સોમવારે લોકસભામાં નાગરિકતા સુધારા ખરડાને ટેકો આપનારી શિવસેના બુધવારે રાજ્યસભામાં આ ખરડાના મુદ્દે મોદી સરકારને દગો આપી શકે છે એવા અણસાર મળ્યા હતા. હાલ રાજ્યસભામાં મોદી સરકારના 119 સભ્યો છે. વિપક્ષના 100 સભ્યો છે. શિવસેના દગો આપે તો ભાજપની બાજી બગડી શકે છે. રાજ્યસભાના 19 સભ્યો એવા છે જેમનું વલણ હજુ સ્પષ્ટ નથી. આજે મંગળવારે સવારે શિવસેનાના સંજય રાઉતે એવું વિધાન કર્યુ ંહતું કે હવે અમે એનસીપી અને કોંગ્રેસ સાથે મહારાષ્ટ્રમાં રાજ્ય સરકાર રચી છે એટલે નાગરિકતા સુધારા ખરડા અંગે અમે પુનઃવિચાર કરી શકીએ છીએ. રાજકીય પંડિતો માને છે કે આ વિધાનનો અર્થ એવો પણ થઇ શકે કે રાજ્યસભામાં શિવસેના ભાજપને…
કવિ: Satya Day News
સુરત મહાનગર પાલિકાના સેન્ટ્રલ ઝોન નાનપુરા વિસ્તારમાં વેરી સવારે રસ્તા વચ્ચે મોટો ભૂવો પડી ગયો હતો. ટ્રાફિકથી ધમધમતા એવા વિસ્તારમાં રસ્તા વચ્ચે જ ભૂવો પડી જતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. મહાનગર પાલિકા તંત્રને આ અંગે ખબર પડતા તાત્કાલીક રસ્તો બંધ કરી કામગીરી શરૂ કરી હતી. નાનપુરા માછીવાડ વિસ્તારમાં ગત વર્ષે જે જગ્યાએ મોડી રાત્રે ભૂવો પડ્યો હતો તેની નજીક જ આજે વહેલી સવારે મોટો ભૂવો પડી ગયો છે.આ વિસ્તારમાંથી પસાર થતી જૂની ડ્રેનેજ લાઈન તૂટી જતા આ ભુવો પડયો હોવાનો કહેવાય રહ્યું છે. આ વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. સદ્ન નસીબે ભુવો વહેલી સવારે પડતા કોઇ જાનહાનિ થઇ ન…
ખાણીપીણીના શોખીન સુરતીઓ ને કેટલાક વેપારીઓ પોંક વડાના નામે ભેળસેળિયા વડા પધરાવી રહ્યા છે. વાસ્તવિકતા ખબર ન હોવાથી સુરતીઓ આવા પોકવડા મારે ટેસ્ટ થી આરોગી રહ્યા છે. પોંક માટે જાણીતા એવા સુરતમાં હજી પોંકનું વેચાણ હજી માંડ શરૂ થયું છે. પોંક 400 રૂપિયા કિલો વેચાઈ રહ્યો છે. જ્યારે શહેરના મોટાભાગના વિસ્તારમાં પોંકવડાના સ્ટોલ ખુલી ગયા છે. આ સ્ટોર ઉપર પોંકવડા 300 રૂપિયા કિલો વેચાઈ રહ્યા છે. સુરતીઓ ટેસ્ટના શોખીન હોવાથી પોંકવડા ભારે ટેસ્ટ થી ઝાપટી રહ્યા છે. પોંક વડા ખાનારા લોકો ને ખબર જ નથી કે પોંકવડાનું વેચાણ કરતા મોટાભાગના ફરસાણના વેપારીઓ ભેળસેળિયા વડા વેચી રહ્યા છે. ફરસાણમાં આ વેપારીઓ…
અમૂલ ડેરીએ વધુ એકવાર પશુપાલકો માટે ખુશીના સમાચાર આપ્યા છે. ડેરીએ દૂધના ખરીદ ભાવમાં વધારો કર્યો છે. પ્રતિ કિલો ફેટે રૂપિયા 10નો ભાવ વધારો કરાયો છે. નવો ભાવ વધારો 11 ડિસેમ્બરથી લાગુ કરવામાં આવશે. ભેંસના દૂધનો જૂનો ભાવ 700 હતો જે વધારીને 710 કરવામાં આવ્યો છે. ગાયના દૂધનો જુનો ભાવ 318 હતો જે વધારી 322 કરવામાં આવ્યો છે. ગાયના દૂધમાં 4.50 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ વધારાથી 7 લાખ પશુપાલકોને ફાયદો થશે.
