મુંબઈમાં એનસીપી કોર કમિટીની બેઠક ખત્મ થઈ ગઈ છે. બેઠકનાં એનસીપી નેતા નવાબ મલિકે કહ્યું છે કે, “કૉંગ્રેસનાં નિર્ણયની રાહ જોઇશું. ત્યારબાદ જ પોતાનો નિર્ણય લઇશું. કૉંગ્રેસ સાથે આવ્યા વગર કોઈ વિકલ્પ નથી બની શકતો. આ કારણે કૉંગ્રેસનો નિર્ણય થતા જ અમે અમારો નિર્ણય લઇશું.” નવાબ મલિકે કહ્યું કે, “અમારી પાર્ટી વૈકલ્પિક સરકાર બનાવવા માટે તૈયાર છે, પરંતુ કૉંગ્રેસથી ચર્ચા બાદ જ કોઈ નિર્ણય લેવામાં આવશે.” આ દરમિયાન કૉંગ્રેસનાં સૂત્રો દ્વારા એ જાણવા મળી રહ્યું છે કે પાર્ટી બહારથી શિવસેનાને સમર્થન આપી શકે છે. કૉંગ્રેસનાં ધારાસભ્યોએ સોનિયા સામે મુક્યો પ્રસ્તાવ સૂત્રોનાં જણાવ્યા પ્રમાણે રાજ્યપાલ સાથે મળીને સરકાર બનાવવાનો દાવો રજૂ…
કવિ: Satya Day News
ઉત્તરપ્રદેશના ઝાંસીમાં એક પિતાની બેદરકારીએ પાંચ વર્ષની દીકરીના જીવને જોખમમાં મૂકી દીધો. આ ઘટના ઝાંસીના સીપરી બજારની છે. જ્યાં એક પિતા પોતાની દીકરીને લઇ મીઠાઇ લેવા માટે સ્કૂટી પર ગયા હતા. દીકરી સ્કૂટીમાં આગળ ઉભી હતી. દીકરીએ સ્કૂટીમાં એક્સિલેટર માર્યું અને સ્કૂટી સીધું દુકાનમાં ઘૂસ્યું અને બાળકી ઉકળતા તેલમાં અને જલેબીની ચાસણીમાં જઇ પડી. આ સમગ્ર ઘટના સીસીટીવીના કેમેરામાં કેદ થઇ ગઇ. વાત એમ હતી કે દીકરી પિતા સાથે મીઠાઇની દુકાને આવી હતી. સ્કૂટીને દુકાન પાસે રોક્યુ અને જેવું તેઓ દુકાનની તરફ જવાનું વિચારી રહ્યા હતા ત્યાં અચાનક જ બાલકીએ ચાવી લગાવી સ્કૂટીનો સેલ્ફ સ્ટાર્ટ કરી દીધો અને એક્સીલેટર આપ્યું. સ્કૂટી…
આજકાલ રાજ્યમાં મહિલાઓ પર ગુનાખોરીના કિસ્સાઓ વધતા જાય છે. અસામાજિક તત્વોને જાણે કાયદાની બીક જ ના હોય તેમ મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચારો ગુજારી રહ્યા છે. આવો જ એક કિસ્સો અમદાવાદમાં સામે આવ્યો છે. ગીતામંદિર વિસ્તારમાં રહેતી 29 વર્ષીય પરિણીતાના ન્યુડ ફોટા પાડી પતિએ જ વાઇરલ કર્યા હતા. આ ઘટનામાં એવું કહેવાય છે કે અમદાવાદના કાગડાપીઠ પાસે રહેતા પતિ સાથે ઝઘડો થતાં પત્નીના નામનુ વોટ્સઅપ ગ્રુપ બનાવી ન્યુડ ફોટા વાઇરલ કર્યા હતા. અગાઉ પણ સગા ભાઇ અને પરિવારને પણ ફાટો વાઇરલ કર્યા હતા. પતિ ઘરે માર મારી ત્રાસ આપતા આ અંગે કાગપાડીઠ પોલીસ સ્ટેશનમાં 9મી નવેમ્બરે ફરિયાદ નોધાવી હતી.…
