ટીવીનો સૌથી ધમાકેદાર અને વિવાદિત શો બિગ બોસ 13 લોકોનું ખૂબ મનોરંજન કરી રહ્યો છે. શોમાં થનારા ટાસ્ક અથવા હલનચલન દર્શકોનું મનોરંજન કરે છે સાથે સાથે લોકોને ખૂબ હસાવે છે. પરંતુ તાજેતરમાં બિગ બોસની એક્સ કંટેસ્ટેંટ અને એક્ટ્રેસ રાખી સાવંતે શોના કેટલાક સભ્યો પર ભડકી હતી. એટલું જ નહીં, તેણે શહનાજ ગિલ, શેફાલી જરીવાલા અને હિમાંશી ખુરાના સામે ફરિયાદ દાખલ કરાવાની વાત કરી છે. એક ટાસ્ક દરમિયાન શહનાજ ગિલનો વ્યવહાર જોઈને કાંટા લગા ગર્લ શેફાલી જરીવાલાને તેણે પંજાબની રાખી સાવંત કહ્યું હતું, જેને સાંભળીને રાખી સાવંત ભડકી હતી. રાખી સાવંતે ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કરી શેફાલી જરીવાલા અને શહનાજ…
કવિ: Satya Day News
સચીનમાં 15 વષીૅય તરૃણીને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા બાદ ખબર પડી કે તેને છ માસનો ગર્ભ છે.સચીનમાં ઉનપાટીયાખાતે રહેતી 15 વષીૅય શબાના ને આજે સવારે પેટમાં દુઃખાવો થતો હોવાથી પરિવારના સભ્યો સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમા લઇ આવ્યા હતાં. ડોકટરે તેમના વિવિધ પરીક્ષણ કર્યા હતાં. જેના રિપોર્ટ આવ્યા બાદ જાણવા મળ્યુ કે તરૂણીને ૬ માસનો ગર્ભ છે. તે સાંભળીને તેના પરિવારજનો ચોકી ગયા હતા.બાદમાં આ અંગે સિવિલના ડોકટરે સિવિલના પોલીસ ચોકીના પોલીસને જાણ કરી હતી. પોલીસે સચીન જી.આડી.ડી.સી પોલીસ મથકમાં આ અંગે વર્દી લખાવી હતી. પોલીસ સિવિલમાં દાખલ તરૂણી પાસે આવી હતી પણ તેમના પરિવારે પોલીસને ફરીયાદ આપવાની આજે બપોરેના પાડી હતી.અને…
આજે અયોધ્યાનો ઐતિહાસિક ચુકાદો છે જેને લઈને સમગ્ર ગુજરાતમાં સઘન વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. જેથી કોઈ બનાવ ન બને. ગુજરાતના મહાનગરોમાં પણ પોલીસે કિલ્લેબંધી કરી દીધી છે. જેથી કોઈ અણછાજતો બનાવ ન બને. ત્યારે ગુજરાતના વિવિધ વિસ્તારોમાં અયોધ્યા કેસના ચૂકાદાને લઈ કેવી છે સ્થિતિ તેના પર એક નજર કરીએ.. બનાસકાંઠામાં પોલીસનું સંવેદનશિલ વિસ્તારોમાં પેટ્રોલિંગ બનાસકાંઠામાં પણ પોલીસ દ્વારા અયોધ્યા ચુકાદા મામલે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો છે સુપ્રીમ કોર્ટના ચુકાદાને લઇને શાંતિ ન ડહોળાય તે માટે પોલીસ ખાસ ખ્યાલ રાખી રહી છે પાલનપુરના સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ સતત પેટ્રોલિંગ કરી રહી છે.. જ્યારે સમગ્ર જિલ્લામાં પોલીસ પેટ્રોલિંગ કરીને સમગ્ર સ્થિતિ પર…
