રિલાયન્સ જિયોમાંથી કોઈ અન્ય નેટવર્ક પર કોલ કરવા પર હવે કંપની ઇંટરકનેક્ટ યુસેજ ચાર્જ (આઇયુસી) લેશે. રિલાયન્સ જિયોએ બુધવારે તેની જાહેરાત કરી તેમજ તેના પછીના દિવસે એટલે કે ગુરુવારે વોડાફોન આઈડિયા લિમિટેડ (વીઆઇએલ) એ આઈયુસીને લઇને મોટી જાહેરાત કરી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે તે તેના કસ્ટમર્સથી બીજા નેટવર્ક પર કોલ કરવા માટે અલગ કોઈ ચાર્જ (IUC) લેશે નહીં. કંપનીએ ટ્વિટ કરી આ વિશેની માહિતી આપી છે. વોડાફોન-આઇડિયાએ કહ્યું છે કે તે પોતાના ગ્રાહકોને કોઈ વધારાનો બોજ આપવા માગતી નથી. કે ગ્રાહકને દરેક વખતે કોલ કરતા સમયે વિચારવું પડે કે ઓન-નેટ (વોડાફોન આઇડિયાથી વોડાફોન આઇડિયા) કોલ કરીએ અથવા ઓફ નેટ…
કવિ: Satya Day News
ગુજરાતની જાણીતી ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માને અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (USFDA) તરફથી ઈન્દ્રદ પ્લાન્ટ માટે વોર્નિંગ લેટર આપવામાં આવ્યો છે. કંપનીને આ લેટર USFDA દ્વારા ઓગસ્ટ 2019માં તેના નિરીક્ષણને ઓફિશિયલ એક્શન ઇન્ડિકેટેડ (ઓએઆઈ) તરીકે વર્ગીકૃત કરાયાના સંદર્ભમાં આપવામાં આવ્યો છે જે દર્શાવે છે કે કંપનીમાં રેગ્યુલેટરી અને એડમિનિસ્ટ્રેટીવ એક્શનની જરૂર છે. ટોરેન્ટનો દહેજ પ્લાન્ટ, યુ.એસ. સપ્લાય માટે પણ મહત્વપૂર્ણ છે અને તે પહેલાથી જ USFDAની સત્તાવાર કાર્યવાહી સૂચવેલ સ્થિતિ હેઠળ છે. ટોરેન્ટ માટે અમેરિકામાં નિકાસ માટે ઈન્દ્રદ મહત્વનો પ્લાન્ટ ટોરેન્ટ ફાર્મા માટે યુ.એસ.ની આવકના 80%થી વધુ ફાળો ઇન્દ્રદ પ્લાન્ટમાંથી આવે છે જે તૈયાર ઉત્પાદ અને સક્રિય ફાર્મા ઘટકો પૂરા…
‘સેક્રેડ ગેમ્સ’ બાદ સૈફ અલી ખાન અન્ય એક વેબ સીરિઝ ‘તાંડવ’માં કામ કરવાનો છે. આ સીરિઝ અમેરિકન પોલિટિકલ થ્રિલર ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ જેવી હશે. ઉલ્લેખનીય છે કે ‘હાઉસ ઓફ કાર્ડ્સ’માં અમેરિકન પ્રેસિડેન્ટની ઓફિસની વાત કરવામાં આવી હતી. સીરિઝમાં કેવિન સ્પેસી તથા રોબિન રાઈટ લીડ રોલમાં હતાં. સૈફે કહ્યું હતું કે ‘તાંડવ’ ભારતીય રાજકારણ પર આધારિત છે. તે અમેરિકાના કોઈ ઉદાહરણ આપવા માગતો નથી પરંતુ તેની આ સીરિઝ ‘હાઉસ ઓફ કાર્ડ્સ’ પર આધારીત છે. આ સીરિઝમાં દલિત રાજકારણ, યુપી પોલીસ અને નક્સલવાદ વગેરે બાબતોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સીરિઝમાં સૈફ અલી ખાન રાજકારણીનો રોલ પ્લે કરશે. આ સીરિઝને અલી અબ્બાસ ઝફર…
