તમે ભલે સિગારેટનું સેવન કરવાથી જોજનો દૂર રહેતા હોવ તેમ છતાં દરરોજ સરેરાશ 2 સિગારેટ પીવા જેટલો ધુમાડો પોતાના શ્વાસમાં ઠાલવી રહ્યા છો.આમ, અમદાવાદીઓના શ્વાસમાં 60 સિગારેટ જેટલો ધુમાડો જાય છે. પ્રદૂષણનું આ વધતું જતું સ્તર ખતરાની ઘંટડી સમાન છે. દિલ્હીમાં અત્યંત ચિંતાજનક રીતે વધેલા પ્રદૂષણના સ્તરમાંથી પદાર્થપાઠ લઇને આવી સ્થિતિનું ગુજરાતમાં નિર્માણ થાય નહીં તેના માટે કડક પગલા લેવાનો સમય આવી ગયો છે. શહેરમાં વસતી પ્રત્યેક વ્યક્તિ હવાના પ્રદૂષણથી કેટલો ધુમાડો પોતાના ફેફસામાં ઠાલવે છે તેના અંગેની એક મોબાઇલ એપ બ્રાઝિલના ડિઝાઇનર-પેરિસના એપ ડેવલપર દ્વારા તૈયાર કરવામાં આવી છે. જેના અનુસાર અમદાવાદમાં પીએમ 25 એક્યુઆઇનું સ્તર 123, પીએમ 10…
કવિ: Satya Day News
આણંદ જિલ્લાના ઐતિહાસિક બંદરનો વિકાસ છેલ્લા ઘણાં સમયથી ખોરંભે પડયો હોવાની ફરિયાદો ઉઠી છે. વામણી નેતાગીરીના કારણે ખંભાત બંદરનો વિકાસ રૂંધાયો હોવાનો સુર જાગૃતોએ વ્યક્ત કર્યો છે. સાંસદ તેમજ સ્થાનિક ધારાસભ્યોની નબળી નેતાગીરીના કારણે ઉચ્ચકક્ષાએથી આ મામલે કોઈ જ કાર્યવાહી ન થતી હોવાની ચર્ચાઓ નવાબીનગરી સહિત આણંદ જિલ્લાના નાગરિકોમાં ટોક ઓફ ધ ટાઉન બની છે. વધુમાં મળતી વિગતો મુજબ વર્ષો પહેલા ખંભાત બંદરે ૬૪ દેશના વાવટા ફરકતા વહાણો લાંગરતા હતા. રાજા અકબરે પણ ખંભાતની મુલાકાત લીધી હતી. તે વખતે ખંભાતની જાહોજલાલી કંઈક ઓર જ હતી. જો કે સમય વીતતા યોગ્ય વિકાસના અભાવે ખંભાત બંદરનો ઉપયોગ ઘટવા લાગ્યો હતો. સાથે સાથે…
સામાન્ય રીતે એવું માનવામાં આવે છે કે બર્ગર જેવા ફાસ્ટ ફૂડ ખોરાક ઝડપથી બગડતા નથી. આવું જ કંઈક યુરોપિયન દેશ આઇસલેન્ડમાં જોવા મળ્યું છે. અહીં 10 વર્ષથી રાખવામાં આવેલું એક બર્ગર અને ફ્રેન્ચ ફ્રાઈસ હજી સલામત અને ખાવા યોગ્ય છે. ખાસ વાત એ છે કે લોકો તેને જોવા માટે આખી દુનિયામાંથી આવે છે અને આટલા વર્ષોથી કેમ તે બગડ્યું નથી તે જોઈને તેઓ આશ્ચર્યચકિત થાય છે. 10 વર્ષ પહેલાં, 2009 માં, આઇસલેન્ડમાં આર્થિક મંદી આવી હતી, જેના કારણે મેકડોનાલ્ડ્સે તેના ત્રણ સ્ટોર્સ બંધ કર્યા હતા. આમાંથી એક સ્ટોર રાજધાની રેક્યાવિકમાં પણ હતો. જોર્ટર મેરાસન નામના વ્યક્તિએ 31 ઓક્ટોબર, 2009નાં રોજ…
આજે શાહરૂખ ખાન ૫૪મો જન્મદિવસ મનાવી રહ્યો છે. ત્યારે તેના ચાહકો તેની નવી ફિલ્મની ઘોષણાની રાહ જોઇ રહ્યા હતા. તેવામાં એવી ચર્ચા છે કે, આમિર ખાનની આગામી ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢામાં શાહરૂખ ખાનની એન્ટ્રી થઇ ચુકી છે. આ ફિલ્મમાં તેનું ખાસ પાત્ર હશે. આમિર પોતાની ફિલ્મ લાલસિંહ ચડ્ડામાં શાહરૂખ ખાન માટે એક વિશેષ રોલ લખવામાં આવ્યો છે. કિંગ ખાનનો આ કેમીયો નહીં પરંતુ ફિલ્મમાં મહત્વનો રોલ હશે. શાહરૂખના પાત્ર વગર આ ફિલ્મ અધુરી હશે. એક વધુ રસપ્રદ વાત એ છે કે, સલમાન ખાનને પણ આ ફિલ્મમાં લેવાની વાત ચાલી રહી છે. આમિરની ઇચ્છા છે કે, તેની લાલ સિંહ ચડ્ડામાં ત્રણેય…
