ઘર ઘરમાં જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારી હવે બીજા એક નવા કારણે ચર્ચામાં છે. પોતાની નવી વેબ સિરીઝમાં શ્વેતાએ બોલ્ડનેસની તમામ હદો પાર કરી દીધી છે. કારણ કે તેણે ઢગલા મોઢે કિસીંગ સીન આપ્યા છે. આ વેબ સિરીઝનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે કે જેમાં શ્વેતા તિવારીનો ક્યારેય ન જોયેલો બોલ્ડ અવતાર સામે આવ્યો છે. ફેમિલી ડ્રામા અને રોમાન્સથી ભરપૂર છે. શ્વેતા તિવારી સાથે આ સીરિઝમાં અક્ષય ઓબરોય અભિનેતા તરીકે છે. અક્ષય અને શ્વેતા વચ્ચે ઘણા રોમેન્ટીક કિસીંગ સીન અને બોલ્ડ સીન જોવા મળી રહી છે. શ્વેતાએ કરિયરમાં પહેલી વખત કોઈ અભિનેતા સાથે મન મૂકીને આટલા બધા બોલ્ડ સીન્સ આપ્યા છે.…
કવિ: Satya Day News
હૈદરાબાદમાં મહિલા ડૉક્ટરનાં નિર્મમ રેપ અને હત્યાકાંડનાં આરોપીઓનાં પરિવારે સ્પષ્ટ કહ્યું છે કે તેમના દીકરાઓને જો મોતની સજા કરવામાં આવે છે તો તેઓ વિરોધ નહીં કરે. એક આરોપીની માતાએ એ પણ કહ્યું છે કે, જેવું પીડિતા સાથે કરવામાં આવ્યું છે, તેવી જ રીતે આરોપીઓને સળગાવી દેવા જોઇએ. ઉલ્લેખનીય છે કે હૈદરાબાદનાં આ કાંડે આખા દેશને હચમચાવી દીધો છે. રસ્તાથી લઇને સોશિયલ મીડિયા સુધી પીડિતા ડૉક્ટરનાં હત્યારાને સખતથી સખત સજાની માગ ઉઠી છે. આરોપીની માતાએ કહ્યું – ફાંસી આપી દો અથવા સળગાવી દો આ ઘટનામાં એક આરોપી સી કેશવુલુ નારાયણપેટે જિલ્લાનાં મકઠલ મંડળનાં ગુડીગાંડલા ગામનો રહેવાસી છે. તેની માતા શ્યામલાએ કહ્યું…
નથુરામ ગોડસેના મુદ્દે પ્રજ્ઞા ઠાકુર અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની વિચારસરણીમાં બહુ તફાવત નથી એવો આક્ષેપ પીઢ કોંગ્રેસી નેતા દિગ્વિજય સિંઘે કર્યો હતો. તેમણે કહ્યું, મોદીનું ભીતર ખંખોળી જુએા. તમને મારી વાતની પ્રતીતિ મળી જશે. પ્રજ્ઞા જેવા જ વિચારો નરેન્દ્ર મોદી પણ ધરાવે છે. તેમણે એવો આક્ષેપ પણ કર્યો હતો કે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સભ્યોને પહેલેથી એવું સમજાવવામાં આવેલું કે મહાત્મા ગાંધીની હત્ય કરીને ગોડસેએ દેશની બહુ મોટી સેવા કરી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદી ખરેખર ગાંધીજીના વિચારો અને કાર્યથી પ્રભાવિત હોય તો આવું બોલનારને તરત પાર્ટીમાંથી હાંકી કાઢ્યા હોત. પરંતુ એ પોતે પણ આવી વિચારસરણી ધરાવે છે એટલે…
