કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

અમિતાભ બચ્ચનનો લોકપ્રિય રિયાલિટી શો ‘કૌન બનેગા કરોડપતિ’એ દરેકના લોકોના દિલમાં જગ્યા બનાવી લીધી છે. હાલમાં કેબીસી 11ને તેના ત્રીજા કરોડપતિ મળી ગયા છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આ રિયાલિટી શોને દર્શકો તરફથી સારો જ રિસ્પોન્સ મળી રહ્યો છે. આ વાત તો થઇ રિયાલિટી શોની, પણ દેશમાં ઘણા એવા ચાહકો પણ છે જે લોકો બિગ બીને જોવા માટે આ શો જોવાનું ચૂકતા નથી. છેલ્લા 11 વર્ષથી આ શોને હોસ્ટ કરનારા અમિતાભ બચ્ચન બોલવાની છટા અને તેમનું ડ્રેસિંગ દરેકનું ધ્યાન આકર્ષે છે. બચ્ચન સાહેબની સ્ટાઇલિસ્ટ અને ડિઝાઈનર પ્રિયા પાટિલ કેબીસી 11માં અમિતાભ બચ્ચનની જો તમે કોઈ વાત નોટિસ કરી…

Read More

કતારગામ રામજીનગર સોસાયટીમાં મકાનમાલિક સાથે ભંગારના વેપારીએ 40 ફુટથી ઊંચાઈ પરથી 50 કિલોનો વજનદાર લોંખડનો દાદર નીચે ફેંકતા આરટીઓ એજન્ટનો ભાઈ બાઇક લઈ ત્યાંથી પસાર થતો હતો. જેના પર આ દાદર પડતા તેને માથામાં ગંભીર ઈજા થતા તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેને બ્રેનડેડ જાહેર કરતા પરિવારજનોએ યુવકના અંગોનું દાન કરી પાંચને નવું જીવન આપ્યું હતું. ઝોમેટોમાં નોકરી પર જવા નીકળ્યો અને ઘટના બની ઘટનાની વિગત પ્રમાણે સોસાયટીમાં રહેતા વિષ્ણુ પંડયાએ મકાનમાં ગોડાઉન બનાવ્યું હતું. જે મકાનમાં મકાનમાલિક ભંગારનો સામાન આપવા માટે ભંગારના વેપારી અને અન્ય એક મજૂરને લઈને 15મી તારીખે સવારે આવ્યા હતા. ભંગારના વેપારી સાથે…

Read More

રાજ્યના વાહન વ્યવહાર મંત્રીની સૂચના અનુસાર નાગરિકોની સરળતા અર્થે હાલમાં શનિવાર અને રવિવાર તેમજ અન્ય જાહેર રજાઓમાં રાજ્યની તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ આરટીઓ સંલગ્ન કામગીરી માટે ખુલ્લી રાખવામાં આવે છે. જે અંતર્ગત વાહન વ્યવહાર કમિશનરની કચેરીના અધિકારી દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, 20મી ઓક્ટોબર, 26મી ઓક્ટોબર, 31મી ઓક્ટોબર તથા 3જી નવેમ્બરે આરટીઓ કચેરી ચાલુ રહેશે. તેમજ દિવાળીથી ભાઇબીજ સુધી એટલે કે, તારીખ 27, 29 અને 29મી ઓક્ટોબરની જાહેર રજાઓના દિવસે તમામ આરટીઓ/એઆરટીઓ કચેરીઓ બંધ રહેશે.

Read More

સમાજ-સેવિકા સુનીતા કૃષ્ણન ‘કેબીસી 11’ના કર્મવીર એપિસોડમાં જોવા મળશે. આ એપિસોડનો પ્રોમો રિલીઝ કરી દેવામાં આવ્યો છે, જેમાં સુનીતા પોતાની વિતકકથા બિગ બીને કહે છે. સુનીતાએ કહ્યું હતું કે તે જ્યારે 15 વર્ષની હતી, ત્યારે 8 લોકોએ તેની પર રેપ કર્યો હતો. આ સાંભળીને બિગ બીને નવાઈ લાગી હતી. સુનીતા એનજીઓ પ્રજ્જવલાની મુખ્ય અધિકરી તથા સહ-સંસ્થાપક છે. આ એનજીઓ યૌન તસ્કરીની શિકાર મહિલાઓ તથા યુવતીઓનો બચાવ તથા તેમના પુનર્વસન માટે કામ કરે છે. 1. 17 વાર જીવલેણ હુમલા થયા ‘કેબીસી’ના પ્રોમોમાં સુનીતાએ કહ્યું હતું કે કામને કારણે અત્યાર સુધી તેની પર 17 વાર જીવલેણ હુમલા થયા છે. જોકે, તે મરવાથી ક્યારેય…