ઓલપાડથી સાયણ જતા રોડ પર અટોદરા ગામની સીમમાં આવેલા પેટ્રોલ પંપ ઉપર પલ્સર બાઇક પર આવેલા 3 બુકાનીધારી શખ્સોએ ઓફિસમાં ઘુસી સિક્યુરિટી ગાર્ડ તથા ઉંઘતા કર્મચારીના લમણે પિસ્તોલ મૂકી રોકડા રૃ. 40,500 મુકેલું પાકીટ લૂંટી લઇ ઓફિસના દરવાજે લોક કરી ભાગી ગયા હતા. રાત્રે જ જિલ્લાની પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. ઓલપાડથી સાયણ જતા રોડ પર ખટોદરા ગામની સીમમાં મુકેશ ભારતીનો શ્રી સાંઈ સમર્થ પેટ્રોલિયમ નામનો એચપીનો પેટ્રોલ પંપ આવેલો છે. પેટ્રોલ પંપ ઉપર સિક્યુરિટી ગાર્ડ તરીકે નિતેશ રમેશભાઈ વાઘેલા નોકરી કરે છે. નિતેશ સાથે રાત્રીના સમયે ફરજ પર ગુલાબભાઈ મગનભાઈ ગણાવા હોય છે. પેટ્રોલ પંપના મેનેજર તરીકે વિનોદ ટેલર…
નુક્સાનમાં ચાલી રહેલી દેશની સૌથી મોટી સરકારી ટેલિકોમ કંપની ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) હવે 70થી 80 હજાર કર્મચારીઓને વોલન્ટરી રિટાયરમેન્ટ આપવાની તૈયારી કરી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સમાં જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની મંજૂરી મળતાની સાથે જ આ કર્મચારીઓને આકર્ષક પેકેજ આપીને રીટાયર કરી દેવામાં આવશે. BSNLએ 80,000 કર્મચારીઓને VRS એટલે કે સ્વૈચ્છિક રિટાયરમેન્ટ સ્કીમનો વિકલ્પ પસંદ કરવાની આશા છે. જેથી કંપનીને લગભગ 7,500 કરોડ રૂપિયાની બચત થશે. કર્મચારીઓના ઓક્ટોબર મહિનાનો પગાર બાકી રાજ્યના સ્વામિત્વવાળી કંપની સોમવારથી કર્મચારીઓના VRS માટે અરજીની પ્રક્રિયાનો વિકલ્પ શરૂ કરવા જઈ રહી છે. જણાવી દઈએ કે, કંપની પોતાના કર્મચારીઓને ઓક્ટોબર મહિનાની પણ પગાર આપી શકી નથી.…
પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધનામાં સોનલ રોડ પર ગોવિંદ નગરમાં રહેતા 65 વર્ષીય રાઘવભાઈ રૂડાભાઈ હેલૈયા ગઈકાલે સાંજે ઘરમાં પંખા સાથે દુપટ્ટો બાંધી ગળે ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. પોલીસ સૂત્રોએ કહ્યું હતું કે રાઘવ ભાઈની પત્ની દસ માસ પહેલા અવસાન થયું હતું, ત્યારથી તે પત્નીના વિરહમાં રહેતા હોવાથી માનસિક તાણ અનુભવતા હતા. તેથી તેમણે આ પગલું ભર્યું હતુ જ્યારે રાઘવભાઈ નિવૃત જિંદગી ગાળતા હતા. આ બનાવ અંગે ઉધના પોલીસે તપાસ આદરી છે.
