બિહાર અને ગુજરાત પછી હવે રાજસ્થાનમાં દારૂબંધીની માગણી થતાં રાજસ્થાનના મુખ્ય પ્રધાન અશોક ગેહલોતે એવો આક્ષેપ કર્યો હતેા કે ગુજરાતમાં છેલ્લાં સિત્તેર વર્ષથી દારુબંધી હોવાના દાવા કરાય છે પરંતુ ગુજરાતમાં ઘરે ઘરે છૂટથી દારૂ પીવાય છે. આવી દારુબંધીનો કશો અર્થ રહેતો નથી. ‘અંગત રીતે હું પોતે પણ દારુબંધીમાં માનું છું. અગાઉ એકવાર રાજસ્થાનમાં દારુબંધી લાદી હતી પરંતુ એ સફળ થઇ નહોતી. દેશની આઝાદીના પહેલા દિવસથી ગુજરાતમાં દારુબંધી છે પરંતુ સૌથી વધુ દારુ ગુજરાતમાં વેચાય અને પીવાય છે. આવી દારુબંધીમાં હું માનતો નથી’ એમ ગેહલોતે કહ્યું હતું. રવિવારે રાજસ્થાનના ડુંગરપુર વિસ્તારના સાગવાડા પ્રદેશમાં દિગંબર જૈન છાત્રાલયના શીલાન્યાસ સમારોહમાં ગેહલોત બોલી રહ્યા…
કવિ: Satya Day News
વીર નર્મદ યુનિવર્સિટીના કુલપતિને રજીસ્ટરની નિમણૂકને લઈને ભારે લપડાક મળી છે. રાજ્યના શિક્ષણ વિભાગે યુનિવર્સિટીના આ ઉતાવળે લીધેલા નિર્ણયને ફગાવી દઈને નિમણૂક નામંજૂર કરી દેતા વિવાદનું ઘર શરૂ થયું છે. યુનિવર્સિટીમાં કોઈને પણ જાણ કર્યા વગર કુલપતિ ડૉ.ગુપ્તાએ પાલિકામાં કાગળ લખીને પર્સનલ ઓફિસર હિરનેશ ભાવસારની રજીસ્ટર તરીકે પસંદગી કરવા માટે રજૂઆત કરી હતી. સ્થાયી સમિતિએ મંજૂરી તો આપી દીધી હતી પરંતુ સામાન્ય સભામાં મંજૂરી બાકી હતી. તેમ છતાં સ્થાયી સમિતિના નિર્ણયને આધારે ભાવસાર ઇન્ચાર્જ રજિસ્ટર તરીકે યુનિવર્સિટીમાં બેસી ગયા હતા. બીજી બાજુ પાલિકાની સામાન્ય સભાઓની નિમણૂક પર બ્રેક મારી દીધી હતી. આ બ્રેક વચ્ચે રાજ્યના શિક્ષણ વિભાગ પાસે કુલપતિએ તેમની…
અડાજણ વિસ્તારમાં ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીના ક્લાસમેટ સાથેના ફોટા પાડી માતાને બતાવીશ એમ કહી બ્લેકમેલ કરી જબરજસ્તી પોતાની કારમાં બેસાડી કાપડના વેપારીએ દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો. અડાજણ પોલીસે કપડા વેપારીની ધરપકડ કરી છે. અડાજણ વિસ્તારમાં રહેતી અને ધો.8માં અભ્યાસ કરતી વિદ્યાર્થિની શનિવારે બપોરના અરસામાં એલ.પી. સવાણી વિસ્તારમાં તેના કલાસમેટ સાથે ઉભી રહીને વાત કરી રહી હતી. ત્યારે ત્યાંથી પસાર થતા વિદ્યાર્થિનીના જુના પડોશી હરીશ નારસિંગ માલવીયા (ઉ.વ.34 રહે. પંકજનગર સોસાયટી, પાલનપુર જકાતનાકા)એ વિદ્યાર્થિની અને તેના કલાસમેટના ફોટા મોબાઇલમાં પાડી લીધા હતા. ત્યાર બાદ વિદ્યાર્થિનીને ફોન કરીને બોલાવી હતી અને મોબાઇલમાં કલીક કરેલા ફોટા બતાવી પોતાની કારમાં બેસાડવાનો પ્રયાસ કર્યો હતો. હરીશે…
