અમદાવાદ જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની બેઠક તાજેતરમાં જિલ્લા કલેક્ટર કચેરી ખાતે યોજાઇ હતી. જેમાં ત્રણ વર્ષ પુરા થતા ૧૧ સભ્યોની નવી કારોબારી સમિતિની રચના કરવા ઉપરાંત આગામી ઉતરાયણ નિમિતે પશુ-પક્ષીઓના બચાવ-સલામતી માટે કરવાના થતા પ્રયત્નો અંગે ચર્ચા કરાઇ હતી. બેઠકમાં દરેક પોલીસ સ્ટેશનમાં પ્રાણીક્રૂરતા અંગેની કાયદાકિય સમય અંગેના બોર્ડ લગાવવાનો પણ નિર્ણય લેવાયો હતો. પ્રાણી ક્રૂરતા અંગેના કિસ્સામાં પોલીસ તરફથી જરૂરી મદદ અને સહકાર મળતો ન હોવા અંગેનો રોષ પણ કેટલાક સભ્યોએ ઠાલવ્યો હતો. જીવદયા અને પશુ-પક્ષીઓ પર થતા અત્યાચારો અટકાવવા માટે અમદાવાદ કલેક્ટરની અધ્યતામા જિલ્લા પ્રાણી ક્રૂરતા નિવારણ સંસ્થાની રચના કરવામા ંઆવી છે. જેમાં વાઇસચેરમેન તરીકે મ્યુનિ.કમિશનર અને…
કવિ: Satya Day News
રિલાયન્સ જિયોએ પોતાના જિયો ફાયબર કસ્ટમર્સ માટે 199 અને 351 રૂપિયાના બે નવા અફોર્ડેબલ પ્રીપેડ બ્રોડબેન્ડ પ્લાન લૉન્ચ કર્યા છે. નવા પ્લાન્સમાં યુઝર્સને ડેટા એક્સેસ, અનલિમિટેડ વૉઇસ કૉલ, કોમ્પ્લીમેન્ટ્રી ટીવી વીડિયો કૉલિંગની સુવિધા મળશે. 351 રૂપિયામાં મંથલી પ્લાન 351 રૂપિયાના પ્લાનમાં યુઝર્સને 10 એમબી પ્રતિ સેકેન્ડની સ્પીડથી 50 જીબી ડેટા મળશે. તેની વેલીડીટી 30 દિવસની રહેશે. જો તમારો આ ડેટા સમય કરતાં પહેલાં પૂરો થઇ જાય તો ઇન્ટરનેટની સ્પીડ ઘટીને 1 એમબીપીએસ થઇ જશે. તેમાં યુઝર્સ અનલિમિટેડ વૉઇસ કૉલનો ઉપયોગ કરી શકો છો. 351 રૂપિયાના પ્લાન માટે જીએસટી બાદ કુલ 414 રૂપિયા ચુકવવાના રહેશે. 199 રૂપિયામાં વીકલી પ્લાન સાથે જ…
હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લાના સૌથી ઉંચા શિખર પર એક બાબાનું નૃત્ય સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યું છે. આ બાબા બરફવર્ષા વચ્ચે શિરગુલ મહારાજના ગુણગાન ગાઈ રહ્યાં છે. શિખર પર લગભગ 5 ફુટ સુધી બરફના થર જોવા મળે છે. શરીરને થીજવી નાખે તેવા વાતાવરણમાં બાબા ઉઘાડા શરીરે અને પગે શિરગુલ મહારાજનું ભજન કરતા નૃત્ય કરતા જોવા મળી રહ્યાં છે. હાલ હિમાચલમાં ભારે બરફવર્ષા થઈ રહી છે. ત્યારે તંત્રએ પહાડો ઉપર જવા માટે પ્રતિબંધ લગાવ્યો છે. એવામાં બરફની પહાડીઓ વચ્ચે બાબા ભજન ગાતા ભક્તિમાં મસ્ત થઈને ઝુમતા નજરે પડે છે. હાલ આ વીડિયો સોશિયલ મીડિયા ધૂમ મચાવી રહ્યો છે.
