નોકરીને લઈ વર્તમાન સમયે દરેક વ્યક્તિ ચિંતીત છે. બેરોજગારીના કારણે લોકોને મન ઈચ્છિત કામ મળતું નથી. તેનું કારણ છે દરેક ક્ષેત્રમાં નોકરી કરતાં લોકોની સંખ્યા મસમોટી હોય છે. કોઈપણ ઓફિસમાં જાઓ લોકોની સંખ્યા વધારે જોવા મળે છે. પરંતુ શું તમે જાણો છો કે દુનિયામાં એક એવું કામ પણ છે જેમાં માત્ર 112 લોકો જ નોકરી કરે છે. જી હાં દુનિયાના 112 લોકો જ આ નોકરી કરી છે અને તેમાં એક ભારતીયનો સમાવેશ પણ થાય છે. વોટર ટેસ્ટિંગ કરો આ નોકરી કઈ છે તેવો પ્રશ્ન થતો હોય તો તેનો જવાબ છે વોટર ટેસ્ટિંગ. અત્યાર સુધીમાં તમે ભોજન, વાઈન, ચા જેવી વસ્તુઓનું…
કવિ: Satya Day News
સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી ખાનગી હોસ્પિટલની બેદરકારી સામે આવી છે. દર્દી પાસે આયુષમાન કાર્ડ હોવા છતા દર્દી પાસે ઓપરેશનના રૂપિયા લેવામાં આવ્યા. આયુષ્માન કાર્ડનો લાભ લઈને દર્દીએ ચરબીની ગાંઠનુ ઓપરેશન કરાવ્યુ હતુ. તેમ છતા હોસ્પિટલ દ્વારા ગરીબ દર્દી પાસે નામા લેવામાં આવ્યા હતા. ત્યારે આ મામલે દર્દીના પરિવારે પોલીસ અને કલેકટરને ફરિયાદ માટેની તજવીજ હાથ ધરી છે.
તમિળ એક્ટર ભરત નિવાસ હવે સલમાન ખાનની ફિલ્મ ‘રાધે’માં જોવા મળશે. ભરતે ટ્વિટર પર પોતાના આ બિગ પ્રોજેક્ટની જાહેરાત કરી હતી. આ પહેલાં ભરત બોલિવૂડ ફિલ્મ ‘જેકપોટ’માં જોવા મળ્યો હતો. ભરતે શું કહ્યું? આશાવાદમાં વિશ્વાસ કરવાથી હંમેશાં સફળતા મળે છે. ‘રાધે’નો ભાગ બનીને ખુશ. ભારતીય સિનેમાના મોસ્ટ વોન્ટેડ ભાઈ સાથે કામ કરવાનું સપનું પૂરું થયું. પ્રભુ માસ્ટરનો ઘણો જ આભાર. ઉલ્લેખનીય છે કે ભરતે 30 જેટલી તમિળ ફિલ્મ્સમાં કામ કર્યું છે. હાલમાં તેની પાસે છથી વધુ પ્રોજેક્ટ્સ છે. તેની તમિળ ફિલ્મ ‘કાલીદાસ’ રિલીઝ થવાની તૈયારીમાં છે. આ ફિલ્મમાં તેણે પોલીસનો રોલ પ્લે કર્યો છે. આ ઉપરાંત વર્ષના અંત સુધીમાં તેની…
મોડેલ બનવા મુંબઇ જતી કિશોરી પર ગેંગરેપ આચરવામાં આવ્યો હોવાનો કેસ સામે આવ્યો છે. ઘરેથી એકલી નીકળેલી કિશોરી પર પહેલા બે કિશોરો બાદ રિક્ષા ચાલકે દુષ્કર્મ આચર્યું હોવાનું સામે આવ્યું છે. જેથી પોલીસે રિક્ષા ચાલકની ધરપકડ કરી અન્ય બે યુવકોની શોધખોળ હાથ ધરી છે. પિતાએ લિંબાયત પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી ગોડાદરા વિસ્તારમાં મૂળ ઝારખંડનો શ્રમજીવી પરિવાર રહે છે. પરિવારમાં પતિ-પત્ની ઉપરાંત ત્રણ સંતાન છે. તેમાં બીજા નંબરની દીકરી 13 વર્ષીય મંદાકિની( નામ બદલ્યું છે) છે. જે બુધવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ પરત ન આવતા પિતાએ લિંબાયત પોલીસમાં અપહરણની ફરિયાદ નોંધાવી હતી. તપાસ પીએસઆઈ એમ.જી.રાઠોડે કરી હતી. રાઠોડે મંદાકીનીના સૌથી…
