રાજકોટ રહેતી મહિલાનું નવેક દિવસ પહેલા પાવાગઢ દર્શન કરવા લઈ જવાના બહાને કારમાં અપહરણ કરી ભરૂચ નજીક આમોદ ગામ પાસે લઈ ગયા બાદ છરી બતાવી કાર ચાલક સહિતના શખ્સોએ ગેંગરેપ આચરી તેનું એક શખ્સે વિડીયો શુટીંગ કરી કોઈને જાણ કરી તો વિડીયો વાયરલ કરી દેવાની ધમકી આપ્યાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. કુવાડવા પોલીસે આ અંગે મહિલાની ફરીયાદ પરથી રમેશ કેશુભાઈ રાઠોડ રહે. બાબરા, જીતેન્દ્ર પ્રવિણભાઈ ૩૦, પ્રવીણ ગોવિંદભાઈ ચૌહાણ ૫૦, ભાનુબેન પ્રવીણભાઈ, (ઉ.વ.૪૦ રહે બધા રાજપુર), હંસાબેન ખોડાનાથ પરમાર (ઉ.વ.૪૫), પપ્પુ સવજીભાઈ પરમાર (૩૫), અજીત ઈશાનાથ પરમાર (૩૦), હરેશ પરસોત્તમભાઈરાઠોડ (ઉ.વ.૩૫ રહે. બધા કાકશ ગામ તા.લીલીયા),તુલશી ઉર્ફે તવો મંગળદાસ રાઠોડ…
કવિ: Satya Day News
તમે જીવનમાં ઘણા જીવ જંતુઓ નો જોવા માટે ઝૂ કે વાઈલ્ડલાઈફ પાર્ક ફરવા ગયા હશો જ્યાં તમે પિંજરામાં બંધ અથવા વાડામાં બંધ પ્રાણીઓને જોયા હશે. પરંતુ શું તમે જાણો છો આ દુનિયામાં એક એવો પાર્ક છે જ્યાં મનુષ્યને પિંજરામાં બધ કરવામાં આવે છે અને જાનવર ખુલ્લા ફરતા હોય છે. સાંભળવામાં ઘણું વિચિત્ર લાગે છે પરંતુ આ સાચું અને વાસ્તવિક છે. આ ઝૂમાં જાનવરોની જગ્યા એ પર્યટકોને પિંજરામા કેદ કરવામાં આવે છે. જી હા ચીનમાંએક એવું પાર્કનું નામ લેહે લેદુ વાઈલ્ડલાઈફ ઝૂ છે. જ્યાં જાનવરો સ્વતંત્ર હોય છે અને ખુલ્લે આમ ફરે છે. અને અહિંયા ફરવાવાળા લોકો પાંજરામાં બંધ હોય છે…
અમેરિકન અંતરિક્ષ એજન્સી નાસાનાં વૈજ્ઞાનિકોએ ગુરૂ ગ્રહનાં ચંદ્રમા પર પાણી શોધી કાઢ્યુ છે. પૃથ્વીની જગ્યાએ અત્યાર સુધીમાં આ રૂપમાં કોઈ પણ ગ્રહ પર પાણી જોવા મળ્યુ નથી. ગુરૂ ગ્રહનાં ચંદ્ર યુરોપાની બર્ફીલા સપાટી પર, પાણી વરાળના ફુવારા તરીકે બહાર આવી રહ્યું છે. હવે વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધી ગયો પૃથ્વી સિવાય, અન્ય કોઈ ગ્રહ પર આવા કોઈ સ્વરૂપમાં પાણી જોવા મળ્યું નથી. યુરોપા પર પાણીની હાજરી જોઈને વૈજ્ઞાનિકોનો ઉત્સાહ વધી છે. તેમની તપાસમાં, તેમને પાણીના મોલીક્યૂલ (અણુ) મળી આવ્યા છે. ગુરૂ ગ્રહની પાસે 79 ચંદ્રો છે આપણી પૃથ્વીની આસપાસ ફક્ત એક જ ચંદ્ર ફરતો હોય છે પરંતુ ગુરુ ગ્રહની આસપાસ નાના-મોટા કુલ…
