કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

પાકિસ્તાની લશ્કરના વડા જનરલ બાજવાને અપાયેલા ત્રણ વર્ષના એક્સટેન્શન સામે દેશની સુપ્રીમ કોર્ટે ઇમરાન ખાન સરકારને ફેરવિચાર કરવાની સૂચના આપ્યા બાદ હવે એવી ચોંકાવનારી વિગત બહાર આવી હતી કે માહિતી પાકિસ્તાની લશ્કરના એાછામાં આેછા સાત જનરલોને પણ જનરલ બાજવાને અપાઇ રહેલા એક્સટેન્શન સામે વાંધો હતો. સુપ્રીમ કોર્ટે ત્રણ વર્ષને બદલે જનરલ બાજવાને માત્ર આઠ માસનું એક્સટેન્શન આપવાની ભલામણ કરી હતી. વડા પ્રધાન ઇમરાન ખાનને તો  ઘરની જલી વનમાં ગઇ તો વનમાં લાગી આગ જેવો ઘાટ થયો છે. એમનું વડા પ્રધાનપદ જનરલ બાજવાની કૃપાને કારણે સુરક્ષિત રહ્યું હતું. તાજેતરમાં મૌલાના ફઝલુર રહેમાને રાષ્ટ્રવ્યાપી આંદોલન કર્યું ત્યારે બાજવાએ મૌલાનાને આડકતરી રીતે ધમકાવ્યા…

Read More

વડોદરાના ફતેપુરા વિસ્તારમાં રિકવર કરેલી રીક્ષા લઈ પરત ફરતાં રિકવરી એજન્ટ અને રિક્ષાચાલકને ત્રણથી ચાર જણાએ ધાકધમકી આપીને લૂંટી લીધો હોવાનો અને રિક્ષા પણ છોડાવી લીધી હોવાનો બનાવ બનતા પોલીસે તપાસ હાથ ધરી છે. વીઆઈપી રોડ પર ગોપાલ કૃષ્ણ સોસાયટીમાં રહેતા વિનય કુમાર પંડ્યાએ પોલીસને જણાવ્યું છે કે, હું નિઝામપુરા વિસ્તારની ખાનગી ફાઈનાન્સ કંપનીમાં લોન રીકવરીનું કામ કરૂ છું. અમારી કંપનીમાંથી લોન લઈ રીક્ષા લેનાર મોહંમદ આમિર જિલાની (રહે.મન્સૂરી કબ્રસ્તાન પાસે,હાથીખાના) લોનના હપ્તા ભરતો નહીં હોવાથી કંપનીએ મને રિકવરીની જવાબદારી સોંપી હતી. તા.5 મીએ બપોરે માંડવી નજીક રીક્ષા રિકવર કરી ડ્રાઇવર ફૈજાનને બોલાવી રીક્ષા લઇ અમે કંપનીમાં જઈ રહ્યા હતા…

Read More

સુરત મહાનગરપાલિકા શહેરને પ્લાસ્ટિક ફ્રી બનાવવા માટે આયોજન કરી રહી છે પરંતુ પ્લાસ્ટીકનો નક્કર વિકલ્પ આપતી ન હોવાથી પ્લાસ્ટિક ફ્રી સુરતનું સપનું હજી પૂરું થતું નથી. આવા સમયે સુરતની એક માનસિક દિવ્યાંગ બાળકોની શાળા સુરતીઓને પ્લાસ્ટિકનો ઈકોફ્રેન્ડલી વિકલ્પ આપી રહી છે. સુરતમાં પર્યાવરણની જાળવણી સાથે પ્લાસ્ટિકનો ઉપયોગ અટકાવવા અનેક પ્રયાસ થઇ રહ્યા છે. બુદ્ધિજીવી અને પર્યાવરણ પ્રેમીઓ પ્લાસ્ટિકનો વપરાશ અટકાવવા માટે સલાહ સુચન આપી રહ્યા છે. જ્યારે મંદ બુદ્ધિના કહેવાતા માનસિક દિવ્યાંગ બાળકોએ સલાહ આપવાને બદલે લોકોને પ્લાસ્ટિકનો વિકલ્પ આપવાની કામગીરી શરૂ કરી છે. સુરતના સલાબતપુરા વિસ્તારમાં આવેલી શ્રી મહાદેવ એજ્યુકેશન એન્ડ રીહેબીલીટેશન ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગ બાળકોને શિક્ષણ સાથે વિવિધ…