ઉત્તરાખંડના પહાડોમાં યોજાયેલી અલ્ટ્રા ટ્રેઈલ દોડ સ્પર્ધામાં સુરતના ખ્યાતિ પટેલ 44 કલાક 59 મિનિટમાં 220 કિમી રેસ પૂરી કરી અલ્ટ્રા ટ્રેઈલ દોડ પુરી કરનાર ગુજરાતના પ્રથમ અને ભારતના બીજા મહિલા બન્યા છે. આ રેસમાં સમગ્ર ભારતમાંથી 8 દોડવીરોએ ભાગ લીધો હતો તેમજ સુરતમાંથી વિવિધ કેટેગરીમાં ચિંતન ચંદારણા, ડો.આશિષ કાપડિયા, હર્ષિલ દેસાઈ, ડો.જીગ્નેશ પટેલ અને ડો.સંકેત પટેલે ભાગ લીધો હતો. ખ્યાતિ પટેલે 220 કિમી કેટેગરીમાં ભાગ લીધો હતો. રેસમાં વચ્ચે ઊંઘવાનો સમય મળતો નથી આ રેસ 48 કલાકમાં પૂર્ણ કરવાની હોય છે. 44 કલાક 59 મિનિટમાં પૂર્ણ કરી હતી. આ રેસ કરવાથી તેના પોઈન્ટ ફ્રાન્સમાં વૈશ્વિક સ્તરે યોજાતી યુટીએમબી રેસમાં સ્થાન…
થરાદમા મંગળવારે પરણીત પ્રેમીકાથી છુટકારો મેળવવા પરણીત પ્રેમી પ્રેમીકા સાથે દુપટ્ટો બાંધી થરાદની કેનાલમા કુદ્યો હતો અને પ્રેમીકાને કેનાલમા ડુબાડ્યા બાદ પોતે પ્રેમીકા સાથે બાંધેલો દુપટ્ટો છોડી બહાર નીકળી જતા પ્રેમીકાના પતિના પિતરાઇ ભાઇએ પ્રેમીકાને મોતને ઘાટ ઉતારનાર પ્રેમી સામે ફરીયાદ નોધાવતા પોલીસે હત્યાનો ગુનો દાખલ કર્યો છે. પ્રેમીએ પ્રેમિકાને મોતને ઘાટ ઉતારતા હત્યાનો ગુનો નોધાયો થરાદના અભેપુરા ગામે રહેતો પરણીત ભરતભાઇ શંકરભાઇ પ્રજાપતિ થરાદની જ એક પરણીત યુવતી સાથે પ્રેમ સંબંધમાં હતો.પરંતુ બંને જણ અલગ અલગ સમાજના હોવાને કારણે અને બંન્ને પરણીત હોવાને કારણે સાથે જીવી શકે તેમ ન હતા. જો કે મંગળવારે મધરાત્રે પ્રેમીકાએ પ્રેમીને મળવા બોલાવ્યો હતો.ત્યારે…
ગુજરાત હાઇકોર્ટ અને અન્ય અદાલતોમાં પટાવાળાની નોકરી સહીત વર્ગ-4 ની નોકરી માટે 19 ડોક્ટરોએ અરજી કરી હતી. પરીક્ષા પાસ કરવા માટે 7 ડોક્ટરોએ 30 હજાર રૂપિયાના પગારવાળી આ નોકરીનો સ્વીકાર કરી લીધો છે. 1149 પદ માટે અરજી મંગાવી હતી. કુલ 1,59,278 અરજી પ્રાપ્ત થઇ હતી. જેમાંથી 44,958 સ્નાતક છે. પરીક્ષા સહીત પ્રક્રિયા બાદ 7 ડોક્ટર,450 એન્જીનીયર,543 ગ્રેજ્યુએટે વર્ગ-4ની નોકરીનો સ્વિકાર કર્યો છે. જેમાં પટાવાળા અને પાણી પીવડાવવા વાળા લોકો પણ સામેલ છે. હાઇકોર્ટમાં જજ બનવા માટે LLM ડિગ્રી માન્ય છે. બીજ શબ્દોમાં જજ બનવા વાળા સમકક્ષ યોગ્યતા વાળા ડિગ્રીધારક વર્ગ-04ની ભરતી પરીક્ષામાં બેઠા હતા. પસંદગી થતા નોકરી જોઈન કરવાની તૈયારી પણ…
રાષ્ટ્રીય ટ્રાન્સપોર્ટર લગભગ 150 ટ્રેનો ચલાવવા માટે ખાનગી ખેલાડીઓને આમંત્રણ આપવા માટે બિડિંગ દસ્તાવેજોને અંતિમ સ્વરૂપ આપવાની તૈયારીમાં છે. તેજસ એક્સપ્રેસ ટ્રેન માટે ઉત્તેજનાનો મોટા ભાગનો પ્રારંભિક માંગને કારણે છે કે આઇઆરસીટીસી સંચાલિત તેજસ એક્સપ્રેસ આકર્ષિત થઈ રહી છે. મુંબઇ અને અમદાવાદ વચ્ચે ચાલનારી આગામી તેજસ સેવા હાલમાં તૈયાર થઈ રહી છે. મુંબઈ-અમદાવાદ અને મુંબઇ-પુણે મુસાફરી સહિતના 12 થી વધુ રૂટ પર ઇન્ટરસિટી એક્સપ્રેસ માટે ખાનગી ખેલાડીઓને આમંત્રણ આપવાની પણ દરખાસ્ત કરવામાં આવી છે. આ ઉપરાંત ખાનગી ખેલાડીઓ દ્વારા મુંબઈ, કોલકાતા, ચેન્નાઈ અને સિકંદરાબાદમાં પરા ટ્રેનો ચલાવવાની દરખાસ્ત પણ છે. સોમવારે આઈઆરસીટીસીના અધિકારીઓએ અનાવરણ કર્યું હતું તેજસ એક્સપ્રેસ, વચ્ચે ખાનગી…