શુ્ક્રવારે લંડન બ્રિજ પર ચાકુથી થોડાક લોકોને ઇજા પહોંચાડનારો હુમલાખોર પાકિસ્તાની કૂળનો ઉસ્માન ખાન હોવાની જાહેરાત કરાઇ હતી. આ હુમલામાં બે વ્યક્તિનાં મોત નીપજ્યાં હતાં. આ યુવાનને 2012માં આતંકવાદી પ્રવૃત્તિઓ કરવા માટે જેલની સજા થઇ ચૂકી હતી. એટલે કે એ રીઢો ગુનેગાર નીકળ્યો. લંડન પોલીસે શુક્રવારે બનાવટી વિસ્ફોટક જેકેટ પહેરેલા એક યુવાનને ઠાર કર્યો હોવાના સમાચારને સમર્થન આપ્યું હતું. સ્કોટલેન્ડ યાર્ડના એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના સહાયક કમિશનર નીલ બસુએ કહ્યું કે હુમલાખોરની ઓળખ થઇ ચૂકી હતી. 28 વર્ષનો આ યુવાન ઉસ્માન ખાન પાકિસ્તાની કૂળનો છે અને 2012માં પણ એને આતંકવાદી પ્રવૃત્તિમાં સહભાગી હોવા બદલ સજા થઇ ચૂકી હતી. 2018ના ડિસેંબરમાં જ…
જો તમે એરટેલ કે જિયોનું સિમ કાર્ડ યુઝ કરતાં હોય તો આ ખબર તમારા માટે છે કારણ કે તમે હવે મોબાઇલ નેટવર્ક ન હોય તો પણ ફોન પર વાત કરી શકો છો. એરટેલ અને જિયોએ પોતાની VoWiFi એટલે કે વૉઇસ ઓવર વાઇ-ફાઇ સર્વિસ શરૂ કરી દીધી છે. અત્યાર સુધી 4G યુઝર્સ VoLTE એટલે કે વોઇસ ઓવર એલટીઇ દ્વારા કૉલિંગ કરી શકે છે. વૉઇસ ઓવર વાઇફાઇ કે VoWiFi વાઇ-ફાઇ દ્વારા કામ કરે છે. તેના વોઇસ ઓવર આઇપીને VoIP પણ કહેવામાં આવે છે. VoWiFi દ્વારા તમે હોમ વાઇ-ફાઇ, પ્લિક વાઇ-ફાઇ અને વાઇ-ફાઇ હોટસ્પોટની મદદથી કૉલિંગ કરી શકો છો. જેમ કે જો તમારા…
જ્યૂરિખ ઈન્ટરનેશનલ ને જેવર એરપોર્ટનાં નિર્માણની જવાબદારી પ્રતિ યાત્રી દિઠ સૌથી વધારે 400.97 રૂપિયાની બોલી લગાવવામાં આવી છે. દિલ્હીનાં જેવર એરપોર્ટનાં નિર્માણ માટે જ્યૂરિખ એરપોર્ટ ઈન્ટરનેશનલને જવાબદારી મળી છે. મુખ્ય વાત એ છે કે આ ગ્રુપે અદાણી ગ્રુપ અને DIALનેપછાડીને આ બાજી મારી છે. નોઈડા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઓથોરિટીના સીઇઓ અરૂણ વિરસિંહે જણાવ્યું હતું કે 2 ડિસેમ્બરે આ કંપનીની બોલી રાજ્ય રાજ્ય નિરીક્ષણ અને અમલીકરણ સમિતિ સમક્ષ મૂકવામાં આવશે, ત્યારબાદ સત્તાવાર મહોર આપવામાં આવશે. જેવર એરપોર્ટના 29,560 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ માટે બોલી લગાવેલા ચાર જૂથોમાં એન્કરેજ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્વેસ્ટમેન્ટ હોલ્ડિંગ્સ લિમિટેડનો સમાવેશ છે. કેટલી બોલી? ઝિરીચ એરપોર્ટ ઇન્ટરનેશનલ જેનું મુખ્ય મથક સ્વિટ્ઝરલેન્ડમાં…
સોનાના ઘરેણાઓનું હોલમાર્કિંગ 15 જાન્યુઆરી 2021થી અનિવાર્ય બનશે. કન્ઝ્યુમર મામલાઓના મંત્રી રામવિલાસ પાસવાને શુક્રવારે આ માહિતી આપી. મંત્રાલય 15 જાન્યુઆરી 2020એ નોટિફિકેશન બહાર પાડશે, પરંતુ આ નિર્ણયને લાગુ કરવા માટે એક વર્ષનો સમય આપવામાં આવશે, જેથી જ્વેલર સ્ટોક ક્લીયર કરી શકે. હોલમાર્કિંગ હાલ વૈકલ્પિક છે. દેશમાં માત્ર 40% જ્વેલરીનું જ હોલમાર્કિગ થઈ રહ્યું છે હોલમાર્કિંગ સોનાની શુદ્ધતાનો માપદંડ છે. સમગ્ર દેશમાં હાલ 800 હોલમાર્કિંગ સેન્ટર છે. માત્ર 40 ટકા જ્વેલરીનું જ હોલમાર્કિંગ થાય છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરે છે. બ્યુરો ઓફ ઈન્ડિયન સ્ટાન્ડર્ડ્સ(BIS) દ્વારા હોલમાર્ક ગોલ્ડ જ્વેલરી પર બીઆઈએસનું નિશાન આપવામાં આવે છે. તેનાથી એ ખ્યાલ આવે…
