ઈન્સ્પેક્ટર ચંદ્રમુખી ચૌટાલાના નામથી ફેમસ થયેલી ટીવી હીરોઈન કવિતા કૌશિકની ફિટનેશનું સૌ કોઈ દિવાનું છે. 38 વર્ષની ઉંમરમા પણ તે કેટલાય લોકોને મોટિવેટ કરે છે. કવિતા સોશિયલ મીડિયામાં ઘણી ફેમસ છે અને એક્ટિવ છે. તે અવાર નવાર તેના નવા નવા કૌવત કરીને તસવીરો શેર કરતી રહે છે. તે ક્યારેક તેના યોગાની તો ક્યારેક બોલ્ડ તસવીરો પણ શેર કરે છે. બિકીનીમાં પણ તે તસવીરો શેર કરતા સોશિયલ મીડિયામાં હંગામો મચી જાય છે. જ્યારે જ્યારે તેણે કઈ નવી તસવીરો અપલોડ કરી છે બધા માટે એક સરપ્રાઈઝનો વિષય બની ગયો છે. આ અભિનેત્રી તેના હોટ યોગા માટે પણ ખુબ ફેમસ છે. તે ખુબ…
કવિ: Satya Day News
દેશની રાજધાની દિલ્હી અને અન્ય શહેરોના લોકો અત્યારે પ્રદૂષણની સમસ્યાથી પીડાઈ રહ્યા છે. પ્રદૂષણને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે અને આંખમાં બળતરા જેવી સમસ્યા પણ પેદા થઈ રહી છે. પ્રદૂષણને કાબૂમાં લેવા સરકાર અનેક નક્કર પગલા પણ લઈ રહી છે. કારમાં ટ્રાવેલ કરનારાઓની સરખામણીએ બાઇક અને સ્કૂટર પર જતા લોકો પ્રદૂષણનો વધુ ભોગ બને છે અને તેમની પાસે પ્રદૂષણથી બચવા માટે એકમાત્ર હેલ્મેટ જ હોય છે. જો કે, હેલ્મેટ પણ પૂરતું અસરકારક નથી. આવી સ્થિતિમાં, લોકોને પ્રદૂષણથી બચાવવા માટે મેવોક્સ હેલ્મેટ્સે એક નવું હેલ્મેટ લોન્ચ કર્યું છે, જે પ્રદૂષણ સામે સુરક્ષા આપી શકે છે. ક્યાંથી ખરીદી શકાશે?…
સપ્તાહના ચોથા દિવસે સેન્સેક્સ 148.28 અંક વધી 40618.06 પર કારોબાર કરી રહ્યો છે. જ્યારે નિફ્ટી 37.55 અંક વધી 12003.60 પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સ પર SBI, એચડીએફસી, આઈટીસી અને એક્સિસ બેન્ક સહિતના શેરોમાં વધારો જોવા મળી રહ્યો છે. એસબીઆઈ 1.51 ટકા વધી 322.35 પર કારોબાર કરી રહ્યો છે. એચડીએફસી 1.39 ટકા વધી 2,251.15 પર કારોબાર કરી રહ્યો છે. ટાટા સ્ટીલ, વેદાંતા, યસ બેન્ક, ટાટા મોટર્સ અને ઓએનજીસી સહિતના શેરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ટાટા સ્ટીલ 1.62 ટકા ઘટી 397.80 પર કારોબાર કરી રહ્યો છે. વેદાંતા 1.20 ટકા ઘટી 156.05 પર કારોબાર કરી રહ્યો છે.
