કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

GST કાઉન્સિલની બેઠક (GST Council Meeting)ની આગામી બેઠકમાં મોટા નિર્ણયો થઈ શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, આવક વધારવા માટે કેન્દ્ર સરકારે (Government of India) GSTથી મુક્ત માલ અને સેવાઓ પર પણ ટેક્સ લાદવાનો સંકેત આપ્યો છે. કેન્દ્ર સરકારે (Government) રાજ્યોને પત્ર લખીને GST વસુલાત વધારવા અને કરચોરી અટકાવવા સૂચનો માંગ્યા છે. ઉલ્લેખનિય છે કે, ત્રણ મહિના બાદ નવેમ્બરમાં જીએસટી કલેક્શન (GST Collection) 1 લાખ કરોડને પાર પહોંચી ગયું છે. આગામી GST કાઉન્સિલની બેઠકમાં થશે નિર્ણય જીએસટી કાઉન્સિલની બેઠક 15 ડિસેમ્બર પછી સૂચિત છે. જો સૂત્રોનું માનવું હોય તો સરકાર GSTમાંથી મુક્તિ અપાયેલી ચીજો અને સેવાઓની સમીક્ષા કરશે. ઝીરો ટકાના સ્લેબમાં…

Read More

ભારતીય પરંપરા પ્રમાણે લગ્નમાં હળદરના શુકનને ખૂબ જ મહત્વ આપવામાં આવે છે. લગ્નમાં વર અને કન્યા બંનેને હળદરની રસમ(વિવિધ પીળા દ્વવ્યોથી બનેલું ઉબટન જેને પીથી કહે છે) નિભાવવી પડતી હોય છે. આ રસમ સાથે જોડાયેલી પોત-પોતાની પદ્ધતિઓ અને માન્યતાઓ હોય છે. એવી માન્યતા છે કે હળદર લગાવ્યા પછી વર અને કન્યાને ઘરથી બહાર નિકળવાનું નથી હોતું. આ બધાની પાછળ ધાર્મિકની સાથે-સાથે વૈજ્ઞાનિક કારણ પણ છે. પરંપરાનો વૈજ્ઞાનિક પહેલૂ પ્રાચીન સમયમાં પાર્લર કે કોઈપણ પ્રકારે બ્યૂટી પ્રોડક્ટ ન હતા, એટલા માટે પ્રાકૃતિક વસ્તુઓથી ચહેરાની સુંદરતાને વધારવામાં આવતી હતી. સંશોધકોનું માનવું છે કે હળદરથી સ્કિન સાફ, સુંદર અને ચમકદાર બને છે. વર-કન્યાને…

Read More

બ્રિટનનો જેસી ડફ્ટન સ્કૉટલેન્ડના ‘ઓલ્ડ મેન ઓફ હોય’ પહાડ પર ચઢનાર વિશ્વનો પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બની ગયો છે. જેસીએ 450 ફૂટ ઊંચા પહાડ પર 7 કલાકમાં ચઢાણ પૂર્ણ કર્યું. આ ચઢાણ માટે જેસીની મદદ તેની મંગેતર મૉલી થોમ્પસને કરી. થોમ્પસન તેને હેડસેડની મદદથી વોઈસ કમાન્ડ આપતી રહી. જેસી અને થોમ્પસન 2004થી સાથે ક્લાઈમ્બિંગ કરી રહ્યાં છે. લાલ પથ્થરોવાળો આ પહાડ સ્કૉટલેન્ડમાં નોર્થ કોસ્ટમાં આવેલો છે. જેસીએ જણાવ્યું કે,’આ પહાડ રિમોટ એરિયામાં આવેલો છે. તેથી ચઢાણ કરવામાં ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમુદ્ર કિનારે આવેલો હોવાથી મે તેની પસંદગી કરી. હું આ પહાડ પર ચઢનાર પ્રથમ બ્લાઈન્ડ ક્લાઈમ્બર બનવા માગતો…