રિલાયન્સ જિયોના ગ્રાહકો માટે ખુશખબર છે. કંપની 98 અને 149 રૂપિયાના પ્લાન પરત લઇ આવી છે. જણાવી દઇએ કે 6 ડિસેમ્બરથી વધેલી કિંમત સાથે જારી કરવામાં આવેલા જિયોના પ્રીપેડ પ્લાન્સની લિસ્ટમાં આ બંને પ્લાન્સ સામેલ ન હતા. 149 રૂપિયાનો પ્લાન 1 જીબી પ્રતિ દિવસના ડેટા સાથે આ પ્લાનમાં 24 દિવસની વેલીડીટી પર કુલ 24 જીબી ડેટા, દરરોજ 100 ફ્રી એસએમએસ, જિયો ટુ જિયો અનલિમિટેડ ફ્રી કોલિંગ, અન્ય નેટવર્ક પર ફ્રી કૉલ માટે 300 FUP મિનિટ મળે છે. આ ઉપરાંત જિયો એપ્સનું કોમ્પ્લિમેંટરી સબ્સ્ક્રીપ્શન પણ મળે છે. 98 રૂપિયાનો પ્લાન આ પ્લાનમાં 2 જીબી ડેટા મળે છે. આ પ્લાનમાં જિયો ટુ…
વાસ્તુ શાસ્ત્રમાં ઘરની હકારાત્મક ઊર્જા વધારવા અને નકારાત્મક ઊર્જાને સમાપ્ત કરવાની ટિપ્સ આપવામાં આવી છે. ઘરની દરેક વસ્તુ માટે વાસ્તુશાસ્ત્રમાં શુભ-અશુભ દિશાઓ બતાવવામાં આવી છે. માન્યતા છે કે ઘરમાં મની પ્લાન્ટ યોગ્ય દિશામાં વાવેલો હોય તો વાતાવરણ હકારાત્મક બની રહે છે અને ધનને લગતા કામોમાં આવતી અડચણો દૂર થઈ શકે છે. મની પ્લાન્ટ સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જેનું આપણે હંમેશાં ધ્યાન રાખવું જોઈએ. મની પ્લાન્ટ જેટલો હર્યો-ભર્યો રહેતો હોય, એટલો જ તેને શુભ માનવામાં આવે છે. તેના પાન મુરઝાઈ જવા, પીળા કે સફેદ પ઼ડી જવા અશુભ માનવામાં આવે છે. એટલા માટે તેના ખરાબ પાન તરત જ હટાવી દેવા જોઈએ.…
ભારતીય મૂળનાં અમેરિકી સાંસદ પ્રમિલા જયપાલે અમેરિકી સંસદમાં જમ્મુ-કાશ્મીર પર એક પ્રસ્તાવ રજૂ કર્યો છે. જેમાં ભારતમાં કાશ્મીરમાં સંચાર માધ્યમો પર લગાવવામાં આવેલ પ્રતિબંધોને જલ્દીથી હટાવવા અને તમામ રહેવાસીઓની ધાર્મિક સ્વતંત્રતા સંરક્ષિત રાખવા અપીલ કરવામાં આવી છે. જયપાલના આ પગલાંનો અમેરિકામાં રહેતાં ભારતીય સમુદાયે ભારે વિરોધ નોંધાવ્યો છે. જ્યારે ભારત વારંવાર એ વાત સ્પષ્ટ કરી ચૂક્યું ચે કે, કાશ્મીર તેનો આંતરિક મામલો છે. અને અન્ય કોઈ ત્રીજા પક્ષે તેમાં હસ્તક્ષેપ કરવાની જરૂર નથી. ચેન્નાઈમાં જન્મેલાં પ્રમિલા જયપાલે છેલ્લા ઘણા અઠવાડિયાથી સંસદમાં આ પ્રસ્તાવ રજૂ કરવા માટે પ્રયાસ કરી રહ્યા હતા. પણ તેઓને કોઈ સહયોગી પ્રસ્તાવક મળી રહ્યું ન હતું. ભારે…
