ભારતીય સેનાએ પીઓકેમાં તંગધાર સેક્ટર પાસે આતંકવાદીઓના અડ્ડાઓ પર મોટી કાર્યવાહી કરી છે. સેનાએ પીઓકેમાં આવેલા આતંકવાદીઓના અડ્ડાને નિશાન બનાવ્યા. ભારતીય સેનાની કાર્યવાહીમાં આતંકવાદીઓના કેમ્પ નાશ થયા છે. સેનાએ આર્ટિલરી ગનનો ઉપયોગ કરી આતંકવાદીઓનો ખાત્મો બોલાવ્યો છે. પાકિસ્તાન સતત સીઝ ફાયરનું ઉલ્લંઘન કરી રહ્યુ છે. પાકિસ્તાન ફાયરિંગની આડમાં આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવે છે. તેના જવાબમાં ભારતીય સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે. પાકિસ્તાને કર્યો હતો સીઝ ફાયરનો ઉલ્લંઘન પાકિસ્તાને ફરીવાર જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સીઝફાયરનું ઉલ્લંઘન કર્યુ. પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં બે જવાન શહીદ અને એક નાગરિકનું મોત થયુ. જ્યારે ત્રણ જેટલા નાગરિક ઘાયલ થયા છે. આ ઉપરાંત બે મકાન અને બે કાર ક્ષતિગ્રસ્ત…
કવિ: Satya Day News
કોંગ્રેસમાંથી પક્ષપલ્ટો કરીને ભાજપમાં પેરાશૂટ નેતા બનેલા અલ્પેશ ઠાકોર હાલમાં ખુબ ચર્ચામાં છે. રાધનપુરમાં ભાજપની યોજાયેલી સભામાં અલ્પેશ ઠાકોરના જુદા જુદા ભાષણોના વિવાદિત વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે. ગુજરાતમાં પેટા ચૂંટણી યોજાવવા જઈ રહી છે. ત્યારે દરરોજ નવા નવા રહસ્યો ખૂલી રહ્યા છે. આ વખતની ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓમાં સૌ કોઈની નજર રાધનપુર વિધાનસભા બેઠક પર છે. રાધનપુર વિધાનસભાની પેટાચૂંટણીમાં ચાલુ સભાએ મંત્રી જવાહર ચાવડાએ એવું કામ કર્યું કે રાધનપુરના રાજકરણમાં ખુબ જ ગરમાવો આવી ગયો છે. રાધનપુરમાં મંત્રી જવાહર ચાવડાનો એક વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. ભાજપના નેતા જવાહર ચાવડાએ બાળકીને રૂપિયા આપતો વિડીયો…
કમલેશ તિવારી હત્યાકાંડમાં ગુજરાતમાંથી પકડાયેલા 3 આરોપીઓએ પોતાનો ગુનો કબુલી લીધો છે. એક વેબસાઇટના મતે, ગુજરાત ATSના ડીઆઈજી હિમાંશુ શુક્લાએ આ વાતનો દાવો કર્યો છે. બીજી બાજુ ઉત્તર પ્રદેશના ડીજીપી ઓપી સિંહે પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો છે કે હિન્દુ સમાજ પાર્ટીને નેતા કમલેશ તિવારીની હત્યા 2015માં આપેલા એક વિવાદિત નિવેદનને લઇને કરવામાં આવી છે. તેમાં ત્રણ લોકોને પોલીસે હિરાસતમાં લીધા છે અને 2 લોકોની શોધખોળ ચાલું છે. તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતમાંથી ધરપકડ કરાયેલા શંકાસ્પદોના નામ મોહસિન શેખ, ફૈઝાન અને રશીદ અહમદ છે તથા અત્યાર સુધી આ ઘટનાને આંતકવાદ સાથે સંબંધ હોય તેવી કોઇ માહિતી સામે આવી નથી. ઉત્તર…