IMD રિપોર્ટ પ્રમાણે ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. વાવાઝોડું બપોર 12 વાગ્યા બાગ અરબી સમુદ્રમાં ડિપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયું છે. પરંતુ હજુ 24 કલાક સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં 5 NDRFની ટીમ તૈનાત કરવામાં આવી છે. અત્યાર સુધી 1500 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગત રાતથી ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. હજુ ભારે વરસાદની આગાહી દીવના કલેક્ટરે જણાવ્યું હતું કે, હાલ ગુજરાત પરથી મહા વાવાઝોડાનું સંકટ ટળી ગયું છે. પરંતુ બપોર બાદ ગીર સોમનાથના દરિયા કિનારે ભારે પવન સાથે વરસાદની શક્યતા છે. હાલ વેરાવળના…
ઓનલાઇન ઠગાઇ કરતી ટોળકીનો અનેક લોકો ભોગ બની રહ્યા છે અને પોલીસ અને બેન્કો દ્વારા ફોન ઉપર કોઇને માહિતી આપવી નહીં તેવી વારંવાર સૂચનાઓ આપવામાં આવતી હોવા છતાં સરેરાશ દરરોજ બે થી ત્રણ વ્યક્તિ આવી ટોળકીનો શિકાર બની રહી છે.આવા જ એક કિસ્સામાં જીએસીએલ કંપનીના એમ.ડી. અને સિનિયર આઇએએસ પાસે ટોળકીએ રૃા.૯૪, ૯૯૯ની રકમ પડાવી લેતાં સાઇબર સેલમાં ફરિયાદ નોંધાઇ છે.અકોટાની ઉર્મિ સોસાયટીમાં રહેતા જીએસીએલના એમ.ડી.પ્રેમકુમાર ગેરાએ ગઇ તા.૨૧-૮-૨૦૧૯ના રોજ સવારે નવેક વાગે બનેલા બનાવ અંગે આપેલી અરજીના સંદર્ભે સાઇબર સેલ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે. ફોન કરનારા પુરૂષને આપી વિગતો પ્રેમકુમાર ગેરાએ કહ્યું છે કે,પેટીએમ વોલેટ ઉપર કેવાયસી કરી…
પાકિસ્તાનમાં ડેંગ્યૂનો પ્રકોપ એ હદે વધી ગયો છે કે, તેનો પણ એક નવો રેકોર્ડ બની ગયો છે. આ વર્ષમાં અત્યરા સુધીમાં મચ્છરથી થતી બીમારી ડેંગ્યૂના લગભગ 44 હજાર કરતાં પણ વધારે કેસ નોંધાઇ ચૂક્યા છે, જેમાં 60 લોકોનાં મૃત્યુ પણ થઈ ગયાં છે. આ પહેલાં વર્ષ 2011માં પાકિસ્તાનમાં 27 હજાર ડેંગ્યૂના કેસ નોંધાયા હતા, પરંતુ તે સમયે મૃતકોની સંખ્યા 370 હતી, જે અત્યાર કરતાં લગભગ 6 ઘણી હતી. નેશનલ ઈન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના રોગ સંભાળ વિભાગના પ્રમુખ ડૉ. રાણા અફદરે પાકિસ્તાની મીડિયા ડૉન ન્યૂઝને જણાવ્યું કે, આ વર્ષે દુનિયાભરમાં ડેંગ્યૂના કેસમાં સૌથી વધારે કેસ પાકિસ્તાનમાં નોંધાયા છે. તેમણે દાવો કર્યો છે…
જેને બહેન કહીને બોલાવતો હતો તેની સાથે જ આડા સંબંધ રાખનાર હમવતની મિત્રને ઠપકો આપતા હમવતનીએ ઠપકો આપનાર મિત્રને પટ્ટા વડે માર મારી અને લૂંટ ચલાવી હતી. ભેસ્તાન વૃદાવન સોસાયટીમાં રહેતા મૂળ હરિયાણાનો ૩૦ વર્ષીય પ્રદિપ કરણસિંહ સુરા ભારત પેટ્રોલીયમમાં મેન્ટેનન્સ વિભાગમાં નોકરી કરે છે. તેણે લગાવેલા આક્ષેપ મુજબ ગત રાત્રે તે તેના અન્ય મિત્રો સાથે સુતો હતો. મધરાત્રે તેના હમવતની મિત્ર વીરેન્દ્રએ ૧૦થી ૧૫ જણા સાથે ઘરમાં ઘૂસી પટ્ટા વડે માર માર્યો હતો. બચાવવા આવેલા બે સાથી મિત્રોને પણ ડરાવી ધમકાવી પ્રદિપનાં ગળામાંથી ચાંદીની ચેઇન, બે કિંમતી મોબાઈલ અને રોકડ અને આધાર કાર્ડ, પાન કાર્ડ જેવા ઓળખ પુરાવા વાળું પર્સ પણ…
