રૂસ્તમપુરામાં અકબર શહીદના ટેકરા પર રહેતા 35 વર્ષીય ફરીદાબી સૈયદ મુસા આજે સવારે ઘરમાં પાણીની મોટર બંધ કરવા કરતા હતા ત્યારે તેમને ઇલેક્ટ્રિક કરંટનો જટકો લાગતા જમીન પર ઢળી પડ્યા હતા. જેથી તેમને તાકીદે સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જ્યાં ફરજ પરના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. નોંધનીય છે કે ફરીદાબી ને સંતાનમાં એક પુત્ર અને પુત્રી છે તેમના પતિ કર્યા કામ કરે છે આ અંગે સલાબતપુરા પોલીસે તપાસ હાથ ધરી છે.
કવિ: Satya Day News
વિવિંગ ઉદ્યોગમાંથી પણ મોટી સંખ્યામાં કારીગર વર્ગ વતન અને ફરવા નીકળી ગયો હોવાથી, દિવાળી પછી વણાટના એકમો સમયસર શરૂ થાય એમ નથી અને તેને કારણે ગ્રેના ઉત્પાદનમાં ૪૦ ટકાથી વધુનો ઘટાડો આવવાની ભીતિ છે. કારીગર નહીં હોવાથી ગ્રેના ઉત્પાદનમાં દૈનિક એક કરોડ મીટરની કમી ઊભી થશે. ગ્રેનો જે ભરાવો હતો તે દિવાળી પહેલાં વેપારી વર્ગ તરફથી થયેલી ખરીદીને કારણે પૂરો થઈ ગયો છે.વિવર્સ પાસે અત્યારે ગ્રેનો સ્ટોક રહ્યો નથી. વળી દિવાળી પછી લગ્નસરાની સિઝન શરૂ થઈ રહી હોવાથી, વેપારીઓને ફિનીશ્ડનો માલ બનાવવા માટે ગ્રેની જરૂર પડવાની જ છે.પરંતુ કારીગર પૂરતા પ્રમાણમાં ન હોવાથી ગ્રેના ઉત્પાદનમાં ઘટાડાની અસર કાપડ બજાર ઉપર…
દક્ષિણ ગુજરાતની વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં કેટલીક દવાઓ મળતી નથી તો કેટલીક દવાઓની અછત વર્તાઈ રહી છે તેવા સમયે જ પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર એટલે જેનરીક મેડીકલ સ્ટોર સરકારના નિયમ મુજબ ચાલતું નથી અને અનિયમિત ચાલુ રાખતો હોવાથી દર્દીઓ હાલાકી વેઠી રહ્યા છે. સરકાર સારી સુવિધા આપતી હોવાના વાયદાઓ વચ્ચે છેલ્લા ઘણા સમયથી સુરત સિવિલ હોસ્પિટલ પ્રધાનમંત્રી જન ઔષધીય સ્ટોર એટલે જેનેરિક મેડિકલ સ્ટોર સંચાલકો સરકારના નિયમ મુજબ ચલાવવામાં રસ નથી. અગાઉ પણ આ જેનરીક મેડીકલ સ્ટોરના સંચાલકોએ કેટલીક જાહેર રજાઓમા અમુક દિવસ બંધ રાખે તો અમુક દિવસ કેટલાક રવિવારે અડધો દિવસ ચાલુ રાખવામાં આવતો. અમુક વખત આખો દિવસ…
વડાપ્રધાન મોદી થાઈલેન્ડની રાજધાની બેંકોકમાં પહોંચ્યા છે. અમેરીકામાં ‘હાઉડી મોદી’ની જેમ બેંકોકમાં ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ‘સ્વાસ્દી મોદી’ કાર્યક્રમમાં ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી બેંકોકના નિમિબુત્ર સ્ટેડિયમમાં પહોંચ્યા. જ્યાં તેમણે ભારતીય મૂળના લોકોને સંબોધિત કર્યાં. અહીં તેમણે કહ્યું, ભારત-થાઈલેન્ડના સંબંધો માત્ર સરકારો