વેડ રોડ સ્થિત અમૃત પેલેસ નામના કોમ્પ્લેક્ષમાંથી મકાન દલાલ, રત્નકલાકાર સહિત 12 જણાને જુગાર રમતા રંગેહાથ ઝડપી પાડી રોકડ, મોબાઇલ ફોન મળી કુલ રૂા. 4.08 લાખનો મુદ્દામાલ કબ્જે લીધો છે. જયારે જુગારધામ ચલાવનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.ચોકબજાર પોલીસે બાતમીના આધારે વેડ રોડ સ્થિત બાપા સીતારામ સોસાયટીમાં આવેલા અમૃત પેલેસ કોમ્પ્લેક્ષની દુકાન નંબર 2 માં ગત રાત્રે નવ વાગ્યાના અરસામમાં દરોડા પાડયા હતા. જયાંથી જુગાર રમતા મકાન દલાલ તેજસ વંસતભાઈ કદમ (રહે. ગજરાબા નગર, ડભોલી લેક ગાર્ડનની સામે) , પલમ્બરનું કામ કરતા સુનનીલ ઉર્ફે ટીટોમહેન્દ્ર ભારતી (રહે. ઉગત આવાસ, બોટનીકલ ગાર્ડન પાસે), રત્નકલાકાર સંતોષ તુલસીરામ આવઘડે (રહે. શિવદર્શન એપાર્ટમેન્ટ, બહુચર…
કવિ: Satya Day News
પૂર્વીય સ્લોવાકિયાના પ્રેસ્સોવ શહેરમાં આવેલા 12 માળના એપાર્ટમેન્ટમાં ગેસ વિસ્ફોટ થતા ઓછામાં ઓછા પાંચ લોકોના મોત થયા છે. સ્લોવાકિયાના વડાપ્રધાન પીટર પેલેગ્રિનીએ દુર્ઘટના સ્થળની મુલાકાત લીધી હતી અને શુક્રવારે બનેલી ઘટનામાં પાંચ લોકોના મૃત્યુ થયા હોવાના સમાચારની પૃષ્ટિ કરી હતી. ગેસ વિસ્ફોટની ઘટનામાં અન્ય 40 જેટલા લોકો ઘવાયા છે અને મૃતકઆંક હજુ ઉંચો જાય તેવી શક્યતા જણાઈ રહી છે. અગ્નિશામક દળના અધિકારીઓએ જણાવ્યું કે, સૌ પ્રથમ ઇમારતમાં વિસ્ફોટ થયો હતો અને તેની ગણતરીની મિનિટોમાં જ આગ ફાટી નીકળી હતી. ત્યાર બાદ આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું અને ઇમારતના ઉપરના ચાર-પાંચ માળ તેની લપેટમાં આવી ગયા હતા. ભીષણ આગના કારણે…
સુરતના લીંબાયત ગોડાદરા લક્ષ્મણનગરના નાકે સ્કુલે જતી 14 વર્ષીય તરૂણીની પીછો કરી હાથ પકડી છેડતી કરનાર યુવાનને તરૂણીની માતાએ રંગેહાથ ઝડપી લીધો હતી. જોકે, યુવાન અને ત્યાં આવેલા તેના ભાઈએ તરૂણીની માતા સાથે ગાળાગાળી કરી તરૂણીના માસાને માર પણ માર્યો હતો. બનાવ અંગે લીંબાયત પોલીસે ગુનો નોંધી બંને ભાઈની ધરપકડ કરી હતી. પોલીસ સુત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ બિહારના વતની અને સુરતમાં લીંબાયત ગોડાદરા વિસ્તારમાં રહેતા શ્રમજીવીના ત્રણ સંતાનો પૈકી 14 વર્ષીય પુત્રી છેલ્લા કેટલાક દિવસથી સ્કુલે જતી ત્યારે તેના ઘર પાસેની લક્ષ્મણનગર સોસાયટીના નાકે પાનમસાલાની દુકાને બેસી રહેતો વિકાસ ઉર્ફે ગુડ્ડુ જોગેન્દ્ર શાહ (ઉ.વ.23) ( રહે. ઘર…
