ઓસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના જંગલોમાં લગભગ એક મહિના પહેલા લાગેલી આગ પર હજુ સુધી કાબૂ મેળવી શકાયો નથી. તેના લીધે રાજ્યના અમુક શહેરોમાં પ્રદૂષણ વધી ગયું છે. મંગળવારે સિડનીમાં સવારથી જ ધુમાડાની મોટી ચાદર ફેલાયેલી હતી. અધિકારીઓ પ્રમાણે, ઝડપી પવનના લીધે જંગલોનો ધુમાડો શહેરોમાં પહોંચી રહ્યો છે. તેના લીધે એર ક્વોલિટી ખતરનાક સ્તરે પહોંચી ગઇ છે. સ્વાસ્થ્ય અધિકારીઓએ લોકોને ઘરમાં રહીને શારીરિક પ્રવૃતિઓ રોકવા માટે કહ્યું છે. સોશિયલ મીડિયા પર સિડનીમાં ફેલાયેલા ધુમાડાના ઘણા ફોટા વાયરલ થયા છે. લોકોનું કહેવું છે કે મંગળવારે સવારે જાગ્યા સાથે જ તેમને શહેરમાં ધુમાડો દેખાઇ રહ્યો છે. ટ્વિટર પર એક યુઝરે લખ્યું, ”સવારે ઉઠતા…
કવિ: Satya Day News
પાકિસ્તાનના ભૂતપુર્વ પ્રધાનમંત્રી નવાઝ શરીફ મંગળવારે સારવાર માટે એર એમ્બ્યુલન્સ મારફતે લંડન રવાના થયા છે. લાહોર હાઈકોર્ટે અનેક બિમારીનો સામનો કરી રહેલા શરીફને ચાર સપ્તાહ માટે વિદેશ જવા મંજૂરી આપી હતી. તેમજ ઈમરાન ખાન સરકારના ક્ષતિપૂર્તિ બોન્ડ પર સહી કરવાની શરતને નકારી હતી. 69 વર્ષના શરીફ સાથે તેમના નાના ભાઈ શહબાજ શરીફ અને તેમના ડોક્ટર અદનાન ખાન પણ લંડન ગયા છે. તેમના માટે અત્યાધુનિક એર એમ્બ્યુલન્સ દોહાથી મંગાવવામાં આવી હતી, જેમા તેઓ લંડન જવા રવાના થયા છે. પીએમએલએનના પ્રવક્તા મરિયમ ઓરંગઝેબે જણાવ્યું હતું કે શરીફને ઈલાજ માટે લંડનના હાર્લે સ્ટ્રીટ ક્લિનિક લઈ જવામાં આવશે. જો જરૂર પડશે તો અમેરિકા (બોસ્ટન)…
વીમા નિયમનકાર ઇન્શ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા (IRDA) દ્વારા જુલાઈમાં જારી કરવામાં આવેલી નોન-લિંક્ડ અને લિંક્ડ વીમા પોલિસીના નવા નિયમો 1 ડિસેમ્બર 2019થી અમલમાં આવશે. તમામ વીમા કંપનીઓએ નવા નિયમો અનુસાર 30 નવેમ્બર સુધીમાં ઇન્શ્યોરન્સ પ્રોડક્ટમાં ફેરફાર કરવો પડશે. IRDA અનુસાર, વીમા કંપનીઓને પોલિસીના પ્રીમિયમમાં 15%નો વધારો અથવા ઘટાડો કરવાની મંજૂરી આપવામાં આવી છે. IRDAએ તમામ વીમા કંપનીઓને 30 નવેમ્બર સુધીમાં નવા નિયમો અનુસાર વીમા પોલિસીમાં ફેરફાર કરવા જણાવ્યું છે. LIC અનેક પોલિસી બંધ કરશે પરિવર્તનના ભાગરૂપે, દેશની સૌથી મોટી જીવન વીમા કંપની લાઇફ ઇન્શ્યરન્સ કોર્પોરેશન (LIC)એ પણ 30 નવેમ્બર સુધીમાં બે ડઝનથી વધુ વ્યક્તિગત વીમા પોલિસી, આઠ…