વિધાનસભાની પેટાચૂંટણી પ્રચારનો આજે અંતિમ દિવસ હતો. ભાજપ અને કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકો દ્વારા મહત્તમ કેમ્પેઇન થાય તેવા કાર્યક્રમો ગોઠવાયા હતા. રાજ્યની 6 બેઠકો પર પર કુલ 42 ઉમેદવાર વચ્ચે જંગ છે. જે માટે 21 ઓક્ટોબરે મતદાન થશે અને 24 ઓક્ટોબરે મતગણતરી યોજાશે. આ પેટાચૂંટણી માટે રાજ્યમાં 1781 મતદાન મથકોની વ્યવસ્થા કરવામાં કરવામાં આવી છે જેમાં કુલ 14.76 લાખ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ સાથે જ આજે સાંજે 6 વાગ્યે રાજ્યની છ સીટો પર પેટાચૂંટણી માટેનો પ્રચાર બંધ કરી દેવામાં આવ્યો છે. તમને જણાવી દઇએ કે, ઇલેક્શન કમિશન ઓફ અન્ડિયા અનુસાર મતદાનનાં 24 કલાક પહેલા પ્રચાર-પડઘમ બંધ કરી દેવામાં…
આપણે ત્યાં હસ્તરેખા શાસ્ત્રમાં દરેક વ્યક્તિની કિસ્મત કેવી છે તે અંગે સચોટ માહિતી આપવામાં આવી છે. કિસ્મતનું કનેક્શન ખાસ આ હાથ પર રહેલી રેખાઓમાં રહેલું હોય છે. હસ્તરેખા પરથી વ્યક્તિના ભાગ્ય વિશે જાણી શકાય છે. દરેક વ્યક્તિની હથેળીમાં અગણિત રેખાઓ હોય છે. આ રેખાઓ પરથી જાણી શકાય છે કે જીવનમાં ક્યારે ધન લાભનો યોગ બનશે. આજે તમે પણ જાણી અને જોઈ લો તમારી હથેળીની રેખાઓ ક્યારે તમને કરોડપતિ બનાવશે. જેના હાથની આંગળીઓ લાંબી હોય અને તેના વેઢા એકસરખાં હોય તો તે ભાગ્યશાળી હોય છે. આ ઉપરાંત હથેળીમાં ભાગ્યરેખાની બે શાખા નીકળતી હોય તો આવા લોકોને અચાનક ધનલાભ થાય છે. તેમને…
ધનતેરસ પર ખરીદી કરવાને ખુબજ શુભ માનવામાં આવે છે. આવું કરવાથી ધનની વૃદ્ધિ થાય છે અને ઘરમાં સમૃદ્ધિ આવે છે. આ વખતે 25 ઓક્ટોબરે ધનતેરસની ઉજવણી કરવામાં આવશે. ધનતેરસ પર ગૃહિણીઓ હંમેશા તે જ વસ્તુઓ ખરીદી છે જે ઘરમાં પહેલેથી હોતી નથી. બેશક શુભ અવસરે ખરીદી કરવી જોઈએ. પણ સાવધાન કેટલીક એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે આપણે એ જ જોઈશું કે કઈ વસ્તુઓની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. બેશક શુભ અવસરે ખરીદી કરવી જોઈએ. પણ સાવધાન કેટલીક એવી વસ્તુઓ છે જેની ખરીદી કરવાથી અશુભ ફળની પ્રાપ્તિ થાય છે. આજે આપણે એ…
