માલીના પૂર્વોત્તરમાં સ્થિત મનેકા વિસ્તારમાં શુક્રવારે આતંકવાદીઓએ સેનાના ઠેકાણાઓ પર હુમલો કર્યો હતો. જેમાં 53 સૈનિકોના મોત થયા છે. સેનાએ ફેસબુક મારફતે આ જાણકારી આપી છે. હાલ કોઇપણ આતંકવાદી સંગઠને આ હુમલાની જવાબદારી સ્વીકારી નથી. ગવર્નરે આ ઘટના અંગે સંવેદના વ્યક્ત કરી છે. માલીના સંચાર મંત્રી યાયા સાંગરે ટ્વીટ કર્યું હતું કે, સેનાના ઠેકાણાઓ પર થયેલા આતંકવાદી હુમલા બાદ ઘટનાસ્થળ પર 54 મૃતદેહ મળી આવ્યા છે. જેમાં એક નાગરિક પણ સામેલ છે. બુર્કિના ફાસો અને મનેકામાં અલ-કાયદા અને દાએશ આતંકવાદી સંગઠનના અનેક સમર્થકો છે. વર્ષોથી માલી આતંકવાદી ગતિવિધિઓને કારણે સાંપ્રદાયિક તણાવનો સામનો કરી રહ્યું છે. ગયા મહિને બુર્કિના ફાસોની સરહદ…
કવિ: Satya Day News
લંડનથી સિડીનીનું અંતર લગભગ 17 હજાર કિમી છે. સામાન્ય રીતે વિમાન દ્વારા સિડની પહોંચવા માટે લગભગ 22થી 25 ક્લાક લાગે છે. પરંતુ 2030 સુધી આ અંતર માત્ર ચાર ક્લાકમાં કાપી શકાશે. જેના માટે બ્રિટન હાઇપરસોનિક વિમાનની શરૂઆત કરવામાં લાગ્યું છે. આ મામલે બ્રિટિશ સ્પેસ એજન્સી ઓસ્ટ્રેલિયાની એજન્સી સાથે કામ કરી રહી છે. હાઇપરસોનિક વિમાનનું એન્જિન સિનર્જેટિક એર-બ્રેથિંગ રોકેટ એન્જિન (એસએબીઆરઇ) પર આધારિત છે. એસએબીઆરઇ એન્જિનની ગતિ મૈક 5 (અવાજની ગતિથી પાંચ ગણી) વધારે હોય છે, જ્યારે વાયુમંડળમાં આની ગતિ મૈક 25 સુધી પહોંચી શકે છે. બ્રિટિશ સ્પેસ એજન્સીના પ્રમુખ ગ્રાહમ ટર્નાકે જણાવ્યું હતું કે, એસએબીઆરઇ રોકેટ એન્જિનને કારણે અમે ચાર ક્લાકમાં…
ભારતીય પસંદગીકારો કોહલીની પત્ની અનુષ્કા શર્માને ચા નો કપ પિરસતા હતા, તેવી કોમેન્ટ કરીને વિવાદનો વંટોળ સર્જનારા ભૂતપૂર્વ ક્રિકેટર ફારૃખ એન્જિનયરે ખુલાસો કરતાં કહ્યું છે કે, મેં મજાકમાં કરેલી વાતનું વતેસર થઈ ગયું. મારો ઈરાદો અનુષ્કા શર્માને બદનામ કરવાનો નહતો. નોંધપાત્ર છે કે, પસંદગીકારોની ટીકા કરવા માટે એન્જિનિયરે કરેલી કોમેન્ટથી આઘાતગ્રસ્ત અનુષ્કાએ સોશિયલ મીડિયામાં પોતાની નારાજગી ઠાલવી હતી. એન્જિનિયરે પોતાની કોમેન્ટ અંગે ખુલાસો કરતાં કહ્યું કે, મેં મજાકમાં કરેલી વાતનું વતેસર થઈ ગયું અને બિચારી અનુષ્કા નાહકની વિવાદમાં ઘસડાઈ ગઈ. તે ઘણી સારી છોકરી છે. કોહલી સારો કેપ્ટન છે અને શાસ્ત્રી પણ ઘણો સારો કોચ છે. આખી બાબત બિનજરુરી રીતે…
