કવિ: Satya Day News

Satya Media Group was founded on 25th January 2005 with a vision to be a pioneer in Gujarati Media Fraternity to cater to news which are original and authentic along with the fearless voice of Gujarati People. We are an unbiased and most acclaimed media house. Satya Day has been Leading Gujarati News Portal since 2005.

વડોદરાના સયાજી હોસ્પિટલના રૂકમણી પ્રસૂતિગૃહમાં તબીબોની ગંભીર બેદરકારી સામે આવી છે. મહિલાની પ્રસુતિ બાદ બે પેડ તબીબો ભૂલી ગયા. જેના કારણે મહિલાને ઇન્ફેક્શન થયું હોવાના આક્ષેપ પરિવારજનોએ કર્યા છે. જોકે આ અંગે પરિવારજનો જ્યારે હોસ્પિટલ પહોંચ્યા ત્યારે ફરજ પરના તબીબનો પ્રસૃતિના પરિજનો સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી. જોકે ત્યારબાદ ડોકટર્સે પીડિતાને તાત્કાલીક સારવાર આપવાની વાત કરી હતી. જો કે આ સમગ્ર ઘટના બાદ ભોગ બનનાર પ્રસુતા પોલીસ મથક પહોંચી હતી અને તેની સાથે થયેલી આ પ્રકારની ગંભીર બેદરકારી અંગે રજૂઆત કરી હતી.

Read More

IMC 2019ની ઈવેન્ટ શરૂ થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં હજી સુધી ઘણી ટેક્નોલોજી કંપનીઓએ પોતાની લેટેસ્ટ ટેકનોલોજી વાળી પ્રોડક્ટ્સ રજૂ કરી છે. તેમાં સ્માર્ટફોનના નિર્માતા કંપની હોનરે દુનિયાની પહેલી પોપ-અપ કેમેરાવાળું સ્માર્ટ ટીવી વિઝન સ્માર્ટ ટીવી શોકેસ કર્યું છે. આ પહેલાં કંપની ટીવીને 2020માં લોન્ચ કરવાની હતી. પણ હજુ સુધી કોઈ વિઝન સ્માર્ટ ટીવીની કિંમત સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી મળી નથી. Vision Smart TVની સ્પેસિફિકેશન હોનરનું લેટેસ્ટ સ્માર્ટ ટીવી Harmony OS ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરશે. સાથે જ સારા પરર્ફોમન્સ માટે હાઈસિલિકોન ચિપસેટ આપવામાં આવી છે. ગ્રાહકોને આ ટીવીમાં Honghu 818 ઈંટેલિજેન્ટ ડિસ્પ્લે મળશે. એ ઉપરાંત કંપની વિઝન સ્માર્ટ…

Read More

રાજકોટમાં ઉલ્ટી ગંગા જેવો કિસ્સો બહાર આવ્યો છે. એક યુવાને પત્ની અને સાસુ-સસરાના ત્રાસથી કંટાળી પેટ્રોલ છાંટી સળગીને આત્મહત્યા કરી લીધાની ફરિયાદ નોંધાઈ છે. ચોંકાવનારી વાત એ છે કે આ ઘટનામાં આશરે બે વર્ષ બાદ ગુનો દાખલ થયો છે. સ્યુસાઈડ નોટ અંગે હસ્તાક્ષર નિષ્ણાંતે આપેલા અહેવાલમાં વિલંબ થતા હવે ગુનો દાખલ કરાયાનું પોલીસનું કહેવું છે. ઘરમાં સળગીને કરી હતી આત્મહત્યા વિગત એવી છે કે, અવધ રોડ પર સ્થિત વીર સાવરકર ક્વાર્ટરમાં રહેતા મનિષભાઈ વાળગીયા (૪૧)એ ગઈ તા. ૬-૧૦-૨૦૧૭ના રોજ તેના ઘરમાં સળગીને આત્મહત્યા કરી લીધી હતી. તેના પિતા નાથાભાઈ ડાયાભાઈ વાળગીયા (૬૬) કે જે મેટોડામાં આસ્થા વિલેજમાં રહે છે અને…

