કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

રાજ્ય સરકાર દ્વારા ભારે વરસાદથી અસરગ્રસ્ત ખેડૂતો માટે વધારાના સહાય પેકેજની જાહેરાત કરવામાં આવી છે. ઉપમુખ્યમંત્રી નીતિન પટેલે 3,795 કરોડના સહાય પેકેજની જાહેરાત કરતા જણાવ્યું હતું કે 20 તારીખ સુધીમાં થયેલા નુકસાનને આવરીને આ પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાને આવરી લેવામાં આવ્યા છે. રાજ્યના તમામ 18 હજાર ગામડાઓને 56.36 લાખ ખેડૂતોને આ સહાયનો લાભ મળશે. આ સહાય પકેજમાં જે ખેડૂતોને નુકસાન નથી થયું તેમનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એટલે કે વરસાદથી નુકસાન નથી થયું તેવા 81 તાલુકાઓમાં પણ સરકારી સહાય ચૂકવવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે પાક વીમા ઉપરાંત સરકારી સહાયનો લાભ મળશે. જેનો…

Read More

ટેલિકોમ સેક્ટરમાં નીચા ભાવની સ્પર્ધા પૂરી થવાની છે. ટેલિકોમ ઉદ્યોગમાં રિલાયન્સ જિયોના આગમન પછી ખૂબ જ સસ્તી યોજનાઓનો આનંદ માણી રહેલા મોબાઇલ અને ઇન્ટરનેટ વપરાશકારોએ હવે વધુ રૂપીયા ચુકવવા પડશે. એનાલિસ્ટ્સના જણાવ્યા પ્રમાણે રિલાયન્સ જિયો આગામી સપ્તાહમાં ટેરિફ વધારે તો ભારતી એરટેલ અને વોડાફોન આઇડિયા આગામી ત્રણ મહિનામાં 30 ટકા સુધી ભાવ વધારી શકે તેમ છે. તેના કારણે આ કંપનીઓ માટે ટર્નિંગ પોઇન્ટ સાબિત થશે અને ટેલિકોમ સેક્ટરમાં પ્રાઇસ ડિસ્કવરીની શરૂઆત થશે. “જિયોએ અગાઉ 15 ટકા ભાવ વધાર્યા પછી હજુ 15 ટકા ટેરિફ વધારો થવાનો છે. તાજેતરમાં તેણે અન્ય નેટવર્ક પર આઉટગોઇંગ કોલ માટે ચાર્જ વસૂલવાનાં પગલાં લીધાં છે તેના…

Read More

અભિનેતા કાર્તિક આર્યને તાજેતરમાં જ 29મો બર્થ ડે સેલિબ્રેટ કર્યો છે. આ પ્રસંગે કાર્તિકે એક ધમાકેદાર પાર્ટી આપી છે. આ પાર્ટીમાં અનન્યા પાંડે, જાહ્નવી કપૂર અને કિયારા અડવાણી જેવા ઘણા બોલિવૂડ સ્ટાર્સ પહોંચ્યા હતા. બધા જે વાતની રાહ જોઈ રહ્યા હતા તે સારા અલી ખાન પાર્ટીમાં જોવા મળી નહોતી. આ પાર્ટીના કેટલાક ફોટા જોવા મળ્યા હતા. આ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. કાર્તિકે સોશિયલ મીડિયા એકાઉન્ટ પર જન્મદિવસના ફોટો શેર કર્યા છે.મમ્મી-પપ્પા સાથે બર્થ ડે સેલિબ્રેટ કરતો જોવા મળ્યો હતો. તેણે પેરેન્ટ્સ સાથે કેક કાપી અને સાંજે જન્મદિવસની પાર્ટી આપી હતી. આ પાર્ટીમાં કાર્તિક સ્ટાઈલિશ વ્હાઈટ શર્ટ…