અમદાવાદની ત્રીશા હોસ્પિટલમાં યુવકનું મોત થતા મોટો વિવાદ સામે આવી રહ્યો છે. આ ઘટનામાં પરિવારજનોએ ત્રિશા હોસ્પિટલના ડોક્ટરો પર મોટો આક્ષેપ લગાવતા સન્નાટો વ્યાપી ગયો છે. પરિવારજનોનું કહેવું છે કે યોગેશ ખટિકને અકસ્માત બાદ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં તેનું તાત્કાલિક સર્જરી કરાવવી પડે તેમ હતી. જેથી એનેસ્થેશિયાના હાઇડોઝના કારણે યોગેશનું મોત થયાનો આરોપ લગાવી છે. ત્યારબાદ સમગ્ર મામલો વાડજ પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો હતો અને ત્યાં પરિવારજનોએ ડોક્ટર વિરુદ્ધ ફરિયાદ નોંધી હતી. આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, શનિવારે બપોરે એક્ટિવા પરથી સ્લીપ થતા 30 વર્ષના યુવક યોગેશ ખટિકને હાથ પર ઇજા પહોંચતા તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યારબાદ પરિવારજનોએ તેને…
12 નવેમ્બરે કારતક મહિનાની પૂનમ છે. આ પૂનમનું હિન્દુ ધર્મમાં મોટું મહત્વ હોય છે. આ તિથિએ ગુરુનાનક દેવની જયંતી પણ છે. તેને લીધે આ દિવસે શિખ ધર્મના લોકો માટે ખૂબ જ ખાસ દિવસ છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા પ્રમાણે પ્રાચીનકાળમાં આ તિથિએ જ ભગવાન વિષ્ણુએ મત્સ્ય અવતાર લીધો હતો. જાણો આ પૂનમનું મહત્વ અને આ દિવસે કયા-કાય શુભ કામ કરી શકાય છે…. કારતક પૂનમનું મહત્વ- હિન્દુ પંચાંગ પ્રમાણે કારતક મહિનાની પૂનમને ત્રિપુરારી પૂનમ અને દેવ દિવાળી પણ કહેવામાં આવે છે. પ્રાચીનકાળમાં આ તિથિના દિવસે જ ત્રિપુરાસુર નામના દૈત્યનો વધ કર્યો હતો, તેને લીધે તેને ત્રિપુરારી પૂનમ કહે છે.…
ઉના તાલુકાના મૂળ ભીંગરણ ગામની અને કોબ ગામે રહેતી મહિલા બુટલેગરે ભીંગરણ પંચાયત કચેરીમાં પરિવારના સભ્ય સાથે આવી સરપંચ સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. અને બાદમાં તેના પર હુમલો કરી દેતા સરપંચને માથના ભાગે ઇજા થતા સરકારી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહિલા બૂટલેગર દારૂ વેચતી હોવાની રજૂઆત સરપંચે એસપીને કરી દીધી હતી. આથી જાહેરમાં સરંપચને માર માર્યો હતો. સરંપચ પર પથ્થરના ઘા કર્યા હતા ભીંગરણ ગામના સરપંચ જેન્તીભાઇ વશરામભાઇ સોલંકી પંચાયત ઓફિસ ખાતે સવારે બેઠા હતાં. આ દરમિયાન કોબ ગામની લાલુ નામની મહિલા બુટલેગર ત્યાં આવી પહોંચી હતી. અને મનફાવે તેવી ગાળો બોલવા લાગતા સરપંચે તેમને ગાળો બોલવાની ના પાડી…
વ્હોટ્સએપ અત્યારે દુનિયાની સૌથી પોપ્યુલર ઇન્સ્ટેન્ટ મેસેજિંગ એપ છે તેમાં કોઇ બેમત નથી. જોકે, યુઝર્સની પ્રાઇવેસીને લઇને તેના પર અવારનવાર સવાલ ઉઠતા રહ્યાં છે. તાજેતરમાં ભારત સહિત દુનિયાભરમાં આશરે 1400 લોકોના વૉટ્સએપ એકાઉન્ટ હેક થયા બાદ હવે લોકો અન્ય મલ્ટીમીડિયા મેસેજિંગ એપનો સહારો લઇ રહ્યાં છે. સાયબર એક્સપર્ટસે જણાવ્યા અનુસાર ટેલિગ્રામ અને સિગ્નલ એપને લોકો ખૂબ ડાઉનલોડ કરી રહ્યાં છે. અમેરિકન એપ એનાલિટિક્સ ફર્મ એપ એની તરફથી જારી કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, એપ્પલ સ્ટોર પર ગત રવિવારે સોશિયલ નેટવર્કિંગ એપની ડાઉનલોડિંગ લિસ્ટમાં સિગ્નલ 39મા નંબરે પહોંચી ગઇ છે જ્યારે ગત અઠવાડિયે આ એપ 105મા નંબરે હતી. સાથે જ ગૂગલ પ્લે સ્ટોર…
