પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝનને 150 કિમીથી વધુની અંતરના સ્ટેશનો વચ્ચે હવેથી માસિક સીઝન ટીકીટ (એમએસટી) આપવાનો નિર્ણય કર્યો છે, પરિણામે ભરૂચ-વાપી અને આણંદ-દાહોદ વચ્ચે પ્રવાસીઓ આનો લાભ મેળવી શકશે. વાપીથી સુરત, અંકલેશ્વરથી છેક ભરૂચ સુધી નોકરિયાત પ્રવાસીઓની અવરજવર સૌથી વધુ છે. વાપીથી અંકલેશ્વર સુધીના ઔદ્યોગિક પટ્ટામાં સંખ્યાબંધ એકમો અને ટેક્સટાઇલ, કેમિકલના યુનિટોમાં મોટી સંખ્યામાં કારીગર અને કર્મચારીઓ કામ કરતાં હોવાથી તેઓને એમએસટીનો લાભ આનાથી મળી શકશે. 150 કિલોમીટરથી વધુની દૂરના સ્ટેશનો વચ્ચે માસિક સિઝન ટિકિટ હવેથી બનાવી શકાશે.
કવિ: Satya Day News
વરાછા રોડ ખાતે તિરૂપતિ સોસાયટીમાં રહેતા ફરિયાદી નેહા પ્રકાશચંદ્ર શુક્લા ધ ન્યૂ ઇન્ડિયા એશ્યોરન્સ કંપનીના રૂપિયા એક લાખની zm9નો વીમો ધરાવતા હતા. જે પોલિસી અમલમાં હોવા દરમિયાન ફરિયાદી તારીખ 30-12-17ના રોજ બાથરૂમમાં પડી જતા ડાબા પગના ઘુંટણમાં દુખાવો થતો હતો. જેથી ફરિયાદીએ નવીન ઓર્થોપેડિક ટ્રોમા સેન્ટરમાં ઘુંટણની સર્જરી કરાવી હતી. જેની સારવાર તથા તબીબી ખર્ચ પેટે રૂપિયા એક લાખથી વધુ રકમનો ખર્ચ થયો હતો. જેથી ફરિયાદી નેહાબેને વીમા કંપની પાસેથી તબીબી સારવારનો ખર્ચ અંગે ક્લેઈમ કર્યો હતો, પરંતુ વીમા કંપનીએ ફરિયાદી મહિલાએ અગાઉની બીમારી તથા ડાબા પગના ઘૂંટણની સર્જરી અંગેની હકીકત છુપાવી હોય પોલીસી શરતના ભંગ બદલ વીમાસરનો ક્લેમ નકારી…
સુરતમાં ડેન્ગ્યુના રોગ સામે સુરત મ્યુનિની સામાન્ય સભામાં મચ્છરની અગરબત્તી સાથે વિરોધ વ્યક્ત કર્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી સુરતમાં ડેન્ગ્યુના રોગે ભરડો લીધો હતો. જેમાં અન્ય લોકો સાથે ડેપ્યુટી મેયર પણ ડેન્ગ્યુની ઝપેટમાં આવી ગયા હતા. રોગચાળા બાદ મળેલી સામાન્ય સભામાં વિપક્ષ કોંગ્રેસ શાસકોની આંખ ખુલે તે માટે મચ્છર ભગાવવાની અગરબત્તી લઈ આવ્યા હતા. અગરબત્તી સાથે વિરોધ કરવા માટે કેટલાક કોંગ્રેસીઓએ અગરબત્તી સળગાવી હતી. જેને મેયરે અટકાવ્યા હતા. સળગેલી અગરબત્તીના કારણે સામાન્ય સભામાં કોઈ આગ લાગે નહીં તે માટે ફાયર વિભાગના જવાનો આગ બુઝાવવાના સાધન લઈ આવ્યા હતા. વિપક્ષે શાસકોને મચ્છર અગરબત્તી લાવી રોગચાળાનો વિરોધ કર્યો હતો.
