અમરોલીમાં ગઈકાલે કબુતરનો માળો સાફ કરતી વખતે બારમા માળેથી નીચે પટકાયેલા યુવાન વેપારીનું મોત નીપજ્યું હતું. સ્મીમેર હોસ્પિટલથી મળેલી વિગત મુજબ અમરોલીના ઉતરાણ ખાતે સિલ્વર કલર બિલ્ડિંગમાં રહેતા 30 વર્ષીય શૈલેષભાઈ વલ્લભભાઈ ખુટ ગઈકાલે સવારે લિફ્ટ પાસે કબુતરનો માળો સહિતનું સાફ કરતા હતા ત્યારે તે અચાનક બારમા માળેથી નીચે પટકાતાં ગંભીર ઈજા થઈ હતી. તેથી તેમને સારવાર માટે તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું. તેમને સંતાનમાં એક પુત્ર અને એક પુત્રી છે. તે કન્ટ્રક્શન અને ટેક્સટાઇલ ધંધા સાથે સંકળાયેલા હતા. આ અંગે અમરોલી પોલીસે તપાસ આદરી છે.
કવિ: Satya Day News
કતારગામ પોલીસ મથકમાં ગત બપોરે એક યુવાને આવી પોતાની ઓળખ ગાંધીનગર ખાતે એએસઆઇ તરીકે ફરજ બજાવતો હોવાની આપી મિત્રની અરજી અંગે ભલામણ કરી હતી પરંતુ તેના ઉપર શંકા જતા તેની પુછપરછ કરી તો તે બોગસ પોલીસ હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે વરાછાના બેકાર યુવાન વિરૂદ્ધ ગુનો નોંધી તેની ધરપકડ કરી તેની પાસેથી નકલી આઈકાર્ડ અને પીએસઆઇનો યુનિફોર્મ કબ્જે કર્યો હતો.પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ ગત બપોરે પોણા 2 વાગ્યાના અરસામાં કતારગામ પોલીસ મથકના પહેલા માળે એક યુવાન આવ્યો હતો અને પોતાની ઓળખ ગાંધીનગર ખાતે પીએસઆઇ તરીકે ફરજ બજાવતો હોવાની આપી મિત્રના એટીએમ કાર્ડની અરજી અંગે ભલામણ કરી હતી. જોકે,…
ગૂગલ પોતાની મેસેન્જર સર્વિસ ગૂગલ મેસેજમાં એક કામનું ફીચર લોન્ચ કરવા જઇ રહ્યું છે. નવી અપડેટ બાદ ગૂગલ મેસેજમાં વેરિફાઇડ મેસેજ અને સ્પામ પ્રોટેક્શન ફીચર મળશે. જણાવી દઇએ કે ગૂગલ મેસેજ તમામ સ્ટોક એન્ડ્રોઇડ ફોનમાં ડિફોલ્ટ ઇન્સ્ટોલ મળે છે. નવી અપડેટ બાદ તમારી પાસે કોઇ મેસેજ આવશે તો તે વેરિફાઇડ નંબરમાંથી આવશે. એવામાં હવે ખબર પડશે કે ક્યો મેસેજ બનાવટી છે અને ક્યો અસલી. ઉદાહરણ તરીકે જો કોઇ બેંકનો મેસેજ આવશે તો તે વેરિફાઇડ હશે. વેરિફાઇડ મેસેજની સાથે તે કંપનીનો લોગો અને વેરિફિકેશન ટીક માર્ક હશે. ગૂગલ મેસેજમાં વેરિફાઇડ એસએમએસ ફીચર સૌથી પહેલા ભારત, અમેરિકા, મેક્સિકો, બ્રાઝીલ, બ્રિટેન, ફ્રાંસ, ફિલિપાઇન્સ,…