Read More

ઉત્તરપ્રદેશના ભદોહીમાં આવેલા પિપરી ગામમાંથી એક અજીબોગરીબ ઘટના સામે આવી છે. અહીં એક પાક્કા કૂવાના તળિયામાંથી અવાજના પડઘાની સાથે સતત કંપારી થઇ રહી છે. ત્યારબાદથી જ અહીંના લોકોમાં ડરનો માહોલ છવાઇ ગયો છે. મોટી સંખ્યામાં લોકો ગામમાંથી પલાયન કરી રહ્યા છે. તો બીજીબાજુ પ્રશાસને આસપાસના લોકોને ઘર ખાલી કરવા માટે કહ્યું છે અને કૂવાની પાસે બેરકેડિંગ કરી દીધું છે. પરંતુ હકીકતમાં થયું છે શું તે અંગે લોકોને જાણવામાં રસ છે. તો પિપરી ગામના પ્રધાન રામ નરેશ યાદવના મતે ગામના જાહેર કૂવામાં બનેલી ઊંડી સૂરંગ જુઓ આખા ગામમાં ડરનો માહોલ છે. પ્રધાનના મતે પાછલા દિવોસમાં ભારે વરસાદ બાદથી છેલ્લા ચાર દિવસથી…

Read More

બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષાઓ છેલ્લા સમયે રદ કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સમગ્ર રાજ્યનાં યુમાનો પોતાના અને પરિવારના સપના પુરા કરવા પરીક્ષા પાસ કરવા માટે દિવસ રાત જોયા વિના સતત મહેનત કરનાર વિદ્યાર્થીઓમાં ગુસ્સો અને હતાશા જોવા મળી રહી છે. વારંવાર આવી રીતે પરીક્ષાઓમાં છેલ્લા સમયે કરવામાં આવતા ફેરફારોથી વિદ્યાર્થીઓની તૈયારીઓ પર પાણી ફરી વળે છે અને પૈસાનું પણ પાણી થાય છે. ત્યારે હવે સરકારને બિનસચિવાલય ક્લાર્કની પરીક્ષા રદ કર્યા બાદ બ્રહ્મ જ્ઞાન થયુ છે. બિનસચિવાલયની પરીક્ષા પર સરકારને હવે બ્રહ્મજ્ઞાન થયુ છે. વિદ્યાર્થીઓના આક્રોશને જોતા સરકારે નવી જાહેરાત કરી છે. આગામી 1 મહિનામાં નવી…

Read More

પુન્હા આણુ યા આપલી સરકાર (ફરી લાવીએ આપણી સરકાર) લખેલું અને ભાજપના ચૂંટણી ચિહ્ન કમળના ચિત્રવાળું ટી શર્ટ પહેરેલા એક ખેડૂતે મહારાષ્ટ્રના બુલઢાણા વિસ્તારમાં આપઘાત કર્યો હતો જેને શિવસેનાએ ‘અત્યંત ગંભીર ઘટના’ ગણાવતું નિવેદન કર્યું હતું. મહારાષ્ટ્રમાં આ માસના છેલ્લા સપ્તાહમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. એની પૂર્વસંધ્યાએ બનેલી આ ઘટનાએ વિપક્ષોને એક જોરદાર મુદ્દો આપી દીધો હતો. ખેડૂતે એક વૃક્ષ પર લટકીને જાન આપી દીધો હતો. એના શરીર પર ભાજપના ચૂંટણી ચિહ્ન અને ચૂંટણી સંદેશ લખેલું  ટી શર્ટ હતું. એટલે શિવસેનાએ તરત આ વાતને ગંભીર ગણાવતું નિવેદન કરી નાખ્યું હતું. શિવસેનાની અબળખા છે કે ઉદ્ધવ ઠાકરેનો પુત્ર આદિત્ય ઠાકરે રાજ્યનો…

Read More

વડોદરાની મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના કારણે શહેરના જાહેર સ્થળો અને રહેણાંક વિસ્તારો માંથી જળચર જીવો મળ્યા હોવાના બનાવો બની રહ્યા છે. ગઇરાત્રે યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટીના મેન ગેટ ઉપર કોબ્રા નજરે પડતા ફોરેસ્ટ વિભાગને જાણ કરાઈ હતી અને મોડી રાત્રે કોબ્રાનું રેસ્કયુ કરાયું હતું. સદનસીબે ગઈકાલે રજાનો દિવસ અને રાત્રિનો સમય હોવાના કારણે અવર-જવર બંધ હતી અને તેના કારણે કોઈ જાનહાનિ થઈ નથી. આજ રીતે રાજમહેલ રોડ પર કાશી વિશ્વનાથ મંદિર સામે પેલેસના કમ્પાઉન્ડમાં ગઇરાત્રે 9 ફૂટનો મગર આવી જતા  અવર જવર કરતા  સ્થાનિક લોકોમાં ગભરાટ ફેલાયો હતો આ બાબતે ફોરેસ્ટ વિભાગની મદદ લેવાતા ફોરેસ્ટની ટીમે મગરને પકડી પાંજરે પૂર્યો…