ઈરાકની 66 વર્ષીય મહિલાને જમ્યા પછી ગાલમાં સોજો આવી જતો હતો. આ મહિલા ડોક્ટર પાસે ગઈ ત્યારે ખબર પડી કે તેની લાળગ્રંથિમાં પથરી છે, અને આ કોઈ 1-2 સ્ટોન નહીં પણ 53 સ્ટોન હતા. ઈરાકની મહિલાને પોતાના દેશમાં સારો રિસ્પોન્સ ન મળતા તે ભારત આવી ગઈ અને અહીં સફળ સર્જરી કરાવી. દુનિયાનો પ્રથમ કેસ દિલ્હીની સર ગંગારામ હોસ્પિટલમાં ડોક્ટરે મહિલાની સર્જરી કરીને 53 સ્ટોન કાઢ્યા છે. ડોક્ટરે દાવો કર્યો હતો કે, લાળગ્રંથિમાં આટલા બધા સ્ટોન એકસાથે મળ્યા હોય તેવો આ દુનિયાનો પ્રથમ કેસ છે. ડો. વરુણ રાયે કહ્યું કે, 3 મીમી પહોળી નળીમાંથી વગર કોઈ નુકસાન કર્યે પથરી કાઢવી તે…
તુલસી એક નેચરલ એર પ્યોરિફાયર છે. આ છોડ 24માંથી લગભગ 12 કલાક ઓક્સિજન છોડે છે. વનસ્પતિશાસ્ત્રના વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે કાર્બન મોનોક્સાઈડ, કાર્બન ડાયોક્સાઈડ અને સલ્ફર ડાયોક્સાઈડ જેવા ઝેરીલા ગેસને પણ શોષી લે છે. તુલસીનો છોડ વાયુ પ્રદૂષણને ઓછું કરે છે. તુલસીનો છોડ ઉચ્છવાસમાં ઓઝોન વાયુ છોડે છે, જેનાથી સૂર્યના નુકસાનકારક કિરણોથી બચાવ થાય છે. તુલસીમાંથી યુજેનોલ નામનો કાર્બનિક યોગિક પેદા થાય છે જે મચ્છર, માખી અને કીડા ભગાવવાનું કામ કરે છે. આ પ્રકારે વાયુ પ્રદૂષણ ઓછો કરવા માટે તુલસીનો છોડ વાવવો ફાયદાકારક હોય છે. તો ધર્મગ્રંથો પ્રમાણે દેવઊઠી એકાદશીએ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. તુલસીના છોડનું મહત્વ પદ્મપુરાણ, બ્રહ્મવૈવર્ત…
રેલવે ટ્રેકને પગપાળા પાર કરનારા લોકોને યમરાજા શીખ આપી રહ્યા છે. રેલવેની ચેતવણી અને કાર્યવાહી હોવા છતાં ઘણા લોકો રેલવે ટ્રેક પર ચાલીને અન્ય પ્લેટફોર્મ પર પહોંચે છે. રેલવે અકસ્માતથી લોકોની બચાવવા માટે પશ્ચિમ રેલવેએ આરપીએફ સાથે મળીને યમરાજાને તૈનાત કર્યો છે. યમરાજાના કપડાંમાં તૈયાર થયેલો વ્યક્તિ ટ્રેક પર ચાલનારા લોકોને તેના ખભા પર ઉઠાવીને લઇ જાય છે. આ યમરાજા લોકોને તેમની જિંદગીની કિંમત સમજાવે છે. બુધવારે શરુ કરાયેલીએ આ પહેલને સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. યમરાજા બનેલા લોકોમાં કેટલાક સીઆરપીએફ જવાનો પણ સામેલ છે. રિપોર્ટ પ્રમાણે, ગયા વર્ષે રોજ આશરે 7 લોકોએ ટ્રેન અકસ્માતમાં જીવ ગુમાવ્યો છે. તેમાં ટ્રેક…