કેન્દ્રીય ગૃહ મંત્રાલય SPG સુરક્ષાને લઈને નવા પરિવર્તન કરી રહ્યા છે. જેને પણ આ સુરક્ષા પ્રાપ્ત છે હવે તેમની સાથે વિદેશી પ્રવાસ પર પણ SPGના જવાન તૈનાત રહેશે, એટલે કોઈ પણ વ્યક્તિ જેને આ સુવિધા પ્રાપ્ત છે. તેમની સાથે જવાન પણ વિદેશનો પ્રવાસ કરશે. પહેલા આવુ થતુ નહોતુ, પરંતુ હવે સરકાર નિયમમાં પરિવર્તન કરી રહી છે. સરકારના આ નિર્ણયથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ગાંધી પરિવારના અન્ય સભ્યોના પ્રવાસ સાથે જોડવામા આવી રહ્યુ છે. SPG સુરક્ષા દેશમાં વડાપ્રધાન અને પૂર્વ વડાપ્રધાનને આપવામાં આવે છે. અત્યારે આ સુવિધા PM મોદી સિવાય ગાંધી પરિવારને મળે છે. આમાં કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી,…
પંચમહાલ જીલ્લાના સુ-સિધ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે આસો નવરાત્રિ આઠમના રોજ લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓનુ ઘોડાપુર મહાકાલી માતાના દર્શને ઉમટી પડ્યુ હતુ.પંચમહાલ જીલ્લાના હાલોલ તાલુકાના પાવાગઢ ખાતે ભારતની બાવન પૈકી એક પાવાગઢ શક્તિપીઠ આવેલી છે.અને એક ઉચા પર્વત ઉપર મહાકાલી માતાનુ મંદિર આવેલુ છે.અહી આસો નવરાત્રી અને ચૈત્રી નવરાત્રીનુ અનેરુ મહાત્મય હોય છે.આજે આસો નવરાત્રિ આઠમનુ પણ દર્શનનો અનેરો મહાત્મય છે ત્યારે વહેલી સવારથી ભાવિક ભકતોનુ ઘોડાપુર મહાકાલીના દર્શન માટે ઊમટી પડ્યુ હતુ અને દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. દર્શનાથીની સગવડ માટે પાવાગઢ બસ સ્ટેશનથી માંચી સુધી જવા એસ.ટી.વિભાગ દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.આસો નવરાત્રી પર્વમાં લાખોની સંખ્યામાં શ્રધ્ધાળુઓ દર્શન કરી…
કચ્છના દરિયામાં BSFને પેટ્રોલિંગ સમયે લખપત લકી ક્રિક નજીકથી ગઈકાલે સાંજે એક પેકેટ મળ્યું હતું અને આજે પણ સવારે ક્રીક વિસ્તારમાંથી એક બીજું પેકેટ મળી આવ્યું છે. પ્રત્યેકની કિંમત 5 કરોડ છે. રવિવારે સાંજે બીએસએફની 108 બટાલિયનને ડ્રગ્સનું પેકેટ મળ્યું હતું. જ્યારે આજે પણ ડ્રગ્સનું પેકેટ મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મે માસમાં કોસ્ટગાર્ડે પકડેલી અલ મદીના બોટમાં 194 પેકેટ સાથે ડ્રગ્સના કેરિયરોને ઝડપ્યા હતા. ત્યારબાદ BSF અને પોલીસને ડ્રગ્સના સંખ્યાબંધ પેકેટ મળ્યા હતા. જુલાઈમાં છેલ્લે ડ્રગ્સના પેકેટ મળ્યા હતા. મે મહિનામાં કોસ્ટ ગાર્ડે જખૌ ઓખા વચ્ચેની ભારતીય દરિયાઈ સીમામાં પાકિસ્તાની બોટ અલ મદીનામાંથી કેરિયરો સાથે 500 કરોડથી વધુ કિંમતનું…
