કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

રિલાયન્સ જિયો સહિત દેશની અન્ય મોટી ટેલિકોમ કંપનીઓ જેવી કે વોડાફોન-આઇડિયા અને એરટેલ પોતાના ટેરિફને મોંઘુ કરવા જઇ રહી છે. વોડાફોન-આઇડિયા અને એરટેલના વધેલા ભાવ 1 ડિસેમ્બરથી લાગુ થઇ જશે. આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ટેરિફમાં કંપનીઓ 15થી 20 ટકાનો વધારો કરી શકે છે. યુઝર્સને મોંઘા ટેરિફનો ઝાટકો ન લાગે તે માટે કંપનીઓ નવી-નવી રીતો અપનાવી રહી છે. તેમાંથી જ એક છે પ્રી-પેઇડ પ્લાન્સ ક્યૂ કરવા. તેનો અર્થ એ છે કે યુઝર્સ પોતાના વર્તમાન પ્લાનની વેલીડીટી પૂરી થતાં પહેલાં જ બીજા પ્લાનને ક્યૂમાં રાખી શકે છે જેથી પ્લાન એક્સપાયર થાય તો તે ઓટોમેટિકલી એક્ટિવિટે થઇ જાય. તેની ખાસ…

Read More

બોલિવૂડ એક્ટ્રેસ કરીના કપૂર ખાન તો દર્શકો અને પાપારાઝીમાં ફેવરિટ છે જ, સાથે-સાથે તેનો અને સૈફનો દીકરો તૈમૂર પણ એટલો જ ફેમસ છે. તૈમૂરને જોતાં જ પાપારાઝી ફોટો પાડવા અને વીડિયો ઉતારવા ઉમટી પડે છે. પરંતુ હવે તૈમૂર આ બધાથી કંટાળી ગયો છે. આ અંગેનો ખુલાસો કરીનાએ Ishq FM 104.8 પર પ્રસારિત થનાર રેડિયો શો What Women Want માં કર્યો હતો. સૈફ અને કરીનાનો દીકરો તૈમૂર ઈન્ટરનેટ સેન્સેશન છે. તેના ક્યૂટ અને નટખટ અંદાજના કારણે કરોડો લોકો તેના દિવાના બન્યા છે. 3 વર્ષનો તૈમૂર ભલે મીડિયાનો ફેવરિટ હોય, પરંતુ તેના કારણે તૈમૂર કંટાળ્યો છે. તાજેતરમાં જ આ અંગે શાહરૂખની પત્ની…

Read More

સુરતના ઉમરા પોલીસ મથકે ત્રીસ લાખ રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ ટેલેન્ટ એરા નામની ખાનગી કંપની સામે નોંધાઈ છે.કંપની દ્વારા કર્ણાટક ખાતે MBBSમાં એડમિશન અપાવવાની લાલચ આપી આ છેતરપિંડી આચરવામાં આવી છે.જ્યાં એડમીશન નહીં અપાવી રાતોરાત ઓફીસને તાળા મારી સંચાલકો રફુચક્કર થઈ ગયા છે. જે અંગે ભોગ બનનારની ફરીયાદ લઈ ઉમરા પોલીસે તપાશ શરૂ કરી છે.શહેરના ડુમસ મગદલ્લા રોડ પર આવેલા લક્ઝરીયા બિલ્ડીંગના છઠ્ઠા માળે 605 નંબરમાં ટેલેન્ટ એરા નામની ખાનગી કંપનીની ઓફીસ આવેલી છે. જ્યાં લોકોને વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત કરાતી હતી. વિવિધ સંસ્થાઓમાં એડમિશન અપાવાની જાહેરાત જોઈ રાજસ્થાન પરિવારે પોતાની દીકરીને MBBSમાં એડમિશન અપાવવા ટેલેન્ટ એરા નામની કંપનીનો ટેલિફોનિક…

