જમ્મુ કાશ્મીરમાં પર્યટકોની અવરજવરને લઈને છેલ્લાં બે માસથી જોવા મળેલો પ્રતિબંધ હટાવવામાં આવ્યો છે. જમ્મુ કાશ્મીર વહિવટી તંત્ર દ્વારા જાહેર કરવામાં આવેલી સુચનામાં લખ્યું છે કે પર્યટકોને દરેક સંભવિત મદદ આપવામાં આવશે. જો કે હજુ સુધી ખીણ પ્રદેશમાં ઈન્ટરનેટ સુવિધા શરૂ કરવામાં આવી નથી. જમ્મુ કાશ્મીરમાંથી 5 ઓગસ્ટે આર્ટિકલ 370 હટાવ્યા બાદ નેતાઓ, અલગતાવાદીઓ, કાર્યકર્તાઓ અને વકીલો સહિત હજારથી વધુ લોકોને નજરકેદમાં રાખવામાં આવ્યા છે. જેમાં રાજ્યના ત્રણ પૂર્વ મુખ્યમંત્રી ફારૂખ અબ્દુલ્લા, ઉમર અબ્દુલ્લા અને મહેબૂબા મુફ્તી સામેલ છે. લગભગ 250 લોકો જમ્મુ કાશ્મીરની બહારે જેલ મોકલવામાં આવ્યા છે. ફારૂખ અબ્દુલ્લાને બાદમાં લોક સુરક્ષા કાયદા અંતર્ગત પકડવામાં આવ્યા હતા જ્યારે…
કવિ: Satya Day News
રાજ્યના મહિલા આયોગ દ્રારા આજે કવચ નામની એપ લોન્ચ કરવામાં આવી.કવચ પ્રોગામ દ્રારા ગુજરાતની મહિલાઓ અને દીકરીઓ સુરક્ષિત બનશે.શાળામાં અભ્યાસ કરતી દિકરીઓને બેડ ટચ અને ગુડ ટચ વિશેની જાણકારી આપવામાં આવશે સાથો સાથ આ એપ થકી દીકરીને આત્મસુરક્ષાની તાલીમ આપવામાં આવશે. આ એપમાં જીલ્લા દીઠ એક સ્કૂલમાં એક ટ્રેનર શિક્ષકની તાલીમ આપવામાં આવશે કુલ 33 જિલ્લામાં 33 ટ્રેનરની વ્યવસ્થા ઉભી કરવામાં આવશે. ધોરણ 9થી 12ની દીકરીઓને સેલ્ફ ડિફેન્સની તાલીમ આપવામાં આવશે. મહિલા આયોગ દ્વારા કવચ નામની એપ લોન્ચ કવચ એપ થકી મહિલાઓ અને દિકરીઓ બનશે સુરક્ષિત દિકરીઓને બેડ ટચ અને ગુડ ટચની અપાશે જાણકારી ધો.૯થી ૧૨ની વિધ્યાર્થીનીઓને અપાશે સેલ્ફ ડિફેન્સ…
દુનિયામાં એવી ઘણી જગ્યાઓ છે જે આજ દિન સુધી વૈજ્ઞાનિકો માટે પણ રહસ્ય જ છે, આવી જ એક જગ્યા છે દક્ષિણી અસમની જતિંગા વેલી. જતિંગા ગામમાં સપ્ટેમ્બર અને પ્ક્ટોબર મહિના દરમિયાન દર વર્ષે મોટી સંખ્યામાં પક્ષીઓ આવીને અતમહત્યા કરી લે છે. વદ પક્ષની રાતો દરમિયાન જતિંગા વેલીમાં આવા અજીબોગરીબ હાદસાની સંખ્યા બહુ વધી જાય છે. આ દિવસોમાં સાંજે અહીં બહુ ધુમ્મસ રહે છે અને બહુ ઝડપી પવન ફૂંકાય છે. સાંજે લગભગ 6 થી 10 વાગ્યાની વચ્ચે પક્ષીઓ આત્મહત્યા કરે છે અહીં. પક્ષીઓમાં સ્થાનીક અને પ્રવાસી ચકલીઓની લગભગ 40 પ્રજાતિઓનો સમાવેશ થાય છે. પક્ષીઓની આત્મહત્યાના રહસ્ય બાબતે આ વિસ્તારમાં ઘણી અલગ-અલગ…