નાગરિકતા સંશોધન કાયદા પરના વિવાદ વચ્ચે એઆઈએમઆઈએમના નેતા અસદુદ્દીન ઓવૈસીએ ફરી એક વખત ગૃહમંત્રી અમિત શાહ પર નિશાન સાધ્યું છે. ઓવૈસીએ નાગરિકતા કાયદા પર બાંગ્લાદેશના એક નિવેદનનો હવાલો આપતાં ટ્વીટ કરી કહ્યું કે આ કેવી ચાણક્ય નીતિ છે અમિત શાહજીની કે આપણાં પ્રિય પાડોશી જ આપણને જીડીપી અને જીવન સ્તર અંગે જણાવી રહ્યાં છે. જ્યારે કે તમે દેશને ખોખલું કઈ રીતે કરવું તે વિચારો છો. ઓવૈસી એટલેથી જ ન અટકતા અમિત શાહને ટેગ કરી ટ્વીટ કર્યુ કે તમારે એક સેલ્ફ હેલ્પ બુક લખવી જોઈએ કે કઈ રીતે કોઈની સાથેની મિત્રતા ખતમ કરવી જોઈએ અને આપણો પ્રભાવ પણ ગુમાવી દેવાય. અસદુદ્દીન…
અતિ મોંઘા ફોન જે રૂપિયા પચાસ હજાર સુધીમાં વેચાય છે તેનો પચાસ ટકા હિસ્સો દાણચોરી દ્વારા દેશમાં ઘુસાડવામાં આવતા હોવાના કારણે સરકારી તિજોરીને વર્ષે રૂપિયા 2400 કરોડનું નુકસાન થાય છે. આટલી મોટી કિંમતના ફોન બજારમાં મુખ્યત્વે એપલ અને સેમ્સંગ ફોન વધારે વેચાય છે.ઉપરાંત ગુગલ પિક્સલના ફોન પણ વેચાય છે. મોબાઇલ ફોનની કંપનીઓનું પ્રતિનીધીત્વ ધરાવતા ઇન્ડિયન સેલ્યુલર એન્ડ ઇલેકટ્રોનિક એસોસિએશન દ્વારા સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેકટ ટેક્સીસને સુપ્રદ કરાયેલા આંકડા મુજબ, આ સેગમેન્ટમાં ભારતમાં કુલ રૂ.15000 કરોડના ફોન વેચાય છે, પરંતુ તે પૈકી રૂપિયા 8000 દાણચોરી દ્વારા ઘુસાડાય છે. આવા ફોનની કિમંત રૂપિયા પચાસ હજાર કરતાં વધુ હોવાથી ભારતમાં હેન્ડસેટ સેગમેન્ટમાં આવા…
નિર્ભયાના ગુનેગારોને ફાંસી આપવાની પ્રક્રિયામાં તેજી થતાં તેના માતાપિતામાં આશા છે કે હવે તેની પુત્રીને જલ્દી જ ન્યાય મળશે. ત્યારે ફાંસીની પ્રક્રિયા શું છે અને કેવી રીતે કોઈ વ્યક્તિને ફાંસી પર લટકાવ્યા બાદ પણ તે જીવતો રહી શકે છે. વાસ્તવમાં 37 વર્ષ પહેલાં એવું થયુ હતુ અને તે પણ તિહાર જેલમાં જ બન્યુ હતુ. મેડિકલ સાયન્સનું ઉદાહરણ આપતા તિહાર જેલનાં વરિષ્ઠ ડોક્ટર સિવાય વાસ્તવિકતામાં શરીરનું વજન ઓછું હોવાને કારણે બે કલાક બાદ પણ મોત ન થવાના કિસ્સા બની ચૂક્યા છે. 31 જાન્યુઆરી 1982માં આ ઘટના થઈ હતી. કુખ્યાત હત્યારા રંગા અને બિલ્લાને આ દિવસે ફાંસી આપવામાં આવી હતી. તિહાર જેલનાં…
જેડીયૂના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પ્રશાંત કિશોરે ફરી એક વખત પોતાનો રોષ ઠાલવ્યો છે. પ્રશાંત કિશોરે આ વખતે એનઆરસી પર પોતાનો વિરોધ વ્યક્ત કર્યો છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરી એનઆરસીને નાગરિકતાની નોટબંધી ગણાવી છે. પ્રશાંત કિશોરે ટ્વીટ કરતા લખ્યું કે રાષ્ટ્રવ્યાપી એનઆરસીનો આઈડીયા નાગરિકતાની નોટબંધીની જેમ છે. જે ત્યાં સુધી અમાન્ય છે જ્યાં સુધી તમે તેને સાબિત ન કરી શકો. અમે અમારા અનુભવથી જાણીએ છીએ કે આનાથી પ્રભાવિત ગરીબ અને હાશિયામાં રહેનારા લોકો હશે.આ પહેલાં પ્રશાંત કિશોરે નાગરિકતા બિલને સરકારના હાથોમાં એક ઘાત હથિયાર ગણાવ્યું હતું. તેઓએ ટ્વીટર લખ્યું હતું કે નાગરિકતા સંશોધન કાયદો નાગરિકતા આપવા માટે છે તે કોઈની નાગરિકતા નહીં…
