારે પુણા મેઇન રોડ ઇન્ટરસીટી નજીક ભારત પેટ્રોલ પંપ નજીક પાછળથી મોટરસાઇકલ પર ઘસી આવેલા બે…
ફોરેન્સિક એક્ઝામિનેશન ઈન સેક્સ્યુઅલ એસોલ્ટના કેશ કઈ રીતે તપાસ કરવી અને નવી ગાઇડલાઇન મુજબની કામગીરી કરવા અંગે સુરત નવી સિવિલ હોસ્પિટલ વિવિધ વિભાગોના છ ડોક્ટરો બે દિવસ માટે ટ્રેનિંગ માટે દિલ્હી જશે.આ તાલીમમાં સુરત નવી સિવિલ હોસ્પિટલના ફોરેન્સીક વિભાગના ડોક્ટર ચંદ્રેશ ટેલર, ડોક્ટર જીગ્નેશ પટેલ ભજન ગાયનેક વિભાગના ડોક્ટર ધ્વની દેસાઈ, ડોક્ટર મીનલ ચૌધરી, મેડિકલ ઓફિસર ડોક્ટર લક્ષ્મણ અને ડોક્ટર ભરત પટેલ જશે જોકે પ્રથમ વખત બે મેડીકલ ઓફિસરો આ ટ્રેનિંગમાં જશે. આ ઉપરાંત આ ટ્રેનિંગમાં સમગ્ર દેશમાંથી એમડી ડોક્ટરો, જુડીશીયલ વિભાગના FSL વિભાગ અને પોલીસ અધિકારીઓ જોડાશે. જો કે, ગત વર્ષે જૂન માસમાં યોજાયેલા આ તાલીમમાં સિવિલના ફોરેન્સિક વિભાગના…
સચિન હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલ માં આજે સવારે એક દુકાનમાં આગ ફાટી નીકળી હતી જોતજોતામાં આગે ગંભીર સ્વરૂપ ધારણ કરતા વારા ફરથી ૩ ગોડાઉન અને 1 દુકાન અને ચા નાસ્તાની ત્રણ લારીઓ ઝપેટમાં આવી હતી જેના લીધે ત્યાં અફરાતફરી મચી જવા પામી હતી જોકે આ બનાવમાં કોઈ ઈજા કે જાનહાની થઈ નથી. ફાયરબ્રિગેડના સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ સચિન વિસ્તારમાં આવેલી હોજીવાલા ઇન્ડસ્ટ્રિયલમાં આજે સવારે 10:52 વાગ્યે એક દુકાનમાં આ ફાટી નીકળી હતી. જોતજોતામાં આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા વારાફરતી એક દુકાન અને ત્રણ ગોડાઉન તથા ચા નાસ્તા સહિત 3 લારીઓ ઝપેટમાં આવી હતી. જેના લીધે ધુમાડાના ગોટેગોટા નીકળતા હતા. આગની લપેટમાં…
સચિનની ઉનપાટીયા ખાતેની શાળામાં જુનિયર કેજીની વિદ્યાર્થીનીને શિક્ષિકાએ માર માર્યો હોવાની આક્ષેપ તેના પરિવારે કર્યા હતા. નવી સીવીલ હોસ્પિટલથી મળેલી વિગત મુજબ સચિનના ઉનપાટીયા ખાતે દરબાર નગરમાં રહેતા આસિફ શેખની પાંચ વર્ષીય પુત્રી અકક્ષાને બન્ને પગોમાં દુખાવો થતાં આજે સવારે સારવાર માટે તેના પરિવારજનો નવી સિવિલ હોસ્પિટલમાં લાવ્યા હતા. ત્યાં તેના પરિવારના સભ્યોએ કહ્યું હતું કે ઉનપાટીયાની શાળામાં બાળકી જુનિયર કેજીમાં અભ્યાસ કરે છે. શનિવારે શાળામાં શિક્ષિકાએ બાળકીના જમણા હાથમાં લાકડી વડે માયુ હતું અને શિક્ષિકાએ બાળકીને ધમકાવી કહ્યું કે ઘરે જઈને કોઈને કહેતી નહીં બાદમાં સોમવારે બાળકીને શિક્ષિકાએ ઉઠક બેઠક કરાવી હતી જેના લીધે તેના પગમાં સખત દુખાવો થતો…