કેન્દ્રિય ગૃહ મંત્રી તથા ગાંધીનગર સંસદસભ્ય અમિત શાહના હસ્તે ૨૫મી ઓક્ટોબરે ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર ગાંધીનગર મહાનગરપાલિકા તથા ગાંધીનગર શહેરી વિકાસ સત્તામંડળ દ્વારા આયોજિત રૂ. ૪૧૫ કરોડના વિવિધ વિકાસ પ્રકલ્પોના મેગા લોકાર્પણ- ખાતમુહૂર્ત તથા સહાય વિતરણ કાર્યક્રમ ગાંધીનગર અને કલોલ ખાતે યોજાનાર છે. ગાંધીનગર શહેર ખાતે યોજાનાર કાર્યક્રમમાં કેરોસીન ફ્રી ગાંધીનગરના લાભાર્થીઓને કીટ વિતરણ, વિધવા સહાય- વૃદ્ધ સહાયના લાભાર્થીઓને મંજૂરી પત્રો, આયુષ્યમાન ભારત કાર્યક્રમના લાભાર્થીઓને કાર્ડ વિતરણ, કુડાસણ ખાતે શેલ્ટર હોમનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ રોડ નંબર -૬ અને ૭ તથા ગ-રોડ સ્માર્ટ રોડ કામગીરીનું ખાતમુહૂર્ત, ગાંધીનગર સ્માર્ટ સિટી યોજના હેઠળ ઘ-૪ જંકશન અને ગ-૪ જંકશન ખાતે અન્ડરપાસના…
અશફાક જેણે રોહિત સોલંકીના નામથી નકલી ફેસબુક આઇડી બનાવ્યું હતું તેણે કમલેશ તિવારીને કહ્યું હતું કે તેઓ બીજા ધર્મની છોકરી સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ પરિવારવાળા લગ્ન કરાવા તૈયાર નથી. આથી કમલેશ તિવારી પાસે મદદ માંગતો હતો. કમલેશ તિવારી પહેલાં પણ ડઝનબંધ છોકરાઓના લગ્ન કરાવી ચૂકયા હતા આથી તેઓ મળવા માટે તૈયાર પણ થઇ ગયા. નકલી લગ્નની કહાની પર ચર્ચા હત્યારાઓએ કમલેશ તિવારીની હત્યા કરતાં પહેલાં ઓફિસમાં અડધો કલાક સુધી નકલી લગ્નની વાર્તા પર ચર્ચા કરી. ત્યારબાદ હત્યા કરીને તેઓ ભાગી ગયા. ભાગી ગયા બાદ અશફાક અને મોઇનુદ્દીન બંનેએ ઉત્તર પ્રદેશના કેટલાંય શહેરોમાં છુપાવાની અને સારવાર કરાવાની કોશિષ કરી,…
ગુજરાતમાં જ્યારે ગોધરા કાંડ કે અમદાવાદ બોમ્બ બલાસ્ટ કે નરોડા પાટિયા કેસની વાત આવે ત્યારે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડનાં સુપરિટેન્ડેન્ટ હિમાંશુ શુક્લાને યાદ કરાય છે. પોલીસ વિભાગનાં કડક ઓફિસર તરીકે પણ હિમાંશુ શુક્લાને યાદ કરાય છે. તો આજે આપણે જાણીએ કે કમલેશ તિવારીથી માંડીને તેમને અત્યાર સુધી અનેક કેસોને અંજામ સુધી પહોંચાડનાર હિમાંશુ શુક્લા છે કોણ? ક્યાંથી આવે છે? અને તેમની જાબાંઝ કામગીરી વિશે… હિન્દુ સમાજ પાર્ટીના નેતા કમલેશ તિવારીની લહત્યા ભલે લખનઉમાં થઇ હોય, પરંતુ આ કાંડના તાર ગુજરાતના સુરત સાથે જોડાયેલા છે. આ હત્યાકાંડનો ખુલાસો કરવામાં યૂપી પોલીસે જાણકારીઓ ભેગી કરી તો ગુજરાત એટીએસ આ પુરાવાના આધારે આરોપીઓ સુધી…