અરબી સમુદ્રના મધ્યમાં સર્જાયેલા મહા વાવાઝોડાને કારણે સુરતનું તંત્ર સજ્જ થઈ ગયું છે. સુરતમાં સુવાલી દરિયો હરવા-ફરવા માટે જાણીતું સ્થળ છે. ત્યારે અહીં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે મરીન પોલીસે બંદોબસ્ત ગોઠવી દીધો છે. ભરતી સમયે સુવાલીના દરિયામાં કરંટ સાથે ઉંચા મોજા ઉછળ્યા હતા. સાવચેતી અને સલામતીના ભાગરૂપે સહેલાણીઓની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. જો કે ઓટ સમયે સહેલાણીઓ માટે આ માર્ગ ખુલ્લો કરી દેવામાં આવે છે. હાલ દિવાળી વેકેશન ચાલી રહ્યું છે તેથી સહેલાણીઓની ભીડ વધુ છે અને તેથી લોકોની સુરક્ષા અને સલામતીને લઈ સુરક્ષા બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
દારૂ ના શોખીન અધિકારી એ સાથી મહિલા અધિકારી ને પેગ મારવાનું આમંત્રણ આપતા મામલો બહાર આવ્યો ! ટ્રાફિક નિયમો માટે આખી ફોજ રોડ ઉપર ઉતરી છે અને સચિવાલય માં દારૂ પકડાય આતો કેવો વિરોધાભાસ ગુજરાત માં દારૂબંધી નો કાયદો હોવાછતાં બધેજ દેશી અને ઈંગ્લીશ દારૂ જોઈએ તેટલો મળી રહે છે અને છેક ઉપર સુધી સેટિંગ હોવાને કારણે દારૂબંધી નો ફાયદો બધા ઉઠાવી અબજોપતિ બની ગયા હોવાની વાતો અવાર નવાર મીડિયા માં ચમકી ચુકી છે , દમણ , રાજસ્થાન થી મોટાપાયે દારૂ આવે છે અને ડબલ કિંમતે વેચાય છે જે હકીકત છે ત્યારે આ કાયદા નો અમલ થતો નથી અને ટ્રાફિક…
દેને કો ટુકડા ભલા લેને કો હરી કા નામ સૂત્રને આત્મસાત કરનાર વિશ્વ પ્રસિદ્ધ પૂજ્ય જલારામબાપાની ૨૨૦મી જન્મ જયંતિની ઉજવણી માટે દેશ વિદેશમાંથી ભાવિકો વીરપુરધામ ખાતે આવી પહોંચ્યા છે અને ગામલોકો તેમજ જગ્યા દ્વારા પણ સમગ્ર ગામને ધજા પતાકાથી તેમજ રોશનીથી શણગારવામાં આવ્યું છે. ગાગર જેવડા વીરપુરમાં સાગર જેવડા સંત શ્રી જલારામબાપાનો જન્મ અભીજીત નક્ષત્રમાં સવંત ૧૮૫૬ કારતક સુદ સાતમના દિવસે થયો હતો. ધજ્યા ટૂકડો ત્યાં હરિ ઢુકડોધ સૂત્રને જીવનમંત્ર બનાવી સાર્થક કરનાર સંત શિરોમણિ પુ.જલારામબાપાની આજે ૨૨૦મી જન્મ જયંતિ નિમિતે તેઓની જન્મભૂમિ અને કર્મભૂમી વીરપુરધામમાં દેશ-વિદેશથી ભાવિકોનો પ્રવાહ ઉમટી પડયો છે. જેમાં ખાસ કરીને ગુજરાતના સુરત, વલસાડ, વાપી, ચીખલી,…