Read More

ભારતમાં બુધવારે રેડમી 8 સિરીઝની ઇવેન્ટમાં તેની લેટેસ્ટ ઓપરેટિંગ સિસ્ટમ ‘MIUI 11’ લોન્ચ થઈ છે. આ અપડેટમાં ડાર્ક મોડ, ‘ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે’ જેવાં ફીચર આપવામાં આવ્યાં છે. ઓલ્વેઝ ઓન ડિસ્પ્લે ફીચરમાં લોક સ્ક્રીનમાં પણ સ્ક્રીન પર સમય જોઈ શકાશે. આ નવી અપડેટમાં યુઝર વીડિયો વોલપેપર અને ડાયનેમિક વોલપેપર સેટ કરી શકશે. સર્ચિંગને સરળ બનાવવા માટે આ અપડેટમાં ફાઇલ મેનેજરમાં નવું થમ્બનેઇલ ફીચર આપવામાં આવ્યું છે. આ અપડેટમાં ફ્લોટિંગ કેલક્યુલેટરની સુવિધા પણ આપવામાં આવી છે. આ નવી અપડેટમાં ‘mi લાઈફ’ ફીચર આપવામાં આવ્યું છે. તેમાં સ્ટેપ ટ્રેકર, વુમન હેલ્થ ટ્રેકર જેવી સુવિધા આપવામાં આવી છે. આ સાથે જ નવી અપડેટમાં નેચરલ…

Read More

રાજ્યના પાટનગર ગાંધીનગરમાં કરોડોના ખર્ચે નિર્માણ પામેલા સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગના મોટાભાગના વોર્ડ દર્દીઓથી ઉભરાઇ રહ્યાં છે. આધૂનિક સુવિધાથી સજ્જ ૮ માળનું નવુ બિલ્ડીંગ ૬૦૦ દર્દીની ક્ષમતા ધરાવે છે, પરંતુ દર્દીઓનો ધસારો એટલો વધી ગયો છે કે હાલના સંજોગોએ ૮૧૧ દર્દી વિવિધ વોર્ડમાં સારવાર લઇ રહ્યાં છે. તેના પગલે સિવિલ હોસ્પિટલનું વહિવટી તંત્ર સતત ધમધમી રહ્યું છે. ૮૧૧ દર્દીમાં સૌથી મોટી સંખ્યા વાયરલ અને ડેન્ગ્યુના દર્દીની છે. રાજ્યના અનેક જિલ્લાની સાથે ગાંધીનગર જિલ્લામાં પણ નવરાત્રિ શરૂ થાય ત્યા સુધી વરસાદી માહોલ રહ્યો હતો અને તે પછી પણ ઘણાં દિવસ સુધી સતત વાદળછાયા વાતાવરણની માઠી અસર વર્તાઇ રહી હતી. તેમજ દશેરા…

Read More

સાઉદી અરબના મદીના શહેરમાં એક બસ અને એક ભારે વાહન વચ્ચે ટક્કર થવાથી બસમાં આગ લાગતા 35 વિદેશી નાગરિકોના મોત થયા છે જ્યારે ચાર નાગરિકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. સાઉદીના સરકારી મીડિયાએ ગુરૂવારે આ અંગે જાણકારી આપી હતી. મદીનાના પોલીસ પ્રવક્તાએ જણાવ્યું કે સાઉદી અરબના આ પશ્ચિમી શહેરમાં બુધવારે ગમખ્વાર દુર્ઘટના ઘટી હતી. દુર્ઘટનાનો ભોગ બનેલા નાગરિકો અરબ અને એશિયાઈ તિર્થયાત્રીઓ હતા. ઈજાગ્રસ્ત તિર્થયાત્રીઓને સારવાર માટે અલ હમના હોસ્પિટલમાં ખસેડવમાં આવ્યા છે. અધિકારીઓએ મામલાની તપાસ શરૂ કરી દીધી છે. તેલ પર આર્થિક નિર્ભરતામાં ઘટાડો કરવાના પ્રયાસમાં સાઉદી અરબ ધાર્મિક પર્યટન વિસ્તારને આખા વર્ષ દરમિયાન ચાલું રાખવા ઈચ્છે છે. વડાપ્રધાન…