સુરતથી એક હૃદય સ્પર્શી ઘટના સામે આવી છે. માત્ર 9 વર્ષના બાળકે 5 વ્યક્તિઓને નવજીવન આપ્યું છે. પોતાના જીવનની સમસ્યાઓથી ઝઝૂમી રહેલા આ 5 વ્યક્તિઓને નવજીવન આપીને બાળકના માતા-પિતાએ સમાજ સામે એક અનોખી મિશાલ ઉભી કરી છે. પ્રાપ્ત માહિતી મુજબ સુરતના બિલિમોરામાં રહેતા 9 વર્ષીય બાળકે તેના અંગોનું દાન કરીને 5 વ્યક્તિઓને નવું જીવન આપ્યું છે. 9 વર્ષનો સમીર મિસ્ત્રી એક વાર રમતા રમતા પડી ગયો હતો. જેના કારણે તેને માથામાં ગંભીર ઇજા થઈ હતી. માથામાં ગંભીર ઇજા થતા તેને સારવાર અર્થે હોસ્પિયલ ખસેડાયો હતો. પરંતુ ડોક્ટરે તેનું બ્રેન ડેડ થયું હોવાની માહિતી આપી. માસૂમ સમીરના મોત બાદ તેના માતા-પિતા…
શેરબજારમાં દિવસના અંતે સુસ્તીનો માહોલ જોવા મળ્યો છે. જેમાં સેન્સેક્સ +35.98 અંક એટલે કે 0.090% ટકા વધીને 40,165.03 પર બંધ રહ્યો છે. તેમજ બીજી બાજુ, એનએસઈના 50 શેરનો પ્રમુખ ઈન્ડેક્સ નિફ્ટી +21.20 પોઈન્ટના વધારા સાથે 11,898.65 પર બંધ રહી છે. શુક્રવારે અમેરિકાના ડોલર સામે રૂપિયામાં ઘટાડો જોવો મળ્યો હતો. ઓપનિંગ ટ્રેડિંગમાં અમેરિકન ડોલર સામે રૂપિયામાં 6 પૈસાનો ઘટાડો થયો હતો. શરૂઆતના વેપારમાં રૂપિયો અમેરિકન ડોલર દીઠ 70.98 ના ભાવ પર ખૂલ્યો હતો. પાછલા સત્રમાં ડોલરની સામે રૂપિયો 70.92 પ્રતિ ડોલરના સ્તર પર બંધ થયો હતો.
આપણે ત્યાં ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છમાં દિવાળીના દિવસોમાં ધનતેરસ, કાળીચૌદસ, દિવાળી, બેસતું વર્ષ અને ભાઇબીજ એ પાંચ તહેવારના તમામ દિવસોનું પોતાનું આગવું મહતવ છે. ધનતેરસમાં ધન શબ્દ માત્ર રૂપિયા પૈસા કે રોકડ કરન્સીના સીમિત અર્થમાં નથી. આપણે ત્યાં વિદ્યાધન, ગોધન, પશુધન, એમ વિવિધ પ્રકારની સંપત્તિ મનાય છે. આમ છતાં આજના યુગમાં આર્થિક સમૃદ્ધિને જે રીતે વિશેષ પ્રાધાન્ય મળેલું છે તે જોતા દરેક માનવી નાણાકીય સધ્ધરતા મેળવવા મથતો રહે છે તે સહજ છે. ભારતીય પંચાંગમાં ત્રીજ અને તેરસ તિથિ શુભ તથા પ્રભાવશાળી મનાય છે. વૈશાખ સુદ ત્રીજે આવતી અખાત્રીજ (અક્ષય તૃતીયા) અને આસો વદ તેરસે આવતી ધનતેરસના દિવસનો ઉપયોગ કરીને માનવી પોતાના પુરુષાર્થને પ્રારબ્ધમાં…
પ્રિયંકા ચોપરા અને નિકના લગ્નને હજુ એક જ વર્ષ થયું છે. લગ્ન પછી પ્રિયંકા અને નિક લગાતાર કામ કરી રહ્યા છે અને એક બીજાને સમય આપી નથી રહ્યા. એવામાં સવાલ થાય કે બંન્ને કંઈ રીતે બધું મેનેજ કરતાં હશે. તો આ વાતનો ખુલાસો હાલમાં જ પ્રિયંકાએ એક ઈન્ટરવ્યૂમાં કર્યો છે. તે અત્યારથી જ તેના લગ્નને બચાવવા માટે કેટલાક નિયમોનું પાલન કરી રહી છે. પ્રિયંકાની સાથે સાથે તેનો પતિ નિક પણ કેટલાક નિયમોનું પાલન કરી રહ્યો છે. પ્રિયંકાએ વ્યસ્ત શેડ્યુલ અને લગ્નને લઈને કહ્યું કે, આ મુશ્કેલ કામ છે, પરંતુ હું ખુબ ખુશ છું કે મારા લગ્ન એક એવા વ્યક્તિ સાથે…