ભારતમાં વોટ્સએપ જાણીતા પત્રકારો-સામાજિક કાર્યકરો અને વકીલોની થયેલ જાસૂસી મુદ્દે વોટ્સએપના અધિકારીએ નિવેદન આપ્યું હતું. કંપનીના અધિકારીએ જણાવ્યું હતું કે આ મામલે સરકાર સાથે મળીને આગળ ઘણી તપાસ થઇ શકી હોત. તેઓએ જણાવ્યું હતું કે અમે અમારા યુઝર્સની પ્રાઇવસી જાળવી રાખવા માટે કટિબદ્ધ છીએ. અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર પણ અહીં એક નિર્ણાયક ભૂમિકા નિભાવે છે અને અમે વપરાશકર્તાની ગોપનીયતા અને સુરક્ષાને લગતા સંવેદનશીલ મુદ્દાઓ પર સમયસર તેની સાથે સંકળાયેલા રહેવા માટે પ્રતિબદ્ધ છીએ. અમને દિલગીરી છે કે અમે આ મુદ્દાઓ સરકારની અપેક્ષાઓ પૂરી કરી નથી અને વધુ સારા પ્રયાસો માટે પ્રયત્ન કરીશું. બીજી તરફ વોટ્સએપ જાસૂસી મામલે તપાસ કરવા…
બોલિવૂડના કિંગ તરીકે જાણીતો શાહરૂખ ખાન તેના સારા કામોને લીધે ચર્ચામાં છે. શાહરૂખ ખાને એસિડ એટેક પીડિતા માટે એક ફાઉન્ડેશન ચલાવે છે જેમાં આ મહિલાઓનો ખાલી ઈલાજ નથી કરવામાં આવતો જીવવા માટે પ્રોત્સાહન અને ટ્રેનિંગ પણ આપવામાં આપવામાં આવે છે. તાજેતરમાં શાહરૂખે આ ફાઉન્ડેશનમાં આવેલી એક પીડિતાના લગ્ન કરાવ્યા હતા અને આ લગ્નમાં કિંગ ખાન બહુ જ ખુશ હતો. શાહરૂખે આ લગ્નની તસવીરો શેર કરતાં ઘણી બધી શુભેચ્છાઓ પાઠવી હતી. શાહરૂખ ખાને મીર ફાઉન્ડેશનની એક ટ્વિટને રિટ્વિટ કરતા શુભકામના આપી છે. શાહરૂખ ખાને લખ્યું, અનુપમાને મારો પ્રેમ અને શુભકામનાઓ. તમારી જિંદગીની નવી શરૂઆત તમારા જીવનને રોશની અને ખુશીયોથી ભરે. જગદીપ…
રાજધાની દિલ્હી અને એનસીઆરમાં વાયુ પ્રદૂષણ ફરી એક વખત વધી ગયું છે. દિલ્હીના કેટલાક વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 400ને પાર પહોંચી ગયો કે જે ખતરનાક સ્તરની શ્રેણીમાં આવે છે. દિલ્હીના આનંદવિહારમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 409, બવાનામાં 406 અને રોહિણીમાં 413 નોંધાયો. છેલ્લાક કેટલાક દિવસોમાં દિલ્હીમાં પ્રદૂષણ ઘટી ગયું હતું પરંતુ હવે ફરી એક વખત દિલ્હીવાસીઓના શ્વાસમાં ઝેરી હવા જઇ રહી છે. સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડનું કહેવું છે કે હવાની ગુણવતા હવામાન સંબંધિત અનેક ઘટકો પર નિર્ભર કરે છે. જે ભૌગોલિક સ્થળના હિસાબે અવારનવાર બદલતી રહે છે. સામાન્ય રીતે હવાની ગતિ. હવાની દિશા અને તાપમાન કોઇ જગ્યાની હવાની ગુણવતા નક્કી કરે…
દિલ્લીના ભજનપુરા વિસ્તારમાં ફુવાએ તેની 26 વર્ષની ભત્રીજી સાથે દુષ્કર્મ કર્યું છે. વીડિતાનો અશ્લીલ વીડિયો પણ બનાવ્યો હતો. તેના પછી આરોપી પાંચ-છ વર્ષ સુધી પીડિતાને બ્લેકમેલ કરી દુષ્કર્મ આચરતો રહ્યો હતો. તેના ત્રાસના કારણે છેલ્લે પીડિતાએ પરિવારજનોને આ વાતની જાણકારી આપી, જેના પછી પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન 49 વર્ષ આરોપી ફુઆની ધરપકડ કરી લીધી હતી. પોલીસે આરોપીને કોર્ટમાં રજૂ કર્યો, જ્યાંથી તેને 14 દિવસની ન્યાયિક તપાસ માટે જેલ મોકલવામાં આવ્યો છે. પોલીસ જણાવે છે કે 26 વર્ષની પીડિતા તેના પરિવાર સાથે ભજનપુરા વિસ્તારમાં રહે છે. અને આરોપી ફુઆ તેના પરિવાર સાથે સીલમપુરમા રહે છે. આરોપીનું પીડિતાના ઘરે આવન-જાવન…
