દૂધની હેરાફેરી માટે વપરાતી પીકઅવ વાન જેવી વાનમાં દૂધના કેરેટ મૂકવાની જગ્યાની નીચે બનાવેલા ગુપ્ત ખાનામાંથી રાજસ્થાનમાંથી લવાતી દારૂની 239 બોટલ અખબાર નગર સર્કલ પાસે પકડાઇ હતી. કેરેટની નીચે ગુપ્ત ખાનું બનાવી બોટલો સંતાડી હતી.
કવિ: Satya Day News
એસઓજી ક્રાઈમ બ્રાન્ચની ટીમે ખોખરા અનુપમ સિનેમા પાસેથી ગાંજા સાથે પિતા-પુત્રની ધરપકડ કરી છે. રીક્ષા ડ્રાઇવિંગની આડમાં બંને પિતા -પુત્ર ગાંજાનું વેચાણ કરતા હતા. ગાંજાનો જથ્થો ખોખરામાં જ સલાટવાડમાં રહતી મહિલા પાસેથી લાવી વેચતા હતા. પોલીસે મહિલા અને તેના પુત્રની શોધખોળ શરૂ કરી છે. એસઓજી ક્રાઈમની ટીમે બાતમીના આધારે હીરાલાલ કોષ્ટી (ઉ.વ.57) અને તેનો પુત્ર સુનિલ કોષ્ટી (ઉ.વ.20, બને રહે. ખોખરા)ને 18 કિલો ગાંજા સાથે ઝડપી લીધા હતા. તેઓની પુછપરછ કરતા બંન્ને પિતા-પુત્રની સઘન પૂછપરછ કરતા આ ગાંજો ખોખરાના સલાટવાડ ખાતે રહેતી મદીના શેખ નામની મહિલા પાસેથી ખરીદયો હતો. મદીના પોતાના પુત્ર અજુ મારફતે સુરતથી લાવતી હતી. તેઓ ઘરમાં ગાંજો…
અયોધ્યામાં દશકાઓ જૂના રામ જન્મભૂમિ-બાબરી મસ્જિદ વિવાદની સુનાવણી પૂરી થઈ ગઈ છે. છેલ્લા 40 દિવસથી સુપ્રીમ કોર્ટમાં સતત આ મામલે સુનાવણી કરવામાં આવતી હતી. હિન્દુ-મુસ્લિમ પક્ષકારો તરફથી આકરી દલીલો કરવામાં આવી હતી અને તે દરમિયાન તેમનામાં ખેંચતાણ પણ જોવા મળી હતી. બુધવારે સાંજે 5 વાગે આ મામલે સુનાવણી પૂરી કરવામાં આવી છે અને અત્યારે કોર્ટે તેમનો નિર્ણય રિઝર્વ રાખ્યો છે. હવે દરેકની નજર ચુકાદા પર છે. ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાનીમાં પાંચેય જજની બેન્ચે આ કેસને સાંભળ્યો અને હવે તેઓ ઐતિહાસીક નિર્ણય લખશે. આ કેસનો ચુકાદો 10 નવેમ્બર સુધી આવી જવાની શક્યતા છે. જોકે કોર્ટ તરફથી ચુકાદાની કોઈ તારીખ જાહેર…
મેક્સિકોના દક્ષિણ-પશ્ચિમીમાં આવેલા ગુએરેરો રાજ્યમાં સુરક્ષા દળો અને સશસ્ત્ર નાગરિકો વચ્ચે અથડામણમાં 15 લોકોના મોત થયા છે. સત્તાવાળાઓએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસમાં દેશમાં આ બીજી સામૂહિક હત્યાની ઘટના બની છે. સ્ટેટ પબ્લિક સિક્યોરિટી ઓથોરિટીના પ્રવક્તા રોબર્ટો અલવારેજે હેરેદિયાએ ટવીટર આ જાણકારી આપી હતી. ગત સોમવારે અગુલિલ્લા શહેરમાં ડ્રગ્સ તસ્કરોના એક જૂથે 14 જેટલા પોલીસ કર્મચારીઓની હત્યા કરી દેવામાં આવી હતી. રોબર્ટોએ એક ટવીટ કર્યું હતું કે ” આજે 911 પર એક કોલ આવ્યો હતો. ફરિયાદમાં કોઈ શખ્સે એવી માહિતી આપી હતી કે ઈગુઆલાથી આશરે 5 કિમી અંતરે એક વ્યક્તિએ ગોળીબારી કરી છે. જ્યાં આ ઘટના બની હતી તે…