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં મેડિકલ ઓફિસર, ટેકનિશિયન, ફાર્માસિસ્ટ સહિતના 62 કર્મચારીઓની સરકાર દ્વારા નવી ભરતી કરવા માટે મંજૂરી મળી છે. નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડૉક્ટર ગણેશ ગોવેકરએ જણાવ્યું હતું કે વર્ષ 2019માં નવી સિવિલ હોસ્પિટલમાં 62 કર્મચારીઓની સરકાર દ્વારા નવી ભરતી કરવા માટે મંજૂરી મળી છે. જેમાં 5 મેડિકલ ઓફિસર, 6 ફાર્માસિસ્ટ, 8 ઓટી આસિસ્ટન્ટ, 12 વિવિધ વિભાગના ટેકનિશિયન, 3 બાયો મેડિકલ એન્જિનિયર, 5 મેડિકલ ઓફિસર,1 વહીવટી અધિકારી સહિત 62 કર્મચારીઓની આગામી દિવસોમાં નવી ભરતી થશે. જેનાથી આગામી દિવસોમાં દર્દીઓને તકલીફ દૂર થશે અને વહીવટી કામગીરીમાં ભારણ ઓછું થશે. નોંધનીય છે કે સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં રોજના 250થી 300…
હરિયાણાના પલવલ જિલ્લામાં 17 વર્ષની સગીરા સાથે ચાર યુવકોએ ગેંગરેપ કર્યો હોવાનો કિસ્સો બન્યો છે.વધારે ચોંકાવનારી વાત એ છે કે, તેના પર અગાઉ આ જ ચાર યુવકો રેપ કરી ચુક્યા છે. પોલીસનુ કહેવુ છે કે, ચાર ડિસેમ્બરે પીડિતા વહેલી સવારે ટોયલેટ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે ચારે યુવકોએ તેનુ અપહરણ કરી લીધુ હતુ.તેને ખેતરમાં લઈ ગયા હતા અને ત્યાં તેની સાથે રેપ કર્યો હતો.એ પછી બે કલાકે તેને છોડીને આરોપી ફરાર થઈ ગયા હતા. પોલીસનુ કહેવુ છે કે, ચાર ડિસેમ્બરે પીડિતા વહેલી સવારે ટોયલેટ જવા ઘરની બહાર નીકળી હતી ત્યારે ચારે યુવકોએ તેનુ અપહરણ કરી લીધુ હતુ.તેને ખેતરમાં લઈ…
ચીનના જેઝિયાંગ પ્રાંતના વેંગઝોઉ શહેરમાં સ્થાનિક તંત્રએ લોકોની સ્માર્ટફોનની લત છોડાવવા શહેરમાં 81 લાઇબ્રેરી બનાવી દીધી, જેથી લોકો પુસ્તકોમાં વ્યસ્ત રહે. આ લાઇબ્રેરીઓ 24 કલાક ખુલ્લી રહેશે. દરેક લાઇબ્રેરીમાં 2 હજારથી 5 હજાર પુસ્તકો રખાયા છે. વેંગઝોઉના મેયર યાઓ ગાઓઆંગે કહ્યું- શહેરની વસતી અંદાજે 92 લાખ છે. લોકો આખો દિવસ કામ કરે છે અને રાત્રે ઘરે આવીને સ્માર્ટફોનમાં વ્યસ્ત થઇ જાય છે. તેના કારણે તેમનું માનસિક સંતુલન તો બગડે જ છે, તદુપરાંત તેઓ ઘણી બીમારીઓથી ઘેરાઇ જાય છે. તેથી તેમને સ્વસ્થ બનાવવા અને સ્માર્ટફોનથી દૂર રાખવા આ લાઇબ્રેરીઓ બનાવાઇ છે. અહીં લોકો ગમે ત્યારે વિના મૂલ્યે પુસ્તકો વાંચી શકે છે.…
વ્હોટ્સએપમાં સમયાતંરે નવાં ફીચર ઉમેરવામાં આવતાં હોય છે. તેમાં હવે કોલ વેટિંગ નામનાં ફીચરનો ઉમેરો થયો છે. વ્હોટ્સએપે એન્ડ્રોઇડ યુઝર માટે કોલ વેટિંગ નોટિફિકેશન રિલીઝ કર્યું છે. આ ફીચરમાં યુઝર કોલ પર હશે ત્યારે અન્ય યુઝરના પણ તેને કોલ કરશે તે દરમિયાન કોલ વેટિંગની નોટિફિકેશન મળશે સાથે જ કોલ કરનારા યુઝરને પણ નોટિફિકેશન મળશે. આ નવી અપડેટ સાથે ફિંગરપ્રિન્ટ અનલોક પણ મળશે 1- વ્હોટ્સએપ 2.19.357 અપડેટમાં કોલ વેટિંગનું ફીચર ઉમેરવામાં આવ્યું છે. આ ફીચરની સુવિધા iOS યુઝર માટે પહેલાંથી જ હતી. આ ફીચરની મદદથી હવે એન્ડ્રોઇડ યુઝરને પણ વેટિંગ કોલનું નોટિફિકેશન મળશે. 2- આ નવી અપડેટ સાથે અનેક પ્રાઇવસી ફીચર…
