કયાર વાવાઝોડું હજી તો નબળું પડી રહ્યું છે અને ઓમાનના સલાલાહ બંદર નજીક પહોંચ્યું છે ત્યાં બીજી તરફ બીજું ભયંકર ‘મહા’ વાવાઝોડું સક્રિય થયું છે. લક્ષદ્વીપ પાસે ‘મહા’ વાવાઝોડું તૈયાર થયું છે. અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા ‘મહા’ વાવાઝોડું સક્રીય બન્યું છે. પ્રાપ્ત માહિતી મુજબ ‘મહા’ વાવાઝોડું સક્રીય થતા 2થી 3 નવમ્બરે રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઉપરાંત 4 નવેમ્બર સુધી ગુજરાતમાં ‘મહા’ વાવાઝોડાની અસર રહેશે એવી પણ શક્યતાઓ દાખવામાં આવી છે. આ વાવાઝોડું તિરુવનંતપુરમથી ૪૫૦ કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. ઉપરાંત ગુજરાતની વાત કરીએ તો સૌરાષ્ટ્ર, કચ્છ, દક્ષિણ ગુજરાતમાં…
કવિ: Satya Day News
સેમસંગ ઇલેક્ટ્રોનિક્સ કંપનીએ કહ્યું કે તેણે ગેલેક્સી એસ 10 અને નોટ 10 સ્માર્ટફોન પર અલ્ટ્રાસાઉન્ડ આધારિત ફિંગરપ્રિન્ટ સ્કેનરમાં ભૂલને સુધારવા માટે એક સોફટવેર પેચ બહાર પાડ્યો છે. કેટલાક વપરાશકર્તાઓને ખબર પડી કે તેમના મોબાઇલમાં મુકેલ ફિંગરપ્રિન્ટ લોક સિલિકોન આધારીત સ્ક્રીનથી કોઈની પણ ફિંગરપ્રિન્ટ અનલોક કરી શકે છે, જેના કારણે હાલમાં લોન્સ કરેલા સ્માર્ટફોન્સ પર સુરક્ષાના પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જેના લીધે સેમસંગે કંપની મહત્વના નિર્ણય લેવા પડ્યા છે. યોનિહપ ન્યૂઝ એજન્સીએ બુધવારે ગ્રાહકોને આપેલી સૂચનામાં સેમસંગને ટેગ કરીને જણાવ્યું હતું કે “ફિંગરપ્રિન્ટ લોકના થયેલ ગ્રાહકનો થતી અસુવિધાઓ માટે અમે દિલગીર છીએ.” “અમે (ગેલેક્સી એસ 10 અને નોટ 10 સિરીઝ…
જો તમે લોન લીધી હશે તો લોનધારકો માટે એક ખુશી ના સમાચાર આવી રહ્યા છે વિગતો મુજબ પહેલી નવેંબરથી બેંકોના કામકાજના નિયમોમાં કેટલાક ફેરફાર થવા જઈ રહ્યા છે. SBI પોતાના વ્યાજના દરોમાં ફેરફાર કરવાની છે. SBIમાં એક લાખ રૂપિયા સુધીના વ્યાજના દરોમાં પા ટકો ઘટાડવામાં આવશે જેથી વ્યાજનો દર સવા ત્રણ ટકાનો થઇ જશે. એક લાખ રૂપિયાથી વધુ ડિપોઝિટ હોય તેનો વ્યાજનો દર રેપો રેટ સાથે જોડાશે. હાલ રેપો રેટ ત્રણ ટકાનો છે. મહારાષ્ટ્રમાં તમામ બેંકોનો કામકાજનો સમય એક સરખો રહેશે. મોટા ભાગની બેંકો હવે સવારે નવ વાગ્યે ખુલશે અને ચાર વાગ્યે બંધ થશે. અત્યાર અગાઉ બેંકો સવારે દસ વાગ્યે…