Read More

અયોધ્યા ચુકાદા વિરૂદ્ધ જમીયત ઉલેમા-એ-હિંદે સોમવારે રિવ્યુ પિટીશન દાખલ કરી દીધી છે. જમીયત ઉલેમા-એ-હિન્દના અરશદ મદની તરફથી સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી. જેને મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને દાખલ કરી છે. જે બાદ અરશદ મદની સાંજે 5 વાગે પ્રેસ કૉન્ફરન્સ કરશે. સૂત્રો અનુસાર, જમીયતે કોર્ટના ચુકાદાના તે ત્રણ બિન્દુઓ પર ફોકસ કર્યો છે જેમાં ઐતિહાસિક ભૂલોનો ઉલ્લેખ છે પરંતુ નિર્ણય આનાથી સાવ ઉલટો આવ્યો. મૌલાના અરશદ મદનીએ કહ્યુ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યુ છે કે એ વાતના પુખ્ત પુરાવા મળ્યા નથી કે મંદિર તોડીને મસ્જિદ બનાવવામાં આવી હતી. મૌલાના અરશદ મદનીએ કહ્યુ કે 22-23 ડિસેમ્બર 1949ની રાતે આંતરિક યાર્ડમાં મૂર્તિઓ રાખવી…

Read More

ભોજપુરી ફેમસ એક્ટ્રેસ મોનાલિસાની હૉટ તસવીરો ફરી એકવાર સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. અગાઉ પણ એક્ટ્રેસ પોતાના હૉટ અંદાજની તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને ફેન્સના દિલોની ધડકન વધારી ચુકી છે. તાજેતરમાં જ એક્ટ્રેસે પોતાની બિકીની ફોટોઝ શેર કરી હતી, જે ફેન્સને ખૂબ પસંદ આવી હતી. ફરી એકવાર એક્ટ્રેસે બાતટબમાં પોતાની એકદમ બૉલ્ડ ફોટોઝ શેર કરી છે. જેને ફેન્સ ધડાધડ લાઇક કરી રહ્યાં છે. ફોટોઝ પોસ્ટ કરતાં મોનાલિસાએ કેપ્શનમાં લખ્યું, કેન્ડલ્સ, મ્યુઝિક, બબલ્સ એન્ડ બ્લીસ. શેર કરવામાં આવેલી આ તસવીરોમાં મોનાલિસા કેન્ડલ લાઇટ્સ અને ગુલાબની પંખુડીઓથી સજાવવામાં આવેલા બાથટબમાં એન્જોય કરતી નજરે આવી રહી છે. મોનાલિસાની આ દિલકશ અદા…

Read More

વાલ્મીકિ રામાયણ પ્રમાણે માતા સીતાનો જન્મ જનકપુરમાં થયો હતો. જનકપુરનું પ્રાચીન નામ મિથિલા તથા વિદેહનગરી હતું. ભગવાન શ્રીરામ સાથે લગ્ન પહેલાં સીતાજીએ મોટાભાગનો સમય અહીં જ વ્યતીત કર્યો હતો. અહીં માતા સીતાના લગ્ન થયાં હતાં. જનકપુરના જાનકી મંદિર પાસે જ રંગભૂમિ નામનું સ્થાન છે. જ્યાં લગ્ન પહેલાં શ્રીરામે શિવજીનું પિનાક ધનુષ તોડ્યું હતું. રામાયણ પ્રમાણે આ જગ્યાએ ધનુષ તોડવાથી ખૂબ જ મોટો વિસ્ફોટ થયો અને ધનુષના ટુકડા લગભગ 18 કિલોમીટર દૂર જઇને પડ્યાં હતાં. જ્યાં આજે ધનુષા ધામ બન્યું છે. આ સિવાય જનકપુર પાસે રાણી બજાર નામની જગ્યાએ મણિમંડપ સ્થાન છે. જનકપુર મંદિરઃ- વાલ્મીકિ રામાયણ પ્રમાણે માતા સીતાનો જન્મ જનકપુરમાં…

Read More

હીરાપુર સ્થિત નિત્યાનંદ આશ્રમ સાધક સાધિકાઓએ છોડી દીધો છે. DPS સ્કૂલે 3 મહિનામાં આશ્રમ ખાલી કરવા નોટિસ આપી હતી. આજે સવારથી જ અંદર રહેતા સાધક સાધિકાઓ પોતાનો સામાન લઈ રવાના થઈ ગયા હતા. આશ્રમમાં રહેતા કેટલાક બાળકોના વાલીઓ પણ આશ્રમમાં પોહચ્યા છે અને તેમના બાળકોને લઈને જઈ રહ્યા છે. સાધક, સાધિકાઓ ક્યાં જઈ રહ્યા છે તે બાબતે પૂછતાં તેઓએ જવાબ આપ્યો ન હતો.