ટીવી એક્ટર કરણ શાસ્ત્રી પર તેની પત્ની સ્વાતિ મેહરાએ દહેજ દમનનો આરોપ લગાવ્યો છે. સ્વાતિના જણાવ્યા અનુસાર કરણ તેને ખૂબ મારતો હતો. તેણે મુંબઈના ગોરેગાંવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવી છે. કરણે પોતાના પર લાગેલ આરોપનું ખંડન કરતાં જણાવ્યું કે સ્વાતિ તેનું કરિયર ખરાબ કરવા ઈચ્છે છે. સ્વાતિ મોડેલ છે અને તેણે પતિ પર આરોપ લગાવ્યો છે કે કરણ દહેજની માગ કરીને તેને મારતો હતો. સ્વાતિના જણાવ્યા મુજબ હાલમાં જ પતિએ તેને એટલી નિર્દયતાથી પીટી હતી કે તેના કાનના પડદા ફાટી ગયા. આટલું જ નહીં તેણે એવો પણ ખુલાસો કર્યો કે આને કારણે કરણે તેને એકલી મૂકી દીધી. તેમનાં લગ્ન…
મુક્તિનાશ ધામ હિન્દુઓના મહત્વપૂર્ણ મંદિરોમાંથી એક માનવામાં આવે છે. આ મંદિર નેપાળના મસ્તાંગ જિલ્લાના શોરંગ લા પહાડીઓની વચ્ચે આવેલું છે. જે બધા પાપોનો નાશ કરનાર તીર્થ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે અહીં ભગવાન વિષ્ણુને પણ જલંધર દૈત્યની પત્ની વૃંદાના શ્રાપથી મુક્તિ મળી હતી. કથાઓ પ્રમાણે મુક્તિક્ષેત્ર એ જ જગ્યા છે જ્યાં મોક્ષ પ્રાપ્તિ થાય છે. અહીં ભગવાન વિષ્ણુ શાલિગ્રામ શીલામાં નિવાસ કરે છે અને તેની પૂજા કરવામાં આવે છે. આ સ્થાન ગંડકી નદીની પાસે જ છે. હિન્દુ જ નહીં આ મંદિર પર બૌદ્ધ ધર્મના લોકોને પણ આસ્થા છે. 12300 ફીટની ઊંચાઈ પર મંદિર આવેલું છે- અનેક હિન્દુ…
શહેરના ગીતા મંદિર એસટી બસ સ્ટેન્ડ પાસે ગઇકાલે એક રિક્ષા ચાલકે ટ્રાફિક બુથ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. ટ્રાફિક બુથ સળગાવવાનો પ્રયાસ કરનાર રિક્ષા ચાલક સમીર ઉર્ફે ચીનાએ આજે પોલીસના ડરથી ઝેરી દવા પી લીધી હતી. સમીરને એલ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
સુરતની શિક્ષણ વ્યવસ્થાનો અંદાજ એ પર લગાવી શકાય છે કે અહીંયા ગ્રેજ્યુએશનનો વિદ્યાર્થી ઉત્તરવહીમાં શાયરી, ફિલ્મી ગીતો લખવાની સાથે 2000-2000 રૂપિયાની નોટ મૂકી રહ્યા છે. “તુમ મુજે યુ ભુલાના પાઓગે, જબ સુનોગે યે ગીત મેરે સંગ સંગ તુમ ગુનગુનાઓગે”…મોહમ્મદ રફી સાહેબનું આ મશહૂર ગીત સાંભળી તમે એન્જોય કરવા લાગશો. પરંતુ આ ગીતને વિદ્યાર્થી ઉત્તરવહીમાં સવાલના જવાબમાં લખે તો તમને પણ નવાઈ લાગશે. હકીકતમાં તાજેતરમાં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વિદ્યાર્થીએ પોતાની ઉત્તરવહી ચેક થઈ રહી છે. જેમા કેટલાક સવાલોના એવા જવાબ મળી રહ્યા છે જે ઉત્તરવહી ચેક કરનારા શિક્ષકોને પણ હસાવી રહ્યા છે. પરંતુ આવા જવાબ લખનારા વિદ્યાર્થીઓના ભવિષ્ય સામે…
