ચીનને વિશ્વનું સૌથી પાતળું ડ્રોન બનાવવામાં અનેરી સફળતા પ્રાપ્ત કરી છે. આ ટ્રોનનુ વજન ફક્ત 75 ગ્રામ છે અને શર્ટના ખિસ્સામાં સમાવી શકાય છે. આ ડ્રોન ઓકટોબર 2016થી બજારમાં આવવાની શક્યતા છે. આ દુબળાપાતળા ડ્રોનનું નામ લાંગલોગ નેનો રખાયું છે. આ ડ્રોન ઉડ્ડયન સમયે આઈફોન-6 પ્લસ આકારનો દેખાય છે. આઈફોન-6 પ્લસનો આકાર 6.23 ઈંચ ગુણ્યા 3.07 ઈંચ છે. ગુઆંગડોન રાજ્યની ડોગગુનની ટેકનિકલ કંપનીએ આ ડ્રોનનો વિકાસ કર્યો છે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (સીઈઓ) ઝિંલાંગે જણાવ્યું હતું કે આ ડ્રોનનું સંચાલન સ્માર્ટ ફોનથી કરી શકાશે. એક સાથે તે 12 મિનિટ સુધી ઉડ્ડયન કરી શકે છે. તેના વીડિયો મારફતે 720 પિકસલ એચડી…
કવિ: Satya Day News
એક્ટ્રેસ કલ્કી કેકલાંએ હાલમાં જ પાંચ મહિનાની પ્રેગ્નન્સી હોવાનો ખુલાસો કર્યો હતો. હવે, એક્ટ્રેસે સોશિયલ મીડિયામાં બેબી બમ્પ ફ્લોન્ટ કરતી તસવીર શૅર કરી છે. તસવીરમાં કલ્કી કાઉચ પર બેઠી છે.કલ્કીએ તસવીર શૅર કરીને કહ્યું હતું કે જુલાઈથી સપ્ટેમ્બર સુધી તેના માટે બેબી બમ્પ છુપાવવો સરળ હતો. તેના ડિઝાઈનર્સે ઈનોવેટિવ રીતે બેબી બમ્પ છુપાવવામાં મદદ કરી હતી. જોકે, હવે તે બેબી બમ્પ સહજતાથી છુપાવી શકે તેમ નથી. હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કલ્કીએ પોતાના બાળકના નામ પર પણ વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે પોતાના બાળકનું એવું નામ રાખશે, જે જેન્ડર ડિફાઈન કરશે નહીં. તેને પૂરી આઝાદી મળશે. પ્રેગ્નન્સીને…
ચુસ્ત સ્પર્ધા વચ્ચે, ટેલિવિઝન કંપનીઓએ અત્યાર સુધીની સૌથી મોટી કિંમતમાં ઘટાડો કર્યો છે. કંપનીઓએ ટીવીના ભાવમાં 30 ટકાનો ઘટાડો કર્યો છે. એક રિપોર્ટ અનુસાર કંપનીઓએ આ ભાવ તહેવારોની સીઝનની જગ્યાએ સુસ્તી માંગ સાથે વ્યવહાર કરવા માટે વધાર્યા છે. samsung, LG અને sony જેવી મોટી કંપનીઓએ આ ભાવ ઘટાડીને 40,000 રૂપિયા કરી દીધા છે. મોટાભાગના કટ મોટા સ્ક્રીનો અને મોંઘા મોડેલો માટે બનાવવામાં આવ્યા છે. ઝિઓમી, ટીએલસી, આઈએફફાલ્કન, વુ, કોડકને અત્યાર સુધીમાં 32 અને 43 ઇંચના ટીવીની સૌથી મોટી કિંમતમાં ઘટાડો કર્યો છે. 10,000 કે તેથી વધુ રૂપિયામાં વેચાયેલા 32 ઇંચના models નું વેચાણ પ્રથમ વખત 7,000 રૂપિયાથી શરૂ થઈ રહ્યું…