મહાપાલિકામાં ટેન્ડર સ્ક્રૂટિની કમિટીની મળેલી બેઠકમાં શહેરના જુદા-જુદા વિસ્તારના 30 રસ્તાઓને ડામરના નવા સાકાર કરવા તેમ જ ટ્રેન્ચ રિપેરિંગ મરમ્મત કરવા માટે ટેન્ડર મંજૂર કરવામાં આવ્યાં છે. ડિફેક્ટસ લાયબિલિટી પિરિયડમાં જ શહેરભરમાં ચોમાસામાં ભારે વરસાદને પગલે સંખ્યાબંધ રસ્તાઓનું ધોવાણ થઈ ગયું હતું અને શહેરના મોટા ભાગના રસ્તાઓ ચંદ્રલોકની ધરતી સમાન બની જતાં લોકોએ પારાવાર પરેશાની સહન કરવાનો વખત આવ્યો. પાલિકાએ હોટમિક્સ મટીરિયલ્સ થકી રસ્તાઓ પર થાગડથીંગડ કર્યું હતું. વરસાદમાં ધોવાઈ જતાં જૈસે થૈ સ્થિતિ રહેતાં અનેક રજૂઆતો બાદ લોકોમાં રોષ ભભૂક્યો હતો. વરસાદ અટક્યા બાદ તાત્કાલિક મુખ્ય રસ્તાઓનું રિપેરિંગ કાર્ય કરી દીધું હતું. હવે શહેરના અઠવા-કતારગામ-રાંદેર-વરાછા-ઉધનામાં ચાર ચાર રસ્તાઓ, લિંબાયતમાં…
માગશર મહિનાના શુક્લ પક્ષની પંચમી તિથિએ શ્રવણ નક્ષત્રમાં સીતા-રામ લગ્નની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે ત્રેતાયુગમાં આ સંયોગ પર જ શ્રીરામ અને સીતાના લગ્ન થયાં હતાં. આ દિવસને વિવાહ પંચમી કહેવામાં આવે છે. આ વખતે આ પર્વ રવિવાર 1 ડિસેમ્બરે ઉજવવામાં આવશે. સીતા-રામ વિવાહ સાથે જોડાયેલાં પ્રસંગ વાલ્મીકિ રામાયણ અને તુલસીદાસ રચિત રામચરિત માનસમાં બતાવવામાં આવ્યાં છે. જેનાથી અનેક વાતો શીખવા મળે છે. તુલસી રામાયણ અર્થાત્ રામચરિત માનસમાં શ્રીરામ અને સીતાનો પુષ્પ વાટિકા પ્રસંગ બતાવ્યો છે. જે આ પ્રકારે છે- પુષ્પ વાટિકા પ્રસંગ- વિશ્વામિત્ર પોતાના શિષ્ય શ્રીરામ અને લક્ષ્મણની સાથે જ્યારે મિથિલા પહોંચે છે ત્યાં તેઓ જનકવાટિકામાં રોકાય…
દેશની સૌથી મોટી ઓટોમોબાઇલ કંપની ટાટા મોટર્સે તેની પ્રખ્યાત SUV Safari Stormeની જર્ની અહીં સમાપ્ત થઈ ગઈ. છેલ્લાં 21 વર્ષોથી લોકલ માર્કેટમાં શાનદાર પ્રદર્શન કર્યાં બાદ કંપનીએ આ SUVનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. જો કે, આ અંગે હજી કોઈ સત્તાવાર માહિતી જાહેર કરવામાં નથી આવી. સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે, કંપનીએ સફારી સ્ટોર્મનું પ્રોડક્શન બંધ કરી દીધું છે. કંપનીએ વર્ષ 1998માં પહેલીનાર સફારીને ઇન્ડિયન માર્કેટમાં રજૂ કરી હતી, ત્યારથી આ SUVને અનેકવાર અપડેટ કરવામાં આવી છે. વર્ષ 2006માં કંપનીએ Safari Dicorને એકદમ નવા અવતારમાં રજૂ કરી, ત્યારબાદ આશરે 6 વર્ષ પછી વર્ષ 2012માં કંપનીએ Safari Stormeને માર્કેટમાં ઉતારી,…