Read More

સિંગિંગ રિયાલીટી શૉ ઇન્ડિયન આઇડલ દર્શકોને ખૂબ પસંદ આવી રહ્યો છે. શૉના મંચ પર દેશભરના લોકોને પર્ફોર્મ કરવાની તક મળી રહી છે. આ અઠવાડિયે શૉ દર્શકો માટે થોડો ચોંકાવનારો હતો. એક વાયરલ વીડિયોમાં જોઇ શકાય છે કે શૉના કન્ટેસ્ટન્ટે નેહા કક્કડને પકડીને પપ્પી કરી લીધી. જે બાદ સોશિયલ મીડિયામાં સનસની ફેલાઇ ગઇ છે. સોની ટીવીના ઑફિશિયલ ટ્વિટ અને ઇન્સ્ટા એકાઉન્ટ પર એક વીડિયો પોસ્ટ કરવામાં આવ્યો છે. આ પ્રોમો વીડિયો છે જેમાં આ અઠવાડિયે શૉની કેટલીક ઝલક દેખાડવામાં આવી છે. વીડિયોમાં એક તરફ જજીસ કન્ટેસ્ટન્ટ્સના સુરીલા અવાજના ફેન થતાં નજરે આવી રહ્યાં છે ત્યાં એક કન્ટેસ્ટન્ટ એવો પણ છે જે…

Read More

વાયુ પ્રદૂષણના કારણે ફેફસાં અને હૃદય સંબંધિત બીમારીઓ થતી હોવાનું જાહેર છે પરંતુ એક નવા અભ્યાસ પ્રમાણે સંશોધકોએ વાયુ પ્રદૂષણના કારણે ગર્ભપાતનું જોખમ વધતું હોવાનો દાવો કર્યો છે. વાયુ પ્રદૂષણના સંપર્કમાં આવનાર નવજાત બાળકના  માથા પર વ્યાપક પ્રભાવ પડતો હોવાનું તારણ સલ્ફર ડાયોક્સાઈડ, કાર્બન મોનોક્સાઈડની માત્રા વધારે હોય તેવી હવાના સંપર્કમાં રહેવાથી ગર્ભમાં રહેલા બાળકનું મોત થઈ શકે સંશોધકોએ વાયુ પ્રદૂષણના કારણે ગર્ભવતી મહિલાની જાણ બહાર તેના ગર્ભમાં રહેલા બાળકનું મોત થતું હોવાનો અને ગર્ભપાતનું જોખમ વધતું હોવાનો દાવો કર્યો છે. અગાઉ થયેલા એક સંશોધનમાં વાયુ પ્રદૂષણ અને ગર્ભાવસ્થાની જટિલતા વચ્ચે સંબંધ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચીનની વિશ્વ…

Read More

કરવા ચૌથના વ્રતમાં સૌભાગ્યવતી સ્ત્રીઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે નિર્જળા વ્રત કરે છે. આ વ્રતમાં તેઓ પાણી પણ પી શકતી નથી. જો કે આ વ્રત કરવું સરળ નથી હોતું. દિવસ દરમિયાન અનેકવાર પાણીની તરસ સતાવે છે. પરંતુ જો તમે આ વ્રત કર્યું હોય અને પાણીની તરસ કે ભુખ છીપાવવી હોય તો આ ટ્રીક તમને મદદ કરશે. 1. ઓફિસ જતી મહિલાઓએ પોતાને કામમાં વ્યસ્ત રાખવાનો પ્રયત્ન કરવો. ગૃહિણીઓ ગેમ્સ રમીને કે ફિલ્મો જોઈને પણ ટાઈમ પાસ કરી શકે છે. વ્યસ્ત રહેવાથી સમય ઝડપથી પસાર થઈ જશે. 2. શરીરના ટેંપરેચરને બેલેન્સ કરો. ઘર કે ઓફિસના કામમાં વ્યસ્ત રહેતી મહિલાઓએ શારીરિક શ્રમ…

Read More