લગ્નની ખરીદી માટે મુંબઈ જવા માટે મજુરાગેટ થી સુરત રેલ્વે સ્ટેશન રિક્ષામાં બેસીને જોઈ લીધી યુવતીનું પર્સ ઝૂંટવીને બુકાનીધારી બાઈક સવારનો પીછો કરવામાં રીક્ષા પલ્ટી થતા સંઘવી પરિવારનાં ૩ સભ્યો અને રીક્ષા ચાલક સહિત ચાર વ્યક્તિઓને નાની-મોટી ઇજા થઇ હતી. નવી સીવીલ હોસ્પિટલ થી મળેલી વિગત મુજબ સગરામપુરામાં રહેતી 22 વર્ષીય પ્રેજ્ઞા સંઘવી ના લગ્ન આગામી 19મી નવેમ્બરના રોજ થવાના છે. જેથી તે તેનો 20 વર્ષીય ભાઈ મનન અને બહેન દ્રષ્ટિ (ઉ.વ. 18) સાથે આજે સવારે કપડા સહિતની ખરીદી કરવા માટે મુંબઈ જવા નીકળ્યા હતા. તેથી ત્રણે ભાઈબહેન મજુરાગેટ થી રિક્ષામાં બેસી સુરત રેલ્વે સ્ટેશન જવા નીકળ્યા હતા ત્યારે મજુરા…
ગાંધી પરિવાર સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવ્યા છે. મોદી સરકારે ગાંધી પરિવારની સુરક્ષા ઘટાડવાની તૈયારી કરી રહી છે. સુત્રો પાસેથછી મળતી વિગતો અનુસાર જણાવવામાં આવી રહ્યું છે કે, ગાંધી પરિવાર પાસેથી SPG સુરક્ષાને હટાવી લેવામાં આવશે. હવે નવી વ્યવસ્થામાં SPGની જગ્યાએ Z+ સુરક્ષા આપવામાં આવશે. મોદી સરકારના આ નિર્ણય પર કોંગ્રેસે સખ્ત પ્રતિક્રિયા આપતા આ નિર્ણયને ષડ્યંત્ર ગણાવ્યું. કોંગ્રેસનું કહેવું છે કે, આ નિર્ણય પાછળ આરએસએસની મંશા કામ કરે છે. જાણકારી મુજબ હવે ગાંધી પરિવારની સુરક્ષામાં Z+ કેટેગરી હશે અને CRPFના કમાંડો સુરક્ષા ડ્યૂટીમાં તૈનાત રહેશે. આ મહત્વપૂર્ણ નિર્ણય ગૃહમંત્રાલયની ઉચ્ચ સ્તરિય બેઠકમાં લેવામાં આવ્યો છે. તેનો અર્થ…
પ્રાચીન કાળની દુર્લભ વસ્તુઓની હરાજીમાં આમતો કરોડોની બોલી લગાવાય છે દુનિયાભરમાં ઘણા એવા શ્રીમંતો તે અબજોપતિઓ છે કે જેમને પ્રાચિનકાળની વસ્તુઓનો સંગ્રહ કરવાનો મોટો શોખ હોય છે. તે માટે તેઓ કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર હોય છે. પ્રાચીન વસ્તુઓની હરાજીતો થતી રહેતી હોય છે. આજે તમને એક એવા કરચલા વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે તેની હરાજીમાં જે કિંમત લગાવવામાં આવી છે તે કિંમતથી સામાન્ય માણસ એક નાનું મકાન ખરીદી શકે છે. આ દુનિયાનો અત્યાર સુધીનો સૌથી મોંઘો કરચલો છે. જેની હરાજી જાપાનનાં પશ્ચિમી ક્ષેત્રનાં ટોટ્ટરીમાં થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે આ દુનિયાનો સૌથી મોંઘો કરચલો બરફાછિદ્દ પ્રદેશ માં જોવા…