વચ્ચે નથી, ઈતિહાસની દરેક પળે, ઈતિહાસની દરેક ઘટનાએ, આપણાં સંબંધોને વિકસીત કર્યાં છે, વિસ્તૃત કર્યાં છે અને નવી ઊંચાઈઓ સુધી પહોંચાડ્યા છે. આ સંબંધો દિલના છે, આત્માના છે, આસ્થાના છે, આધ્યાત્મના છે. તેમણે કહ્યું કે, મને તે વાતની પણ ખુશી છે કે, વિશ્વમાં જ્યાં પણ ભારતીયો છે, તેઓ ભારતના સંપર્કમાં રહે છે. ભારતમાં શું થયું છે,…
પાંચ કરોડના ફ્રોડના આરોપમાં ફસાયેલ કોરિયોગ્રાફર રેમો ડિસૂઝાને કોર્ટથી રાહત મળી નથી. બોમ્બે હાઇકોર્ટે અગ્રીમ જામીન અરજી ખારિજ કરીને કહ્યું કે આ કેસ ઉત્તર પ્રદેશની કોર્ટમાં છે અને જ્યાં સુધી આ મુંબઈ પોલીસ સુધી નથી પહોંચી જતો ત્યાં સુધી આના પર કોઈ કાર્યવાહી થઇ શકે નહીં. આ સિવાય રેમો પર કોર્ટમાં હાજર ન રહેવાનો આરોપ પણ છે. ગાઝિયાબાદના બિઝનેસમેન સત્યેન્દ્ર ત્યાગીએ રેમો પર 5 કરોડ રૂપિયા પરત ન કરવાનો આરોપ લગાવ્યો છે. આ કેસમાં ગાઝિયાબાદ કોર્ટે રેમો વિરુદ્ધ 23 ઓક્ટોબરના નોન બેલેબલ વોરન્ટ ઇસ્યુ કર્યું હતું. બુધવારે જસ્ટિસ કેકે તાતેડની બેન્ચ દ્વારા રેમોની અગ્રીમ જામીન અરજી પણ સુનવણી કરવામાં આવી…
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદે શુક્રવારે સ્પષ્ટ કહ્યું છે કે, નવેમ્બરમાં કાશ્મીર મુદ્દે કોઈ ચર્ચા નહીં થાય. યુકેના પ્રતિનિધિ અને સિક્યોરિટી કાઉન્સિલના હાલના અધ્યક્ષ કેરન પિયર્સે કહ્યું છે કે, હાલ દુનિયામાં અન્ય પણ ઘણી મુશ્કેલીઓ ચાલી રહી છે. જ્યાં સુધી કાશ્મીરનો સવાલ છે તો આ મહિને યુએનમાં આ વિશે કોઈ ચર્ચા કરવામાં આવશે નહીં. હકીકતમાં યુએનના ટોપ 15 દેશોમાં નવેમ્બર માટે બ્રિટનના અધ્યક્ષને જવાબદારી સોંપવામાં આવી છે. આ દરમિયાન પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી છે. ત્યાં પ્રેસિડન્ટ પિયર્સને સીરિયાના પત્રકારે સવાલ કર્યો હતો કે કાઉન્સિલની અધ્યક્ષતાની જવાબદારી બ્રિટનને મળી છે. તો તેમના તરફથી કાશ્મીર વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવાનો પ્રસ્તાવ મળ્યો…
અમદાવાદમાં ટ્રાફિક પોલીસ રસ્તા પર બેઘર અને ભીખ માગીને ગુજરાન ચલાવતા બાળકોને મફત શિક્ષણ આપે છે. આ વાત થોડાં સમય પહેલાં મીડિયાના ધ્યાનમાં આવી હતી. રાજસ્થાનમાં પણ એક પોલીસ ચુરુ જિલ્લાનો હીરો બની ગયો છે. ધરમવીર જખર મહિલા પોલીસ સ્ટેશનની નજીક ભીખ માગતા બાળકો માટે ‘અપની પાઠશાલા’ ચલાવે છે. સ્કૂલ પાછળનો ઉદ્દેશ ધરમવીરે આ સારા કામની શરૂઆત 1 જાન્યુઆરી, 2016થી કરી હતી. તેની આ સ્કૂલ બનાવવા પાછળનો એક જ ઉદ્દેશ છે કે, તેઓ બેઘર બાળકોના હાથમાં ભીખનો કટોરો નહીં ઓન પેન્સિલ પકડેલી જોવે. ધરમવીરે અનાથ બાલકોએન ભણાવવાનું નક્કી કર્યું ધરમવીરે કહ્યું કે, હું જ્યાં ફરજ બજાવું છું તે પોલીસ સ્ટેશનમાં…