વડોદરા શહેરના નવલખી મેદાનમાં સગીરા ઉપર સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિતાના પરિવારને ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત રૂપિયા 7 લાખની સહાય આપવામાં આવી છે. આ સહાયમાંથી પીડિતા રૂપિયા 2.50 લાખનો ઉપયોગ કરી શકશે. બાકીના રૂપિયા 4.50 લાખ ડિપોઝિટ કરવામાં આવશે. જે ડિપોઝિટની રકમ પીડિતા 18 વર્ષ પછી ઉપયોગ કરી શકશે. ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેના હસ્તે 7 લાખનો ચેક અપાયો 28 નવેમ્બરના રોજ વડોદરા શહેરના નવલખી મેદાનમાં બનેલી સામૂહિક દુષ્કર્મની બનેલી ઘટનામાં ગુજરાત સરકાર અને ગુજરાત હાઇકોર્ટ દ્વારા બનાવવામાં આવેલી ગુજરાત વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કિમ અંતર્ગત સામૂહિક દુષ્કર્મનો ભોગ બનેલી પીડિતાના પરિવારને ડિસ્ટ્રીક જજ અને ગુજરાત કાનુની સેવા સત્તા મંડળના ચેરમેન…
સેબેલ્સની અમુક વસ્તુની કિમત એની પાસે હોય ત્યા સુધી ભલે સામાન્ય જ હોય. પરંતુ તેના પહેર્યા બાદ કે ઉપયોગ કર્યા બાદ તેનો ભાવ અગણિતમાં થઈ જતો હોય છે. જેવી રીતે ક્રિકેટરોના ટીશર્ટ લાખોમાં વેચાઈ એ જ રીતે હીરો હીરોઈનના કપડાં પણ લાખો અને કરોડોમાં વેચાતા હોય છે. એ જ રીતે 2001માં એક અભિનેત્રીની બિકીની લાખોમાં વેચાઈ હતી. જેમ્સ બોન્ડ સીરિઝની પહેલી ફિલ્મ હતી ડો ની. આ ફિલ્મમાં બોન્ડ ગર્લ બની હતી અભિનેત્રી ઉર્સુલા એન્દ્રેસ. ઉર્સુલા એ સમયમાં સફેદ કલરની બિકીની પહેરીને ચર્ચામાં આવી હતી અને એ એક મોટો ચર્ચાનો વિષય બની ગયો હતો. મોટી વાત તો એ છે કે એ…
પ્રાઇસ વોરના ચક્કરમાં ટેલિકોમ કંપનીઓમાં હરીફાઇ લાગી છે. જેમાં કોલ રેટના દરોમાં ભાવ વધારો થશે તેવા સમચારો ઘણા દિવસથી આવી રહ્યાં છે. જેમાં યુઝર્સ માટે નવા પ્લાન લાગુ થતાંની સાથે જ એરટેલ અને વોડાફોન-આઇડિયાએ મોટી રાહત આપી છે. હવે આ બંને કંપનીના વપરાશકારો પાસે અન્ય કોઈ નેટવર્ક પર કોલ કરવાની કોઈ મર્યાદા રહેશે નહીં, એટલે કે હવે વપરાશકર્તાઓ પહેલાની જેમ અમર્યાદિત વોઇસ કોલિંગનો આનંદ માણી શકશે. આ બંને ટેલિકોમ કંપનીઓએ ત્રીજી હરીફ કંપની રિલાયન્સ જિયોને ટક્કર આપવા માટે તેમના ટ્વિટર હેન્ડલ પરથી ટ્વિટ કર્યું છે. અગાઉ, આ બંને કંપનીઓએ જિયોના સોશ્યલ મીડિયા પર આઈયુસીનો હવાલો લેવાની મજાક ઉડાવી હતી. એરટેલે…