ઈરાનમાં 5.9 તીવ્રતાના ભૂકંપની લીધે પાંચ લોકોના મોત થયા છે અને આશરે 120 વ્યક્તિને ઈજા પહોંચી છે.પ્રેસ ટીવીએ શુક્રવારે સત્તાવાર અહેવાલમાં એવી માહિતી આપી હતી કે ભૂકંપને લીધે ઓછામાં ઓછા ત્રણ વ્યક્તિના મોત થયા છે અને આશરે 120 વ્યક્તિને ઈજા થઈ હતી. યુરોપિયન-મેડિટેરેનિયન સીસમોલોજીકલ સેન્ટર (EMSC) ના અનુમાન પ્રમાણે ઈરાનમાં શુક્રવારે સવારે રિચલ સ્કેલ પર 5.90 તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર ઈરાનના એજરબેજાન પ્રાંતની રાજધાની તબરીજથી પૂર્વમાં આશરે 118 કિમી અંતર પર હતું. ઈરાન ભૌગોલિક રીતે એક એવા ક્ષેત્રમાં આવેલ છે જ્યાં ભૂકંપ સામાન્ય વાત છે. ઈરાનમાં નવેમ્બર,2017 માં 7.2 રિચલ સ્કેલ તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેમાં સેંકડો…
મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાની અંતિમ તારીખથી થોડા કલાકો પહેલા ત્યાં રાજકીય ગતિવીધીઓ ઝડપી બની હતી. શિવસેનાના ધારાસભ્યોએ ગુરુવારે ઠરાવ પસાર કર્યો હતો કે પક્ષના અધ્યક્ષ ઉદ્ધવ ઠાકરે રાજ્યમાં સરકાર બનાવવા અંગે અંતિમ નિર્ણય લેશે. અને આ બેઠક પછી ભાજપ પોતાના ધારાસભ્યોને ખેંચી નહીં જાય તે માટે શિવસેનાએ પોતાના તમામ ધારાસભ્યોને હોટલમાં ખસેડ્યા હતા. ઠાકરેના નિવાસ સ્થાન ‘માતોશ્રી’માં મળેલી બેઠક બાદ સમસ્ત ધારાભ્યોને રંગ શારદા હોટેલમાં ખસેડવામાં આવ્યા હતા. ધારાસભ્યોને ખરીદવાની આશંકાને ધ્યાનમાં રાખતા પક્ષે આ નિર્ણય લીધો હતો, પક્ષના મુખપત્ર ‘સામના’માં પણ કહેવાયું હતું કે તેના ધારાસભ્યોને પક્ષ બદલવા માટે લોભાવવાના પ્રયાસ કરી શકાય છે. શિવસેનાના ધારાસભ્ય સુનિલ પ્રભુએ કહ્યું હતું…
વાહનની માલિકીને લગતા દસ્તાવેજો ફિઝિકલ કે ડિજિટલ સ્વરૂપે સાથે નહીં રાખવાની ‘ગુજરાતમિત્ર’ની ઝુંબેશને લોકોએ આવકારી, નિયમ બદલવાની તરફેણ કરી છે. ચૂંટાયેલા સાંસદો અને ધારાસભ્યોએ પણ આ સૂચનને યોગ્ય ગણી આગળ રજૂઆત કરવાની ખાતરી આપી છે એ આપણી આ લડતમાં હકારાત્મક સંકેત છે. ‘ગુજરાતમિત્ર’ને અનેક સૂચનો, ચર્ચાપત્રો, ફોન કોલ્સ અને સોશિયલ મીડિયા પર કોમેન્ટ્સ મળ્યા છે અને અભિનંદન આપ્યા છે એ સૌનો ફરી આભાર. ફરી યાદ અપાવીએ કે હાલ અન્ય મુદ્દાઓ બાજુએ મૂકીને માત્ર દસ્તાવેજો ફિઝિકલ કે ડિજિટલ કોઇ પણ સ્વરૂપે સાથે રાખવાની ઝંઝટમાંથી મુક્તિ પર ધ્યાન કેન્દ્રિત કરીએ. કેટલાંક ફેસબુક યુઝર્સ અને વાચકોએ એમ પણ સૂચવ્યું છે કે એમ પરિવહન…