Read More

ખેડબ્રહ્માના વતની અને ચાઇનાના નાનજિંગ શહેરમાં મેડિકલ યુનિવર્સિટીમાં એમબીબીએસનો અભ્યાસ કરતો યુગ રમેશભાઈ પટેલ (18) ગત 23 નવેમ્બરે હોસ્ટેલમાં તેના બે ગુજરાતી મિત્રો સાથે બેસીને વાતો કરી રહ્યો ત્યારે અચાનક ચક્કર આવતાં પડી જવાથી હેમરેજ થઇ ગયું હતું. જેને હોસ્પિટલાઈઝ કરાયો હોવાની જાણ યુગના મિત્રોએ ખેડબ્રહ્મા તેના ઘરે કરી હતી. સામાન્ય પરિવાર પર અચાનક આવી પડેલી આ આફતમાં ખેડબ્રહ્મા તેમજ આસપાસના લોકોએ પણ મદદનો હાથ લંબાવતાં ભેગી થયેલી રૂ.આઠેક લાખ જેટલી રકમ ચાઇના મોકલી અપાઇ છે. તો ત્યાં રહેતા ભારતીય વિદ્યાર્થીઓએ પણ રૂ.22 લાખ જેટલું ફંડ એકત્ર કર્યુ હોવાનું જાણવા મળ્યું છે. ખેડબ્રહ્માની સંત શ્રી નથ્થુરામ બાપા જ્યોતિ વિદ્યાલયનો વિદ્યાર્થી…

Read More

પાકિસ્તાનના આર્થિક બાબતોના પ્રધાન હમ્માદ અઝહરે મિડિયાને કહ્યું હતું કે આતંકવાદને આર્થિક મદદ બાબતે FATF  દ્વારા કરાયેલા સૂચનોના અમલ બાબત માગવામાં આવેલો  રિપોર્ટ આપણે FATF (ફાઇનાન્શિયલ એક્શન ટાસ્ક ફોર્સ)ને આપી દીધો છે અને આપણને 2020ના જૂન સુધી એક્સટેન્શન મળે એવી આશા છે. FATF  એ પાકિસ્તાનને 27 સૂચનો કર્યા હતા જેનો રિપોર્ટ પાકિસ્તાને આપવાનો હતો. અઝહરે મિડિયાને કહ્યું કે FATF દ્વારા મળેલાં 27 સૂચનોનો 2020ના ફેબ્રુઆરી સુધીમાં અમલ કરવાનું  શક્ય નથી એટલે આપણે જૂન સુધીના એક્સટેન્શનની માગણી કરી હતી. એ લોકોનો પ્રતિભાવ હજુ આપણને મળ્યો નથી. એ પ્રતિભાવ મળે ત્યારે રૂબરૂ વાત કરવાની તક મળશે. આપણે અત્યાર સુધી લીધેલાં પગલાંનો રિપોર્ટ FATF ને…

Read More

નાભિ શરીરનો એવો ભાગ છે જેની સાથે શરીરના દરેક અંગ જોડાયેલા હોય છે. પેટમાં દુખાવો હોય તો નાભિ પર હિંગ લગાવવાથી રાહત થાય છે. આવી જ રીતે પુરુષો પણ નાભિ પર કેટલીક વસ્તુઓ લગાવે તો તેમને અનેક લાભ થાય છે. કઈ કઈ છે આ વસ્તુ અને કયા કયા છે તેના લાભ જાણીએ. સોફ્ટ સ્કીન દરેક વ્યક્તિ ઈચ્છે છે. પુરુષોની ત્વચા સામાન્ય રીતે રુક્ષ હોય છે. જો પુરુષોએ પોતાની ત્વચાને સોફ્ટ કરવી હોય તો નાભિ પર ગાયના દૂધથી બનેલું માખણ લગાવવું જોઈએ. તેનાથી ત્વચા મુલાયમ થાય છે. જો હોઠને સોફ્ટ અને શાઈની બનાવવા હોય તો દેશી ઘી મદદ કરી શકે છે. નિયમિત…

Read More

હૈદરાબાદના સુંદર રમૈયા નામના એક વ્યક્તિએ પાણીથી ચાલતા એન્જિનની શોધ કરી છે, જેનાથી બધા જ પ્રકારનાં વાહનો રસ્તાઓ પર દોડાવી શકાય છે, રમૈયાનો દાવો છે કે, આ અન્જિનથી કોઇપણ પ્રકારના વાહનને રસ્તા પર 30 કિમી સુધી દોડાવી શકાય છે. એન્જીનિયર સુંદર રમૈયા જણાવે છે કે, વૉટર ફ્યૂલ ટેક્નોલૉજીથી એન્જિન ધુમાડાની જગ્યાએ ઑક્સિજન છોડશે, જેના કારણે ગ્લોબલ વૉર્મિંગની સમસ્યા સંપૂર્ણ રીતે હલ થઈ જશે. તેનાથી પર્યાવરણમાં કોઇપણ પ્રકારનું પ્રદૂષણ નહીં થય. વાહનની લાઇફ પણ વધી જશે. તેમણે મંગળવારે મીડિયાને વાત કરતી વખતે એમ પણ કહ્યું કે, આ એન્જિનનો પ્રયોગ બસ અને ટ્રક જેવાં મોટાં વાહનો ચલાવવા માટે પણ થઈ શકે છે.રમૈયાનો…