જમ્મુ કશ્મીરનો ખાસ દરજ્જો નાબૂદ થયા બાદ ભારતે પ્રગટ કરેલા નવા નકશા સામે પાકિસ્તાનના પગલે હવે નેપાળે પણ વિરોધ વ્યક્ત કર્યો હતો. આમ તો ભારત અને નેપાળ વચ્ચે સીમા વિવાદના મુદ્દે ચર્ચાવિચારણા ચાલતી રહી છે. બુધવારે નેપાળે ભારતના નવા નકશામાં કાળા પાણી વિસ્તારને ભારતીય દર્શાવવા સામે સત્તાવાર વિરોધ વ્યક્ત કર્યો હતો. બુધવારના સત્તાવાર નિવેદનમાં નેપાળે કહ્યું હતું કે કાળા પાણી વિસ્તાર નેપાળનો અભિન્ન હિસ્સો છે એ મુદ્દે નેપાળ મક્કમ છે. નેપાળની આંતરરાષ્ટ્રીય સીમાની સુરક્ષાના મુદ્દે નેપાળ પ્રતિબદ્ધ છે. મિત્ર રાષ્ટ્રો સાથે આ મુદ્દે અમે ચર્ચા વિચારણા કરીશું. આ નિવેદનમાં ભારતનો નામોલ્લેખ નથી પરંતુ કાળા પાણી વિસ્તારની વાત આવે છે એટલે…
વડોદરાના અલકાપુરી વિસ્તારમાં બેન્કમાંથી રૂપિયા ઉપાડી નીકળેલા સિનિયર સિટીઝનને ઠગે વાતોમાં ફસાવી રૂ. 3 લાખ પડાવી લીધા હતા. સાવલીની કંપનીમાં ફરજ બજાવતાં મનોજભાઈ ભાલજા (રહે.વ્રજધામ સોસાયટી, સુસેન તરસાલી રોડ)એ પોલીસને જણાવ્યું હતું કે, ગઈકાલે બપોરે હું કંપનીના કામ માટે અલકાપુરીની સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ બેન્કમાં રૂ.2.92 લાખ અને રૂ.34 હજારના ચેકો વટાવી બેગમાં રોકડ મૂકી બેંકની બહાર નીકળ્યો ત્યારે લાલ ટીશર્ટવાળા એક યુવકે મનોજભાઈ.. તેવી બૂમ પાડીને મને બોલાવ્યો હતો. અજાણ્યા શખ્સે તમારી કંપનીનો રૂપિયા 25 લાખનો ચેક આપવાનો છે.. તેમ કહી મને ચેક આપ્યો હતો. ત્યારબાદ ઠગે કહ્યું હતું કે, આઇવરી ટેરેસમાં આઠમા માળે મારી ઓફિસ આવેલી છે, જો તમે ઓફિસમાં…
રિસર્ચ ફર્મ ગાર્ટનરે દાવો કર્યો છે કે, ઓનલાઈન શોપિંગની લત લોકોમાં તે હદે વધી જશે કે, 2024 સુધીમાં વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એટલે કે WHO તેને એક બિમારી જાહેર કરી દેશે આ સિવાય રિસર્ચમાં દાવો કરાયો છે કે, 2022 સુધી ઓનલાઈન શોપિંગમાં દર વર્ષે 10%નો વધારો થશે. ઓનલાઈન શોપિંગમાં દર વર્ષે વધારો થઈ રહ્યો છે અને માત્ર ભારતમાં જ નહી પરંતુ સમગ્ર વિશ્વમાં આવા ટ્રેન્ડને જોવામાં આવી રહ્યો છે. ઓનલાઈન શોપિંગ કરાવતી ફર્મની સ્ટ્રેટર્જી છે કે લોકોને વધારેમાં વધારે ઈ-શોપિંગ માટે આકર્ષિત કરવામાં આવે. તેના માટે તેઓ ઘણી આકર્ષક ડિસ્કાઉન્ટ આપે છે અને લોકોને જરૂર કરતા વધારે ખરીદી કરાવવા ઉકસાવે છે.…