Read More

કોઈ પણ નોકરી કરનાર વ્યક્તિ માટે પ્રોવિડેન્ટ ફંડ એટલે કે પીએફની રકમ ઘણી મહત્ત્વની હોય છે. આ રકમ ભવિષ્યને સુરક્ષિત રાખવા માટે ઘણી મહત્ત્વની છે. તેમાં પૈસા તો જમા થાય છે સાથે પીએફ પર વ્યાજ પણ મળે છે. પરંતુ તમારી એક ભૂલના કારણે પીએફ પર સંકટ આવી શકે છે. એટલા માટે ખાતા ધારકોને આ પ્રકારની ભૂલથી બચી શકે તે માટે કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન સમય-સમય પર એલર્ટ આપે છે. શું છે એલર્ટ EPFOએ તેના એકાઉન્ટ હોલ્ડર્સને કોઈ પણ ખોટી કોલથી સતર્ક રહેવાની સલાહ આપી છે. EPFOએ એલર્ટમાં કહ્યું છે કે, EPFO ક્યારે પણ ફોન કોલ પર ખાતાધારકોને યુએએન નંબર, આધાર…

Read More

ટૂંક સમયમાં વીજળી બિલ ઘટે તેવી શક્યતા છે. દેશભરમાં પાવર યુનિટ દીઠ 3-5 પૈસા ઘટાડો થવાના એંધાણ છે. તેનું કારણ એ છે કે પાવર ડિસ્ટ્રિબ્યુશન કંપનીઓ (ડિસ્કોમ) વિજળી ઉત્પાદન કરતી કંપની(જેનકોસ) ને વીજળી ખરીદવા માટે અગાઉથી ચુકવણી કરી રહી છે. પરિણામે, જેનકોસ વર્કિંગ કેપિટલમાં 4,000 કરોડ રૂપિયાની બચત કરી શકાશે. રેગ્યુવેટર્સને આદેશ મળ્યા છે તેઓ આ બાબત ધ્યાનમાં રાખે જેથી તેના ગ્રાહકોને આ બચતનો લાભ મેળવવી શકે. મંત્રાલયે પત્ર લખીને રેગ્યુલેટ્સને સૂચનાઓ આપી મીડિયાને મળેલી માહિતી અનુસાર વીજળીના ખર્ચમાં ઘટાડો થવાની આશા છે.સાથે વીજ મંત્રાલયે કેન્દ્ર અને રાજ્ય વીજળી નિર્દેશકોને પત્ર લખ્યો છે. આ પત્રમાં મંત્રાલયે લખ્યું છે કે નિયમનકારી…

Read More

ઉત્તરન અને દિલ સે દિલ તક ફેમ એકટ્રેસ રશ્મિ દેસાઈ ટીવી ક્ષેત્રે ગુંજતું નામ છે. ડેલી શોપથી બ્રેક લઈને હાલ રશ્મિ રિયાલિટી શો બિગ બોસમાં ચમકી રહી છે. પ્રશંસકો તેને ભરપુર સપોર્ટ કરી રહ્યા છે. 2002થી કેરિયરની શરૂઆત કરનાર રશ્મિએ જ્યારે ગયા વર્ષે મેકઓવર કરાવ્યો ત્યારે સૌને ચોંકાવી દીધા. રશ્મિએ તેના લુક પર વધારે ફોકસ કર્યુ તેના વોર્ડરોબને પણ બદલી નાંખ્યો જેની સીધી અસર તેના પર જોવા મળી રશ્મિ પહેલા કરતા વધારે આકર્ષક દેખાવા લાગી. રશ્મિ પહેલા પણ ખુબસુરત લાગતી જ હતી પણ હવે વધારે ફેશનેબલ દેખાઈ રહી છે. એકટ્રેસને વધારે આકર્ષક બનાવે છે તેનો માસુમ બાળક જેવો ચહેરો ક્યુટ…

Read More

કાસ્ટિંગ કાઉચ એ બોલિવૂડમાં જાણે સામાન્ય વસ્તુ હોય એમ દાખલા બહાર આવી રહ્યા છે. હાલમાં જ એક નવો અને કંઈક અલગ જ કેસ ખુલ્યો છે. અભિનેત્રીએ જણાવ્યું એ બધા માટે ચોંતાવનારુ હતું. રોક સકો તો રોક લો’, ‘જાને તુ યા જાને ના’ અને ‘ગ્રાન્ડ મસ્તી’ જેવી અનેક ફિલ્મ્સમાં લીડ રોલ નિભાવી ચૂકેલી એક્ટ્રેસ મંજરી ફડનિસે બોલિવૂડના ગંદા કામ વિશે માહિતી આપી હતી. તેમજ પોતાના અનુભવો શેર કર્યા હતાં. એક વાતચીતમાં મંજરીએ પોતાના 15 વર્ષના કરિયર પર વાત કરતા જણાવ્યું કે કેવી રીતે અનેક પ્રોડ્યુસર્સ દ્વારા જ્યારે કામના બદલે કોમ્પ્રોમાઈઝ કરવાની વાત આવી ત્યારે ચોખ્ખી ના જ પાડી. આ રીતે ના…