વિશ્વના સૌથી કદાવર નેતાઓમાંના એક સાઉદી ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન અને અમેરિકન અભિનેત્રી લિન્ડસે લોહાનના અફેરની વાતોએ હવે ભારે જોર પકડ્યું છે. હાલમાં જ એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બંનેની નિકટતા ખુબ જ વધી રહી છે. અહેવાલ મુજબ સાઉદી ક્રાઉન પ્રિન્સ તેના પર્સનલ જેટમાં અભિનેત્રીને મળવા જાય છે અને ગિફ્ટ આપી રહ્યા છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે સાઉદી ક્રાઉન પ્રિન્સે લિન્ડસેને ભેટમાં એક ક્રેડિટ કાર્ડ પણ આપ્યું હતું. જોકે અભિનેત્રીનાં અધિકારીઓએ આ અહેવાલોને નકારી દીધા છે. તેણે કહ્યું છે કે એ બંન્ને એક જ વાર મળ્યા છે. એક વર્ષ પહેલા ફાર્મ્યુલા વન ગ્રાન્ડ…
ગુજરાતમાં હાલમાં જ ક્યાર નામના વાવાઝોડાનો ખતરો ટળ્યો છે. ત્યારે ફરી એક વાવાઝોડું અરબી સમુદ્રમાં સક્રિય થયું છે. ઓમાને આ વાવાઝોડાનું નામ ‘મહા’ વાવાઝોડું નામ આપ્યું છે. ક્યાર વાવાઝોડાને કારણે ગુજરાતના વાતાવરણમાં પલટો આવ્યો હતો. અને બેસતા વર્ષ અને દિવાળી બગાડી હતી. તો તેને કારણે ખેડૂતોનાં પાકને પણ ખાસ્સું નુકસાન પહોંચ્યું હતું. ત્યારે હવે આ નવા વાવાઝોડાને કારણે પણ ગુજરાતમાં વરસાદ આવવાની શક્યતા છે. લક્ષ્યદ્રીપ પાસે મહા વાવાઝોડું તૈયાર થયું છે. આ વાવાઝોડું તિરુવનનંતપુરમથી 450 કિમી દૂર છે. આ વાવાઝોડું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધી રહ્યું છે. જેના કારણે રાજ્યનાં પૂર્વ દક્ષિણનાં ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની પણ સંભાવના છે.…
મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પરિણામોમાં બહુમત મળવા છતાં છેલ્લા 7 દિવસથી બીજેપી-શિવસેનામાં સરકાર બનાવવાને લઈ સતત તકરાર ચાલી રહી છે. જોકે હવે આ તકરાર સમાપ્ત થાય એવા સંકેત મળી રહ્યા છે. બુધવારે બીજેપી અને શિવસેના બંને પાર્ટીઓએ નરમ વલણ અપનાવવાના સંકેત આપ્યા. મીડિયા રિપોર્ટ મુજબ હવે બીજેપી ડેપ્યુટી સીમના પદ સહિત શિવસેનાના 13થી 15 ધારાસભ્યોને મંત્રી બનાવવાની રજૂઆત કરી છે. તેથી હવે 50-50 ફોર્મ્યુલા પર સીએમ બનાવવાના પ્રસ્તાવ પર મક્કમ શિવસેનાના વલણ નરમ થયા છે. એમ મુદ્દા સાથે સંકળાયેલ સૂત્રોએ જણાવ્યું છે. આ દરમિયાન મહારાષ્ટ્રમાં સરકાર બનાવવાના સવાલ પર શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે કહ્યું કે,‘અમે જલ્દી આનો ઉકેલ કાઢવાની કોશિશ કરીશું.’…
પ્રભુ શ્રી રામના અનેકો મંદિર દેશ અને દુનિયામાં સ્થિત છે અને દરેક મંદિર પોતાની એક આગવી વિશેષતા ધરાવે છે. તમામ મંદિરોમાં એક બાબત જે અનોખી જોવા મળે છે તે છે ભક્તોની પ્રભુ રામ પ્રત્યેની અપાર આસ્થા અને શ્રદ્ધા..કહેવાય છે કે શ્રદ્ધા હોય ત્યાં પુરાવાની જરુર નથી પડતી અને આ જ વાક્ય સાર્થક થઇ રહ્યુ છે મહેસાણાના કલોલ તાલુકાના જમનાપુર ગામમાં સ્થિત આ શ્રી રામ મંદિર કે જ્યાં તે જ અપાર શ્રદ્ધા અને આસ્થાના સથવારે ભક્તોની ભારે ભીડ નિત્ય જોવા મળે છે.. અહીં મંદિરને દુરથી જોતા જ અહી સુંદર અને આકર્ષક રંગોથી સજાવેલુ મંદિર ભક્તોને દ્રશ્યમાન થાય છે..અને મંદિરના 10 પગથિયા…
