દેશમાં પોસ્ટ ઓફિસો માત્ર પત્રો મોકલવાનું કામ જ કરે છે તેવું નથી. પોસ્ટ ઓફિસ વિવિધ પ્રકારની બેંકિંગ સુવિધાઓ પણ પૂરી પાડે છે. પોસ્ટ ઓફિસમાં તમને બેંકની જેમ બચત ખાતું ખોલવાની સુવિધા મળે છે. તમે પોસ્ટ ઓફિસમાં ફક્ત 50 રૂપિયાથી બચત ખાતું ખોલી શકો છો. પોસ્ટ ઓફિસ બચત ખાતા પર 4 ટકાવ્યાજ ચૂકવે છે. પોસ્ટ ઓફિસની ઘણી બધી યોજનાઓ એવી છે કે જે લોકો માટે ખૂબ ફાયદાકારક પુરવાર થઈ છે. પોસ્ટ ઓફિસ બેન્કિંગ સુવિધાઓ પણ પૂરી પાડે છે. તે ઘણા ઓછા લોકોને ખબર છે. આજે અમે તમને એક એવી યોજના વિશે જણાવી શું જેમાં તમને ઓફિસ પોસ્ટ તરફથી વધુ વ્યાજ મળશે.…
કવિ: Satya Day News
હૈદરાબાદ ગેંગરેપનાં ચારેય આરોપીઓ આજે પોલીસ અથડામણમાં ઠાર મરાયા હતા. જ્યાં આરોપીઓએ યુવતી પર દુષ્કર્મ આચરી સળગાવી દીધી હતી ત્યાં જ પોલીસે તેઓનું એનકાઉન્ટર કરી દીધું હતું. ત્યારે હૈદરાબાદ પોલીસની આ કામગીરીની સમગ્ર દેશમાં સરાહના કરવામાં આવી રહી છે. ગુજરાતમાં પણ છોકરીઓ અને મહિલાઓ હૈદરાબાદ પોલીસની કામગીરીને બિરદાવી રહી છે. તો સાથે જ કોલેજની છોકરીઓએ કહ્યું કે, બળાત્કારીઓને કોર્ટમાં નહીં પણ પોલીસ સ્ટેશનમાં સજા મળવી જોઈએ. ગુજરાતભરમાં આજે હૈદરાબાદ પોલીસની કામગીરીની ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત સહિતનાં શહેરો તેમજ ગ્રામ્ય વિસ્તારમાં આજે મહિલાઓમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હૈદરાબાદ રેપકાંડનાં આરોપીઓને પોલીસે આપેલી સજાનું સૌ…
હૈદરાબાદ ગેંગરેપના આરોપીઓ પોલીસે એનકાઉન્ટર કરીને ઠાર માર્યા છે. જે બાદ દેશભરમાં આનંદ અને ખુશીની લાગણી છવાઈ ગઈ છે. તો આ મામલે રાજકીય નેતાઓએ પણ હૈદરાબાદ પોલીસની કામગીરીની સરાહના કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ મામલે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે, દેશમાં જે રોષ હતો તેનો જવાબ એનકાઉન્ટરથી મળ્યો છે. હૈદરાબાદ એનકાઉન્ટર અંગે પ્રતિક્રિયા આપતાં સીએમ રૂપાણીએ જણાવ્યું કે, અમાનવીય કૃત્ય કરનારને કઠોરમાં કઠોર સજા થવી જોઈએ. હૈદરાબાદ ગેંગરેપ બાદ દેશભરમાં જે રોષ હતો તેનો જવાબ એનકાઉન્ટરથી પ્રાપ્ત થયો છે. તો ગુજરાતમાં રેપકેસ અંગે બોલતાં સીએમ રૂપાણીએ કહ્યું કે, ગુજરાતમાં થયેલ દુષ્કર્મનાં મોટા ભાગનાં આરોપીઓને પકડી લીધા છે. તો…
અમેરીકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની મુશ્કેલીઓ વધતી દેખાઈ રહી છે. જેમાં અમેરિકાના પ્રતિનિધિ સભાના સ્પીકર નૈન્સી પેલોસીએ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ ચલાવાની મંજુરી આપી છે. ત્યારે ગુરૂવારે નૈન્સી પેલોસીએ જાહેરાત કરી કે, પ્રતિનિધિ સભા ડોનાલ્ડ ટ્રંપ વિરુદ્ધ મહાભિયોગ પ્રક્રિયાને આગળ વધારવા માટે ડ્રાફ્ટ તૈયાર કરે. અને તેઓએ કહ્યું કે, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપ અમારા લોકતંત્ર માટે ખતરો છે અને અમારા પાસે તેમના વિરુદ્ધ મહાભિયોગ ચલાવા સિવાય કોઈ વિકલ્પ નથી. ત્યારે અમેરિકા પ્રતિનિધિ સભાના સ્પીકરે મહાભિયોગ ચલાવાની મંજૂરી એ સમયે આપી છે જ્યારે ડોનાલ્ડ ટ્રંપ ત્રણ દિવસના બ્રિટનના પ્રવાસે છે. ગુરૂવારે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપએ કહ્યું કે, મહાભિયોગ વિરુદ્ધ લડતમાં અમે જીતીશું. તેમને આગળ…
વડોદરાના નવલખી કંમ્પાઉન્ડમાં બનેલી ગેંગરેપની ચકચારી ઘટનાને પગલે રાજ્યના ગૃહમંત્રી આજે વડોદરા આવ્યા હતા અને પીડિતાના પરિવાર અને બનાવના સ્થળની મુલાકાત લીધી હતી. ગૃહ મંત્રી સાથે શહેર પોલીસ કમિશનર, જોઇન્ટ કમિશનર,ગૃહ સચિવ તેમજ અન્ય ઉચ્ચ અધિકારીઓ જોડાયા હતા. ગૃહમંત્રીએ બનાવના સ્થળની મુલાકાત લીધા બાદ કહ્યું હતું કે, પોલીસની ટીમો આરોપીઓને શોધવા માટે સતત કાર્યરત છે. આરોપીઓને શોધ્યા વગર પોલીસ રાહતનો શ્વાસ નહીં લે.આ ઉપરાંત સરકાર પણ ગેંગરેપના આરોપીઓને ફાંસીની સજા અપાવવા કટિબદ્ધ છે. જ્યારે પિતાના પરિવાર ને નિયમ મુજબ રાહત આપવાની કાર્યવાહી પણ કરવામાં આવી છે. રાજ્યના બિન સચિવાલય ક્લાર્ક તેમજ ઓફિસ આસીસ્ટન્ટની પરીક્ષામાં થયેલી ગેરરીતિના વિરોધમાં પરીક્ષાર્થીઓ દ્વારા શરૂ…
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સ્વચ્છ ભારત મિશન અંતર્ગત ઘન કચરા કલેકશન સંબંધિત ફરિયાદોનો જલદીથી નિકાલ થાય તે માટે કવિક રિસ્પોન્સ ટીમની રચના કરવામાં આવી છે. શહેરનો કોઈપણ નાગરીક સવારે 10થી સાંજના 6 વાગ્યા સુધી 99131-66666 નંબર ઉપર કોલ મેસેજ કે પછી વોટ્સએપ મેસેજ કરી ઘન કચરા કલેકશન અંગે ફરિયાદ નોંધાવી શકશે. આ ફરિયાદનો નિકાલ જે તે વોર્ડની કવિક રિસ્પોન્સ ટીમ દ્વારા બે કલાકમાં કરવામાં આવશે. વડોદરા કોર્પોરેશનના 12 વહીવટી વોર્ડમાં આવી બાર ટીમ બનાવવામાં આવશે. વડોદરા કોર્પોરેશન દ્વારા સફાઇની કામગીરી વધુ સઘન બનાવવામાં આવી રહી છે અને વિવિધ વિસ્તારોમાં અધિકારીઓ જઈને રોજ સફાઈ કામગીરી અંગે નિરીક્ષણ પણ કરે છે અને…
ભારતીય વાયુસેના અધ્યક્ષ એર માર્શલ આરકેએસ ભદૌરિયા એક હુમલામાં બચી ગયા છે. ગુરૂવારનાં અમેરિકાનાં ઐતિહાસિક પર્લ હાર્બર મિલિટ્રી બેસમાં એક બંદૂકધારીએ ખુલ્લેઆમ ફાયરિંગ કરીને ભય ફેલાવ્યો હતો. તે સમયે ઇન્ડિયન એરફોર્સનાં ચીફ આરકેએસ ભદૌરિયા અને તેમની ટીમ પણ ત્યાં હાજર હતી. આ ફાયરિંગમાં ત્રણ લોકોને ગોળી વાગી છે, જેમાં બેની હાલત ગંભીર છે. જો કે ભારતીય વાયુસેનાની ટીમ હુમલામાં બચી ગઈ છે અને સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. લોકો પર ફાયરિંગ કરીને ખુદને ઉડાવી દીધો ઉલ્લેખનીય છે કે ભારતીય વાયુસેના અધ્યક્ષ આ દિવસે હવાઈમાં હાજરી આપવા પહોચ્યા હતા. હુમલાની ઠીક પહેલા ભારતીય વાયુસેનાની ટીમ યૂએસ મિલિટ્રી બેસનો પ્રવાસ કરી રહી હતી…