લાંબા સમય સુધી ચાલનારા કેસોમાં અયોધ્યા કેસથી પણ એક મોટો કેસ સુપ્રીમ કોર્ટમાં આવી ચૂક્યો છે. અયોધ્યા કેસમાં કુલ 40 દિવસ સુનવણી ચાલી હકી જ્યારે આ કેસમાં 63 દિવસ કોર્ટમાં સુનવણી ચાલી હતી. આ કેસ હતો કેશવાનંદ ભારતી વિરુદ્ધ કેરળ સરકારનો. કેરળમાં એક ઈડનીર નામનો 1200 વર્ષ જુનો હિંદૂ મઠ હતો. કેરળ અને કર્ણાટકમાં તેનું ઘણું સમ્માન છે. મઠના પ્રમુખને કેરળના શંકરાચાર્યનો દરજ્જો આપવામાં આવે છે. તેવામાં સ્વામી કેશવાનંદ ભારતી કેરળના તત્કાલિન શંકરાચાર્ય હતા. કેરળ સરકારે બે ભૂમિ સુધાર કાનુન બનાવ્યા હતા. જે કાયદાથી મઠના મેનેજમેન્ટ પર ઘણાં પ્રતિબંધો લગાવવાના પ્રયાસ થઈ રહ્યાં હતા. કેશવાનંદ ભારતીએ કોર્ટમાં સરકારના આ પ્રયાસોને…
વડોદ ગામમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષની માસુમ બાળા પર બે સગા ભાઇ એક પછી એક દુષ્કર્મ કર્યાની ફરિયાદ પાંડેસરા પોલીસ મથકમાં નોંધાય છે. દુષ્કર્મ આચરનાર બંને સગાભાઇઓએ કોઇને કહેશે તો જાનથી મારી નાંખવાની ધમકી આપતા સમગ્ર મામલો છેક પચ્ચીસ દિવસ બાદ બહાર આવી છે. વડોદ ગામ વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પરિવારની 14 વર્ષીય પુત્રી રેખા (નામ બદલ્યું છે) ના પિતા પાંડસેરા જીઆઇડીસીમાં સિકયુરીટી ગાર્ડ તરીકે અને માતા ડાઇંગ મિલમાં નોકરી કરે છે. ગત ઓગસ્ટ મહિનામાં પિતા ખેતી કામ માટે વતન ગયા હતા અને માતા નોકરી પર ગઇ હતી ત્યારે રેખા તેના 6 વર્ષીય ભાઇ સાથે ઘરે હતી. તે દરમ્યાન પરિચીત 13…
સુરત મ્યુનિ.ના બમરોલીના મોડલ રોડની કામગીરી નિરીક્ષણ બાદ મ્યુનિ.કમિશ્નરે શહેરના રોડ પર ત્રણ મીટર સુધીના ફુટપાથ બનાવવા માટે આદેશ આપ્યો છે. ફુટપાથ પહોળા હોય તો તેના પરલોકો સરળતાથી ચાલી શકે તે મ્યુનિ. કમિશ્નરનો કન્સેપ્ટ ઘણો જ સારો છે પરંતુ સુરતના મોટા ભાગના ફુટપાથ પર ગેરકાયદે દબાણ કરનારાઓનો કબ્જો હોવાથી લોકોએ જીવના જોખમે રસ્તા પર ચાલવું પડે છે. પાલિકા કમિશ્નરે ફુટપાથ બનાવવા પહેલાં જે ફુટપાથ બન્યા છે તેના પરના દબાણ દુર કરીને લોકોને ચાલવા યોગ્ય કરવા જોઈએ તેવી માગણી થઈ રહી છે. સુરત મહાનગરપાલકા વિસ્તારમાં રસ્તાની સાથે રાહદારીઓ સરળતા અને સલામત ચાલી શકે તે માટે મ્યુનિ. તંત્રએ ફુટપાથ બનાવ્યા છે અને બનાવી…
સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા મામલે આજે સુનાવણીના છેલ્લા દિવસે બંને પક્ષો વચ્ચે ભારે તડાફડી જોવા મળી હતી. એક તબક્કે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને હિન્દુ મહસભાના વકીલે રજૂ કરેલો નકશો કોર્ટમાં જ ફાડી નાંખતા સુનાવણી કરી રહેલા ન્યાયાધીશો પણ ચોંકી ઉઠ્યા હતા. મળતી વિગતો પ્રમાણે હિન્દુ મહાસભાના વકીલ વિકાસ સિંહે પોતાનો પક્ષ રજૂ કરતી વખતે એક પુસ્તક રજૂ કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. જેની સામે મુસ્લિમ પક્ષના વકીલ રાજીવ ધવને આપત્તિ વય્ક્ત કરી હતી.તેમણે કહ્યુ હતુ કે, જો આ પુસ્તક રજૂ કરાયુ તો તેને લગતા સવાલોના જવાબ હું નહી આપું. તેના પર ચીફ જસ્ટિસે કહ્યુ હતુ કે, બરાબર છે. તમે જવાબ…
જોકર ફિલ્મનો સ્ટાર વાકીન ફિનિક્સનો અમેરિકાના લોસ એન્જલસમાં એક્સીડેન્ટ થઈ ગયો છે. જોકે કોઈપણ પ્રકારની ઈજા થઈ નથી. ફિનિક્સની ગાડી થોડા દિવસ પહેલાં ફાયર ડિપાર્ટમેન્ટની ગાડી સાથે આથડાઈ ગઈ હતી. તે પોતાની ગાડી વેસ્ટ હોલિવૂડના પાર્કિંગમાંથી બહાર કાઢી રહ્યો હતો. તે સમયે બંપર એલ એ કાઉન્ટી ફાયર ડિપાર્ટમેન્ટ ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ એક્સીડેન્ટમાં ફિનિક્સની કાર ટેસલાને ઘણું નુકસાન થયું છે. ફિનિક્સની કારનો જમણી બાજુનો આગળનો ભાગ ક્વાર્ટર પેનલ તૂટી ગયો છે. અને ટ્રકમાં થોડા સ્ક્રેસ પડી ગયા છે. તેમ છતાં પણ ફિનિક્સ ત્યાં પહોંચ્યા અને પેરામેડિક્સને જઈને બધી પરિસ્થિતિની જાણ કરી હતી. આ બાબતમાં એક ડેમેજ રિપોર્ટ લેવામાં…
અયોધ્યા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટમાં હિંદુ પક્ષકારના વકીલ વૈદ્યનાથને દલીલ પૂર્ણ કરી. કોર્ટમાં હિંદુ પક્ષકાર વૈદ્યનાથને જણાવ્યુ હતુ કે, ૧૮૮૯ સુધી હિંદુ અને મુસ્લિમ એક જમીન પર પૂજાનો દાવો કરી રહ્યા હતા. જોકે, બાદમાં બ્રિટિશ સરકારે વિવાદિત જમીન પર રેલિંગ લગાવી હતી. પરંતુ હવે મુસ્લિમ પક્ષકાર વિવાદ કરી રહ્યા છે. બ્રિટિશ સરકારે રેલિંગ લગાવ્યા બાદ મુગલોએ બળજબરીથી વિવાદિત જમીન પર મસ્જિદ બનાવી હતી. અને મંદિરને તોડી પાડ્યુ. તેમ છતા હિંદુઓ દ્વારા પૂજા કરવામાં આવતી હતી. વૈદ્યનાથને કહ્યુ કે, ૧૯૪૯ બાદ અહીં કોઈપણ પ્રકારની નમાઝ અદા કરવામાં આવી નથી. અને મુસ્લિમ પક્ષકાર પાસે કોઈપણ પ્રકારના પૂરાવા નથી. ૨૩ ડિસેમ્બર, ૧૯૪૯ના દિવસે…