Read More

હુવાવે કંપની તેના અપકમિંગ સ્માર્ટફોન ‘હુવાવે નોવા 6 5G’ને 5 ડિસેમ્બરે ચીનમાં લોન્ચ કરશે. આ ફોનનાં કેટલાક સ્પેસિફિકેશનને કંપનીએ VMall.com વેબસાઈટ પર શેર કર્યા છે. કંપની આ ફોનનાં 4 કલર વેરિઅન્ટ લોન્ચ કરશે. આ ફોનમાં 6.57 ઇંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી શકે છે. ફોનમાં ઓક્ટાકોર હાઈસિલિકોન કિરિન પ્રોસેસર આપવામાં આવશે. આ ફોનમાં એન્ડ્રોઇડની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ એન્ડ્રોઇડ 10 ઇન્સ્ટોલ્ડ છે. કંપની ફોનનાં 8GB/128GB અને 8GB/256GB 2 વેરિઅન્ટ લોન્ચ કરશે. ફોનમાં 4 રિઅર કેમરા સેટઅપ આપવામાં આવશે. સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32MP નો કેમેરા મળશે. આ અપકમિંગ ફોનમાં 40 વૉટનાં ફાસ્ટ ચાર્જિંગ સાથે 4000mAhની બેટરી આપવામાં આવશે. ફોનને…

Read More

ભ્રષ્ટાચારથી ખદબદતા અમદાવાદ આરટીઓમાં એજન્ટો સામે લાંચિયા અધિકારીઓ મજબૂર બની જતા હોવાનો  કિસ્સો  પ્રકાશમાં આવ્યો છે. એક સપ્તાહ અગાઉ ખૂદ આરટીઓએ પરમીટ બ્રાંચમાં ગેરકાયદે કામગીરી કરતા ૧૪ એજન્ટોને રંગે હાથ પકડયા હતા.  લાંબો સમય ચેમ્બરમાં બેસાડી રાખીને કેસ કરવાના બદલે છાવરવામાં આવ્યા હતા. પરંતુ ગાંધીનગરથી  દબાણ આવ્યા બાદ ગુનો નોધીને  દેખાડો કરવા અલગ અલગ બ્રાંચના કર્મચારીઓની બદલી કરવામાં આવી હોવાનું આરટીઓ કચેરીમાં ચર્ચાઇ રહ્યું છે. ગુજરાતની  આરટીઓ કચેરીમાં એજન્ટ પ્રથા પર પ્રતિબંધ છે  તેમ છતાં  અમદાવાદ સુભાષબ્રિજ આરટીઓ કચેરી સહિત રાજ્યની તમામ આરટીઓ કચેરીમા લાંચિયા અધિકારીઓ અને એજન્ટોની મીલી ભગતથી વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરવામાં આવે છે. અમદાવાદ આરટીઓમાં અગાઉ ગાંધીનગર…

Read More

ભૂમિ પેડણેકર હાલ પોતાની આવનારી ફિલ્મ ‘પતિ પત્ની ઔર વો’ માટે ચર્ચામાં છે.આ ફિલ્મની રીલિઝ પહેલા જ તેને એક નવી ફિલ્મ મળી છે. આ ફિલ્મની ઘોષણા અક્ષય કુમારે સોશિયલ મીડિયા દ્વારા કરી છે. અક્ષયે સોશિયલ મીડિયા પર પોતાની આગામી ફિલ્મની ઘોષણા તસવીર સાથે કરી છે. જેમાં તે દિગ્દર્શક, નિર્માતા અને ભૂમિ હાથમાં એક કાળા રંગના કાર્ડ સાથે જોવા મળે છે. તેણે આ સાથે લખ્યુ હતું કે, ” અમારી આગામી ફિલ્મની ઘોષણા કરતા રોમાંચ અનુભવું છું. ભૂમિ જલદીજ એક થ્રિલર ફિલ્મ ‘દુર્ગાવતી’માં જોવા મળશે. જાન્યુઆરી મહિનાથી આ ફિલ્મનું શૂટિંગ શરૂ થઇ જશે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર અને વિક્રમ મલ્હોત્રા  છે…

Read More