આજે કાળભૈરવ અષ્ટમી છે. આ દિવસે કાળભૈરવ ભગવાનની વિશેષ પૂજા કરવામાં આવે છે. પૂજામાં ભૈરવ મહારાજને અનેક પ્રકારની વસ્તુઓ અર્પણ કરવામાં આવે છે. થોડી જગ્યાએ મદિરા(દારૂ)નો ભોગ પણ ધરાવવામાં આવે છે. મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ભગવાન કાળભૈરવનું મંદિર આ બાબતને લઇને જ પ્રસિદ્ધ છે. અહીં બિરાજેલાં કાળભૈરવને દારૂનું સેવન કરાવવામાં આવે છે. મંદિરમાં તેમની મૂર્તિને દારૂનું સેવન કરતાં જોવા માટે લાખો સંખ્યામાં શ્રદ્ધાળુઓ પહોંચે છે. અહીં દર વર્ષે કારતક મહિનાના વદ પક્ષની તિથિએ કાળભૈરવ ભગવાનની સવારી કાઢવામાં આવે છે. પુરાણોમાં જે અષ્ટભૈરવનું વર્ણન છે, તેમાં કાળભૈરવ મુખ્ય છે. આ લેખમાં જાણો મંદિર સાથે જોડાયેલી ખાસ વાતો… ઉજ્જૈન સ્થિત કાળભૈરવ મંદિરનો ઉલ્લેખ સ્કંદપુરાણના…
આપણે બધા જાણીએ છીએ કે વધતી ઉંમર પ્રમાણે દરેક વ્યક્તિની લંબાઈ પણ મર્યાદિત માત્રામાં વધે છે. પરંતુ આજે અમે તમને એક એવી સ્ત્રીનો પરિચય આપવા જઈ રહ્યા છીએ, જેની ઉંચાઈ ઉંમર સાથે ઓછી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા એક ઘટનાનો ભોગ બની હતી, જેના કારણે તેમના શરીરની ઉંચાઈ ઓછી થઈ રહી છે અને માત્ર બે 2 ફૂટ રહી ગઈ છે. ઉલ્લેખનીય છે કે કાનપુરનાં ધરઉ ગામની નિવાસી શાંતિ દેવીનું શરીર છેલ્લા 25 વર્ષથી ઘટી રહ્યું છે. તમને તે જાણીને આશ્ચર્ય થશે કે 25 વર્ષ પેહલા શાંતિ દેવીનાં શરીરની લંબાઈ સવા પાંચ ફૂટ હતી. હવે માત્ર 2 ફૂટ…
તો અમદાવાદના હાથીજણ વિસ્તારમાં આવેલા નિત્યાનંદ આશ્રમના વિવાદમાં સૌથી મોટો ખુલાસો થયો છે.આ આશ્રમની પ્રવૃત્તિઓ સામે શંકા તો જાગી છે એવામાં આશ્રમના સંચાલકો અને અન્ય લોકોએ આસપાસ રહેતા ગામોના ભોળા લોકોને ભરમાવાના પ્રયાસનો પણ પર્દાફાશ થયો છે. આશ્રમ દ્વારા નજીકના હીરાપુર ગામના લોકોનો ગત જાન્યુઆરી મહિનાથી સંપર્ક કરીને નિત્યાનંદની પ્રવૃતિઓ સાથે જોડાવા લલચાવામાં આવતા હતા. એટલુ જ નહી આશ્રમ દ્વારા ગામ લોકો ઉપરાંત તેમના બાળકોને પણ ટાર્ગેટ કરાતા હતા. યોગ અને ભગવાનના નામે આશ્રમે હીરાપુર ગામની પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓનો પણ આશ્રમમાં આવવા સંપર્ક કર્યો હતો. આ બાળકોને યોગ શીખવાડવાના બહાને આશ્રમમાં બોલાવાનો કારસો રચવામાં આવ્યો હતો. સાથે જ ગામલોકોએ રોજગારીના…
ભાવનગરમાં આવક વેરા વિભાગે શિપબ્રેકરોને ત્યા દરોડાની કાર્યવાહી હાથ ધરી.આઈટી વિભાગની ટીમ મસમોટા કાફલા સાથે ત્રાટકતા શિપબ્રેકરોમાં ફફડાય ફેલાયો છે. ત્યારે દરોડા દરમ્યાન મોટી સંખ્યામાં કાળુ નાણુ પણ મળવાની શક્યતાઓ સેવવામાં આવી રહી છે. શિપબ્રેકરો ને મસમોટા કાફલા સાથે દરોડાની કાર્યવાહી શરૂ.