લોકપ્રિય રિયાલિટી શો કૌન બનેગા કરોડપતિની સિઝન 11માં અમિતાભ બચ્ચન વારંવાર તેના ફેન્સને પોતાના જીવનનાં રસપ્રદ રહસ્યો કહેતા રહે છે. કેબીસીમાં કેટલાક સ્પર્ધકો પણ તેમના જીવનના અનુભવો શેર કરે છે. પોતે જીવેલી મુશ્કેલ પરિસ્થિતિને યાદ કર્યા પછી તેઓ ભાવનાત્મક થઈ જતા હોય છે. આવી જ એક સ્પર્ધક પાયલ પૂર્વેશ શાહ મુંબઇથી કેબીસીમાં હોટસીટ પર પહોંચી હતી. https://www.instagram.com/sonytvofficial/?utm_source=ig_embed પાયલ ખૂબ સારી રીતે રમી રહી હતી. તેની ચારેય લાઈફ લાઈન પૂરી થઈ ગઈ. બાદમાં તેમણે કોઈપણ લાઈફલાઈન વિના તેમની રીતે પ્રશ્નોના જવાબો આપ્યા. આ સાથે તેણે 12 લાખ 50 હજાર રૂપિયા જીત્યા. પાયલે પોતાના વિશે ઘણી વાતો કરી. બાદમાં પાયલે તેના ભાઈ…
નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો(એનસીઆરબી) એ વર્ષ 2015-17ના આંકડા જાહેર કરી દીધા છે. આ રિપોર્ટમાં આવેલ આંકડાઓ પ્રમાણે 2015-17ની વચ્ચે સમગ્ર દેશમાં 11,592 સાઇબર ક્રાઇમ થયા છે. જેમાં વર્ષ 2015માં દેશમાં 11,331, 2016માં 12,187 અને 2017માં 21,593 સાઇબર ક્રાઇમના ગુના નોંધાયા છે. નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરોએ આંકડાઓને રાજ્ય પ્રમાણે જાહેર કર્યા છે. જેમાં 2015માં સૌથી વધારે સાઇબર ક્રાઇમ ઉત્તર પ્રદેશમાં થયા છે. તેની સંખ્યા 2,208 છે. હવે વાત મોબાઇલ ચોરી અને લેપટોપ ચોરીની કરી તો એટલું સમજી લો કે દેશભરમાં 117.9 કરોડ રૂપિયાના મોબાઇલ ચોરી થયા છે. એનસીઆરબીની રિપોર્ટ પ્રમાણે વર્ષ 2017માં મોબાઇલ ચોરીની 1,04,626 ઘટનાઓ નોંધાઇ છે. ચોરી થયેલા ફોનની…
આઝાદી પછી, 560 કરતાં વધારે રજવાડાઓ ભારતમાં ભળી દેવામાં સરદાર પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ રહી હતી. આજે સરદાર પટેલની જયંતી છે અને તેમની જન્મજયંતિને મોદી સરકારે પહેલા કાર્યકાળમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવાનો નિર્ણય કર્યો હતો. પીએમ મોદી સતત કહેતા આવ્યા છે કે જો સરદાર પટેલ દેશના પહેલા વડાપ્રધાન બન્યા હોત તો કાશ્મીર સમસ્યા ક્યારે ઉભી ન થઈ હોત. ત્યારે હવે મોદી સરકારે તેમના બીજા કાર્યકાળમાં જમ્મુ-કાશ્મીરને મળેલા વિશેષ દરજ્જાને સમાપ્ત કર્યો છે તો આને સરદારનું સપનું પૂર્ણ થયું હોવાનું કહેવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 હટાવ્યા બાદ મોટા કેટલાક ફેરફાર થયા છે. લદ્દાખ કેન્દ્રશાસિત પ્રદેશ બન્યો છે.…