રાખી સાવંતે સીક્રેટ વેડિંગ કરી લીધા છે, પરંતુ તેનો પતિ હજી સુધી સામે આવ્યો નથી. રાખીના સીક્રેટ લગ્ન ઈંટરનેટ પર ચર્ચાનો વિષય બનેલા છે. રાખીએ સાવંતે તેના પતિની જાણકારી સોશિયલ મીડિયા પર શેર કરી છે. તેણે એક વીડિયોની સાથે કેટલીક તસવીરો શેર કરી છે અને કહ્યું છે કે તેનો પતિ કોણ છે? રાખીએ જે ડબ્લ્યૂ મેરિયટમાં એનઆરઆઈ રિતેશ સાથે લગ્ન કર્યા. લગ્ન પછી રાખી પતિને લઈ કંઈકને કંઈક જાણકારી આપી રહી છે. રાખીએ જાહેર કર્યું હતું કે તેના પતિ સાથે બિગ બોસની સીઝન 13માં એન્ટ્રી કરશે. રાખીએ તેના પતિને ગુડ લુકિંગ અને હેન્ડસમ બતાવ્યો છે. આજે રાખીએ રિતેશને લઈ જાણકારી…
કવિ: Satya Day News
નાઈઝીરિયાના કડુના વિસ્તારમાં એક ઈસ્લામિક બોર્ડિંગ સ્કૂલમાંથી 300 કરતાં વધારે લોકોને છોડાવવામાં આવ્યા છે. કડુના પોલિસના જણાવ્યા અનુસાર 100 બાળકોને સાંકળમાંથી બાંધેલાં છોડાવવામાં આવ્યાં છે, જેમાં 5 વર્ષનાં બાળકો પણ હતાં. આ બંધક બનાવેલ બાળકો સાથે સ્ટાફના લોકો રેપ પણ કરતા હતા. મળેલી માહિતી અનુસાર, કડુના પ્રવક્તા યાકુબ સબોએ કહ્યું કે, આ લોકો અહીં કુરાનની પઢાઇ કરવા આવ્યા હતા. તેમને ડ્રગ અને બીમારીઓમાંથી છૂટાકારો અપાવવાનો પણા વાયદો કરવામાં આવ્યો તો. વિદ્યાર્થીઓના વાલીઓને એમ લાગતું હતું કે, તેઓ તેમનાં બાળકોનાં જીવન સુધારવા માટે મોકલે છે. કડુનાના પોલીસ ધિકારી અલી જંગાએ જણાવ્યું કે, આ ઇસ્લામિક સ્કૂલ 10 વર્ષની ચાલી રહી હતી. કોઇ…
છેલ્લા કેટલાક દિવસોથી દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 28 સપ્ટેમ્બરના રોજ 15 રાજ્યોમાં ભારે વરસાદ નોંધાયો હતો. દેશના 20 રાજ્યોમાંC છે. લોકોના ઘરોથી લઈને હોસ્પિટલ સુધી પાણી ભરાયા છે. માર્ગથી રેલ ટ્રાફિકને અસર થાય છે. અનેક જગ્યાએ ટ્રેનો રદ કરવામાં આવી છે. તે જ સમયે, ઘણી ટ્રેનોનો માર્ગ ફરી વળ્યો છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે, આગામી કેટલાક દિવસો સુધી ભારે વરસાદનો સમયગાળો ચાલુ રહેશે. અને તેનું કારણ કહેવામાં આવી રહ્યું છે કે સામાન્ય રીતે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 1 સપ્ટેમ્બરથી પશ્ચિમ રાજસ્થાનથી પાછું ખેંચવાનું શરૂ કરે છે. આ વખતે સપ્ટેમ્બરના અંતની આસપાસ,…
સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ગઈકાલે સાંજે ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે લવાયેલા દર્દીને ચાર કલાક સુધી દાખલ નહીં કરતા હાલત કફોડી બની હતી. જોકે સર્જરી અને ઓર્થોપેડિક વિભાગના ડોક્ટર સંકલનના અભાવને કારણે દર્દી ત્યાં જ પડી રહ્યો હતો. એટલું જ નહીં પણ આ વિભાગના ડોક્ટરોએ દાખલ કરવાના મુદ્દે સી.એમ.ઓ સાથે રકઝક કરી હતી. નવી સિવિલ હોસ્પિટલ મળેલી વિગત મુજબ ઉધના રેલવે સ્ટેશન પાસેથી શનિવારે સાંજે 50 વર્ષીય કૃષ્ણકાંત બ્રાહ્મણના ડાબા પગમાં પાકી ગયું હતું. જેથી કોઈ એ 108ને જાણ કરતા 108 એમ્બ્યુલન્સ ક્યાં પહોંચી ગઈ હતી. જેથી તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટરમાં ખસેડાયા હતા, ત્યાં સીએમઓ એ ઓર્થોપેડિક…
ડભોલી રોડ ગોવિંદજી હોલ સામે ત્રાટકેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરોએ રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂા. 25હજારની આંચકીને ભાગી ગયા હતા. ડભોલી રોડ સ્થિત શ્રીરામમ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશ જયંતિ પટેલની પત્ની નિમીષા બે દિવસ અગાઉ ડભોલી રોડના ગોવિંદજી હોલમાં સમાજની ગરબા સ્પર્ધા હોવાથી તેમાં ભાગ લેવા નણંદ સાથે પગપાળા જઇ રહ્યા હતા. ત્યારે સ્પેલન્ડર મોટરસાઇકલ પર ચેઇન સ્નેચરો ત્રાટકયા હતા. મોટરસાઇકલ પર પાછળ બેસેલા સ્નેચરે નિમીષાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂા. 25 હજાર મત્તાની આંચકીને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગોવિંદજી હોલ સામે રસ્તો સાંકડો છે અને બીઆરટીએસ રૂટ હોવાની સાથે સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોવા…
સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાપડના કારખાનાના કારીગરે નોકરીમાંથી કઢાવ્યાની અદાવતમાં સાથી કારીગર અને તેના મિત્રોએ ચપ્પુની અણીએ ઓટો રીક્ષામાં અપહરણ કરી ગોંધી રાખી 13 હજારની લુંટ કરી ભાગી ગયા હતા. સચીન-કનસાડ રોડ સ્થિત શીવશક્તિ નગરમાં રહેતો પરશુરામ યમુના મહંતો (ઉ.વ. 34) સચીનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાપડના કારખાનામાં નોકરી કરે છે. પરશુરામ સાથે કામ કરતો કારીગર કાલુ ઉર્ફે પિન્ટુ પડોશી કારખાનામાં પણ ઓવર ટાઇમમાં કામ કરતો હતો. પરંતુ પડોશી કારખાનામાં કાલુએ રજા પાડતા કારખાનાના મેનેજરે પરશુરામને અન્ય કોઇ કારીગર હોય તો જણાવજો એમ કહ્યું હતું. જેથી પરશુરામે પોતાના ઓળખીતા વિક્રમ કુમારને પડોશી કારખાનામાં નોકરીએ રાખ્યો હતો. જેથી કાલુની નોકરી છુટી જતા…
દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે તસ્કરની ધરપકડ કરી છે જે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોથી ભારતમાં મોંઘા ફોન, ઘડિયાળ અને અન્ય સામાનોની તસ્કરી કરી રહ્યો હતો. ટીમે આની પાસે મોટી માત્રામાં ફોન અને ઘડિયાળ પણ જપ્ત કરી છે. દિલ્હી સહિત સમગ્ર દેશના એરપોર્ટ પર તસ્કરીની ઘટનાઓ રોકાવાનું નામ લઈ રહી નથી. તસ્કર અલગ-અલગ રીતે વિદેશોમાંથી સામાન લઈને ભારતમાં તસ્કરી કરી રહ્યા છે. આવી જ ઘટના દિલ્હીના IGI એરપોર્ટથી સામે આવી છે જ્યાં 25 સપ્ટેમ્બરે હોંગકોંગથી દિલ્હી આવનારી ફ્લાઈટ cx697માં એક મુસાફરના સામાનની જ્યારે તપાસ કરવામાં આવી તો તેની પાસેથી મોટા પ્રમાણમાં મોંઘી ઘડિયાળ, આઈફોન અને અન્ય સામાનને જપ્ત કરવામાં…
નવરાત્રીના ઢોલના ધબકારા સંભળાવા લાગ્યા છે અને ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે તૈયાર છે. શહેરના પાર્ટીપ્લોટ્સ અત્યારે નવરાત્રિનાં આયોજનોમાં ફેરવાઈ ગયા છે. મા શક્તિની આરાધનાના આ પર્વમાં સ્ત્રીઓએ મોડી રાત સુધી એકલાં ફરવાનું થાય છે. આમ તો ગુજરાત સ્ત્રીઓ માટે એકદમ સલામત સ્ટેટ છે. તેમ છતાં આપણું પોલીસતંત્ર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેન્ડ બાય છે. સામે પક્ષે ‘ચેતતી નારી સદા સુખી’ને ન્યાયે ખુદ સ્ત્રીઓએ પણ કેટલીક બાબતો માટે સ્માર્ટ થઈને તૈયાર થઈ જવું જોઈએ. ગરબા રમવા જતી મહિલાઓ કે યુવતીઓની છેડતીના કિસ્સા બનતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે મહિલા પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી…
વર્ષ 2015 બાદ ફરી ડુંગળીના ભાવમાં જંગી વધારો થતા યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રવિવાર ડુંગળીની તમામ જાતની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં 30%નો વધારો થયો છે. આ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT) જે કોમર્સ મિનિસ્ટ્રીનો એક ભાગ છે તેણે એક નોટીફીકેશન બહાર પાડ્યું હતું. અને તાત્કાલિક ધોરણે ડુંગળીની તમામ જાતોની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે DGFTએ ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ(MEP)ને ઘટાડીને તા.13 સપ્ટેમ્બરે 850 પ્રતિ ટન કરી હતી. જેથી કરીને ડુંગળીનું એક્સપોર્ટ ઓછું થાય અને વધતા જતા ઘરેલું ભાવ નિયંત્રણમાં આવે. એમઈપી નીચેનો દર છે, તેની પર નિકાસને…
29 સપ્ટેમ્બર 2019, રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જાણો નવરાત્રિમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઇએ. શારદીય નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે. આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ…