શિયાળાની ગુલાબી ઠંડીએ પોતાનો અસલ મિજાજ બતાવવાનું રવિવારથી શરૂ કરી દીધું હોય તેમ એક જ રાતમાં પર્યટક સ્થળ માઉન્ટ આબુનું લઘુતમ તાપમાન ૩.૬ ડિગ્રી ગગડીને ૨.૪ ડિગ્રી નોંધાયું હતું જેના લીધે લોકોએ શિયાળાની અસલ ગુલાબી ઠંડીનો અનુભવ કર્યો હતો. ગુજરાત રાજ્યના બનાસકાંઠાને અડીને આવેલા અને પર્યટકો માટે સ્વર્ગ સમાન તેમજ શિયાળાના સમય મિની કાશ્મીર તરીકે માનવામાં આવતા ગિરિમથક માઉન્ટ આબુમાં વાદળછાયા વાતાવરણના લીધે શનિવારે લઘુતમ તાપમાન 6 ડિગ્રી નોંધાયું હતું. માઉન્ટઆબુના મુખ્ય આકર્ષણ નકી લેકમાં પાર્ક કરેલી હોડીઓની સીટ પર પણ બરફ જામી ગયો હતો. વહેલી સવારે ઝાકળ અને ભેજના કારણે આબુમાં હરફની આછી ચાદર છવાઈ હતી. જોકે, સ્થાનિકોના મતે…
કવિ: Satya Day News
એશિયાના સૌથી મોટા રોપ-વે પ્રોજેક્ટ ગિરનાર રોપ-વેનું કામ પૂર જોશમાં ચાલી રહ્યું છે. કામગીરી અંગે માહિતી આપતા ઉષા બ્રેકો કંપનીના વાઇસ પ્રેસીડેન્ટ મનોજ પવાર તેમજ દિનેશસિંગ નેગીએ જણાવ્યું હતું કે, હાલ લોવર સ્ટેશનના પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. કુલ 9 ટાવર પૈકી 2 ટાવર ઉભા થઇ ગયા છે. 6 મિટરથી લઇને 18 મિટરના ટાવર રહેશે. સૌથી ઉંચો ટાવર 1000 પગથિયે 67 મિટરનો રહેશે. ઓસ્ટ્રેયાથી આવેલા નેકીના માર્ગદર્શનમાં 50થી વધુ ઇજનેરોની ટીમ કામગીરી કરી રહી છે. એપ્રિલ સુધીમાં કામ પૂર્ણ થઇ જશે. બાદમાં રોપ-વે શરૂ કરવામાં આવશે. રોપ-વેની વિશેષતા એ છે કે, રોપ-વે પર ગીધ કે કોઇ પક્ષી બેઠું હશે…
ગોલ્ફ ક્લબની દિવાલ પાછળ લક્ષ્મીવિલાસ પેલેસના પાછળના ભાગે એક કિલોમીટર દુર આરોપીઓ કિશોરી સાથે ગેંગરેપ ગુજારતા હતા જ્યારે દિવાલની બીજીતરફ પોલીસ તપાસ કરી રહી હતી. આરોપીઓએ યુવકને મારઝુડ કરીને ભગાડી દીધા બાદ તેણે એક મહિલાની મદદથી પોલીસને ફોન કરતા પોલીસ સાત મિનીટમાં પહોંચી ગઈ હતી. પરંતું સાત ફુટ ઉંચી દિવાલ પાછળ ઝાડીમાં શું ચાલી રહ્યું છે તેનો અંદાજ પોલીસને આવ્યો ન હતો. જો પોલીસે વિસ્તૃત તપાસ હાથ ધરી હોત તો આરોપીઓ તે સમયે જ ઝડપાઈ ગયા હોત. વડોદરાના નવલખી મેદાનમાં કિશોરી તેના મિત્ર સાથે બેઠી હતી ત્યારે લુંટના ઈરાદે આવેલા આરોપીઓએ કિશોરીના મિત્રને ભગાડી મુક્યો હતો. બાદમાં નરાધમો સગીરાને ઝાડી…
