પ્યાર કા પંચનામા સિરીઝની ફિલ્મોથી પ્રસિદ્ધ થયેલો અભિનેતા કાર્તિક આર્યન હંમેશા ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયામાં ખુબ ફેમસ છે. તેના વીડિયો અને ફોટોઝ અવાર નવાર વાયરલ થતાં જોવા મળે છે. આમ તો તેને ચોકલેટી બોય તરીકે ઓળખવામાં આવે છે અને ગર્લમાં તે વધારે ફેમસ થયેલું કેરેક્ટર છે. કેટલાક દિવસો પહેલા તે કરીનાના શોમાં પહોંચ્યા હતો કે ત્યારનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં કરીના પોતાના શો વિશે વાત કરી રહી હતી. આ વીડિયોમાં મેઈન વાત એ છે કે જેનાં કારણે વીડિયો વાયરલ થઈ રહ્યો છે એ એમ છે કે કાર્તિક આર્યન એવું કહે છે…
કવિ: Satya Day News
બોલિવૂડ એક્ટ્રેસ રાખી સાવંત છેલ્લા ઘણા સમયથી દાવો કરી રહી છે કે તેને એક એનઆરઆઈ વ્યાપારી સાથે લગ્ન કરી લીધા છે. જોકે રાખીના આ દાવા પર ખુબ જ ઓછા લોકો વિશ્વાસ કરી રહ્યાં છે. કારણ કે રાખી અત્યાર સુધીમાં ક્યારેય કેમેરા સામે પોતાના પતિને લાવી નથી. માત્ર રાખી જ તેના લગ્ન થઈ ગયા હોવાના પુરાવા આપે છે. જોકે રાખીએ પોતાના પતિને લઈને એક જાણીતા માધ્યમ સાથે દિલખોલીને વાતચીત કરી હતી. રાખીએ પોતાના પતિ સાથે તેના સંબંધો, તેના અસ્તિત્વ, સ્વભાવ અને કેમેરા સામે ના આવવાના કારણોથી લઈને પોતાના સ્વભાવ અને પોતાની પ્રેગ્નેન્સી સહિતના તમામ મુદ્દાઓ પર વાતચીત કરી હતી. રાખી સાવંતે…
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના પ્રમુખ મોહન ભાગવતે જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370ને હટાવા માટે મોદી સરકારના ભારોભાર વખાણ કર્યા હતાં. સાથો સાથ તેમણે પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન પર પણ નિશાન સાધ્યું હતું. તેમણે ઈમરાન ખાનને સલાહ આપી હતી. દશેરાના અવસર પર નાગપુરમાં આયોજીત કાર્યક્રમમાં આરએસએસના પ્રમુખે દેશની સુરક્ષા વ્યવસ્થા, ભારતીય સેનાની તૈયારી અને સુરક્ષા નીતિના મોર્ચા પર કેન્દ્ર સરકારના વખાણ કર્યા હતા. પીએમ મોદીની પ્રશંસા કરતાં ભાગવતે કહ્યું હતું કે, આ સરકારે કેટલાંય મોટા નિર્ણયો લઇને દેખાડી દીધું છે કે તેમનામાં જનાભાવનાની સમજણ છે. આ દરમ્યાન ભાગવતે એ લોકો પર પણ નિશાન સાંધ્યું હતું કે, જે દેશના વિકાસમાં અડચણો ઉભી કરી છે.…
કૉમિક બુક્સના ઇતિહાસમાં સૌથી ખતરનાક વિલન જો કોઇને માનવામાં આવતો હોય તો તે છે જોકર. બેટમેન સીરીઝની કૉમિક્સ, કાર્ટૂન અને ફિલ્મોમાં જોકરની દહેશત જોવા મળે છે. હવે આ જ કિરદાર જોકર પર એક ફિલ્મ રિલિઝ કરવામાં આવી છે. ફિલ્મમાં દર્શાવવામાં આવ્યું છે કે કેવી રીતે એક નૉર્મલ વ્યક્તિ ગાંડાપણા અને ક્રાઇમના રસ્તે ચાલવા લાગે છે. આર્થર ફ્લેક (હૉકિન ફિનિક્સ) પોતાના જીવનથી ખૂબ જ નિરાશ છે. તે પોતાની બિમાર મા (ફ્રાંસિસ કૉરનૉય) સાથ રહે છે અને પાર્ટ ટાઇમ એક જોકરનું કામ કરે છે પરંતુ તેમાં તેની કોઇ વધુ કમાણી નથી થતી. આર્થરની મુશ્કેલી ત્યાર વધી જાય છે જ્યારે શહેરમાં પ્રામાણિકતાથી જીવવુ…
સુરતના રાંદેર ટાઉનમાં આવેલી બેંક ઓફ બરોડાના એક પત્ર મળ્યો છે. પત્રમાં બે કર્મચારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે. પત્રમાં એક મહિલા અને પુરૂષ કર્મચારીની પાંચ લાખમાં સોપારી આપી હોવાનો ઉલ્લેખ કરાયો છે. ત્યારે ધમકી ભર્યા આ પત્રને લઈને બેંકના મેનેજરે રાંદેર પોલીસ સ્ટેશનમાં અરજી કરી છે. પોલીસે ફરિયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