Read More

સુરતમાં જાહેરમાં તલવાર વડે કેક કાપવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. તલવાર વડે કેક કાપવાનો વધુ એક વિડીયો સામે આવ્યો છે. વાયરલ વિડીયો કવાસ ગામનો હોવાની ચર્ચા થઇ રહી છે. વીડિયોમાં ” સુનિલ ” નામથી સાત કેક જોવા મળી રહી છે. જે કેક બર્થ ડે બોય દ્વારા સોસાયટી બહાર જાહેરમાં કાપવામાં આવી રહી છે. તેમજ બર્થ ડે બોયના હાથમાં ખુલ્લી બે તલવારો જોવા મળી રહી છે. સાથે જ દારૂબંધીના પણ લીરેલીરા ઉડતા વીડિયોમાં જોવા મળી રહ્યા છે. બર્થ ડે ઉજવણી દરમ્યાન બિયરની છોળો ઉછળતી જોવા મળી રહી છે.

Read More

સોશિયલ મીડિયા પર લોકોના ઘણા ફોલોઅર્સ હોય છે પરંતુ એક બિલાડીના 24 લાખ ફોલોઅર્સ નવાઈ પમાડે તેવું છે. જ્યારે નાસા જેવી સ્પેશ એજેંન્સી પણ એક બિલાડીને શ્રદ્ધાજંલિ આપે ત્યારે તો ઘણું અજુગતુ લાગે પરંતુ આ સત્ય છે. ઈન્સ્ટાગ્રામ પર સેલેબ્રિટી બની ચુકેલી અમેરીકાની સ્ટાર બિલાડીનું આઠ વર્ષે મોત થયું છે. ઈન્સ્ટાગ્રામ પર 24 લાખથી વધુ ફોલોઅર ધરાવતી આ બિલાડીના માલિક માઈક બ્રિડાવસ્કીએ સોમવારી ઈન્સ્ટાગ્રામ પર આ જાણકારી આપી હતી. જ્યારે જન્મથી જ અન્ય મુશ્કેલીઓ અને વામનપણાની બિમારીનો શિકાર બનેલી આ બિલાડી મુશ્કેલીઓ સામે જજુમી રહી હતી. લીલ બબએ પ્રાણીઓની સુધારણા માટે પાંચ કરોડનું દાન એકઠુ કરવામાં મદદ કરી હતી. ત્યારે…

Read More

આર્થિક મોરચા પર સંઘર્ષ કરી રહેલા પાકિસ્તાનને વૈશ્વિક સંબંધોને લઇ પણ સતત ઝાટકા મળી રહ્યા છે. ઑસ્ટ્રેલિયાએ પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધ ખત્મ કરવાની જાહેરાત કરી છે. ઑસ્ટ્રેલિયાની તરફથી આપવામાં આવતી સહાયતાની રકમનો ઉપયોગ ગરીબ મહિલાઓ અને છોકરીઓ માટે જનકલ્યાણકારી યોજનાઓ માટે કરાતો હતો. ઑસ્ટ્રેલિયાના વિદેશ વિભાગ અને વાણિજય વિભાગની તરફથી તેની પુષ્ટિ પણ કરી દેવામાં આવી છે. પાકિસ્તાનને આપવામાં આવતી સહાયતા રકમ રોકવામાં આવી ઑસ્ટ્રેલિયાની તરફથી 1.9 કરોડ ઑસ્ટ્રેલિયન ડોલરની મદદ રોકવામાં આવી રહી છે. ઑસ્ટ્રેલિયાના વિદેશ અને વેપાર મંત્રાલયે આ આશયનો રિપોર્ટ રજૂ કરતાં કહ્યું છે કે પાકિસ્તાનને આપવામાં આવતી સહાયતા રકમ હવે બંધ કરાય રહી છે. સહાયતા રકમનો…

Read More