શહેરના ગોપીપુરા વિસ્તારમાં મારી દીકરી તારા જેટલી જ અને મારે તેને ગીફટ ટી-શર્ટ ગીફટ આપવાની છે એમ કહી ટી-ર્શટની સાઇઝ માપવાના બ્હાને 10 વર્ષની માસુમ બાળા સાથે અશ્લીલ હરકત કરતા મામલો અઠવાલાઇન્સ પોલીસ મથકમાં પહોંચ્યો છે. ગોપીપુરા વિસ્તારમાં રહેતા મધ્યમ વર્ગીય પરિવારની 10 વર્ષની માસુમ બાળા દિવ્યા (નામ બદલ્યું છે) તેના રહેણાંક એપાર્ટમેન્ટમાં રમી રહીત હતી. તે દરમ્યાન સાંજના સાડા છ વાગ્યાના અરસામાં અંદાજે 30 વર્ષીય નરાધમ એપાર્ટમેન્ટમાં ઘસી આવ્યો હતો. નરાધમે માસુમ દિવ્યાને કહ્યું હતું કે તારી ટી-શર્ટની સાઇઝ લેવી છે. મારી દીકરી તારા જેટલી જ છે અને મારે તેને ગીફટ આપવાની છે એમ કહી સાઇઝ ચેક કરવાના બહાને…
રાજ્યના અમુક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી હતી ત્યારે રાજકોટ જિલ્લામાં બપોર બાદ કમૌસમી વરસાદ વરસ્યો છે. રાજકોટ જિલ્લાના મોટી મેંગણી તેમજ રાજકોટ-જામનગર જિલ્લાના ઘણાં ગામડામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. આ વરસાદના લીધે ત્યાંના ખેડુતોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. વરસાદના કારણે રવિ પાકને નુંકસાનની ભીતિ સેવાય રહી છે. આ સિવાય દેવભૂમિ દ્વારકાના ખંભાળિયા તાલુકાના સલાયા ગામે કમૌસમી વરસાદ પડતા ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. સલાયા સહિત આસપાસના ગામોમાં કમોસમી વરસાદ પડતા ઘંઉ, જીરૂ, લસણ, ડુંગળી અને ચણા સહિતના પાકને વ્યાપક નુકસાનની થવાની ભીતિ છે. ગોંડલના પીપળિયા, ભરૂડી સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જસદણના આટકોટમાં આજે સવારે ઝાકળ…
ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહ બાદ આણંદ જિલ્લામાં ધીમે-ધીમે શિયાળો પોતાનો અસલી મિજાજ બતાવી રહ્યો છે. જો કે બુધવારના રોજ જિલ્લામાં લઘુત્તમ તાપમાનનો પારો ૧૪.૦ સુધી ગગડી જતાં જિલ્લાવાસીઓએ ઠંડીનો ચમકારો અનુભવ્યો છે. ખાસ કરીને મોડી સાંજથી વહેલી પરોઢ સુધી કાતિલ ઠંડીના કારણે જનજીવન પર અસર પહોંચી છે. આગામી દિવસો દરમ્યાન ધીમે-ધીમે તાપમાનનો પારો હજી નીચે જશે તેવી સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાંં આવી છે. ઉત્તરભારતમાં થઈ રહેલ હીમવર્ષાને પગલે રાજસ્થાનના મેદાની પ્રદેશો પરથી ઠંડા પવનો ગુજરાત તરફ ફુંકાવાના કારણે સમગ્ર ગુજરાત રાજ્ય સહિત આણંદ જિલ્લામાં ધીમે-ધીમે તાપમાનનો પારો નીચે જઈ રહ્યો છે. જો કે ત્રણ દિવસ પૂર્વે વાદળછાયા વાતાવરણના…