માણસના મૃત્યુ પછી સમયનું કોઈ મૂલ્ય હોતુ નથી. પરંતુ સુરતની વાત કરીએ તો મૃત્યુ પછી પણ એક કબર લોકોને સમય બતાવે છે. જીહા વિશ્વની એકમાત્ર એવી કબર કે જ્યાં એક એવી ઘડિયાળ ક્રોસના રૂપમાં જોવા મળે છે. આ ઘડિયાળ લોકોને કલાક, મિનિટ અને સેકન્ડના રૂપમાં સમય બતાવી રહ્યુ છે. દોઢસો વર્ષથી લોકોને સમય બતાવતી આ ઘડિયાળ સૂર્યના પ્રકાશને આધારે લોકોને સમયથી અવગત કરાવી રહી છે. સુરતના કતાર ગામમાં ડચ સિમેટ્રીમાં કબર પર લગાવાયેલી 150 વર્ષ જૂની સોલાર ઘડિયાળ છે. ડબલ આર્મ્ડ સોલાર ક્લોક દુનિયામાં ભાગ્યે જ જોવા મળે છે. આ ઘડિયાળની સૌથી અનોખી વિશેષતા એ છે કે, ડબલ આર્મ્ડ સોલાર…
કવિ: Satya Day News
વિદ્યુત જામવાલાની ફિલ્મ ‘કમાન્ડો 3’ શુક્રવારે રિલીઝ થઇ છે. આ પહેલાં પ્રોડક્શન કંપની રિલાયન્સ એન્ટરટેઇન્મેન્ટે પ્રમોશનના હેતુથી હીરોના એન્ટ્રી સીનના વીડિયોને યુટ્યુબ પર શેર કર્યો હતો. તેને લઈને વિવાદ ચાલુ થઇ ગયો છે. આ 5 મિનિટના વીડિયોમાં એક પહેલવાન સ્કૂલમાં ભણતી બાળકીનું સ્કર્ટ ઊંચું કરતો દેખાડવામાં આવ્યો છે. બાળકનું યૌન શોષણ દેખાડવા બદલ લોકો નારાજ આ સીન જોયા બાદ સોશિયલ મીડિયા યુઝર્સે તેમની નારાજગી વ્યક્ત કરી છે. એક તરફ લોકો બાળકના સેક્યુઅલ હેરેસમેન્ટને દેખાડવા બદલ નારાજ છે તો બીજી તરફ પહેલવાનોની ખોટી ઇમેજ દેખાડવા બદલ વિરોધ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે ઓછામાં ઓછું બાળકો સાથે તો આવા…
કેન્યાના બિનસરકારી સંગઠન ગિવ પાવરે દુનિયાનું પ્રથમ સોલર વોટર પ્લાન્ટ સ્થાપિત કર્યુ છે જે સમુદ્રના ખારા પાણીને પીવા લાયક બનાવશે. તેને પાપુઆ ન્યૂ ગિનીના કિઉંગા શહેરમાં સ્થાપિત કરાયું છે. દાવો છે કે અહીંથી દરરોજ 35 હજાર લોકોને પીવા લાયક પાણી મળશે. સોમાલિયાન સરહદ નજીક ભારતીય મહાસાગરના કિનારે માછલી પકડનારા સમુદાયનું એક ગામ છે જ્યાં આશરે 3500 લોકો રહે છે. અહીં વીજળીની સાથે સાથે પીવાના પાણીની પણ ગંભીર સમસ્યા છે. તેનો સામનો કરવા માટે સંસ્થાએ પ્લાન્ટ લગાવ્યો છે. ડબ્લ્યૂએચઓ અનુસાર દુનિયામાં 84.40 કરોડ લોકોને પીવાનું પાણી મળી શકતું નથી. તેમાંથી ત્રણ લાખથી વધુ બાળકો એવા છે જે દર વર્ષે પીવાના પાણીથી…
અયોધ્યા જમીન વિવાદમાં સુપ્રીમ કોર્ટના નિર્ણય અંગે ખોટો પ્રચાર કરવા અંગે ભારતે સંયુક્ત રાષ્ટ્ર માનવઅધિકાર પરિષદ (UNGA)માં પાકિસ્તાનની ઝાટકણી કાઢી હતી. ગુરુવારે લઘુમતીઓના મુદ્દે ફોરમના 12માં સત્રમાં ભારતીય રાજદ્વારી વિમર્શ આર્યને કહ્યું કે, પાકિસ્તાનમાં ર્ઈશનિંદાના નામે ધાર્મિક-ભાષાની લઘુમતીવાળા લોકોને હેરાન કરવામાં આવે છે. સુપ્રીમ કોર્ટે 9 નવેમ્બરે 134 વર્ષ જૂના અયોધ્યા મામલામાં નિર્ણય આપ્યો હતો. જેમાં 2.77 એકર વિવાદીત જમીન પર રામ મંદિર બનાવવા અને મસ્જિદ નિર્માણ માટે અયોધ્યામાં 5 એકર જમીન આપવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રાઈટ યૂ રિપ્લાઈનો ઉપયોગ કરતા આર્યને કહ્યું કે,‘ભારત એક મજબૂત લોકતાંત્રિક દેશ છે, જ્યાં સ્વતંત્ર અને પ્રભાવી બંધારણીય પ્રક્રિયા છે. અહીં ધાર્મિક અને…
અમેરિકાના વૈજ્ઞાનિકોએ કેટલાક બેક્ટેરિયાની મદદથી સામાન્ય ખાંડની સરખામણીએ 38.8% ઓછી કેલેરીયુક્ત ખાંડ બનાવી છે. આ ખાડનું નામ ટેગાટોઝ છે. આ ખાંડ બનાવવા માટે અમેરિકાની ટફ્ટસ યુનિવર્સિટીના અસિસ્ટન્ટ પ્રોફેસર નિખિલ નાયર અને તેમના સહયોગી જોસેફ રિસર્ચ કર્યું હતું. વૈજ્ઞાનિકો મુજબ આ ખાંડનો કોઈ દુષ્પ્રભાવ અત્યાર સુધી સામે આવ્યો નથી. આ ખાંડને અમેરિકાના FDA (ફૂડ એન્ડ ડ્રગ્સ એજન્સી )દ્વારા મંજૂરી આપવામાં આવી છે. રિસર્ચમા સામેલ વૈજ્ઞાનિકો અનુસાર આ ખાંડ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક સાબિત થશે. સાથે જ સામાન્ય ખાંડને બદલે આ ખાંડનો ઉપયોગ કરવાથી દાંતોમાં કેવિટી થવાનું જોખમ પણ નહીં રહે. નેચર કમ્યુનિકેશન નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં રિસર્ચ મુજબ આ ખાંડનું…
રેલવેની મુસાફરી ટૂંક સમયમાં મોંઘી થઈ જશે. ભારતીય રેલવે રેલ ભાડામાં વધારો કરવાની તૈયારીમાં છે. સરકારે રેલવેના ભાડામાં વધારો કરવાની મંજૂરી આપી દીધી છે. ટૂંક સમયમાં રેલવેની મુસાફરી મોંઘી થઈ જશે. રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે, ભારતીય રેલવે ભાડામાં વધારા અંગે એક પોલિસી તૈયાર કરી રહી છે અને આ મહિનાના અંત સુધીમાં તે તૈયાર થઈ જશે તેવી શક્યતા છે. 8-10 ટકા સુધી ભાડામાં વધારો કરવામાં આવી શકે છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે, રેલવે ભાડામાં 8-10 ટકાનો વધારો કરવાની તૈયારીમાં છે. યાત્રી રેલ ભાડામાં વધારો કરીને સરકાર ક્રોસ સબ્સિડી ઘટાડવા માગે છે. રેલવે નવી ફોર્મ્યુલા પર કામ કરી રહી છે જેના અનુસાર, જે રૂટ…
આમ તો કહેવત છે કે ખરાબ માણસની સાથે પણ સારો વ્યવહાર કરો તો ધીરે-ધીરે તેનો સ્વભાવ બદલાઈ જાય છે. પરંતુ, કેટલાક મામલાઓમાં આ કહેવત ખોટી સાબિત થાય છે. દુષ્ટ માણસ સાથે તમે ગમે તેવું સારું આચરણ કરો કે તેની ગમે એટલી મદદ કરો, તમે તેનો સ્વભાવ નથી બદલી શકતાં. એવો માણસ ત્યાં સુધી સારો રહી શકે છે, જ્યાં સુધી તે કોઈ સારા માણસની સંગતમાં રહેતો હોય, ખરાબ લોકોના સંપર્કમાં આવીને તે ફરીથી પોતાના જૂના સ્વભાવમાં આવી જાય છે. આ સંદર્ભમાં મહાભારતનો એક પ્રસંગ ખૂબ જ સચોટ બતાવ્યો છે. જુગારમાં હાર્યા પછી વનવાસ દરમિયાન પાંડવો કામ્યક વનમાં નિવાસ કરી રહ્યાં હતાં.…