બેન્કના શેરના ભાવ ગગડતાં માર્કેટ વેલ્યુ ઘટી 2018માં યસ બેન્કના શેરનો ભાવ 400 રૂપિયાથી વધુ હતો જે આજે 32 રૂપિયા સુધી પહોંચી ગયો છે. જેની અસર બેન્કની માર્કેટ વેલ્યૂ પર પડી છે. જેને લઇને યસ બેન્કની આજે 8,161 કરોડ રૂપિયા પર પહોંચી ગઇ છે. જે સપ્ટેમ્બર 2018માં બેન્કની માર્કેટ કેપ 80 હજાર કરોડ રૂપિયા હતી. આમ બેન્કના માર્કેટ કેપમાં 70 હજાર રૂપિયાનો ઘટાડો થયો છે. યસ બેન્કના નેટ પ્રોફિટ એટલે કે નફાની વાત કરીએ તો ગત છેલ્લા એક નાણાંકીય વર્ષમાં 2,505 કરોડ રૂપિયા ઓછો થયો છે. નાણાંકીય વર્ષ 2019માં યસ બેન્કનો નેટ પ્રોફિટ 1720 કરોડ રૂપિયા સુધીનો હતો. જે અગાઉ નાણાંકીય…
નોરતાના છેલ્લાં દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે. નવદુર્ગાઓમાં માતા સિદ્ધિદાત્રી અંતિમ છે. અન્ય આઠ દેવીઓની પૂજા ઉપાસના શાસ્ત્રીય વિધિ-વિધાન પ્રમાણે કરતાં ભક્તો દુર્ગાપૂજાના નવમાં દિવસે આ દેવીની ઉપાસના કરે છે. માતા સિદ્ધિદાત્રી ભક્તોને દરેક પ્રકારની સિદ્ધિ પ્રદાન કરે છે. દેવીપુરાણ પ્રમાણે ભગવાન શિવે તેમની કૃપાથી જ આ સિદ્ધિઓને પ્રાપ્ત કરી હતી. તેમની અનુકંપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું થયું હતું. આ કારણે તેઓ લોકમાં અર્ધનારીશ્વર નામથી પ્રસિદ્ધ થયાં. દેવીનું સ્વરૂપઃ- માતા દુર્ગાની નવ શક્તિનું નામ સિદ્ધિદાત્રી છે. માતા સિદ્ધિદાત્રી ચાર ભુજાઓ વાળી છે. તેમનું વાહન સિંહ છે. તે કમળ ફૂલ ઉપર બિરાજમાન છે. તેમના જમણી બાજુના ઉપરના…
સલમાને ખાને તેની ‘દબંગ’ ફ્રેન્ચાઇઝીની ત્રીજી ફિલ્મ ‘દબંગ 3’નું શૂટિંગ પૂરું કરી લીધું છે. 6 ઓક્ટોબરના રોજ તેણે શૂટિંગ પૂરું કર્યું અને તે જ દિવસે વિનોદ ખન્નાની જન્મતિથિ પણ હતી. સલમાને સેટ પરથી ક્રૂ મેમ્બર્સ સાથેનો વીડિયો શેર કરી તેમને શ્રદ્ધાંજલિ પણ પાઠવી હતી. વિનોદ ખન્ના અગાઉની બંને ‘દબંગ’ ફિલ્મમાં સલમાનના પિતાના રોલમાં હતા. સલમાન વીડિયોમાં પોતાની આખી ટીમ સાથે ઉભેલો દેખાઈ રહ્યો છે અને તે બોલી રહ્યો હતો કે, ‘આજે દબંગ 3નો છેલ્લો દિવસ હતો. અમારું પેક અપ થઇ ચૂક્યું છે. અને સ્ટ્રેન્જ વાત એ છે, ખુશીની વાત એ છે કે આજે અમારા વીકે સર એટલે વિનોદ ખન્ના સરનો…
મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે જૂનાગઢ જિલ્લાના પ્રવાસ દરમ્યાન ગિરનાર રોપ વે કામગીરીની પ્રગતિનું નિરીક્ષણ કરી પ્રોજેક્ટની સમીક્ષા કરી હતી. વિજય રૂપાણીએ કહ્યું હતું કે, ઉષા બ્રેંકો દ્વારા આ કામગીરી ઝડપભેર હાથ ધરાઇ રહી છે. આગામી ૩ થી ૫ મહિનામાં કામગીરી પૂર્ણ થતાં યાત્રિકો ગિરનાર તળેટીથી રોપ વે મારફતે સીધા જ ત્રીજી ટૂંક અંબાજી પહોંચી શકશે. ઉપરકોટ ડેવલપમેન્ટ કામો સાથે નરસિંહ મહેતા સરોવર બ્યુટી ફિકેશન કામ હાથ ધરાઇ રહ્યા છે. આ યાત્રાધામ સહિત સાસણ ગીર સિંહ દર્શન અને ભગવાન સોમનાથ દાદાનાં દર્શનની એક આખી ટુરિઝમ સર્કિટ ડેવલપ થવાથી ગિરનાર અને જૂનાગઢની મુલાકાતે દેશ-વિદેશના વધુ ને વધુ પ્રવાસીઓ આવતા થશે. મુખ્યમંત્રીએ વિશ્વાસ…