રાષ્ટ્રપતિ ભવનમાં સ્વાગત સમારંભ દરમ્યાન જર્મનીના ચાન્સેલર એન્જલા મર્કેલ રાષ્ટ્રગીત દરમ્યાન બેસી રહ્યા. સ્વાસ્થ્ય કારણોસર તેમણે આ ખાસ છૂટ આપી છે. આની પહેલાં પણ દેશ-વિદેશમાં આયોજીત કેટલાંય ઔપચારિક સમારંભમાં મર્કેલને પહેલાં પણ બેઠેલા દેખાય છે. ખાસ જોગવાઇની અંતર્ગત જર્મનીના ચાન્સેલરને આ છૂટ અપાઇ. PM મોદી સાથે હાથ મિલાવ્યો, પ્રતિનિધિ મંડળ સાથે મુલાકાત કરી ઔપચારિક સ્વાગત સમારંભમાં નિયમ અનુાસર રાષ્ટ્રાધ્યક્ષ ઉભા થઇને રાષ્ટ્રગીતના પ્રત્યે સમ્માન વ્યકત કરે છે. મર્કેલને ખાસ છૂટ અપાઇ છે આથી તેમના માટે ખુરશીની સગવડતા કરાઇ હતી. રાષ્ટ્રગીત સમાપ્ત થયા બાદ બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જર્મનીના ચાન્સેલરનું હાથ મિલાવી અભિવાદન કર્યું અને તેમણે ત્યાં હાજર કેટલીય બીજી…
ગુજરાતભરમાં આજથી એટલે કે લાભ પાંચમના શુભ મહૂર્તે ટેકાના ભાવથી મગફળીની ખરીદી શરૂ થઈ છે. રાજ્યભરમાં 145 જેટલા કેન્દ્ર ઉપર ટેકાના ભાવથી મળફળીની ખરીદી થશે. આ માટે રાજ્યભરના ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે. જેતપુરની વાત કરીએ તો ખરીદી કેન્દ્ર ઉપર 7500 જેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું. આજે તંત્ર દ્વારા મુરતમાં 20 જેટલા ખેડૂતોને બોલાવીને ખરીદીની શરૂઆત કરી. પ્રાપ્ત માહિતી મુજબ સરકાર મગફળીનો ગ્રેડ નક્કી કરીને એક ખેડૂત પાસેથી 2500 કિલો મગફળી ખરીદશે. પરંતુ કેટલાક કેન્દ્ર પર ખેડૂતોની પાંકી હાજરી જોવા મળી છે. માવઠાના કારણે ખેતરમાં ખેડૂતોની મગફળીને ભારે નુકસાન થતા ખૂબજ ઓછી સંખ્યામાં મગફળી વેચવા આવ્યા હતા. હજુ પણ ખેતરમાં પલળેલી મગફળી…
આઇફોન (iPhone) બનાવનારી કંપીન એપલના સીઇઓ ટિમ કુકનો આજે જન્મ દિવસ છે. ટિમ કુકનો જન્મ 1 નવેમ્બર 1960એ Alabama થયો હતો. તેમનો જન્મ એક ખૂબ સામાન્ય પરિવારમાં થયો હતો. ટિમ કુક, એક સમયે છાપુ વેંચીને ઘર ચલાવતા હતા. સાથે જ તે તેમની માતાની સાથે ફાર્મસીમાં કામ કરતા હતા. પરંતુ કંઇક કરવાની ઇચ્છા તેમને એક નવા મુકામ પર પહોંચાડી દીધા છે. તમને જણાવી દઇએ કે તે ઓગસ્ટ 2011થી ટિમ કુક એપલના સીઇઓ પદ પર છે. એપલના સીઇઓ ટિમ કુકને 2018માં 84 કરોડ રૂપિયાનું બોનસ મળ્યું. કુકે 2017માં 65 કરોડ રૂપિયાનું બોનસ મળ્યું હતું. અભ્યાસ કરતા કરતા કરી પાર્ટ ટાઇમ નોકરી –…