ભારતીય ડાક વિભાગે શુક્રવારે અગરવુડ અને ઓરેન્જની સુગંધ આવે તેવી ડાક ટિકિટ જાહેર કરી છે. આ ટિકિટની કિંમત 25 રૂપિયા છે. અગરવુડની સુગંધ તીવ્ર મીઠી હોય છે. હાલ આ વૃક્ષ ભારત ઉપરાંત બાંગ્લાદેશ, ભૂટાન અને વિયેતનામ જેવા દેશોમાં થાય છે. અગરવુડ અને ઓરેન્જનું સુગંધ ટિકિટના કાગળમાં ઉમેરવામાં આવી છે. દેશની દરેક મુખ્ય પોસ્ટ ઓફિસ પર આ ડાક ટિકિટ મળશે. આની પહેલાં ડિપાર્ટમેન્ટે ચંદન, ગુલાબ, કોફી અને જૂહીની સુગંધવાળી ટિકિટ લોન્ચ કરી હતી. કોફીની સુગંધવળી ટપાલ ટિકિટની કિંમત 100 રૂપિયા વર્ષ 1973માં ભૂટાને પ્રથમવાર સુગંધીવળી ટપાલ ટિકિટ બહાર પાડી હતી. ભારતીય ડાક સેવાના વરિષ્ઠ અધિકારી કૃષ્ણકુમાર ઉદ્દવે જણાવ્યું કે, હવે ટપાલ…
સરથાણા સ્થિત તક્ષશીલા આર્કેડમાં 24 મેનાં રોજ થયેલી આગ દૂર્ઘટનાને છ મહિના જેટલો સમય વિતી ગયો છતાં આજે પણ આગ હોનારતમાં જીવતા હોમાયેલા 22 બાળકોનાં પરિવારજનો ન્યાય માટે ઝંખી રહ્યા છે. તક્ષશીલા આગ દૂર્ઘટનામાં મૃત્યુ પામેલા તમામ બાળકો પોતાની કળાને કેનવાસ પર કંડારનાર અદભૂત ચિત્રકારો હતાં. પરંતુ, ભ્રષ્ટ તંત્રનાં પાપે 22 ભૂલકાઓનાં અરમાન-સપના અધૂરા રહી ગયાં હતાં. આવી જ એક કલાકાર ગ્રિષ્મા ગજેરા દૂર્ઘટનાની અગાઉ એક ચિત્ર બનાવતી હતી. પરંતુ, તે અધૂરૂ રહી ગયું હતું. ગ્રીષ્માએ તેના માતાનાં સપનામાં આવી અધૂરી ચિત્ર તેના મિત્ર જયન ગોસ્વામીને પૂર્ણ કરવા જણાવ્યું હતું અને જયને પાંચ દિવસની મહેનત બાદ ચિત્ર પૂર્ણ કરી ચિત્રરૂપી…
સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા સ્ટેચ્યૂ ઑફ યુનિટી માત્ર વિશ્વની સૌથી ઊંચી જ નહીં પણ સૌથી ઝડપથી બનેલી પ્રતિમા પણ છે. સ્ટેચ્યુનું નિર્માણ કરનાર એલએન્ડટી કંપનીના સીઇઓ અને એમડી એસએન સુબ્રમણ્યમે વિશેષ મુલાકાતમાં સ્ટેચ્યુના નિર્માણમાં આવેલા પડકારો વિશે વાત કરી હતી. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાના નિર્માણનો વિચાર કેવી રીતે આવ્યો? સુબ્રમણ્યમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વપ્ન હતું કે મહાન સ્વતંત્રતા સેનાની અને દેશના પ્રથમ નાયબ વડાપ્રધાન સરદાર પટેલનું અદ્વિતીય સ્મારક બનાવવામાં આવે. સરદાર પટેલને આધુનિક ભારતના ઘડવૈયા પણ માનવામાં આવે છે, જેમણે સ્વતંત્રતા બાદ અખંડ ભારતનું નિર્માણ કર્યું. કેવડિયા ખાતે સાધુ બેટ પર 182 મીટર (597 ફૂટ) ઊંચી સરદાર પટેલની પ્રતિમા એ વડાપ્રધાન…