રાહુલ ગાંધીના વીર સાવરકર પરના નિવેદનને લઈને રાજકીય વાતાવરણ ઉગ્ર બન્યું છે. ત્યારે વિવિધ રાજકીય પક્ષોએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષના નિવેદનને લઈને પ્રતિક્રિયા આપી છે. આરએસએસના નેતા ઈન્દ્રેશ કુમારે કહ્યું કે રાહુલ ગાંધી સાવરકરના જેટલા સક્ષમ નથી ત્યારે તેઓએ સાચું જ કહ્યું છે કે તેઓ સાવરકર નથી. કોંગ્રેસના નેતા તારીક અનવરે કહ્યું કે ઈતિહાસ જાણે જ છે કે તેઓ બ્રિટિશ સપોર્ટર હતા. તો એનસીપીના વરિષ્ઠ નેતા છગન ભુજબળે કહ્યું કે સાવરકર પર રાહુલનું સ્ટેન્ડ હોય શકે છે. સાથે જ તેઓએ કહ્યું કે સાવરકર હંમેશા ગાય આપણી માતા નથી તેમ કહેતા, પરંતુ ભાજપ ગાયને માતા ગણાવે છે. ત્યારે શું તેઓ સાવરકરના વિચાર…
મહારાષ્ટ્રના થાણેમાં કપડાંની દુકાનમાંથી ખરીદારી કરવા પર એક કિલો ડુંગળી મફતમાં આપવામાં આવી રહી છે. દુકાનના માલિકનું કહેવું છે કે ગ્રાહકોને તેમની કપડાની દુકાન પર 1000 રૂપિયાની વસ્તુઓની ખરીદી પર એક કિલો ડુંગળી આપવામાં આવી રહી છે. તેમણે કહ્યું, આ યોજનાની શરૂઆત થઈ ત્યારથી ગ્રાહકોની સંખ્યામાં વધારો થયો છે. છેલ્લા કેટલાક સપ્તાહથી દેશના લગભગ તમામ બજારોમાં ડુંગળીના ભાવ કિલો દીઠ 100 રૂપિયાને પાર કરી ગયા છે. એક કર્મચારીએ જણાવ્યું હતું કે ઉલ્હાસનગરના શીતલ હેન્ડલૂમમાં શનિવારે વેચાણમાં તેજી દેખાઈ હતી. જ્યારે માલિકે સાડીની સાથે ડુંગળી મફત આપવાની જાહેરાત કરી હતી. તેમણે કહ્યું કે, અહીં ડુંગળી કિલોદીઠ 130 રૂપિયા વેચાઇ રહી છે.…
રાજ્યના સરહદી વિસ્તારમાં તીડના આતંકને નાથવા સ્થાનિક તંત્રની મદદે રાજસ્થાન તીડ નિયંત્રણ વિભાગની ટીમ પણ જોડાઈ છે. તીડના ત્રાસને કંટ્રોલ કરવા સરહદી વિસ્તારમાં અલગ અલગ ટીમો બનાવી તીડનું લોકેશન મેળવવામાં આવ્યુ છે. આજે પણ વાવના કારેલી ગામે તીડના ટોળાએ રાત્રિ રોકારણ કર્યુ હતુ. જેથી વહેલી સવારથી આ વિસ્તારમાં દવાનો છંટકાવ કર્યો હતો. આ તરફ ખેતરોમાં તીડ આવે તો ઢોલ કે થાળી અથવા તો તગરા કે અન્ય કોઇથી અવાજ કરી ભગાડવાનો પ્રયત્ન કરવા સૂચન કરાયુ છે. થરાદના કારેલી, બાલોત્રી સહિતના સરહદી વિસ્તારના પાંચ કિલોમીટરથી વધુ વિસ્તારમાં તીડે ઘેરાવ કર્યો છે. જીરા,રાઇ, દિવેલા જેવા પાકને નષ્ટ કરે તેવો ડર છે.ત્યારે દવા છંટકાવ…