દેશભરના ઉર્જા મંત્રીઓની એક કોન્ફરન્સ 11મી અને 12મી ઓક્ટોબરે સરદાર સરોવર ડેમ કેવડિયા ખાતે યોજવામાં આવશે. આ કોન્ફરન્સમાં ઉર્જા અને પુનઃપ્રાપ્ય ઉર્જા અંગે ચર્ચા વિચારણા કરવામાં આવશે. કેન્દ્રના ઉર્જા મંત્રી આર.કે. સિંગ આ કોન્ફરન્સને ખુલ્લી મૂકશે. દેશભરમાં ઊર્જા ક્ષેત્રમાં થયેલી નવી કામગીરી અંગે માહિતીનું આદાનપ્રદાન કરવામાં આવશે. બે દિવસની રાષ્ટ્રીય કાન્ફરન્સમાં ઉર્જા ક્ષેત્રમાં દેશના જુદાં જુદાં રાજ્યમાં કરવામાં આવેલી કામગીરીની વિશેષતાઓ અંગે ચર્ચાવિચારણા કરવામાં આવશે. આ કાન્ફરન્સમાં તમામ રાજ્યો, કેન્દ્ર શાસિત પ્રદેશના ઉર્જા મંત્રીઓ, ઉર્જા સચિવો અને વીજ વિતરણ કંપનીઓના ચૅરમેન ઉપસિૃથત રહેશે. તેમાં અલ્ટ્રા મેગા રિન્યુએબલ એનર્જી પાર્કની સ્થાપના અંગે પણ ચર્ચા થશે. સોલાર રૂફટોપ, સરહદી વિસ્તારોમાં રિન્યુએબલ એનર્જીના…
રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજર રહ્યા જ્યાં તેમણે ગુનો કબૂલ્યો નથી. કેસની આગામી સુનાવણી 10 ડિસેમ્બરે હાથ ધરાશે. રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતની બે દિવસીય મુલાકાતે આવ્યા છે. આજે ગુરૂવારે રાહુલ ગાંધી સુરત કોર્ટમાં હાજરી આપશે. ગુજરાત કોંગ્રેસે રાહુલ ગાંધીનુ જોરદાર સ્વાગત કરવા તૈયારીઓ કરી છે. 11મીએ કોર્ટની તુદત હોઇ ફરી રાહુલ ગાંધી અમદાવાદ આવશે. પ્રદેશ પ્રભારી રાજીવ સાતવ,પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા ઉપરાંત પ્રદેશના નેતાઓ સુરત પહોંચ્યાં છે. કોર્ટ કાર્યવાહી પૂર્ણ કરી રાહુલ ગાંધી મહારાષ્ટ્ર જશે. મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી હોવાથી રાહુલ ગાંધીની જાહેરસભા આયોજીત કરાઇ છે. 11મી રાહુલ ગાંધી ફરી અમદાવાદ આવશે.…
મુંબઇમાં હીરાનો ધંધો કરતા પુત્રના લેણદારોએ મધરાત્રે ઘરમાં ઘુસી પિતા પર લાકડાના ફટકા વડે હુમલો કરી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ઘટના મોટા વરાછાની વૃંદાવન સોસાયટીમાં બનવા પામી છે. મોટા વરાછાના ભોજલરામ ચોકની વૃંદાવન સોસાયટીમાં રહેતા હીરા દલાલ મધુભાઇ સવજીભાઇ ભાલાળા (ઉ.વ. 60 મૂળ રહે. સીમરન ગામ, તા. સાવરકુંડલા, જિ. અમરેલી) ગત રાત્રે પરિવાર સાથે ઘરે સુતેલા હતા ત્યારે દોઢ વાગ્યાના અરસામાં કોઇકે દરવાજો ખખડાવ્યો હતો. જેથી મઘુભાઇએ બારીમાંથી નજર કરતા મુંબઇ ખાતે હીરાનો ધંધો કરતા પુત્ર કેતનના પરિચીત જતીન ગોરસીયા અને વિપુલ હરીપરા હોવાથી દરવાજો ખોલ્યો હતો. દરવાજો ખોલતા વેંત જતીન અને વિપુલ ઘરમાં ઘુસી ગયા હતા અને કેતન…