કર્ણાટકમાં આજે ભારતીય જનતા પાર્ટીનાં બીએસ યેદિયુરપ્પાની સરકારનું ભવિષ્ય નક્કી થઈ ગયું છે. 5 ડિસેમ્બરે રાજ્યની 15 વિધાનસભાની સીટો પર થયેલ પેટાચૂંટણીની મતગણતરી ચાલુ છે. સરકારમાં બની રહેવા માટે બીજેપીને 6 સીટોની જરૂર હતી. 15 સીટોની મતગણતરીમાં બીજેપીએ 6 સીટો જીતી લીધી છે. તો 6 સીટો પર તે આગળ ચાલી રહી છે. જ્યારે કોંગ્રેસે પોતાની હાર સ્વીકારી લીધી છે. 6 સીટો પર જીત મેળવી લીધા બાદ બીજેપીમાં જશ્નનો માહોલ શરૂ થઈ ગયો છે. કર્ણાટકનાં સીએમ યેદિયુરપ્પાએ પોતાના પુત્ર વિજયેન્દ્રને મીઠાઈ ખવડાવીને મોં મીઠું કરાવ્યું હતું. કર્ણાટકની ગોકક સીટથી બીજેપીના ઉમેદવાર રમેજ જારકીહોલી અને રાનેબેન્નુર સીટથી અરુણ કુમારે જીત હાંસલ કરી…
ગુજરાતમાં શિયાળાએ આખરે અસલ મિજાજ બતાવવાનું શરૂ કરી દીધું છે. ગુજરાતમાંથી જ્યાં સૌથી વધુ ઠંડી નોંધાય છે તે નલિયામાં એક જ દિવસમાં સરેરાશ લઘુતમ તાપમાન 7.4 ડિગ્રી ઘટી ગયું હતું અને 8.2 ડિગ્રી સાથે ઠંડુંગાર રહ્યું હતું. અમદાવાદમાં પણ એક દિવસમાં તાપમાન 3.5 ડિગ્રી ઘટી જતાં 14.3 ડિગ્રી સરેરાશ લઘુતમ તાપમાન નોંધાયું હતું. અમદાવાદમાં મોડી રાત્રે અને વહેલી સવારે ફૂંકાતાં ઠંડા પવનથી શિયાળાનો આખરે પ્રારંભ થયો હોવાનો અહેસાસ થયો હતો. ભેજનું પ્રમાણ સવારે 8:30ના 64% જ્યારે સાંજે 5:30ના 50% નોંધાયું હતું. આમ, અમદાવાદમાં સામાન્યની સરખામણીએ સરેરાશ લઘુતમ તાપમાનમાં 1 ડિગ્રીનો વધારો નોંધાયો હતો. આગામી ત્રણ દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ લઘુતમ તાપમાનનો…
કેબિનેટે નાગરીક્તાના કાયદામા સુધારા કરતા બિલને મંજૂરી આપી દીધી છે. આ સ્થિતિ વચ્ચે અમિત શાહે આજે આ બિલને લોકસભામાં રજુ કર્યું છે. આ બિલને ગૃહ પ્રધાન અમિત શાહ રજુ કરતાની સાથે તેના ફાયદા અંગે લોકસભાને જાણકારી આપી રહ્યાં છે. આ બિલનો હાલ વિરોધ થઇ રહ્યો છે અને વિપક્ષ દાવો કરી રહ્યો છે કે આ બિલ કોમવાદી છે અને ધર્મના આધારે નાગરિક્તા નક્કી ન કરવામાં આવે. આ બિલ રજુ કરતા પહેલા બીજેપીએ સાંસદો માટે ત્રણ દિવસ માટે વ્હિપ જારી કર્યો છે. મોદી સરકારે લોકસભામાં બીજી વખત સોમવારે નાગરિક સંશોધન બિલ, 2019 રજુ કર્યો છે. કોંગ્રેસ સહિત 11 વિપક્ષી દળો તેનો વિરોધ…
કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર નાગરિકતા કાનૂનને બદલવાની તૈયારીમાં છે. આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. આ બિલનો ભારે વિરોધ થઈ રહ્યો છે. પણ મોદી સરકારે આ બિલ ઉપર આગળ વધવા માટે મક્કમતા દર્શાવી છે. કોંગ્રેસ, ટીએમસી સહિતની વિપક્ષી પાર્ટીઓ પણ આ બિલનો વિરોધ કરી રહી છે. ભારતીય જનતા પાર્ટીએ બિલને પાસ કરાવવા માટે પોતાના તમામ સાંસદોને વ્હીપ જાહેર કર્યું છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લોકસભામાં નાગરિકતા સંશોધન બિલ રજૂ કર્યું હતું. તેના પર અધીર રંજન ચૌધરીએ વિરોધ નોંધાવ્યો હતો. અને કહ્યું હતું કે, આ બિલ દેશનાં અલ્પસંખ્કોની વિરુદ્ધમાં છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે, આ બિલ…