Read More

આર્ટીકલ 370 હટાવ્યા બાદ જમ્મુ કાશ્મીરની સ્થિતીની સમીક્ષા કરવા પહોંચેલા સૂફી પ્રતિનિધિમંડળ તરફથી ઘાટીને લઈને ઘણી મોટી અને મહત્વપૂર્ણ વાતો કહી છે. સૂફી પ્રતિનિધિમંડળના સભ્ય નસીરુદ્દીન ચિશ્તીએ કહ્યું કે, ઘાટીમાં માનવાધિકારના ઉલ્લંઘનની કોઈ વાત સામે આવી નથી. પ્રતિનિધિમંડળે ઘણાં સ્થાનીક લોકો સાથે વાતચીત કરી અને જાણકારી પણ લીધી, પરંતુ દરેકે માનવાધિકારના ઉલ્લંઘનની વાત ફગાવી દીધી. અજમેર શરીફ દરગાહના નસીરુદ્દીન ચિશ્તીની અધ્યક્ષતામાં અખિલ ભારતીય સૂફી  સજ્જાદાનશી પરિષદનું પ્રતિનિધિમંડળ ત્રણ દિવસીય યાત્રા પર હતા. તેમણે કહ્યું કે, ઘાટીને લઈને પાકિસ્તાન જુઠ્ઠાણું ફેલાવી રહ્યું છે. તેમણે પાકિસ્તાની પ્રધાનમંત્રીના જિહાદ માટેના આહ્વાનને શર્મનાક ગણાવી. આ સાથે જ ઈમરાન ખાનને સલાહ આપતા કહ્યું કે, જો…

Read More

વરિયાવ ગામની સીમમાં ખેતરમાં નહેરના પાણી ઘુસી જતા નહેરનો દરવાજો બંધ કરવાના મુદ્દે થયેલા ઝઘડામાં સેગવા ગામના યુવાનોએ હુમલો કરી ખેડુતના દાંત તોડી નાંખતા મામલો જહાંગીરપુરા પોલીસ મથકમાં પહોંચ્યો છે. વરિયાવ-જહાંગીરપુરા રોડ સ્થિત મણીનગર સોસાયટીમાં રહેતા ખેડૂત લલીત ઉર્ફે લલ્લુ ભગવાન પટેલ (ઉ.વ. 48) નું ચાર વિંધાનું ખેતર અટોદરા કેનાલથી છુટી પડતી ટુ એલ કેનાલ પાસે આવેલું છે. જેમાં ગત રોજ નહેરના પાણી ભરાય જતા ઉભા પાકને નુકશાન નહિ થાય તે માટે પુત્ર મિરલ ખેતરે જઇ નહેરનો દરવાજો બંધ કરવા ગયો હતો. પરંતુ ત્યાં નજીકમાં જ ખેતર ધરાવતા વિજયભાઇ (રહે. હળપતિ વાસ, સેગવા-વસવાડી) નામના ખેડૂત સાથે નહેરનો દરવાજો બંધ કરવાના…

Read More

સરકારે રાજ્યોમાં જેનેરિક મેડિકલ સ્ટોર એટલે કે પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોરમાંથી 24 કલાક દવા મળી રહે તેવી વ્યવસ્થાની જાહેરાત કરી હતી, પરંતુ સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે વધુ એક વખત જેનરીક મેડીકલ સ્ટોર 24 કલાક ચાલતો નહીં હોવાનું બહાર આવ્યું છે. જેને કારણે દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળે છે. ગુજરાત રાજ્યના દર્દીઓને વિવિધ બીમારીઓમા લેવાતી દવાઓ 20થી 80 ટકા સસ્તી મળી રહે તે માટે રાજ્ય સરકારે રાજ્યભરમાં પ્રધાનમંત્રી જન ઔષધી સ્ટોર એટલે કે જેનરીક મેડીકલ સ્ટોરમા 24 કલાક દવાઓ મળશે. તેવી વ્યવસ્થા શરૂ કરી છે. આવા સમયે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં પણ જેનેરિક મેડિકલ સ્ટોર શરૂ કરવામાં આવ્યો…

Read More