સુરતમાં પાવરલુમ્સના કર્મચારીઓએ વડોદ-બમરોલીના બાપાસીતારામ નગર પાસે પથ્થરમારો કર્યો હતો. કારીગરો માગ છે કે તેમનો પગાર વધારવામાં આવે અને પગાર વધારાની માગ સાથે કારખાના બંધ કરાવવા માટે આ પથ્થરમારો કરાયો હતો. કર્મચારીઓના વધી રહેલા વિરોધને પગલે સુરતનાં ઉદ્યોગોને મોટા પ્રમાણમાં નુકશાન થઈ રહ્યુ છે. જોકે વેતન વધારાની માગ સાથે કારીગરોના સ્વાંગમાં અસામાજિક તત્વો દ્વારા પણ હેરાનગતી વઘી રહી છે. સમગ્ર પથ્થરમારાની ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ છે અને પોલીસે સીસીટીવીને આધારે તપાસ આરંભી છે.
આમ તો ‘કચ્છડો બારે માસ’ કહેવાય છે, પરંતુ કચ્છની શોભા અને મજા શિયાળામાં અનેકગણી વધી જાય છે. કેમ કે, શિયાળામાં ભૂજથી લગભગ એંસી કિલોમીટરના અંતરે આવેલા ધોરડો પાસેના વિરાટ મેદાની વિસ્તારમાં સફેદ રંગની ચાદર છવાઈ જાય છે. વરસાદી પાણી સુકાયા પછી સર્જાતી આ કુદરતની કરામત ‘સફેદ રણ’ અથવા તો ‘વ્હાઇટ ડેઝર્ટ’ તરીકે ઓળખાય છે. આ અનોખા કુદરતી સર્જન સાથે લોકોને જોડવા માટે જ દર વર્ષે આ સમયગાળામાં ‘રણ ઉત્સવ’નું આયોજન કરવામાં આવે છે. વિશ્વના ખૂણેખૂણામાંથી પ્રવાસીઓ આ કુદરતી અજાયબીને નરી આંખે નિહાળવા માટે શિયાળામાં અહીં આવે છે. અહીં ડૂબતા સૂરજનો, પરોઢિયે સૂર્યોદયનો અને રાત્રે ચાંદનીનો કે અંધારી રાત્રે તારા મઢ્યા…
ડિમ્પલ કાપડિયાની માતા બેટ્ટી કાપડિયાનું 80 વર્ષની ઉંમરે હિંદુજા હોસ્પિટલમાં શનિવારે (30 નવેમ્બર) નિધન થયું હતું. બીજા દિવસે એટલે કે પહેલી ડિસેમ્બરે બેટ્ટી કાપડિયાના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં અક્ષય કુમાર, ડિમ્પલ કાપડિયા, ટ્વિંકલ ખન્ના, રિંકી ખન્ના સહિતના પરિવારજનો આવ્યા હતાં. અંતિમ સંસ્કારમાં સની દેઓલ પણ આવ્યો હતો. સની દેઓલે અક્ષય કુમારને સાંત્વના આપ્યું હતું. ઉલ્લેખીનીય છે કે બેટ્ટી કાપડિયાના નિધનના સમાચાર મળતાં જ અક્ષય કુમાર, ટ્વિંકલ ખન્ના તથા પરિવારના અન્ય સભ્યો હોસ્પિટલ આવ્યાં હતાં. ડિમ્પલ-સની દેઓલ વચ્ચે ખાસ સંબંધ સની દેઓલના સંબંધો ડિમ્પલ કાપડિયા સાથે હોવાનું ચર્ચાય છે. 1982મા ડિમ્પલ કાપડિયા પતિ રાજેશ ખન્નાથી અલગ થઈ હતી.…
દેશમાં એકબાજુ ડુંગળીના ભાવ ઘટવાનું નામ લઇ રહ્યા નથી તેવામાં દુકાનદારો ગ્રાહકોને આકર્ષવા માટે વિવિધ જુગાડ અપનાવી રહ્યા છે. વારાણસીમાં એક દુકાનદાર ગ્રાહકોને ડુંગળીની લોન આપી રહ્યો છે અને તેની બદલામાં તેનું આધાર કાર્ડ પોતાની સાથે રાખે છે. ગ્રાહક આધારકાર્ડની બદલે ચાંદીના ઘરેણાં પણ મૂકી શકે છે આ દુકાનદાર સમાજવાદી પાર્ટીનો વર્કર છે. તેણે મીડિયાને જણાવ્યું કે, ડુંગળીના વધતા જતા ભાવ સામે વિરોધ દર્શાવવા માટે અમે આ પ્રકારે ડુંગળી વેચવાનું વિચાર્યું છે. અમે ગ્રાહકોને ચાંદીના ઘરેણાં કે આધાર કાર્ડ ગીરવી રાખવાનું કહીને તેમને ડુંગળી લોનથી આપીએ છીએ. અમુક દુકાનોએ ડુંગળી માટે સ્પેશિયલ લોકર પણ ખોલ્યા છે.