પ્રખ્યાત લક્ઝરી કાર ઉત્પાદક જેગુઆરે ભારતીય બજારમાં પોતાની નવી સેડાન જેગુઆર એકસઈને લોન્ચ કરી છે. આવો જાણીએ Jaguar XEની સુવિધાઓ અને વિશિષ્ટતાઓ કેવી છે. જેમાં પ્રથમ એ જાણીએ કે તેની કિંમત કેટલી છે. Jaguar XEની શરૂઆતી કિંમત 44.98 લાખ રૂપિયા છે. કારને બે એન્જીન ઓપ્શન અને બે વેરિએન્ટમાં લોન્ચ કરવામાં આવશે. એટલે કે કાર કુલ ચાર વર્જનમાં રજૂ કરવામાં આવશે. જેગુઆર એક્સઇની ઇવેન્ટ મુંબઇમાં યોજાઇ હતી. ભારતમાં કારનો મુકાબલો 3 સીરીઝ BMW, મર્સિડીઝ બેંઝ સી-ક્લાસ અને ઓડી A4 ની સાથે છે. 2020 જેગુઆર એક્સઇમાં હનીકોમ્બ સાથે બ્લેક્ડ આઉટ ગ્રિલ્સ આપવામાં આવ્યા છે. ફેસલિફ્ટ મોડલમાં રિવાઇઝ્ડ ફ્રન્ટ અને રિયર બંપર્સ, ડ્યૂલ…
ગુજરાત વિધાનસભાનું ત્રણ દિવસનું ટૂંકું સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે, ત્યારે રૂપાણી સરકારની વિવિધ સ્તરે સરિયામ નિષ્ફળતાના સંદર્ભે વિધાનસભાને ઘેરાવ કરવાનો વિરોધ પક્ષ કોંગ્રેસે એલાન કર્યું છે. હાલ ગાંધીનગરમાં વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત કોંગ્રેસના કાર્યકરો અને ધારાસભ્યોએ વિધાનસભા બાજુ કૂચ કરી હતી. છેલ્લે મળી રહેલા અહેવાલ પ્રમાણે, ગાંધીનગરમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શન ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું છે. પોલીસ હાલ તેમને રોકવાના બનતા તમામ પ્રયાસો કરી રહ્યું છે, ત્યારે પોલીસે કોંગ્રેસના કાર્યકરો અને નેતાઓ પર પાણીનો મારો ચલાવ્યો હતો. હાલ પોલીસે અમિત ચાવડા સહિત અર્જૂન મોઢવાડિયા, વિક્રમ માડમની પણ અટકાયત કરી લીધી છે. અટકાયતથી…
સુરત મહાનગરપાલિકા સંચાલિત સિટી બસમાં પૈસા લઈને ટિકિટ ના આપવાનું કૌભાંડ દિવસેને દિવસે વધી રહ્યું છે. અનેક ફરિયાદ છતાં પણ સિટી બસના કંડકટર લોકો પાસે પૈસા લઈને ટિકિટ આપતા ન હોવાથી મહાનગરપાલિકા અને આર્થિક નુકસાન થઈ રહ્યું છે. પાલિકાને થતું આર્થિક નુકસાન રોકવામાં ભાજપ કરતાં કોંગ્રેસના કોર્પોરેટરો વધુ જાગૃત હોવાનું બહાર આવી રહ્યું છે. કોંગ્રેસના કોર્પોરેટર દ્વારા કરવામાં આવેલા ચેકિંગમાં કંડક્ટરને પગાર ઓછો હોવાથી પૈસા લઈને ટિકિટ ન આપવાનું કબૂલ્યું હતું. સુરત મહાનગરપાલિકા સંચાલિત સીટી બસમાં પૈસા લઈને ટિકિટ ના આપવાનું કૌભાંડ લાંબા સમયથી ચાલી રહ્યું છે. આ અંગેની ફરિયાદ થતાં મહાનગરપાલિકાના વિભાગ દ્વારા ચકાસણી થતા અત્યાર સુધીમાં 121 જેટલા…