દશેરાના દિવસે સુરત ખાતે મુસ્લિમ પરિવાર દ્વારા તૈયાર કરવામાં આવેલા રાવણના પૂતળાનું દહન કરાશે. ઉત્તરપ્રદેશથી મુસ્લિમ પરિવાર સુરતના VIP રોડ પર 65 ફુટ સહિત 50 ફૂટના બે મળી ત્રણ રાવણના પૂતળા બનાવ્યા છે. જે પુતળાને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. છેલ્લા દોઢ માસથી સુરત ખાતે મથુરાથી મુસ્લિમ પરિવાર આવ્યો છે. મુસ્લિમ પરિવાર દશેરા માટેની તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. આ તૈયારી છે વિશાલકાય રાવણ બનાવવાની. કારણ કે આ દિવસે ભગવાન શ્રીરામ રાવણના પૂતળાનું દહન કરશે અને ફરીથી સંદેશ આપશે કે અસત્ય પર સત્યની વિજય થાય છે. ભગવાન રામ રાવણના પૂતળાનું દહન કરી શકે આ માટે મુસ્લિમ પરિવાર ખૂબ જ…
વિશ્વના ઘણા દેશોમાં હીરાની ખાણો છે, જ્યાં નાના-મોટા દરેક પ્રકારના હીરા ઘણા વર્ષોથી નિકાળવામાં આવે છે, પરંતુ આવો હીરાને ઇતિહાસમાં ક્યારેય મળ્યો નથી. ખરેખર, દુનિયામાં પહેલીવાર એવું બન્યું છે. જ્યારે હીરાની અંદર કોઈ હીરા જોવા મળે છે. આ હીરા યકુશિયાની ન્યુરબા ખાણમાંથી મળી આવ્યો છે, જેને કહેવામાં આવી રહ્યું છે કે તે 80 કરોડ વર્ષથી પણ વધુ જૂનો છે. રશિયાના સાઇબિરીયામાં ખાણકામ કરનારી કંપની એલોરોસા પીજેએસસીના જણાવ્યા અનુસાર આ હીરાનું વજન 0.62 કેરેટ છે જ્યારે તેની અંદરના હીરાનું વજન 0.02 કેરેટ છે. હીરાની અંદરના હીરાને લીધે, તે રશિયાની પરંપરાગત ગલી ‘માટ્રિઓશકા’ તરીકે વર્ણવવામાં આવી રહી છે. હીરાની કિંમત આશરે 426…
ઘરના ઘરનું સપનું પુરૂ કરવા માટે પ્રધાન મંત્રી આવાસ યોજનાને લાઇને જાગ્રુતતાનો અભાવ અને ફાઇનાન્સ સિસ્ટમને લઇને લોકના બદલતા એસ્ટીમેન્ટના કારણે યોજનામાં અનેક સમસ્યા ઉભી થઇ છે.સબ્સિડી યોજનાની સમસ્યા લઇને સબસિડી પાછી લઇ લેવાની ફરીયાદોથી સમાન્ય લોકોમાં ગેરસમજ ફેલાઇ છે. 14000 કરોડથી વધુ સબસિડી અપાઇ આ બાબત પર જ્યારે તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યુ કે આ યોજનાનું નામ ક્રેડિટ લિંક્ડ સબસિડી યોજના છે,જેમા રૂપિયાની સ્કિમ બધા નિયમો પુરા કરનાને આ યોજનાનો લાભ મળે છે,ઉલ્લેખનીય છે કે આ યોજના અંતર્ગત 14000 કરોડથી પણ વધુ સબસિડી આપવામાં આવી છે. નકલી ફોર્મ મળી રહ્યા છે યોજના ના નામે લોકોને છેતરવા લોકો પાસે નકલી…
આથિયા શેટ્ટી હાલ પોતાના અંગત સંબંધને કારણે ચર્ચામાં છે. તેની અને ક્રિકેટર કે.એલ રાહુલની દોસ્તી વધી રહી છે. ચર્ચા તો એવી પણ છે કે, આથિયા અને રાહુલ ડેટ કરી રહ્યા છે. આ જોડીવારંવાર ડિનર અને ઇવેન્ટમાં સાથે જોવા મળે છે. તાજેતરમાં જ આથિયા અને રાહુલ ડિનર પર ફરી સાથે જોવા મળ્યા હતા. ત્યારથી બન્ને એકબીજાને ડેટ કરીરહ્યા હોવાની ચર્ચાને વેગ મળ્યો છે. તાજેતરમાં આથિયા અને રાહુલ સાથે જોવા મળ્યા હતા. આથિયાએ બ્લેક બ્લેઝર અને વ્હાઇટ ક્રોપ ટોપ પહેર્યું હતું, જ્યારે રાહુલે વ્હાઇટ ટી શર્ટ અને ડેનિમ જેકેટ પહેર્યું હતું. તેમની સાથે સૂરજ પાંચોલી અને આકાંક્ષા રંજને પણ જોઇન્ટ હતા. ડિનર…
સુરત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં સમિતિની કચેરીના વહીવટ સામે શાસક-વિપક્ષ બંને પક્ષના સભ્યોએ બળાપો ઠાલવ્યો હતો. જેમાં સમિતિના ક્લાર્કે સ્કુલ બેગનો રિપોર્ટ નેગેટિવ હોવા છતાં રિપોર્ટ દબાવી રાખતા 27 લાખનો ઓર્ડર આપ્યો હોવાનો ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની સામાન્ય સભામાં વિપક્ષી સભ્ય સુરેશ સુહાગીયાએ સમિતિના કર્મચારી દ્વારા માહિતી આપી ન હોવાથી જવાબ આપે છે તે યોગ્ય નથી. વિદ્યાર્થીઓને સ્કુલ બેગ ખરીદી પહેલા ટેસ્ટિંગ રિપોર્ટ લેવાનો હોય છે. ટેસ્ટમાં રિપોર્ટ નેગેટિવ હોવા છતાં ક્લાર્ક દ્વારા રિપોર્ટ દબાવી રાખવામા આવ્યો હોવાના કારણે 27 લાખ રૂપિયાનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે. આક્ષેપ ગંભીર છે આવી કામગીરી કરનારા…