માતા દુર્ગાની ત્રીજી શક્તિનું નામ ચંદ્રઘંટા છે. નવરાત્રિના ત્રીજા દિવસે તેમની પૂજા કરવામાં આવે છે. અસુરોના વિનાશ માટે માતા દુર્ગાથી દેવી ચંદ્રઘંટા તૃતીય સ્વરૂપમાં પ્રગટ થયા. દેવી ચંદ્રઘંટાને ભયંકર દૈત્ય સેનાનો સંહાર કરીને દેવતાઓને તેમનો હક અપાવ્યો હતો. ચંદ્રઘંટા માતા દુર્ગાનું જ શક્તિરૂપ છે. જે સંપૂર્ણ જગની પીડાનો નાશ કરે છે. દેવી ચંદ્રઘંટાની પૂજા કરવાથી ભક્તોને વાંછિત ફળ પ્રાપ્ત થાય છે. એટલા માટે જ ત્રીજા દિવસની પૂજાને અત્યધિક મહત્વપૂર્ણ માનવામાં આવી છે. દેવી ચંદ્રઘંટાનું શરીર સોનાની જેમ ક્રાંતિવાન છે. તેમના માથા પર ઘંટ આકારનો અર્ધચંદ્ર છે, એટલા માટે તેમને ચંદ્રઘંટા કહેવામાં આવે છે. તેમની દસ ભુજાઓ છે અને દસેય ભુજાઓમાં…
દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 150મી જન્મ જયંતી પર દેશભ્રમ તડામાર તૈયારીઓ ચાલી રહી છે. આ ઉજવણીમાં ઉત્તર પ્રદેશમાં નોઇડા ઓથોરિટીએ 1250 કિલોના પ્લાસ્ટિકના કચરામાંથી ગાંધી બાપુનો ચરખો બનાવ્યો છે. આ ચરખો 14 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળો છે. તેને સેક્ટર-94માં મહામાયા ફ્લાઈઓવર પાસે ગ્રીન એરિયામાં મૂક્યો છે. ગૌતમ બુદ્ધ નગરના સાંસદ મહેશ શર્મા અને નોઇડાના એમએલએ પંકજ સિંહે મંગળવારે આ ચરખાનું ઉદ્ઘાટન કર્યું. નોઇડા ઓથોરિટીના સીઈઓ રીતુ મહેશ્વરીએ કહ્યું કે, ચરખો એ ગાંધીજીના સપના સ્વદેશીનું પ્રતીક છે. પ્લાસ્ટિકના કચરામાંથી બનેલો આ ચરખો દુનિયાનો સૌથી મોટો ચરખો છે. આ ચરખો લોકોને પ્લાસ્ટિકનો યોગ્ય ઉપયોગ કરવા બદલ જાગૃકતા ફેલાવવા માટે બનાવ્યો…
વર્ષ 2013માં 85.4 ઇંચ વરસાદ થયો, 2019માં શહેરમાં મોસમનો 67.24 ઇંચ વરસાદ સાથે 135 ટકા વરસાદ પડ્યો છે. ચાલુ સિઝનમાં 67 ઇંચ દેમાર વરસાદે છેલ્લા છ વર્ષનો તમામ રેકોર્ડ તોડી નાંખ્યો છે. શહેરમાં સરેરાશ 50 ઇંચ જેટલો વરસાદ પડે છે. વર્ષ 2013માં 85.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. મેઘરાજાની ટી-ટ્વેન્ટી જેવી બેટિંગ રહી મોન્સૂનના છેલ્લા ચાર માસમાં એક પછી એક બનેલી મોન્સૂન સિસ્ટમને પગલે મેઘરાજાની ટી-ટ્વેન્ટી જેવી બેટિંગ રહી હતી. જેને લઇ સિઝનનો 100 ટકા ક્વોટા તો એક મહિના જ પૂરો થઇ ગયો હતો. 2018માં મોસમનો 51.72 ઇંચ વરસાદ નોંધાયો હતો. જેની સરખામણીએ ચાલુ વર્ષે 15.50 ઇંચ વધુ વરસાદ નોંધાયો છે.…
SEXના અનેક ફાયદાઓમાં એક ફાયદો એ પણ છે કે, તે દરમિયાન તમે પોતાની કેલરી બર્ન કરી શકો છો. ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે માસ્ટરબેશનમાં પણ SEX જેટલો ફાયદો થતો હશે? એક અભ્યાસ મુજબ Sexual Activity દરમિયાન પુરુષોમાં 101 કિલોગ્રામ કેલરી અને મહિલાઓમાં 69.1 કિલોગ્રામ કેલરી બર્ન થાય છે. જે લગભગ 30 મિનિટ સુધી કરવામાં આવેલ મોડરેટ એક્સરસાઇઝ દરમિયાન બર્ન કેલરી સમાન છે. જો હવે ઇન્ટરકોર્સ દરમિયાન 101 કિલો કેલરી બર્ન થતી હોય તો, માસ્ટરબેશન દરમિયાન બર્ન કેલરીનું પ્રમાણ ઓછુ જ હશે કારણ કે, આ દરમિયાન ફિઝિકલ મૂવમેન્ટ ઓછી હોય છે. કેલરી બર્ન કરવા માટે કાર્ડિયો મૂવમેન્ટ જરુરી બને છે…
