સમાજવાદી પક્ષના બે ટોચના નેતા મુલાયમ સિંઘ યાદવ અને અખિલેશ યાદવની ખૂબ નિકટના મનાતા એ પી મિશ્રાની આજે મંગળવારે સવારે પોલીસે ધરપકડ કરી હતી. ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશન કૌભા્ંડમાં થયેલી આ ત્રીજી ધરપકડ છે. એ પી મિશ્રા ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનમાં મેનેજિંગ ડાયરેક્ટર રહી ચૂક્યા છે. સમાજવાદી પક્ષમાં એ પી મિશ્રા ‘ધનકુબેર’ તરીકે જાણીતા છે. મુલાયમ સિંઘ યાદવ અને તેમના પુત્ર અખિલેશ સાથે એ પી મિશ્રાને ઘનિષ્ઠ સંબંધો છે. આ કૌભાંડમાં ઉત્તર પ્રદેશ પાવર કોર્પોરેશનના કર્મચારીઓના પ્રોવિડન્ટ ફંડના આશરે 2500 કરોડ રૂપિયા ગેરકાયદે રીતે એક પ્રાઇવેટ સંસ્થા ડીએચએફએલમાં રોકવામાં આવ્યા છે. અગાઉ આ કૌભાંડમાં સંડોવાયેલા મનાતા સીપીએફ અને જીપીએફ ટ્રસ્ટના…
કવિ: Satya Day News
બોલીવુડ ફિલ્મોમાં પોતાના દમદાર અભિનય માટે જાણીતી એક્ટ્રેસ તબ્બુ આજે પોતાનો 48મો બર્થ ડે સેલિબ્રેટ કરી રહી છે. તબ્બુ આજના સમયે પણ એટલી જ હસીન લાગે છે, જેટલી કરિયરની શરૂઆતમાં લાગતી હતી અને આજે પણ તેની એક્ટિંગ એટલી જ દમદાર છે. લોકો તબ્બુને ખૂબ જ પસંદ કરે છે પરંતુ અમે તમને જણાવી દઇએ કે પોતાના સમયમાં દર્શકોના દિલો પર રાજ કરનારી આ ખૂબસુરત એક્ટ્રેસ આજે પણ સિંગલ છે. તબ્બુએ હિન્દી ફિલ્મોમાં પોતાના કરિયરની શરૂઆત ‘વિજયપથ’થી કરી હતી અને તેનું ફિલ્મી કરિયર 2 દશક સુધી ચાલ્યુ. તબ્બુ મકબૂલ, ફિતૂર, અસ્તિત્વ, ચાંદની બાર અને હૈદર જેવી ફિલ્મોમાં ગંભીર ભુમિકાઓ નીભાવવા માટે જાણીતી…
રાજધાનીમાં સોમવારથી ઓડ-ઈવન યોજના લાગુ થઈ ગઈ છે, જેમાં સીએનજી વાહનોને પણ છૂટ આપવામાં નથી આવી. આ દરમિયાન ભાજપના નેતા વિજય ગોયલ ઓડ-ઈવન સ્કીમનો વિરોધ કર્યો અને ઓડ નંબરની ગાડી લઈને રસ્તા પર નીકળ્યા. સાથે જ નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ તેઓએ 4000 રૂપિયાનો દંડ પણ ભર્યો. આ ઉપરાંત તેઓએ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર અનેક આરોપો લગાવ્યાં છે. વિજય ગોયલ ઓડ-ઈવન નિયમનો વિરોધ કરતાં કહ્યું કે મને ઘણું દુઃખ છે, કેજરીવાલ સરકારે 5 વર્ષમાં એક પણ કામ નથી કર્યા. વિજય ગોયલ ચેલેન્જ આપતાં કહ્યું કે તેઓ પાંચ વર્ષમાં તેમના સારા કામ જો હોય તો રજૂ કરે. તેઓએ માત્ર મોટા મોટા હોર્ડિગ્સ…
એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવા આવેલા એક યુવકને તેની પત્ની અને સાળીએ રંગે હાથે પકડ્યો હતો. પતિને બીજી છોકરી સાથે જોઈને પત્ની ગુસ્સે થઈ ગઈ. તેણે તેની બહેન સાથે મળીને તેના પતિની ગર્લફ્રેન્ડને રસ્તા વચ્ચે જ ઝાટકી નાખી. ઢોર માર માર્યો હતો. આ મામલો રવિવારે બપોરે ખજરણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા વેલોસિટી સિનેમાની બહારનો છે. નંદાનગર વિસ્તારમાં રહેતો એક પરિણીત યુવક તેની પ્રેમિકા સાથે ‘સાઢ કી આંખ’ ફિલ્મ જોવા ગયો હતો. જ્યારે પત્નીને તેના પતિની ગર્લફ્રેન્ડ સાથે ફિલ્મ જોવાની ખબર પડી ત્યારે તે તેની બહેન સાથે વેલોસિટી સિનેમાઘરની બહાર પહોંચી ગઈ. ફિલ્મ…
દિવાળી પહેલાની મ્યુનિ.ની સામાન્ય સભામાં વરાછા-મગોબ વિસ્તારમાં 24 કલાક પાણી પુરવઠાની દરખાસ્ત પર કોંગ્રેસે આક્રમક વિરોધ કર્યો હતો. 24 કલાક પાણીના નામે લોકોને મસ મોટા બિલ ફટકારી દેવામાં આવશે તેવી ભીતી કોંગ્રેસે વ્યક્ત કરી હતી. જોકે, પાલિકાએ કોંગ્રેસની આ ભીતીને સાચી પાડી અમરોલીના એક ગાળા ટાઈપ મકાનમાં એક મહિનાનું પાણીનું બિલ 14482 રૂપિયા ફટકારી દીધું છે. નોકરીના પગાર જેટલું બિલ પાણીનું ફટકારી દેતાં મકાન માલિક બહાવરા બની બની ન્યાય માટે વલખા મારી રહ્યાં છે. પાલિકાના કતારગામ ઝોનના કોસાડરોડ પર ક્રિષ્નાનગર સોસાયટી આવી છે. આ સોસાયટીમાં ઘર નંબર 106માં છેલ્લા ઘણા વખતથી પાણીનું બિલ 88 રૂપિયા આવી રહ્યું છે. છેલ્લા ચારેક…
દિલ્હી બાદ યુપીમાં પણ વકીલ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પેદા થયુ છે. યુપીના કાનપુરમાં વકીલોએ SSP ઓફિસ પર પથ્થરમારો કર્યો અને તેમણે પોલીસની ગાડીના કાચ તોડી નાખ્યા. જેનાથી ઘટનાસ્થળે પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે. વકીલો અને પોલીસ વચ્ચે પરિસ્થિતિ બગડતા મહિલા કૉન્સ્ટેબલોએ મોર્ચો સંભાળ્યો. વકીલોએ ટ્રાફિક પોલીસને પણ માર માર્યો રવિવારે નોબસ્તાના કેશવ નગર સ્થિત એક રેસ્ટોરન્ટમાં બાર અને લૉયર્સ એસોસિએશનના પદાધિકારી સાથે મારામારી અને દિલ્હીમાં પોલીસ કર્મચારીઓએ વકીલો સાથે કરેલી મારામારીના વિરોધમાં સોમવારે SSP ઑફિસને ઘેરી લીધી હતી. આ દરમિયાન વકીલોએ SSP ઑફિસ પર પથ્થરમારો પણ કર્યો. વકીલોએ ટ્રાફિક પોલીસને પણ માર માર્યો. VIP રોડને જામ કરીને પોલીસની ગાડીના…
મોટર વ્હીકલ એક્ટમાં નવા સુધારાના અમલને શનિવારે પહેલા દિવસે ટ્રાફિક પોલીસે નિયમભંગ કરનાર 432 વાહન ચાલકો પાસેથી રૂા 2.06 લાખની વસૂલાત કરી હતી. નિયમ ભંગ કરનાર 3 પોલીસ કર્મીને બમણો દંડ ફટકાર્યો હતો. લાઇસન્સ વગર સુપર કોપ બાઇક ચાલવતા પોલીસ કર્મીને રૂા. 4 હજાર અને કાગળ સાથે નહીં રાખતા રૂા. 2 હજાર મળી કુલ રૂા. 6 હજારનો દંડ વસૂલ કરાયો હતો. આજે 10થી વધારે પોઇન્ટ પર ચેકિંગ શનિવારે ટ્રાફિક પોલીસની 11 ટીમોના 82 પોલીસ કર્મીઓએ જુદા જુદા પોઇન્ટ પર ટ્રાફિક નિયમનો ભંગ કરતાં વાહન ચાલકો સામે ડ્રાઇવ કરી હતી. હેલમેટ વગર , ડ્રાઇવિંગ લાઇસન્સ, ત્રણ સવારી, સીટ બેલ્ટ, સિગ્નલ ભંગ,…