Read More

એનસીપીના નેતા શરદ પવારની સાંસદ પુત્રી સુપ્રિયા સુળેએ મિડિયા સાથે વાત કરતાં એવો આઘાત વ્યક્ત કર્યો હતો કે અમારી સાથે આટલો મોટો દગો અગાઉ કદી કોઇએ કર્યો નથી. શરદ પવારના ભત્રીજા અજિત પવારે ભાજપના નેતાઓ સાથે અડધી રાત્રે ગુપ્ત મંત્રણા કરીને આજે શનિવારે સવારે નાયબ મુખ્ય પ્રધાન તરીકે સોગન લીધા અને મહારાષ્ટ્ર રાજ્યમાં ભાજપની સરકાર ફરી સ્થપાઇ એના સંદર્ભમાં સુપ્રિયા બોલી રહી હતી. હતાશ ચહેરે સુપ્રિયાએ કહ્યું કે શરદ પવારનો પરિવાર અને એનસીપી બંને તૂટી ગયાં. પરિવારમાં અને પક્ષમાં બંનેમાં ભંગાણ પડ્યું. આવું તો અમે સપનેય ધાર્યું નહોતું. દરમિયાન, ભાજપના પ્રવક્તાએ એવો દાવો કર્યો હતો કે અમને એનસીપીના 15થી વધુ…

Read More

સુરત મહાનગરપાલિકા દ્વારા ચાલતી બસ સેવામાં સતત ત્રીજા દિવસે ત્રીજો અકસ્માત થતા લોકોમાં ભારે રોષ છે. અકસ્માત બાદ પાલિકા તંત્ર બસ લાવનાર એજન્સીને નોટિસ આપીને પેનલ્ટી વસૂલ કરી રહી છે. પરંતુ આકરા પગલાં ભરાતાં ન હોવાથી અકસ્માત રોકવામાં સફળતા મળી નથી. સુરત મહાનગરપાલિકા સંચાલિત બસ સેવામાં અકસ્માત ઓછા થાય તે માટે રોજ ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવી રહી છે. આ ઉપરાંત ડ્રાઇવર નોકરી પર આવે તે પહેલા તેમને શપથ લેવડાવવામાં આવે છે આવા પ્રકારની કામગીરી છતાં પણ ડ્રાઇવરો બેકાબૂ આવી રહ્યા છે. જેના કારણે અકસ્માતોની સંખ્યામાં રોજેરોજનો વધારો થઈ રહ્યો છે. બે દિવસ પહેલા અકસ્માત થયો તે ચાર વખત સ્ટાન્ડર્ડ એજન્સી…

Read More

ગુજરાત CSR ઓથોરિટીના પ્રોજેકટ કન્સલ્ટન્ટ તુષાર ત્યાગીએ અહીં જણાવ્યું હતું કે, રૂ.500 કરોડથી વધારે એસેટ્‌સ, રૂ. 1000 કરોડનુ ટર્નઓવર અને વર્ષે રૂ.5 કરોડનો નફો કરતી કંપનીને CSR (કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી) લાગુ પડે છે. ચેમ્બર ઓફ કોમર્સમાં યોજાયેલાં એક સેમિનારમાં તેઓ ઉપસ્થિત હતાં. CSR ફંડને સમાજોપયોગી કામોમાં વાપરવા માટે NGO સ્કીલ ડેવલપમેન્ટ, એજયુકેશન, સ્વચ્છતા અભિયાન, ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલપમેન્ટ, સ્કૂલની તથા આંગણવાડીની બિલ્ડીંગ બનાવવા મદદરૂપ કરવાના તેમજ મહિલા સશકિતકરણના પ્રોજેકટ કરી શકે છે. કંપનીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે પણ CSR ફંડનો ઉપયોગ કરી શકે છે. કેટલીક મોટી કંપનીઓ પોતાનું ફાઉન્ડેશન બનાવીને CSR એકટીવિટી કરતી હોય છે. જયારે NGO તથા નોન પ્રોફીટ એજન્સીઓને સમાજ માટે ઉપયોગી…

Read More