સોમવાર 2 ડિસેમ્બરે માગશર મહિનાના શુક્લપક્ષની ષષ્ઠી તિથિ રહેશે. તેને ચંપા ષષ્ઠી અને રીંગણ છઠ પણ કહેવામાં આવે છે. આ વર્ષે ચંચા પષ્ઠી પર સર્વાર્થ સિદ્ધિનો યોગ બની રહ્યો છે. આ યોગમાં શરૂ કરવામા આવેલ કામ સફળ થાય છે. પૂજા-પાઠ ઝડપથી સિદ્ધ થાય છે. જાણો આ તિથિ સાથે જોડાયેલી ખાસ વાતો- કાર્તિકેય સ્વામીની પૂજાનં વિશેષ મહત્વ છે- આ તિથિએ ભગાવન શિવના માર્કન્ડેય સ્વરૂપની અને શિવજીના પુત્ર કાર્તિકેય સ્વામીની વિશેષ પૂજા કરવામાં આવે છે. માન્યતા છે કે કાર્તિકેય સ્વામીએ આ તિથિએ તારકાસુરનો વધ કર્યો હતો અને દેવતાઓને અસુરોના આતંકથી મુક્ત કરાવ્યાં હતાં. ભગવાનને રીંગણનો ભોગ લગાવે છે- માગશર અર્થાત્ માર્ગશીર્ષ મહિનાના…
ડીપીએસ ઈસ્ટના સીઈઓ, પૂર્વ ટ્રસ્ટી અને પૂર્વ આચાર્ય એમ ત્રણ સામે પોલીસ ફરિયાદ દાખલ થતા અમદાવાદ ગ્રામ્ય પોલીસે તેમના ઘરે તપાસ કરી પણ ત્રણેય ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ડીપીએસ ઈસ્ટના સીઆઈઓ મંજુલા શ્રોફ, પૂર્વ ટ્રસ્ટી હિતેન વસંત અને સ્કૂલના પૂર્વ પ્રિન્સિપાલ અનિતા દુવા સામે અમદાવાદ ગ્રામ્ય પોલીસે ખોટા દસ્તાવેજો ઉભા કરી સ્કૂલની મંજૂરી મેળવવાનો ગુનો દાખલ કર્યો હતો. આરોપીઓની પૂછપરછ માટે તેમના ઘરે પોલીસ ટીમો મોકલવામાં આવી હતી. જમીન મામલે ખુલાસા માગ્યા પોલીસે સ્કૂલના સ્ટાફ તેમજ અન્ય સાક્ષીઓના નિવેદનો લીધા હતા. પોલીસે આ મામલે હિરાપુર ગામના તલાટીનું પણ નિવેદન નોંધ્યું હતું. પોલીસે 2009થી 2012 સુધીમાં ડીપીએસ ઈસ્ટની જમીન મામલે અમુક…
ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે 2020 સુધીમાં કૃત્રિમ સૂર્ય બનાવી લેશે. આ સૂર્ય 20 કરોડ ડિગ્રી સુધી ગરમી આપી શકશે. આ સૂર્ય બનાવવા પાછળનું કારણ આપતા ચીનના વિજ્ઞાાનિકોએ કહ્યું હતું કે પોતાના સૂર્યની મદદથી સ્વચ્છ અને અનલિમિટેડ ઉર્જા મેળવવાની ગણતરી છે. ચીનની સરકારી ન્યૂઝ એજન્સીના અહેવાલ પ્રમાણે એચએલ-2એમ ટોકામેકના દાવા પ્રમાણે 2020માં ચીન કૃત્રિમ સૂર્ય બનાવી લેશે અને તેને અક્ટિવ પણ કરી દેશે. આ આર્ટિફિશિયલ સૂરજ 10થી 20 કરોડ ડિગ્રી સેલ્સિયસ સુધીની ગરમી આપવા સક્ષમ હશે. ચીનના વિજ્ઞાનિકોએ દાવો કર્યો હતો કે આ કૃત્રિમ સૂર્ય સ્વચ્છ ઉર્જા આપશે અને વળી અનલિમિટેડ ઉર્જાનો પ્રવાહ પણ મળશે. અત્યારે સૂર્યની ઉર્જા 10-12…