ભારતીય રેલવેએ દેશમાં રેલવે તંત્રના ખાનગીકરણની દિશામાં વધુ એક પગલુ ભર્યુ છે. રેલવે દેશના 50 રેલવે સ્ટેશનનુ સંચાલન ખાનગી કંપનીઓના હવાલે કરશે. આ માટે કેન્દ્ર સરાકરે તૈયારીઓ શરૂ કરી દીધી છે. નીતિ આયોગના મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંતનુ કહેવુ છે કે, આ બાબતે રેલવે મંત્રી સાથે વિસ્તારથી વાતચીત થઈ છે અને આ મામલાને પ્રાથમિકતા આપવાની જરૂર લાગે છે. પ્રોજેક્ટના ઈમ્પ્લિમેન્ટેશન માટે રેલવે બોર્ડના સભ્યો, એન્જિનિયર્સ અને બીજા લોકોનુ એક ગ્રૂપ બનાવવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, રેલવે દેશમાં 150 જેટલી ટ્રેનોનુ સંચાલન પણ ખાનગી કંપનીઓને સોંપવા માંગે છે. એંક અંગ્રેજી અખબારના અહેવાલમાં રેલવે બોર્ડના ચેરમેન વિનોદ કુમાર યાદવને ટાંકીને કહેવામાં આવ્યુ…
દવાની આડઅસરનો એક ચોંકાવનારો કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. આ દવાની આડઅસરના કારણે એક પુરૂષના સ્તન મહિલાઓની જેમ વધી ગયા હતા. આ મામલો કોર્ટમાં જતા ફિલાડેફિલિયાની કોર્ટે જોન્સન એન્ડ જોન્સન કંપનીને રૂપિયા 56,000 કરોડનો દંડ ફટકાર્યો છે. કંપની તેના એન્ટિફિઝિયોટિક ડ્રગ રિસ્પરડેલ અંગે યુવાનને ચેતવણી આપી શકી ન હતી અને આ યુવાનની છાતી સ્તનમાં ફેરવાઇ ગઇ હતી. જોન્સન એન્ડ જોન્સનની સબ્સિડીયરી કંપની જોનસન ફાર્માસ્યુટિકલ બજારમાં ગેરકાયદે આ પ્રકારની દવાનું વેચાણ કરી રહી હતી. જેનાથી ગંભીર ખતરો ઉભો થઇ શકે છે. કોર્ટના રેકોર્ડ અનુસાર મેરીલેન્ડમાં રહેતા નિકોલસ મરેના સ્તન મહિલાઓની જેમ મોટા થઇ ગયા હતા. રિસ્પરડેલ દવાને લઇને પહેલી ટ્રાયલ પર…
આ વર્ષે વરસાદની સીઝન છેક છેલ્લે સુધી આશીર્વાદ વરસાવી રહી હોય તેમ લાગી રહ્યું છે. નવરાત્રિ દરમ્યાન પણ વરસાદે મહેર કરી છે ત્યારે દિવાળી સુધી વરસાદ વરસે તેવી આશા સેવાઈ રહી છે. જોકે આ બધીજ આશા અપેક્ષાઓ વચ્ચે સારા સમાચાર એ છે કે સુરતીઓ માટે જીવાદોરી સમાન ઉકાઈ ડેમ આ વર્ષે 100 ટકા ભરાઈ ગયો છે. જ્યારે પણ કોઝવેનું જળસ્તર ઓછું થાય ત્યારે સપાટીને મેન્ટેઇન કરવા માટે ઉકાઈ ડેમમાંથી પાણી છોડવામાં આવે છે. આ વખતે જે રીતે ઉકાઈ ડેમ છલોછલ થયો છે તે જોતા કહી શકાય કે સુરત અને આસપાસનાં વિસ્તારોમાં બે વર્ષ સુધી પાણીની અછત થવાની નથી. ઉકાઈ ડેમ…
‘ધડક ગર્લ’ જાહ્નવી કપૂર તેની ફેશન સેન્સને લઇને હંમેશા ચર્ચામાં રહે છે. જાહ્નવીનું જિમ લુક હોય કે એરપોર્ટ લુક તેનો દરેક અંદાજ ગજબ હોય છે. 22ની જાહ્નવી તેની ડ્રેસિંગથી મોટી-મોટી હસીનાઓને ટક્કર આપે છે. જાહ્નવીને સારી રીતે ખબર છે કે કેવી રીતે ફેશનને ટોપ પર રાખવી. છોકરીઓ તેના ડ્રેસિંગ સેન્સને ફોલો કરે છે. હાલમાં જ જાહ્નવીને કેટલીક તસવીરો સોશિયલ મીડિયામા વાયરલ થઇ રહી છે. જોકે, તે મુંબઇમાં એલે બ્યુટી એવોર્ડ્સ હતો જેમ બોલીવૂડની અભિનેત્રીઓ પોતાનો હોટ અંદાજ બતાવતી નજરે પડી,. જાહ્નવી પણ આ એવોર્ડ શોમાં પહોંચી હતી.