INX મીડિયા કેસમાં જેલમાં બંધ પૂર્વ ગૃહમંત્રી અને નાણાંમંત્રી પી. ચિદંબરમ જામીન પર બહાર છે. જેલમાંથી બહાર આવતા જ ચિદંબરમે મોદી સરકાર પર આકરા પ્રહારો કર્યાં. ચિદંબરમે વર્તમાન અર્થતંત્રને લઈને જમ્મુ કાશ્મીર મુદ્દા સુધી સરકાર પર નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થા પર મોદી સરકાર પૂરી રીતે દિશાહીન છે. દિલ્હી સ્થિત કોંગ્રેસ હેડક્વાટરમાં મીડિયા સાથે વાત કરતા પૂર્વ ગૃહમંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચૂપ છે. જો વર્ષના અંત સુધી વિકાસ દર 5% સુધી પહોંચે છે, તો આપણે ભાગ્યશાળી હશું. જો બિમારીની ઓળખ નહી થાય તો ઈલાજ પણ ખોટો થશે. સાચા ઈલાજ માટે જાણકારી હોવી જરૂરી છે. અર્થવ્યવસ્થાને લઈને સરકાર…
વોલમાર્ટ ઇન્ડિયાએ (Walmart India) એચડીએફસી બેંક (HDFC Bank) સાથે વ્યવસાયીક ભાગીદારી કરી તેના વ્યવસાયિક સભ્યો માટે ક્રેડિટ કાર્ડ લોન્ચ કર્યું છે. આ કાર્ડ તેના જથ્થાબંધ વેચાણ કેન્દ્રોથી ખરીદી કરનારા સભ્ય વેપારીઓ માટે છે. આ કાર્ડમાં કોઈપણ વ્યાજ વિના 50 દિવસની લોનની સુવિધા મળશે. આ કાર્ડનો ઉપયોગ ‘બેસ્ટ પ્રાઇસ મોર્ડન હોલસેલ’ સાથે સંકળાયેલા સભ્યો કરી શકે છે, જેઓ વોલમાર્ટના જથ્થાબંધ સ્ટોર્સથી માલ ખરીદે છે. વોલમાર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ ક્રિશ ઐયર અને એચડીએફસી બેંકના પેમેન્ટ્સ બિઝનેસ તથા માર્કેટિંગના કન્ટ્રી હેડ પરાગ રાવ દ્વારા ‘બેસ્ટ પ્રાઇઝ’ સ્ટોર ખાતે આ કૉ-બ્રાન્ડેડ ક્રેડિટ કાર્ડને લૉન્ચ કરવામાં આવ્યું હતું. આ સાથે જ, આ કાર્ડને સમગ્ર…
એરટેલ અને વોડાફોને 3 ડિસેમ્બરથી નવા ટેરિફ રેટ લાગુ કર્યા છે. તેવામાં એરટેલ અને વોડાફોન જેની કંપનીઓએ કેટલાંક પ્લાન્સની કિંમત વધારવાની સાથે સાથે બે પોપ્યુલર પ્રીપેડ પ્લાન્સ બંધ કરી દીધાં છે. જ્યાં એક તરફ એરટેલ અને વોડાફોને પોતાના નવા બે પેકની જાણકારી શેર કરી છે ત્યાં જિયોએ હજુ સુધી તેના નવા પ્લાનનો ખુલાસો નથી કર્યો. એરટેલ અને વોડાફોને બંધ કર્યા આ બે પ્લાન્સ એરટેલ અને વોડાફોને 169 રૂપિયા અને 199 રૂપિયાના પ્લાન બંધ કરી દીધાં છે. 28 દિવસની વેલીડીટી વાળા આ પ્રીપેડ પ્લાનમાં દરરોજ 1 જીબી અને 1.5 જીબી ડેટા મળતો હતો. તેના સ્થાને નવા પ્લાન લૉન્ચ કરવામાં આવ્યા છે.…