શારદીય નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે. સાથે જ વિચારેલા બધા જ કામ પૂરા કરવાની પ્રેરણા મળે છે. માતા બ્રાહ્મચારિણી હિમાલય અને મૈનાની પુત્રી છે. તેમને દેવર્ષિ નારદજીના કહેવાથી ભગવાન શંકરની એવી કઠોર તપસ્યા કરી જેનાથી પ્રસન્ન થઈને બ્રહ્માજીએ તેમને મનોવાંછિત વરદાન આપ્યું. જેના ફલસ્વરૂપ આ દેવી ભગવાન ભોલેનાથની વામિની અર્થાત્ પત્ની બની. જે વ્યક્તિ અધ્યાત્મ અને આત્મિક આનંદની કામના રાખે છે તેમને આ દેવીની પૂજાથી સરળતાથી બધુ પ્રાપ્ત થઈ જાય છે. ભક્તિભાવ દે ભક્ત પૂજા કરે છે તેમને સુખ અને આરોગ્ય પ્રાપ્ત…
કવિ: Satya Day News
અમદાવાદ સહિત રાજ્યભરમાં હાલ વરસાદી માહોલ છે. ત્યારે હવામાન વિભાગે આગામી 48 કલાક ગુજરાતમાં અતિશય ભારે વરસાદી આગાહી કરી છે. કંડલાથી 40 કિમી ઉત્તર-પૂર્વમાં ડિપ્રેશન સર્જાતાં ગુજરાતમાં ભારેથી અતિભાર પડી શકે છે. ડિપ્રેશન પ્રતિકલાકે 5 કિમીની ગતિએ આગળ વધી રહ્યું છે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આમ ગુજરાતમાં હજુ પણ વરસાદ બંધ થાય તેવી શક્યતાઓ નથી. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું અતિવૃષ્ટિની સ્થિતિ તરફ આગળ વધતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ત્યારે વરસાદે નવરાત્રિમાં પણ વિઘ્ન કરતા ખેલૈયાઓનો ઉત્સાહ પણ ઘટી ગયો છે. જોકે હવામાન વિભાગની આગાહી મુજબ આવતીકાલથી વરસાદની તીવ્રતા ઘટી શકે છે. છેલ્લા દોઢ મહિના ગુજરાતમાં…
સાઉદી અરબના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાને કહ્યું કે જો વિશ્વ ઈરાનને રોકવા માટે એક ન થયું તો ઓઈલના ભાવ અકલ્પનીય રૂપથી વધશે. સલમાને કહ્યું કે સમગ્ર વિશ્વએ ઈરાન પરની કાર્યવાહીમાં સામેલ થવું પડશે, નહિતર તમામના હિતોને નુકસાન થશે. ઈરાનના કારણે ક્રુડના સપ્લાઈને અસર થશે અને ક્રુડના ભાવ એટલા વધી જશે કે જેને આપણે જીવનમાં ક્યારેય જોયા નહિ હોય. અમેરિકાની ચેનલ CBSને આપેલા ઈન્ટરવ્યુમાં સલમાન કહ્યું કે સાઉદી અરબના ક્રુડના પ્લાન્ટ્સ પર હુમલો કરીને ઈરાને યુદ્ધની શરૂઆત કરી હતી. આમ છતા પણ ઈરાનની સાથે સાઉદી અરબ વિવાદ કરીને યુદ્ધ કરવા માંગતું નથી પરંતુ રાજકીય સમાધાન ઈચ્છે, કારણ કે યુદ્ધથી સમગ્ર…