દેશભરમાં વધતાં જતાં વાયુ પ્રદૂષણના આંકડાઓ ચિંતાનો વિષય બન્યા છે. આ સમસ્યાને વધારે ગંભીર બનાવે તેવું એક રિસર્ચ યુનાઇટેડ કિંગ્ડમથી સામે આવ્યું છે. ઇન્વેસ્ટિગેટિવ ઓપ્થ્લમોલોજી એન્ડ વિઝયુલ સાયન્સ 2019 નામની મેડિકલ જર્નલમાં પ્રકાશિત થયેલાં એક રિસર્ચ અનુસાર વધારે પડતા વાયુ પ્રદૂષણના સંપર્કમા રહેવાથી આંખોની દૃષ્ટિ નબળી પડે છે. આ રિસર્ચ અનુસાર વાયુ પ્રદૂષકોના સંપર્કમાં વધારે રહેવાથી ગ્લુકોમા (નબળી દૃષ્ટિની એક અવસ્થા જેનાથી અંધત્વ આવે છે) થવાનું જોખમ 6 ગણું વધી જાય છે. અંધત્વ માટે જવાબદાર કારણોમાંથી એક ગ્લુકોમા છે. દુનિયાભરમાં 6 કરોડ લોકો તેનાથી પ્રભાવિત છે. વધતી જતી ઉંમર અને જિનેટિક કારણોથી ગ્લુકોમા થાય છે. તેના માટે જીવનશૈલી, આંખો પર…
અમિતાભ બચ્ચન ખરાબ હવામાનને કારણે ચંદીગઢથી મનાલી કારમાં ગયા હતાં. અહીંયા તેઓ રણબીર કપૂર તથા આલિયા ભટ્ટ સાથે અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’નું શૂટિંગ કરશે. અમિતાભે આ મુસાફરી બાદ બ્લોગમાં કહ્યું હતું કે તેમનું શરીર હવે રિટાયર થવાના સંકેતો આપી રહ્યું છે. અમિતાભ બચ્ચન ચંદીગઢથી મનાલી કારમાં જવા રવાના થયા હતાં. આ દરમિયાન તેઓ બિલાસપુર સર્કિટ હાઉસ રોકાયા હતાં. સર્કિટ હાઉસમાં પોલીસ કમિશનર તથા કલેક્ટરે તેમનું સ્વાગત કર્યું હતું. ચાહકો પણ મોટી સંખ્યામાં જોવા મળ્યાં હતાં. થોડો સમય રોકાઈને અમિતાભ બચ્ચન મનાલી જવા રવાના થયા હતાં. બિગ બીએ બ્લોગમાં સ્થાનિક લોકોની આગતા-સ્વાગતાના વખાણ કર્યાં હતાં અને તેઓ તેમની સાદગીથી અભિભૂત થયા…
મુંબઈ/સાંગલીઃ શિવસેનાના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે ગુરુવારે મુખ્યમંત્રી પદના શપથ લેશે. આ શપથ ગ્રહણ સમારોહ માટે ઉદ્ધવ ઠાકરેએ સાંગલીના વિટા વિસ્તારમાં રહેતા વિઠ્ઠળ ભક્ત ખેડૂત દંપતિને ખાસ નિમંત્રણ મોકલ્યું છે. શિવસેનાએ શપથ ગ્રહણમાં સામાન્ય લોકોને પણ સાંકળવાનો પ્રયાસ કર્યો છે. હકીકતમાં 15 નવેમ્બરના રોજ ઉદ્ધવ ઠાકરેએ નપે સાંગલીના વિટા વિસ્તારની મુલાકાત કરી હતી. આ દરમિયાન તેમની મુલાકાત સંજય સાવંત અને તેની પત્ની રૂપાલી સાવંત સાથે થઈ હતી. આ ખેડૂત અને વિઠ્ઠલ ભક્તોએ શિવસેનાનો મુખ્યમંત્રી બનાવવા માગણી કરી હતી. ભગવાન વિઠ્ઠળની નગરી પંઢરપુરથી ચંદ્રભાગા નદીમાંથી લાવેલું તીર્થ અને તુલસીની માળા પણ ઉદ્ધવ ઠાકરેને ભેટમાં આપવામાં આવી હતી. સાથે જ શિવસેનાનો મુખ્યમંત્રી બને તેના માટે…