રશિયામાં જળવાયુ પરિવર્તનની અસરને કારણે બર્ફિલા પહાડોમાં રહેતા ધ્રુવીય રીંછો ગામમાં ઘુસી આવ્યા છે. મોસ્કોમાં બરફથી ઢંકાયેલા ચૂકોટકા ગામમાં 56 ધ્રુવીય રીંછો ઘર કરીને બેઠા છે. શિકારી રીંછોના ડરને કારણે ગામના 7,000 હજાર લોકો ઘરમાં કેદ થયા છે. બાળકો પણ સ્કૂલ જવાનું ટાળીને ઘરમાં પૂરાઈ ગયા છે. ચૂકોટકા ગામના લોકો બીજી વખત આવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. રીંછોના આંતકને કારણે સ્થાનિક પ્રસાશન દ્વારા તેમનાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. રશિયામાં આ રીંછોને ગોળી મારવી ગેરકાયદેસર છે. જળવાયુ પરિવર્તનને લીધે બરફ ઓગળી જવાથી આ રીંછ બર્ફિલા ગામોને પોતાનું ઘર બનાવે છે. ધ્રુવીય રીંછનું વજન 600 કિલો હોય છે. તેઓ…
અમેરિકાની અંતરિક્ષ એજન્સી NASA (નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન) અંતરિક્ષમાં ‘રોબો હોટેલ’ બનાવશે. આ રોબો હોટેલમાં માત્ર રોબો જ રોકાણ કરી શકશે. અંતરિક્ષમાં આ હોટેલને રોબોટિક્સ ટૂલ સ્ટોઈજ નામથી ઓળખવામાં આવશે. રોબો હોટેલને ISS (ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન)ની બહાર રાખવામાં આવશે. આ રોબો અંતરિક્ષમાં રહેલાં ઉપકરણો માટે સુરક્ષાના એકમ બનશે. ‘રોબો હોટેલ’ને 19માં સ્પેસ એક્સ કમર્શિયલ લોન્ચિંગ ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવશે. હ્યુસ્ટનમાં NASAના જ્હોનસન સ્પેસ સેન્ટરની ન્યૂટ્રલ બ્યૂયન્સી લેબમાં આ રોબોનું ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. રોબો હોટેલમાં પ્રથમ 2 રોબોને NASA મોકલશે. આ બંને રોબો રોબોટિક એક્સ્ટર્નલ લીક લોકેટર્સનું કામ કરશે. બંને રોબો દિવસમાં 12 કલાકની ડ્યુટી કરશે. હોટેલમાં સ્પેક્ટ્રોમીટર…
ભારતીય સ્ટેટ બેંક (SBI)એ ફરી એકવાર તેના ગ્રાહકોને છેતરપિંડીથી બચાવવા અલર્ટ જાહેર કર્યું છે. SBIએ ટ્વીટ દ્વારા તેના ગ્રાહકોને ચાર્જિંગ સ્ટેશનો પર મોબાઈલ ચાર્જ કરતી વખતે સાવચેત રહેવાનું કહ્યું છે. SBIએ કહ્યું કે, ચાર્જિંગ સ્ટેશનો પર ફોન પ્લગ કરવાથી માલવેર ફોનમાં આવી શકે છે અને હેકર્સ તમારા પાસવર્ડ્સ અને ડેટા ચોરી શકે છે, જેના કારણે તમારું બેંક એકાઉન્ટ પણ ખાલી થઈ શકે છે. USB ચાર્જર ભારે નુકસાન કરાવી શકે છે SBIએ આગળ કહ્યું કે, ચાર્જિંગ સ્ટેશનો પર રહેલાં USB ચાર્જરનો ઉપયોગ ન કરો. તેનાથી તમારો ડેટા ચોરી થઈ શકે છે, જે તમારું બેંક અકાઉન્ટ ખાલી કરી શકે છે. આ પ્રકારના…