બિહારનાં પૂર્વ સીએમ લાલૂ પ્રસાદ યાદવનાં દીકરા તેજપ્રતાપ યાદવ અને તેમની પત્ની ઐશ્વર્યાની વચ્ચેનો ઝગડો હવે પોલીસ સ્ટેશનનાં પગથીયા પર પહોંચી ગયો છે. તેજપ્રતાપ યાદવ અને ઐશ્વર્યાની વચ્ચે ઘણા મહિનોથી ચાલી રહેલા ઝઘડાની વચ્ચે રવિવારનાં રાબડી દેવીનાં પટના સ્થિત નિવાસસ્થાને જોરદાર વિવાદ થયો. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ઐશ્વર્યા અને તેજપ્રતાપનાં પરિવારની વચ્ચે થયેલા વિવાદનાં કારણે સ્થિતિ એટલી બગડી કે પોલીસને આ મામલે હસ્તક્ષેપ કરવો પડ્યો. ઉલ્લેખનીય છે કે તેજપ્રતાપ અને ઐશ્વર્યાએ કૉર્ટમાં છૂટાછેડાની અરજી દાખલ કરી છે અને આ મામલો અત્યારે પેન્ડિંગ છે. રિપોર્ટ્સનાં પ્રમાણે, રવિવારનાં થયેલા વિવાદ પહેલા ઐશ્વર્યાનાં પિતા ચંદ્રિકા રાય પોતાની પત્ની સાથે દીકરાનાં સાસરામાં પહોંચ્યા હતા. આ…
અમેરિકાથી કોમર્શિયલ વિમાનમાં ટિકિટ કરીને પાછા ફરેલા પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને દેશવાસીઓની સાથો સાથ પોતાની ત્રીજી પત્ની બુશરા બીબીનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં કાશ્મીર મુદ્દો યોગ્ય ઉઠાવ્યો હોવાનો દાવો કરતા ઈમરાન ખાને તેની ક્રેડિટ દેશવાસીઓની સાથો સાથ પત્ની બુશરાનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. ઈમરાન ખાન ઉછીના વિમાન દ્વારા અમેરિકા પહોંચ્યા હતાં. અમેરિકાથી પરત ફરી રહ્યાં હતાં ત્યારે આ ઉછીના ખીધેલા ખખડધજ વિમાને દગો દેતા ઈમરાન ખાને એરપોર્ટ પર જ કલાકો સુધી રઝળપાટ કર્યા બાદ એક કોમર્શિયલ ફ્લાઈટમાં ટિકિટ ખરીદીને પાકિસ્તાન ફરવું પડ્યું હતું. આ ઘટનાએ ઈમરાન ખાનની દુનિયાભરમાં ફજેતી કરાવી હતી. એરપોર્ટ પર ઈમરાન ખાનના…
આજકાલ રાજ્યમાં મહિલાઓ પર શારીરિક અને માનસિક અત્યાચાર ખુબ જ મોટા પ્રમાણમાં થઇ રહ્યા છે. અમદાવાદના લો-ગાર્ડન વિસ્તારમાં એરહોસ્ટેલનું સ્વપ્ન સેવતી યુવતીને ધોળાદિવસે એકતરફી પ્રેમમાં પાગલ યુવકે ગળું કાપીને હત્યા કરી નાંખી હતી. આ ઘટનાને શાહી હજૂ સૂકાઇ પણ નથી ત્યાં અમદાવાદમાં એક યુવતીને એકતરફી પ્રેમમાં પાગલ રોમિયો હેરાન કરતો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલા ડીમાર્ટમાં નોકરી કરતી એક યુવતીએ એકતરફી પ્રેમમાં પાગલ યુવકનો કડવો અનુભવ થયો છે, આખરે યુવતીએ પોલીસનો સહારો લેવો પડ્યો હતો. આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, એકતરફી પ્રેમમાં પાગલ યુવક યુવતીની નોકરીનાં સ્થળે પહોંચી ગયો હતો. તેની સાથે વાત કરવા દબાણ કરવા…
અમેરિકન એક્ટ્રેસ બેલા થ્રોનને ફિલ્મ હર એન્ડ મીનું સુંદર નિર્દેશન કરવા માટે તેમને પોર્નહબ વિજન એવોર્ડથી સમ્માનિત કરવામાં આવશે. આ વર્ષે ઓગસ્ટમાં તેણે પોર્નહબ માટે ‘હર એન્ડ મી’ ના નિર્દેશન સાથે નિર્દેશનની દુનિયામાં પ્રવેશ કર્યો. ભૂતપૂર્વ ડિઝની સ્ટાર 11 ઓક્ટોબરના રોજ યોજાનારા બીજા વાર્ષિક પોર્નહબ એવોર્ડ શો દરમિયાન એવોર્ડથી સન્માનિત થશે. થ્રોને જણાવ્યું કે એવોર્ડની ધોષણા પર હું પોતાને ગૌરવાન્તિ મહેસૂસ કરી રહી છું. નવી રોશનીમાં હું બ્યૂટીના આ વિઝનને સામે લાવવા માટે ઉત્સાહિત છું. તેમણે આગળ જણાવ્યું કે બ્યૂટીને શ્રેણીઓમાં વહેંચવાની રેખાને તોડવી હંમેશાથી મારૂ વિજન રહ્યું છે અને વાસ્તવમાં આ શું છે, તેને સાચી ઓળખ આપવા પર મને…