કેવડિયા ખાતે સ્ટેટ્યૂ ઓફ યુનિટીનું ગત વર્ષે ઉદ્ઘાટન કર્યા બાદ હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી. પ્રવાસીઓ આકાશમાં જઈને પણ વિશ્વના આ સૌથી ઊંચા સ્ટેચ્યુને નિહાળી શકે અને આકાશી વ્યૂહ દ્વારા નર્મદા ડેમ અને સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોઈ શકશે તે હેતુથી અહીં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી હતી, પરંતુ હાલ આ હેલિકોપ્ટર સેવા બંધ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે જંગલ સફારી બનાવવામાં આવી છે. ત્યારે હેલિકોપ્ટરના અવાજથી સફારીમાં પ્રાણીઓ ડરી જતા હોવાથી હાલ પૂરતી આ સેવા બંધ કરવામાં આવી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના સીઈઓ અને નર્મદા જિલ્લાના કલેક્ટર આઈ.કે. પટેલે જણાવ્યું કે, સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ચાલતી હેલિકોપ્ટર સેવા હાલ પૂરતી બંધ કરવામાં…
મહરાષ્ટ્રના પૂણેમાં ઝોમેટો ડિલવરી બોય દ્વારા પાલતુ શ્વાનના અપહરણની ઘટના સામે આવી છે. પૂણેના દંપતીએ આક્ષેપ કર્યો છે કે, ઝોમેટોના ડિલવરી બોયે તેમના પાલતુ શ્વાન ડોટ્ટુનું અપહરણ કર્યું છે. વંદના શાહે ટ્વિટર પર સમગ્ર ઘટના અંગે વાત કરતા ઝોમેટો પાસેથી આ અંગે મદદ માગી છે. વંદના શાહે જણાવ્યું કે, સોમવારે કર્વે રોડ સ્થિત તેમના ઘર પાસેથી ડોટ્ટુ ગુમ થઇ ગયો હતો. અનેક કલાકો પછી પણ ડોટ્ટુ નહીં મળતા અમે પરેશાન થઇ ગયા હતા. અમે આજુબાજુના વિસ્તારમાં ડોટ્ટુને શોધવાના પ્રયાસ કર્યા હતા, છેલ્લે અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. અમારા ઘરની નજીકમાં આવેલા એક રેસ્ટોરન્ટ પાસે કેટલાક ફૂડ ડિલવરી બોયને જ્યારે…
બીજા વિશ્વ યુદ્ધને પૂર્ણ થયાને 75 વર્ષ થવા આવ્યા છે પરંતુ હજી પણ તે વખતના બોમ્બ લોકોનો ભોગ લઈ રહ્યા છે. તાજેતરમાં જ યુરોપીયન દેશ પોલેન્ડમાં જ આવી એક ઘટના ઘટી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન ફેંકવામાં આવેલા એક બોમ્બને ડિફ્યૂઝ કરતી વખતે તેમાં બ્લાસ્ટ થતા બે જવાન શહીદ થઈ ગયા છે તેમજ બે જવાન ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. ડિફેન્સ મિનિસ્ટર મારિઉસ બ્લાસ્જજાકના જણાવ્યા અનુસાર આ બોમ્બ બ્લાસ્ટ એ વખતે થયો હતો જ્યારે જવાનો તેને ડિફ્યુઝ કરવા માટેની મથામણ કરી રહ્યા હતા. આ દુર્ઘટના પોલેન્ડના કુજનિયા રાસિબોર્સકા પાસેના જંગલમાં ઘટી હતી. દુર્ઘટનામાં ઈજાગ્રસ્ત થયેલા જવાનોને સારવાર માટે તાત્કાલિક ધોરણે…