જાહેરમાં કચરો સળગાવવા પર પ્રતિબંધ હોવા છતાં સરકારી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં જિલ્લા ક્ષય કેન્દ્રની સામે આજે સવારે કચરો સળગાવતા નીકળેલા ધુમાડાના પગલે ટીબીના દર્દી, અન્ય દર્દી અને તેમના સંબંધીઓને તકલીફ પડી હોવાનું જાણવા મળ્યું હતું. પ્રાપ્ત વિગત મુજબ નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલા જિલ્લા ક્ષય કેન્દ્ર બહાર કેટલાક સમયથી જાડી જાખરા અને ઝાડના પાનનો સૂકો કચરો સહિતના કચરાનો ઢગલો પડેલો હતો. જોકે આ કચરાના ઢગલાને કોઈ લઈ જતું ન હતું. આખરે આજે સવારે કચરાના ઢગલાને સળગાવી દીધો હોવાથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા હતા. આ ધુમાડો સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ રૂમ તરફ અને રોડ પર ફેલાઈ રહ્યો હતો. જેને લીધે ટીબીના…
કવિ: Satya Day News
ગુજરાતનું પ્રથમ ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશનનું વડોદરાના છાયાપૂરી ખાતે રેલવે રાજ્ય મંત્રી સુરેશ અંગડી એ લોકાર્પણ કરી મુસાફરો માટે ખુલ્લું મૂક્યું છે. 50 કરોડના ખર્ચે અદ્યતન ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશન બનાવ્યું છે. છાયાપૂરી રેલવે સ્ટેશન પર 17 ડિસેમ્બરથી 26 ટ્રેનો આવન જાવન કરશે. તેમજ વડોદરાથી અમદાવાદ થઈ દિલ્હી જવા માટે મુસાફરે હવે છાયાપૂરી રેલવે સ્ટેશનથી ટ્રેન પકડવી પડશે. ગ્રીન સેટેલાઇટ રેલવે સ્ટેશનની વિશેષતા રેલવે સ્ટેશન પાછળ ૫૦ કરોડનો ખર્ચ રેલવે સ્ટેશનનું બિલ્ડીંગ ગ્રીન મુખ્ય રેલવે લાઇન ઉપરાંત બે લૂપ લાઇન ૨૬ કોચની ટ્રેન માટે બે અત્યાધુનિક પ્લેટફોર્મ બે લિફટ અને એક ઓવરહેડ બ્રિ્ાજ વીઆઇપી કક્ષ જનરલ અને મહિલાઓ માટે પ્રતિક્ષા…
એક તરફ જ્યાં દેશ નવા વર્ષનું સ્વાગત કરવા માટે તૈયાર છે ત્યાં કેન્દ્રીય કર્મચારીઓને વર્ષ પૂરૂ થતાં પહેલાં મોટી ખુશખબર મળી શકે છે. સરકાર લાખો કર્મચારીઓને ન્યૂ યર ગિફ્ટ આપી શકે છે. વિભિન્ન કર્મચારી સંઘ તેવા ક્યાસ લગાવી રહ્યાં છે કે મોદી સરકાર ટૂંક સમયમાં કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં 4 ટકાના વધારાની ભેટ આપી શકે છે. જો મોંઘવારી ભથ્થામાં ચાર ટકાના વધારાને મંજૂરી આપી દેવામાં આવે તો કર્મચારીઓની સેલરીમાં પ્રતિ માસ 720 રૂપિયાથી લઇને 10 હજાર રૂપિયા સુધીનો વધારો થશે. સરકાર વધતી મોંઘવારીને ધ્યાનમાં લેતાં મોઁઘવારી ભથ્થામાં વધારો કરી શકે છે. મહત્વનું છે કે જુલાઇ 2019થી ડિસેમ્બર 2019માં મોંઘવારીમાં વધારો થયો…
બારડોલી પોલીસે એક એવા આરોપીની ધરપકડ કરી છે કે જે નકલી આરસી બુક બનાવતો હતો. પોલીસે આરોપી પાસેથી 100 કરતા વધારે આરસી બુક જપ્ત કરી છે. ઝડપાયેલ આરોપી પોતે વાહન ખેચવાની એજન્સી ખોલીને બેઠો હતો અને જે ગ્રાહકો બેન્કનો હપ્તો ના ભરતા હોય તે લોકોનું ધ્યાન ખેચીને તેમને બોગસ ડોક્યુંમેન્ટ બનાવી આપતો. જોકે આ કામનો અન્ય એક આરોપી ફરાર છે. પોલીસે તેની તપાસ આરંભી છે. ઝડપાયેલ આરોપી પાસેથી પોલીસે 4 મોટર સાઈકલ સહીત 98,000નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
ફેસબુકના સ્વામિત્વ ગણાતા વોટ્સએપે મોટું પગલું છે બલ્ક મેસેજ મોકલનારા એકાઉન્ટ સામે કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. વોટ્સએપે તેના બ્લોગમાં કહ્યું છે કે તે એવા વોટ્સએપ એકાઉન્ટને બંધ કરી દેશે જે ઘણાં બધાં મેસેજ મોકલશે.એ ઉપરાંત એ લોકોના એકાઉન્ટ સામે એક્શન લેવામાં આવશે જે ફટાફટ ગ્રૂપ બનાવશે. જોકે વોટ્સએપનો આ નિર્ણય હાલ પૂરતો વોટ્સએપ બિઝનેસ માટે છે. જેમ કે કોઈ વોટ્સએપ બિઝનેસ એકાઉન્ટ પાંચ મિનિટ પહેલા બન્યું છે અને તે એકાઉન્ટથી 15 સેકેન્ડની અંદર 100 મેસેજ મોકલવામાં આવે છે તો કંપની તે એકાઉન્ટ સામે કાર્યવાહી કરશે.કંપની તે એકાઉન્ટને બંધ પણ કરી શકે છે. અને બીજું કે મિનિટોમાં વધારે પડતાં ગ્રૂપ બનાવનાર…
મોંઘવારી સતત વધી રહી છે.દેશ મંદીના બોજ તળે દટાતો જાઇ છે.એવામાં લોકોની જીવન જરૂરીયાતની વસ્તુઓ ખાદ્યતેલોના ભાવ પણ વધવા લાગ્યા છે,સિંગતેલ અને બીજા તેલોના ભાવ સતત વધી રહ્યા છે. 20 રૂપિયાનો ભાવ વધારો થતા તેલના ડબ્બાનો ભાવ 1780થી 1800 જેટલો અને કપાસિયા તેલનો ભાવ 1400 રૂપિયા જેટલો થઇ ગયો છે. ઉલ્લોખનીય છે કે છેલ્લા 10 દિવસમાં સિંગતેલના ભાવમાં ડબ્બા દિઠ 40 રૂપિયાનો વધારો નોંધાયો છે. આ પહેલાં જન્માષ્ટમીનાં તહેવાર વખતે પણ સિંગતેલનાં ભાવમાં ભડકો જોવા મળ્યો હતો. એ સમયે સિંગતેલનાં ભાવમાં રૂ. 10નો વધારો થતા 15 કિલો ડબ્બાનો ભાવ 1820થી 1830 રૂપીયા પહોંચી ગયો હતો. સિંગતેલની બજારો હજી ડબ્બે 20થી…
ઈન્ડોનેશિયાના સુલાવેસી ટાપુ પર એક ગુફામાં હજારો વર્ષ જૂનું ભીંતચિત્ર મળી આવ્યું છે. જેને વિશ્વનું સૌથી જૂનામાં જૂનું ભીંતચિત્ર કહેવામાં આવે છે. આ દુર્લભ 4.5.-મીટર પહોળા આ દુર્લભ ભીતચિત્ર ગુફાની દિવાલ પર બનાવવામાં આવ્યું છે, જેમાં શિંગડાવાળા પ્રાણી બનાવવામાં આવ્યા છે અને શિકારીઓ તેનો પીછો કરી રહ્યા છે. બુધવારે નેચર જર્નલમાં આ ભીંતચિત્રને લગતું એક સંશોધન પ્રકાશિત થયું છે. સંશોધનકારોના જણાવ્યા અનુસાર, કોલસાથી બનેલા ઘણા ભીંતચિત્રો પણ યુરોપની ગુફાઓમાં મળી આવ્યા છે, પરંતુ તે ઇન્ડોનેશિયામાં મળેલા જેટલા જૂના નથી. યુરોપની ગુફાઓમાં જોવા મળતા રોક પેઇન્ટિંગ્સ 14 હજાર વર્ષથી 21 હજાર વર્ષની વચ્ચે હોવાનું કહેવામાં આવી રહ્યું છે. હમણાં સુધી, આ…
ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન (ISRO) એ ગ્રેજ્યુએટ અપરેન્ટિસ, ટેક્નિશિયન અપરેન્ટિસ અને ટ્રેડ અપરેન્ટિસનાં ઘણાં પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરી છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવારો આ માટે અરજી કરી શકે છે. આ માટે ઉમેદવારો ઈસરોની વેબસાઇટ પરથી વધુ માહિતી મેળવી શકે છે. ઈન્ટરવ્યૂની તારીખો ગ્રેજ્યુએટ અપરેન્ટિસ: 14 ડિસેમ્બર 2019 ટેક્નિશિયન અપરેન્ટિસ: 21 ડેસેમ્બર 2019 ટ્રેડ અપરેન્ટિસ: 4 જાન્યુઆરી 2020 પદોની સંખ્યા ગ્રેજ્યુએટ અપરેન્ટિસ: 41 ટેક્નિશિયન અપરેન્ટિસ: 59 ટ્રેડ અપરેન્ટિસ: 120 વય મર્યાદા આ પદો માટે અરજી કરવા માટે ઉમેદવરઓની મહત્તમ ઉંમર 35 વર્ષ નક્કી કરવામાં આવી છે. અરજી પ્રક્રિયા ઈચ્છુક ઉમેદવારોએ નિર્ધારિત અરજીની સાથે ઈન્ટરવ્યૂ માટે હાજર રહેવાનું રહેશે. ઈન્ટરવ્યૂ…
યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઑફ ઇન્ડિયા (UIDAI)એ આધાર એપનું નવુ વર્ઝન એમઆધાર લૉન્ચ કરવામાં આવ્યુ છે, જેને એપલના એપ સ્ટોર તથા ગૂગલના પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરી શકાય છે. નવી આધાર એપ ખૂબજ અનૂકૂળ છે અને તેને સરળતાથી યુઝ પણ કરી શકાય છે. નવી આધાર એપની મદદથી યુઝર્સ આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે, ઑફલાઇન કેવાયસી, ક્યૂઆર કોડ જોઇ શકાય છે અથવા તો સ્કેન કરી શકાય છે. મેલ/ઇમેલ વેરિફાય કરી શકાય છે. UIDAI/ID રિટ્રિવ કરી શકો છે. એડ્રેસમાં ફેરફાર કરવા માટે રિકવેસ્ટ કરી શકાય છે, સાથે જ વિભિન્ન સેવાઓ માટે ઑનલાઇન રિક્વેસ્ટ પણ કરી શકાય છે. તમે તમારી એમઆધાર એપ દ્વારા આધાર…
દેશમાં ડુંગળીના ભાવ ઘટવાનું નામ નથી લઇ રહ્યા અને બીજી બાજુ લોકો ડુંગળીને લઈને અનેક જુગાડ કરી રહ્યા છે. વારાણસીમાં એક લગ્નમાં દુલ્હા-દુલ્હને એકબીજાને ફૂલનો હાર નહીં પણ ડુંગળી અને લસણની વરમાળા પહેરાવી. એટલું જ નહીં પણ લગ્નમાં આવેલા મહેમાનો પણ તેમનાં માટે ડુંગળીની ટોપલી ગિફ્ટમાં આપવા માટે લઈને આવ્યા હતા. કપલે ડુંગળી-લસણની વરમાળા પહેરીને તેના ભાવનો વિરોધ કર્યો હતો. વારાણસીમાં હાલ ડુંગળી 120 રૂપિયા પ્રતિ કિલો વેચાઈ રહી છે.