બનાસકાંઠાના ડીસા પાસે ગાયોના શંકાસ્પદ મોત થયા છે. સ્થાનિકો ગાયોના મોત માટે જીઆઈડીસી દ્વારા નાખવામાં આવેલા કચરાને જવાબદાર ગણે છે. ડીસાથી ઢુવા ગામે તરફ જતા રસ્તા પર છેલ્લા ચાર દિવસથી ગાયોના ટપોટપ મોત થઈ રહ્યા છે. અત્યાર સુધી છથી સાત ગાયોનો મોત થયા છે. કેટલીય ગામો ગંભીર રીતે બિમાર થઈને મરી છે. આ ગાયોના મોત અંગે સ્થાનિકો અહી જી.આઈ.ડી.સી. દ્વારા ફેંકવામાં આવી રહેલા કચરાને જવાબદાર માની રહ્યા છે. આ જગ્યા પર જી.આઈ.ડી.સી. દ્વારા મરચાંની ભૂકી તેમજ કેમિકલ યુક્ત પાણીનો ગેરકાયદેસર રીતે નિકાલ કરવામાં આવી રહ્યો છે. ગાયોના મોત થવાથી આ વિસ્તારમાં અસહ્ય દુર્ગંધ ફેલાઈ જવાથી લોકો પણ પરેશાન થઈ ગયા…
વિશ્વભરમાં ક્લાઈમેટ ચેન્જની ચર્ચા વચ્ચે દેશના બે યુવાનોએ એક બેટરી બનાવી છે જે ન માત્ર ઈકો-ફ્રેંડલી જ ઝેરી પણ નથી. આ યુવાનોએ આ બેટરીમાં એવા પદાર્થોનો ઉપયોગ કર્યો છે, જેનો ઉપયોગ કોસ્મેટિક્સ અને દવાઓમાં થાય છે. આ બેટરીઓ બનાવતા યંગસ્ટર્સની શોધને વિશ્વના ટોચના આઠ સ્ટાર્ટઅપ્સમાં સમાવવામાં આવી છે અને હવે તેને સ્પેઇનમાં આમંત્રણ મળ્યું છે. એલો ઈસેલ પ્રાઈવેટ લિમિટેડના સહ-સ્થાપક નિમિષા વર્મા અને નવીન સુમનના સ્ટાર્ટ-અપ્સને વિશ્વના ટોચના આઠ સ્ટાર્ટઅપ્સમાં શામેલ કરવામાં આવ્યા છે. આ બંને યુવકો રાજસ્થાન ટેક્નિકલ યુનિવર્સિટીના વિદ્યાર્થી છે. તેઓએ બ્યુટી પ્રોડક્ટ્સ અને દવાઓ માટે ઉપયોગમાં લેવામાં આવતી એલોવેરાથી બનેલી બેટરીઓ બનાવી છે, જે માત્ર 100 ટકા…
નવરાત્રીની ઉજવણીની પૂર્વ તૈયારીઓના ભાગરૂપે માતા દુર્ગાની મૂર્તિ બનાવવાનું કામ પણ અનેક દિવસો પહેલા શરૂ કરી દેવામાં આવે છે. રવિવારે દરેક ઘરમાં કળશ સ્થાપના થશે અને દુર્ગા પૂજા માટે મૂર્તિ બનવા લાગે છે. આ મૂર્તિ બનાવવા માટે અલગ અલગ વસ્તુઓની જરૂર પડે છે. માન્યતા અનુસાર માતા દુર્ગાની મૂર્તિ બનાવવા માટે ચાર વસ્તુઓ ખૂબ જરૂરી છે. આ વસ્તુઓ વિના માતાની મૂર્તિ બનતી નથી. આ ચાર વસ્તુઓમાં ગંગા કીનારાની માટી, ગૌમૂત્ર, છાણ અને વેશ્યાગૃહની માટીનો સમાવેશ થાય છે. આ વસ્તુઓ જ્યાં સુધી મૂર્તિની માટીમાં ઉમેરવામાં ન આવે ત્યાં સુધી મૂર્તિ નિર્માણ પૂર્ણ થતું નથી. વેશ્યાગૃહની માટીનો ઉપયોગ કરવાના કારણ: સામાજિક દ્રષ્ટિએ વેશ્યાગૃહનું…