વિક્રમજનક ચોખ્ખી ખોટ અને જંગી દેવાબોજનો સામનો કરી રહેલી ટેલિકોમ કંપની વોડાફોન આઇડિયાએ કસ્ટમર્સ ઉપર દાઝ ઉતારી હોય તેમ ટેરિફ રેટ વધારવાનો નિર્ણય લીધો છે. આ વધારેલા નવા ટેરિફ રેટ 1લી ડિસેમ્બરથી અમલી બનશે. એટલે કે આગામી ડિસેમ્બરથી વોડાફોન આઇડિયાની સેવા મોંઘી થશે અને તેનું અનુકરણ અન્ય ટેલિકોમ કંપનીઓ પણ કરશે. જુલાઇથી સપ્ટેમ્બર ક્વાર્ટરમાં વોડાફોન આઇડિયા કંપનીએ રૂ. 50921 કરોડની ચોખ્ખી ખોટ કરી છે, જે ભારતના કોર્પોરેટ ઇતિહાસની અત્યાર સુધીની સૌથી મોટી ત્રિમાસિક ખોટ છે. આ જંગી ખોટનું કારણ એડજેસ્ટ ગ્રોસ રેવન્યૂ મુદ્દે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો છે. જેને પગલે વોડાફોન આઇડિયા સહિત અન્ય ત્રણ ટેલિકોમ કંપનીઓને પણ જંગી ખોટ…
બોલિવૂડ એક્ટ્રેસ શમા સિકંદર અત્યારે ચર્ચામાં છે. તેના કેટલાક બોલ્ડ ફોટા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. તેણે તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક બોલ્ડ તસવીરો શેર કરી છે. તેના પછી ઘણી લાઈક અને કોમેન્ટ મળી રહી છે. તસવીરો તેના ફેન્સને ઘણી પસંદ આવી રહી છે. શમા સિકંદરે ખૂબસૂરત ફોટા શેર કર્યા છે તેમાં તે સફેદ ડ્રેસમાં જોવા મળી હતી. તેણે સફેદ ડ્રેસ પહેર્યો હતો અને તેની સાથે કેપ્શનમાં લખ્યું હતું, તમારી ખૂબસૂરતી તેમાં દેખાય છે કે તમે શું પહેર્યું છે. આ તસવીર સાથે શમા સિકંદરે લખ્યું છે, આ વર્ષે હું શીખી કે કોઈ પણ વસ્તુ પર દબાણ ન નાખો.…
સુરત મહાનગરપાલિકા સંચાલિત હોસ્પિટલના મુકાદમ દ્વારા મહિલા કામદારોની જાતીય સતામણીની પોલીસ ફરિયાદ થઈ છે. ભોગ બનનાર મહિલા કર્મચારીઓ આજે મહાનગરપાલિકા કમિશ્નરને રજૂઆત કરવા આવી હતી. સમગ્ર કિસ્સાને જાતીય સતામણી સેલ અને વધુ તપાસ માટે સોંપી દેવામાં આવ્યો છે. બીજી તરફ ગંભીર આક્ષેપો થયા છે તેવા મુકાદમ સામે પગલાં ભરવા નો રિપોર્ટ પણ કમિશ્નરને સોંપવામાં આવ્યો છે. સુરત પાલિકા સંચાલિત મસ્કતી હોસ્પિટલના મુકાદમ અશોક વાળંદ સામે આઠ જેટલી મહિલાએ જાતીય સતામણીના ગંભીર આક્ષેપ કર્યા છે. આક્ષેપ કરનાર મહિલાઓ આજે મહાનગરપાલિકા કમિશ્નરને મળવા માટે આવી હતી. રજૂઆત દરમિયાન તેઓએ મુકાદમ સેક્સની માગણી કરતો હોવા સાથે હેરાનગતિ કરી હોવાના પણ ગંભીર આક્ષેપ કર્યા…