બેંલિંગ ઔરા કંપની ઇલેક્ટ્રિક સ્કૂટર ભારતીય બજારોમાં લોન્ચ કરશે. આ સ્કૂટર હાઇ સ્પીડ મોડલ હશે જેની ડ્રાઇવિંગ રેંજ પણ વધુ હશે. મળતી માહિતી પ્રમાણે કંપનીએ માનેસર પ્લાન્ટમાં આ સ્કૂટરનું પ્રોડક્શન શરૂ કરી દીધું છે. કંપનીના પ્રમાણે ટૂંક સમયમાં તેને બજારમાં વેચાણ માટે લોન્ચ કરવામાં આવી શકે છે. કંપની પહેલાંથી જ બજારમાં પોતાના લો સ્પીડ મોડલનું વેચાણ કરી રહી છે. આ સ્કૂટરની ટોપ સ્પીડ 60 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ઉપરાંત તેની બેટરીનો સામાન્ય ઘરના સોકેટ વડે ફક્ત 4 કલાકમાં જ ફૂલ ચાર્જ કરાઈ શકાશે. માનવામાં આવી રહ્યું છે કે તેની શરૂઆતી કિંમત 90,000 રૂપિયા હોઇ શકે છે. લોન્ચ થયા બાદ…
સામાન્ય રીતે શાળામાં શિક્ષક વિદ્યાર્થીઓને શિક્ષણના પાઠ ભણાવે છે પરંતુ મહુવા તાલુકાના કુકણા ડુંગરી ગામે રાષ્ટ્રીય પક્ષી મોર બાળકો સાથે અભ્યાસ કરવા પહોંચે છે. શાળાનો બેલ વાગતાની સાથે મોર બાળકો સાથે હાજરી પુરાવે છે અને બાળકો સાથે બેઠક મેળવી બ્લેક બોર્ડ પર જોઈ અભ્યાસ કરતો હોય તે પ્રકારનું કરે છે અને આ દ્રશ્ય જોવા સવારે ઘણા લોકો શાળામાં આવતા હોય છે. સરસ્વતી માતાનું વાહન એટલેકે મોર. મહુવા તાલુકાના કુકણા ડુંગરી ગામે એક એવી શાળા આવેલી છે જ્યાં દરરોજ સવારે બાળકો સાથે બેલના ટકોરો અભ્યાસ માટે મોર પણ પહોંચી જાય છે. આ મોર આખા દિવસ દરમિયાન બાળકો સાથે દરેક પ્રવૃતિઓમાં જોડાય…
હીરોઈન દિવ્યાંકા ત્રિપાઠી પોતાના કામ પર પુરી રીતે ફોકસ કરવામાં માનનારી અભિનેત્રી છે. તે પોતાની પર્સનલ લાઈફ અને પ્રોફેશન લાઈફ બંન્નેને બેલેન્સ કરીને ચાલનારી અભિનેત્રી છે. દિવ્યાંકાએ હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં કિસિંગ સીનને લઈ અનેક ખુલાસા કર્યા હતા કે જે ખરેખર ચોંકાનારા છે. ઈન્ટરવ્યૂમાં દિવ્યાંકાએ બોલ્ડ સીનને લઈને કહ્યું કે, હું બોલ્ડ સીન કરવા માટે વધારે કન્ફર્ટેબલ નથી. તમારે વધારે દેખાવ કરવાની જરૂર નથી. કારણ કે ઓડિયન્સ ખુબ ટેલેન્ટેડ છે. મે કોલ્ડ લસ્સી અને ચિકન મસાલાની શરૂઆત કરી ત્યારે જ ચોખવટ કરી હતી કે જો એવા કોઈ સીન કરવાની મારી પાસે તમે અપેક્ષા રાખતા હોય તો ભૂલી જજો. હું એવી…
આમ તો ગુજરાતમાં રેકર્ડ ઉ૫ર દારૂબંધી છે. ૫રંતુ હાલ ચૂંટણીના માહોલમાં ઠેર ઠેર દારૂની રેલમછેલ હોય તેમ છાશવારે રાજ્યના વિવિધ વિસ્તારોમાંથી દારૂના મોટા જથ્થા મળી આવે છે. આવી એક વર્ષ અગાઉ વડોદરા ભાજ૫ના કોર્પોરેટરના ફાર્મ હાઉસમાંથી આશરે રૂ.9 લાખની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો હતો. જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો. આજે પણ વડોદરાના એક કોર્પોરેટરની કારમાંથી વિદેશી દારૂ ઝડપાયો છે. જે સમગ્ર શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્યના યુવાનો બેરોજગારીના કારણે તો શોર્ટકટમાં રૂપિયાની કમાણી કરવા માટે દારૂનો વેપલો કરતા હોય છે તો કેટલાક લોકો પોતાની આવકને વધારવા માટે તથા મોજશોખ કરવા માટે આ ધંધામાં ઝંપ લાવે છે.…