Read More

ગુજરાતમાં હવાનું પ્રદુષણ ઓછુ થાય,પેટ્રોલ-ડિઝલના વધતા ભાવોને પગલે રાજ્ય સરકારે હવે ઇ-વાહનો પર ભાર મૂક્યો છે. રાજ્ય સરકારે આ દિશામાં અલાયદી પોલીસી ઘડવા પણ તૈયારીઓ શરૂ કરી દીધી છે ત્યારે મુખ્યમંત્રી શહેરી બસ સેવા પણ પીપીપી ધોરણે કાર્યરત કરવા તૈયારી શરૂ કરવામાં આવી છે. સરકારે રૂા.૨૯૦ કરોડના ખર્ચે ૨૩૬૪ ઇ-બસો ખરીદવા નિર્ણય કર્યો છે. રાજ્યમાં હવામાં પ્રદુષણની માત્રા વધી રહી છે.આ ઉપરાંત પેટ્રોલ-ડિઝલના ભાવો વધતાં રાજ્ય પરિવહન સેવા માટે સરકારને પોષાય તેમ નથી. આ બધાય પાસાને જોતાં રાજ્ય સરકારે ઇ-વાહનોનુ ચલણ વધે તે દિશામાં પ્રયાસો શરૂ કર્યાં છે. સરકારે મનપા અને નગરપાલિકા વિસ્તારમાં મુખ્યમંત્રી શહેરી બસ સેવા અમલ મૂકી છે.…

Read More

સચીન નજીકના વાંઝ વિસ્તારમાં રહેતા શ્રમજીવી પરિવારની 13 વર્ષની સગીરા અભ્યાસ કરી રહી હતી ત્યારે તેની એકલતાનો લાભ લઇ પરિચીત યુવાને ઘરમાં ઘુસી જઇ દુષ્કર્મ કરવાનો પ્રયાસ કર્યો હતો. સચીન નજીકના વાંઝ ગામ વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે. આ પરિવારની 13 વર્ષની સગીરાના માતા-પિતા કામ અર્થે બહાર ગયા હતા અને ગત રોજ સવારના 10 વાગ્યાના અરસામાં માસુમ ઘરે એકલી હતી અને અભ્યાસ કરી રહી હતી. ત્યારે પરિચીત ધર્મેશ રમણ રાઠોડ (ઉ.વ. 24 રહે. આહિર એકલતાનો લાભ લઇ ઘરમાં ઘુસી ગયો હતો અને માસુમ સાથે અડપલા કર્યા હતા. પરિચીત યુવાન ધર્મેશ અચાનક ઘરમાં ઘુસી જઇ આચરેલા કૃત્યથી માસુમ ડરી ગઇ હતી…

Read More

સુરત મહાનગર પાલિકા કમિશનરે અમરોલીની એક સ્કૂલની આકસ્મિક મુલાકાત લીધી ત્યારે સમિતિના શિક્ષણના નબળા સ્તરનો અનુભવ થઈ ગયો હતો. ધોરણ 2ના વિદ્યાર્થીઓને સામાન્ય સરવાળા બાદબાકીના દાખલા પૂછ્યા હતા. એક પણ વિદ્યાર્થી સાચો જવાબ ન આપી શકતા પાલિકા કમિશનર અકળાયા હતા. કમિશનરે શિક્ષકોનો ઉધડો લઇ તમે શું ભણાવો છો ? તેવો પ્રશ્ન કર્યો હતો. સુરત મહાનગર પાલિકા કમિશનર બંછાનિધી પાની આજે કતારગામ ઝોનના વોર્ડની મુલાકાતે ગયા હતા. આ મુલાકાત દરમિયાન અમરોલી છાપરાભાઠાની એક સ્કૂલમાં પણ ગયા હતા. જ્યાં તેઓએ ધોરણ બેના વિદ્યાર્થીઓને કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા હતા પરંતુ એક પણ વિદ્યાર્થી સાચો જવાબ આપી શક્યા ન હતા. કમિશનરે વિદ્યાર્થીને પૂછ્યું હતું,…

Read More

વલસાડ જિલ્લા ના ધરમપુર સ્થિત શ્રીમદ્દ રાજચંદ્ર મિશન દ્વારા 25 મી નવેમ્બર ના રોજ ગાંધીજી ની 150 મી જન્મ જયંતિ અંતર્ગત યુકે ના માન્ચેસ્ટર ના કેથેડ્રલ ની બહાર નવ ફૂટ ઊંચી અને 800 કિલો વજન ની કાંસા ની મૂર્તિ નું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંસ્થાપક ગુરુદેવ રાકેશભાઈ , ગ્રેટર માન્ચેસ્ટર ના મેયર એન્ડી બર્નહામ , માન્ચેસ્ટર સિટી કાઉન્સીલ ના લીડર સર રીચર્ડ લીઝ તથા ડો. ડેવિડ વોકર , બિશપ સહિત ભારત સરકાર ના સિનિયર અધિકારીઓ , હાઇ કમિશન ઓફ ઇન્ડિયા ના પ્રતિનિધિઓ સહિત અગ્રણીઓ હાજર રહયા હતા અને પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા

Read More

વિશ્વની ટોચની મોબાઈલ ઉત્પાદક કંપની એપલ તેના ફ્લેગશીપ પ્રોડકટ iPhone XRનું ઉત્પાદન ભારતમાં કરી રહી રહી છે. દેશમાં મોબાઈલ ઉત્પાદન ક્ષમતા વધારવાની અને નિકાસમાં અગ્રીમતા મેળવવાની સરકારની પોલિસી અપર એપલ ખાસ ધ્યાન આપી રહી છે અને તેને પગલે જ iPhone XRનું ભારતમાં ઉત્પાદન શરૂ કર્યું છે. સૂચના અને પ્રસારણ મંત્રી રવિશંકર પ્રસાદે એક નિવેદનમાં કહ્યું કે સાલકોમ્પે ચેન્નાઈ સેઝની નોકિયાની બંધ થયેલ ફેકટરી ખરીદવાનો નિર્ણય કર્યો છે. સાલ્કોમ એપલને iPhone માટે ચાર્જર સપ્લાય કરે છે. અંદાજે 10 વર્ષ સુધી બંધ પડેલ આ પ્લાન્ટને ફરી શરૂ કરવામાં આવશે અને માર્ચ, 2020થી આ યુનિટ કાર્યરત થશે.આગામી પાંચ વર્ષમાં આ પ્લાન્ટ પાછળ કંપની…

Read More

મહારાષ્ટ્રમાં રાજકીય સ્થિતિ પર સુપ્રીમ કોર્ટે આપેલા ચુકાદા પર રાજકીય પ્રતિક્રિયાઓ જોવા મળી રહી છે. જેમાં એસીપી નેતા નવાબ મલિકે ટ્વિટ કરીને સત્યમેવ જયતે…ભાજપનો ખેલ ખતમ થયો તેમ કહ્યુ છે. જ્યારે અન્ય ટ્વીટમાં દેશનો ચાણક્ય કોણ શરદ પવાર..શરદ પવારના નારાનું પણ ટ્વીટ કર્યુ છે. શરદ પવાર માત્ર ઇશારો કરશે તો BJP ખતમ થઇ જશે એનસીપીના નેતા નવાબ મલિકે ચેતવણીના સૂરે કહ્યું હતું કે શરદ પવાર ઇશારો કરે તો મહારાષ્ટ્રમાં ભાજપનું નામ નિશાન નહીં રહે, ભાજપ ખતમ થઇ જશે. ભાજપે દગાબાજી કરીને સરકાર રચી હતી. સોમવારે રાત્રે મુંબઇની હૉટલ હયાતમાં શરદ પવારે એનસીપી, કોંગ્રેસ અને શિવસેનાના મળીને 162 ધારાસભ્યોની શપથ પરેડ…

Read More

રશિયામાં સાઇબીરિયાના પહાડો પર છેલ્લા એક અઠવાડિયાંથી બરફવર્ષા થઈ રહી છે. અહીં આશરે 5 ફુટ સુધી બરફ જામી ગયો હતો. એટલું જ નહીં પણ તાપમાન પણ માઇનસ 68 ડિગ્રી સુધી પહોંચી ગયું છે. આટલી તીવ્ર ઠંડીમાં પહાડ પર રહેતા પ્રાણીઓ ફસાઈ ગયા હતા. તેમને બચાવવા માટે પોલર એરલાઈનને આ પ્રાણીઓને રેસ્કયૂ કર્યા અને તેમને વિમાનમાં ચડાવીને સુરક્ષિત જગ્યા સુધી પહોંચાડ્યા. એરલાઈને મીડિયાને જણાવ્યું કે, બરફથી ઢંકાયેલા પહાડો પર 70થી વધારે પ્રાણીઓ ફસાઈ ગયા હતા. તેમાં હરણ, પોલર બિઅર અને કસ્તૂરી બળદ સામેલ હતા. સામાન્ય રીતે અહીં તાપમાન માઇનસ 20 સુધી હોય છે, પણ આ મહિને 13 વર્ષનો રેકોર્ડ બ્રેક બરફ…

Read More