બોલિવૂડ અભિનેતા સની દેઓલ આજે પોતાનો 63મો જન્મદિવસ ઉજવી રહ્યો છે. ફિલ્મો સિવાય સની દેઓલ પોતાની પર્સનલ લાઈફને કારણે ચર્ચામાં રહ્યો હતો. એક જમાનો હતો કે ત્યારે ડિમ્પલ કાપડિયા અને સની દેઓલના લગ્નની ચર્ચા પણ ચારેકોર થવા લાગી હતી. બંન્ને એકબીજાને પ્રેમ કરતા હતા એવું પણ સામે આવ્યું હતુ. પરંતુ પોતે બેમાંથી કોઈએ જાહેરમાં ક્યારેય આ વાતને સ્વીકારી નહોતી. બંન્ને લંડનના બસ સ્ટોપ પર એકબીજાના હાથમાં હાથ નાખીને ફરતા જોવા મળ્યા છે. ઉલ્લેખનીય છે કે સની દેઓલ અને ડિમ્પલ કાપડિયાની પહેલી ફિલ્મ 1984માં મંજિલ-મંજિલ આવી હતી. આ જ ફિલ્મ દરમિયાન બંન્નેને એકબીજા સાથે પ્રેમ થયો હતો. વાત તો ત્યા સુધી…
ભારતીય સેનાને પહેલીવાર દેશમાં બનેલા 40 હજાર બુલેટ પ્રૂફ જેકેટ્સ આપવામાં આવ્યા છે. આ જેકેટ્સનો પહેલો જથ્થો જમ્મુ-કાશ્મીરમાં આતંકીઓ વિરુદ્ધ ઓપરેશનમાં જોડાયેલા સૈનિકોને મળશે. જેકેટ્સ બનાવતી કંપની એસએમપીપી પ્રાઈવેટ લિમિટેડ તરફથી મેજર જનરલ અનિલ ઓબેરોયે જણાવ્યું કે, સેનાના જવાનો માટે સમય પહેલાં જ બધો ઓર્ડર પૂરો કરી દેવામાં આવશે. સરકારે આ ઓર્ડર પૂરો કરવા માટે કંપનીને 2021 સુધીનો સમય આપ્યો છે. પરંતુ 2020ના અંત સુધીમાં આખો ઓર્ડર પૂરો થઈ જશે.
હિંદુ સમાજ પાર્ટીના અધ્યક્ષ કમલેશ તિવારીની હત્યાને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ભય ઉભો કરવાનું કાર્ય ગણાવ્યું હતું. સાથે જ યોગી આદિત્યનાથે હુંકાર ભર્યો હતો કે, જે લોકો ભય અને દહેશતનું વાતાવરણ ઉભુ કરવા માંગે છે તેમના ઈરાદાઓને કચડી નાખવામાં આવશે. આ કેસની સ્પેશિયલ ઈન્વેસ્ટિગેશન ટીમ તપાસ કરી રહી છે અને આજે સાંજ સુધી તેની સમીક્ષા કરશે. કોઈને પણ છોડવામાં નહીં આવે સીએમ આદિત્યનાથે જણાવ્યું હતુ6 કે, પોલીસની પકડથી હજી પણ બહાર રહેલા આરોપીઓની ઝડપી પાડવાની પ્રકિયા ચાલી રહી છે અને સ્પેશિયલ ટીમને આ કેસની તપાસ સોંપવામાં આવી છે. આજે સાંજ સુધીમાં આ કેસની સમીક્ષા કરવામાં આવશે. આ ઘટનાનો ઉલ્લેખ…
અમેરિકન અંતરિક્ષ એજન્સી NASAના મૂન ઓર્બિટરે ચંદ્રના દક્ષિણ ધ્રુવનાએ વિસ્તારની બીજીવખત તસવીરો લીધી છે જે વિસ્તારમાં ચંદ્રયાન-2ના લેન્ડર વિક્રમનું હાર્ડ લેન્ડિંગ થયુ હતુ અને તેનો સંપર્ક તૂટી ગયો હતો. વિજ્ઞાનીઓ આ તસવીરોના આધારે વિક્રમને શોધવાનો પ્રયાસ કરી રહ્યાં છે. ચંદ્રના દક્ષિણ ધ્રૂવ પર ગત મહિનાની અપેક્ષાએ વધારે અજવાળું નાસાના મૂન ઓર્બિટર લૂનર રિકોનસેન્સ ઓર્બિટર (LRO) દ્વારા લેવાયેલી આ તસવીરો ગત મહિનાની તસવીરો કરતાં વધારે સ્પષ્ટ છે. LRO પ્રોજેક્ટના વિજ્ઞાની નોઆપેટ્રોએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે LROએ સોમવારે જ્યારે આ તસવીરો લીધી ત્યારે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ગત મહિનાની અપેક્ષાએ વધારે અજવાળું હતું અને પડછાયો ઓછો હતો. આ તસવીરોનું…