આમળાનું સેવન કરવાથી સ્વાસ્થ્યને ઘણા ફાયદા થાય છે. આમળા પેટની તકલીફ દૂર કરે છે સાથે તે મગજમાં ઠંડક પહોંચાડે છે. તાજા અને સૂકાયેલા બંને આમળા ગુણકારી હોય છે. આમળાના કેટલાક ઉપાયો: આમળાના કેટલાક ચીરિયા લઈને પાણીમાં તેને ક્રશ કરીને ચેહરા પર લગાવો. તેનાથી ચેહરા પરનાં કાળા-ડાઘ દૂર કરવામાં ફાયદો થાય છે. આમળાનું ચૂર્ણ રાતે સૂતા પહેલાં લિવાથી કબજિયાતમાં રાહત રહે છે. ગેસ અને એસિડિટી માં આમળાનું સેવન કરવાથી ફાયદો રહે છે. આમળાને બેસન સાથે ક્રશ કરીને સ્ક્રબની જેમ તેનો ઉપયોગ કરવાથી ત્વચા મુલાયમ બને છે. બ્લડપ્રેશર અને હ્રદયરોગમાં પણ આમળાનું સેવન ફાયદારકારક સાબિત થાય છે. આમળામાં વિટામિન-સી હોવાથી તે અનેક…
વડાપ્રધાન મોદી થાઈલેન્ડ પ્રવાસના ત્રીજા દિવસે સોમવારે રીજનલ કોમ્પ્રિહેન્સિવ ઈકોનોમિક પાર્ટનરશિપ (આરસીપીઈ) સમિટમાં સામેલ થશે. આ પહેલા વડાપ્રધાને જાપાનના વડાપ્રધાન શિંજો આબે સાથે મુલાકાત કરી હતી. આ દરમિયાન સભ્ય દેશોના નેતા સમિટમાં બેઠકની સ્થિતિ વિશે સમીક્ષા કરશે. આરસીઈપીનો મુખ્ય ઉદ્દેશ સભ્ય દેશો વચ્ચે ફ્રી ટ્રેડને પ્રોત્સાહન આપવાનું છે. આ પહેલાં મોદી જાપાનના વડાપ્રધાન શિંજો આબે અને ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન સ્કોટ મોરિસન સાથે પણ દ્વીપક્ષીય બેઠક કરશે. આરસીઈપીમાં આસિયાનના 10 જેવાકે બ્રુનેઈ, કંબોડિયા, ઈન્ડોનેશિયા, મેલેશિયા, મ્યાનમાર, સિંગાપોર, થાઈલેન્ડ, ફિલિપાઈન્સ, લાઓસ અને વિયતનામ અને તેમના છ એફટીએ ભાગીદાર ચીન, જાપાન, ભારત, દક્ષિણ કોરિયા, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ સામેલ છે. આરસીઈપીમાં હજી ઘણાં મુદ્દે અસ્પષ્ટ…
કાપોદ્રા બુટ ભવાની મંદિર નજીક બીઆરટીએસ રૃટ પર રખડતા ઢોર પકડવા જનાર સુરત મ્યુનિ.ની ઢોર પાર્ટી પર ત્રણ રબારીએ હુમલો કરી ઢોર છોડાવીને ભાગી જતાં કાપોદ્રા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાય છે. સુરત મ્યુન.ના માર્કેટ ખાતામાં ફરજ બજાવતો કલાર્ક અમિત નાથુ પટેલ (રહે. કોબાગામ, ઓલપાડ) રવિવારે 11-00 વાગ્યાના અરસામાં ઢોર પાર્ટીના વિષ્ણુકુમાર રાજેન્દ્ર પટેલ, શૈલેન્દ્રસિંહ ભગવાન વાળા, દેવેન્દ્ર પટેલ, આકાશ ગઢવી સહિતના સ્ટાફ સાથે કાપોદ્રા બુટ ભવાની મંદિર સ્થિત બીઆરટીએસ રોડ પર રખડતા ઢોર (ગાય) પકડવા માટે ગયા હતા. રસ્તા પર રખડતી ત્રણ ગાય પકડીને દોરડા વડે બાંધી હતી. ત્યાર બાદ ગાયને પાંજરાપોળમાં લઇ જવા માટે ટ્રેકટર મંગાવી તેની તેની રાહ જોઇ રહ્યા હતા. ત્યારે સ્થાનિક વિસ્તારના…