નવરાત્રિના પાવન પર્વનું શરૂઆત થઇ ચુકી છે. ગુજરાતમાં આવેલી શક્તિપીઠો પર ભક્તોનું ઘોડાપુર જોવા માટે મળી રહ્યું છે. આ વચ્ચે અંબાજી ખાતે આવેલા ત્રિશુળીયા ઘાટ ખાતે અકસ્માત સર્જાયો છે. ખાનગી બસને અકસ્માત નડ્યો હતો. ખાનગી લક્ઝરી બસ,ડમ્પર અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં આશરે 10 લોકોના મોતની આશંકા વ્યક્ત કરવામાં આવી છે, 15થી વધુ લોકો દટાયા હોવાની શક્યતા રહેલી છે,હજુ પણ આંકડો મોટો થાય તેવી સંભાવના રહેલી છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે નજીકની રેફરલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી રહ્યા છે. પોલીસ અને તંત્ર ઘટના સ્થળે પહોંચી ગયું હતું અને અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગેની તપાસ પણ તંત્ર દ્વારા હાથ…
સરકારનાં આદેશ અનુસાર 1 ઓક્ટોબરથી નોન જ્યુડીશીયલ સ્ટેમ્પ પેપરોનું વેચાણ બંધ કરાશે. જેનાં વિકલ્પ રુપે સુરત જિલ્લાનાં વિવિધ સ્થળોએ ઇ-સ્ટેમ્પીંગ તથા ફ્રેન્કીંગની સુવિધા શરૂ કરાઈ છે. જે મુજબ સુરત શહેરમાં વિવિધ બેંકોમાં આ સુવિધા ઉપલબ્ધ હશે. શહેરનાં બધા જ વિસ્તારોને આવરી લેવાય તે રીતે સુરત શહેરમાં 32 બેંકોમાં ફ્રેન્કીંગ તથા 35 બેંકોમાં ઇ-સ્ટેમ્પીંગની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. આ સુવિધા સ્ટેમ્પ ડ્યૂટી મુલ્યાંકન નાયબ કલેક્ટરની કચેરી, તમામ પ્રાંત અધિકારી કચેરી, મામલતદાર કચેરી, કલેક્ટર કચેરી, તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, મહાનગર પાલિકાની ઝોન ઓફીસો, નગરપાલિકા કચેરીએ પણ ઉપલબ્ધ હશે. ઉપરાંત વેબસાઈટ પર પણ કરાશે સ્ટેમ્પ ડ્યૂટી તથા નોંધણી ફીની ઓનલાઇન ચુકવણી કરી…
ટિકિટ વગરના યાત્રીઓ લાંબા સમયથી રેલ્વે માટે માથાનો દુખાવો બની ગયા છે. રેલ્વેના 68 ડિવિજનમાં દર વર્ષે લાખો યાત્રીઓ ટિકિટ વગર યાત્રા કરતા પકડાય છે. રેલ્વેએ ટિકિટ વગર યાત્રા કરતા લોકોને પકડવા માટે ટિકિટ ચેકરોની સંખ્યા વધારી નાખી છે, સાથે-સાથે દંડમાં પણ વધારો કર્યો છે. તો હવે લોકોએ પણ તેમાંથી આબાદ બચી નીકળવાના ઉપાય શોધી રાખ્યા છે. રેલ્વે અધિકારીઓના જણાવ્યા અનુસાર હવે એવા કેસ સામે આવી રહ્યા છે જેમાં ટીસીની સામે લોકો નકલી આડી બતાવી તેઓ કોઇ બીજા હોવાનો રોફ મારે છે, જેથી પકડાઈ ન જાય. અધિકારીઓના જણાવ્યા અનુસાર છેલ્લા કેટલાક મહિનામાં ચાર લોકો એવા પકડાયા જેઓએ પોતાને પોલીસવાળા જણાવ્યા…