લિંબાયતમાં 12 વર્ષીય કિશોરી સાથે ગેંગરેપની ઘટનાની શાહી સુકાઇ નથી ત્યો ઉમરપાડામાં એક દુકાનદારે ૧૨ વર્ષીય કિશોરીને હવસનો શિકાર બનાવી છે. ચોકલેટની લાલચ આપીને કરીયાણાના દુકાનદારે કિશોરી સાથે 4 થી 5 વખત દુષ્કર્મ આચર્યુ હોવાનું નવી સિવિલ હોસ્પિટલમાં તેમના પરિવારના સભ્યોએ જણાવ્યુ હતું. નવી સિવિલથી મળેલી વિગત મુજબ ઉમરવાડામાં રહેતા ફારૂકભાઇ (નામ બદલ્યુ છે)ને સંતાનમાં 3 પુત્ર અને 4 પુત્રી છે. તે પરિવારનું ગુજરાન ચલાવવા માટે મજુરી કામ કરે છે.આજે સવારે તેમની 12 વષીય પુત્રીને પેટમાં દુઃખાવો સહિતની તકલીફ થતા સારવાર માટે તેમના પરિવારના સભ્યો નવી સિવિલ હોસ્પિટલમાં લઇ આવ્યા હતાં. જ્યાં કિશોરીએ અને તેમના પરિવારના સભ્યોએ ડોકટરને પોતાની વ્યથા…
એકશન સ્ટાર અક્ષય કુમાર પોતાની ફિલ્મના સ્ટંટ દ્રશ્યો જાતે જ ભજવવા માટે જાણીતો છે. હાલ તે રોહિત શેટ્ટીની ફિલ્મ સૂર્યવંશીનું શૂટિંગ કરી રહ્યો છે. આ દરમિયાન તેને સેટ પર ઇજા પહોચી હતી. સૂત્રના જણાવ્યા પ્રમાણે રોહિત શેટ્ટીની ફિલ્મના શૂટિંગ વખતે અક્ષય કુમારનો ડાબો હાથ મચકોડાઇ ગયો છે. તેના ફિઝિયોથેરપિસ્ટે તરત જ સારવાર આપી હતી. આ પછી અક્ષયે શૂટિંગ ફરી શરૃ કર્યું હતું. અક્ષયે સોશિયલ મીડિયા પર એક વિડિયો શેયર કર્યો છે, જેમાં તેના હાથમાં ઇજા નજરે ચડે છે. આ ફિલ્મનું શૂટિંગ મુંબઇમાં થઇ રહ્યું હતું ત્યારે આ અકસ્માત થયો હતો. જોકે આ ઘટનાની સત્તાવાર રીતે પુષ્ટિ આપવામાં આવી નથી. આ…
આફ્રિકન સ્વાઇન ફિવરને કારણે ડુક્કરનાં માંસ(પોક)ની કીંમતોમાં જોવા મળેલા વધારાને કારણે ઓક્ટોબર મહિનામાં ચીનનો ફુગાવો વધીને ૩.૮ ટકા રહ્યો છે. જે છેલ્લાં આઠ વર્ષનો સૌથી ઉંચુ સ્તર છે. નેશનલ બ્યુરો ઓફ સ્ટેસ્ટિક્સ(એનબીએસ)ના જણાવ્યા અનુસાર ઓક્ટોબરમાં ચીનનો ફુગાવો વધીને ૩.૮ ટકા રહ્યો છે. જે સપ્ટેમ્બરમાં ૩ ટકા હતો. જે જોન્યુઆરી, ૨૦૧૨ પછીનો સૌથી ઉંચો દર છે. ફુગાવાના આંકડા જાહેર થયા તે પહેલા બ્લૂમબર્ગ ન્યૂઝના નિષ્ણાતોએ ફુગાવો ૩.૪ ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. એનબીએસના જણાવ્યા અનુસાર છેલ્લા એક વર્ષમાં ડુક્કરના માંસના ભાવ ડબલ થઇ ગયા છે. ઓગસ્ટ, ૨૦૧૮માં આફ્રિકન સ્વાઇન ફિવર ફેલાવવાથી ૧૦ લાખથી વધુ ડુક્કરોને મારી નાખવામાં આવ્યા હતાં. જેના કારણે અન્ય…