રેલવે સ્ટેશન પર ગીત ગાઇને રાતોરાત ચર્ચામાં આવેલી સિંગર રાનૂ મંડલ ફરી એકવાર ચર્ચામાં આવી છે. જો કે રાનૂ મંડલ પોતાના લુકને લઇને ટ્રોલ થઇ રહી છે. સાથે જ હવે રાનૂ મંડલનો એક વીડિયો સામે આવ્યો છે જેના કારણે સોશિયલ મીડિયા પર તે ટ્રોલર્સના નિશાને આવી છે. આ વીડિયોમાં રાનૂ મંડલ બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ફેશનના ગીત ‘ફેશન કા હૈ યે જલવા’ પર રેમ્પ વૉક કરતી નજરે આવી રહી છે. આ દરમિયાન રાનૂ મંડલ રેમ્પ વૉક કરતાં સ્માઇલ આપી રહી છે. સાથે જ રેમ્પ વૉક દરમિયાન તેની સાથે મેકઅપ આર્ટિસ્ટ સંધ્યા હતી. સાથે જ સોશિયલ મીડિયા પર યુઝર્સ રાનૂ…
બ્રેઇન હેમરેજની બીમારીથી પીડાતા પિતાને જોરથી વગાડતા હોર્નથી પરેશાની થતી હોવાથી ગાડીવાળાને સમજાવવા જનાર પુત્રને સોસાયટીવાળા ભેગા મળીને ધમકવતા હોય તે અંગે મકરપુરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ અંગેની વિગત એવી છે કે, મકરપુરા રોડની વૃંદાવન સોસાયટીમાં રહેતા નિશિથ સદાશીવભાઇ જોશી (ઉ.વ.૫૧) આર.ટી.આઇ. એક્ટીવીસ્ટ છે. ૯૦ વર્ષના તેમના પિતા બ્રેઇન હેમરેજ થયુ છે, અને ૮૩ વર્ષના માતાને હાઇ બીપીનો પ્રોબ્લેમ છે. નિશીથે પોલીસને જણાવ્યું છે કે હું એક વ્હીસલ બ્લોઅર છું અને મે ગવર્મેન્ટ ડિપાર્ટમેન્ટમાં થતી અનેક અનિયમિતતાને ઉજાગર કરી હોય મારા અવાજને બંધ કરવા ભૂતકાળમાં પણ મારા પર હુમલો થયા છે. નિસર્ગ ભૂપેન્દ્રભાઇ પટેલ, મારી સોસાયટીમાં એક…
દેશની મોટી સુરક્ષા એજન્સી સીઆઈએસએફએ પોતાનાં સાથ કૂતરાંને રિટાયરમેન્ટ પર ભવ્ય પોર્ટી આપી. રિટાયર થઈ રહેલ કૂતતાંને પેસ્ટ્રી ખવડાવૂઈ, ગોલ્ડમેડલ અને પ્રશસ્ત્રી પત્ર આપી વિદાય કરવામાં આવ્યા. આ સમયે હાજર મહેમનઓ માટે પણ જળપાનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કૂતરાંની આ રિટાયરમેન્ટ સેરેમનીનું આયોજન સીઆઈસએફના શાસ્ત્રી પાર્ક સ્થિત દિલ્હી મેટ્રો યૂનિટે કર્યો હતો. આ સાત કૂતરાં અલગ-અલગ નસલનાં છે અને છેલ્લાં 10 વર્ષોથી પોતાની સેવાઓ એજન્સીને આપી રહ્યાં છે. તેમનું ટેન્યોર પૂરો થયા બાદ તેમને દિલ્હીના જંગપુરા સ્થિત એક એનજીઓને સોંપી દેવામાં આવ્યા છે, જ્યાં તેમની દેખભાળ કરવામાં આવશે. રિટાયર થયેલ કૂતરાંનાં નામ અને નસલ હીના- લેબ્રા ડૉગ (ફીમેલ) વીર- કૉકર…