ડભોલી રોડ ગોવિંદજી હોલ સામે ત્રાટકેલા મોટરસાઇકલ સવાર ચેઇન સ્નેચરોએ રાહદારી મહિલાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂા. 25હજારની આંચકીને ભાગી ગયા હતા. ડભોલી રોડ સ્થિત શ્રીરામમ સોસાયટીમાં રહેતા રત્નકલાકાર ભાવેશ જયંતિ પટેલની પત્ની નિમીષા બે દિવસ અગાઉ ડભોલી રોડના ગોવિંદજી હોલમાં સમાજની ગરબા સ્પર્ધા હોવાથી તેમાં ભાગ લેવા નણંદ સાથે પગપાળા જઇ રહ્યા હતા. ત્યારે સ્પેલન્ડર મોટરસાઇકલ પર ચેઇન સ્નેચરો ત્રાટકયા હતા. મોટરસાઇકલ પર પાછળ બેસેલા સ્નેચરે નિમીષાના ગળામાંથી સોનાની ચેઇન કિંમત રૂા. 25 હજાર મત્તાની આંચકીને ભાગી ગયા હતા. ઉલ્લેખનીય છે કે ગોવિંદજી હોલ સામે રસ્તો સાંકડો છે અને બીઆરટીએસ રૂટ હોવાની સાથે સતત વાહન વ્યવહાર ચાલુ રહેતો હોવા…
કવિ: Satya Day News
સચીન હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટના કાપડના કારખાનાના કારીગરે નોકરીમાંથી કઢાવ્યાની અદાવતમાં સાથી કારીગર અને તેના મિત્રોએ ચપ્પુની અણીએ ઓટો રીક્ષામાં અપહરણ કરી ગોંધી રાખી 13 હજારની લુંટ કરી ભાગી ગયા હતા. સચીન-કનસાડ રોડ સ્થિત શીવશક્તિ નગરમાં રહેતો પરશુરામ યમુના મહંતો (ઉ.વ. 34) સચીનના હોજીવાલા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં કાપડના કારખાનામાં નોકરી કરે છે. પરશુરામ સાથે કામ કરતો કારીગર કાલુ ઉર્ફે પિન્ટુ પડોશી કારખાનામાં પણ ઓવર ટાઇમમાં કામ કરતો હતો. પરંતુ પડોશી કારખાનામાં કાલુએ રજા પાડતા કારખાનાના મેનેજરે પરશુરામને અન્ય કોઇ કારીગર હોય તો જણાવજો એમ કહ્યું હતું. જેથી પરશુરામે પોતાના ઓળખીતા વિક્રમ કુમારને પડોશી કારખાનામાં નોકરીએ રાખ્યો હતો. જેથી કાલુની નોકરી છુટી જતા…
દિલ્હીના IGI એરપોર્ટ પર કસ્ટમ વિભાગની ટીમે તસ્કરની ધરપકડ કરી છે જે છેલ્લા કેટલાક વર્ષોથી વિદેશોથી ભારતમાં મોંઘા ફોન, ઘડિયાળ અને અન્ય સામાનોની તસ્કરી કરી રહ્યો હતો. ટીમે આની પાસે મોટી માત્રામાં ફોન અને ઘડિયાળ પણ જપ્ત કરી છે. દિલ્હી સહિત સમગ્ર દેશના એરપોર્ટ પર તસ્કરીની ઘટનાઓ રોકાવાનું નામ લઈ રહી નથી. તસ્કર અલગ-અલગ રીતે વિદેશોમાંથી સામાન લઈને ભારતમાં તસ્કરી કરી રહ્યા છે. આવી જ ઘટના દિલ્હીના IGI એરપોર્ટથી સામે આવી છે જ્યાં 25 સપ્ટેમ્બરે હોંગકોંગથી દિલ્હી આવનારી ફ્લાઈટ cx697માં એક મુસાફરના સામાનની જ્યારે તપાસ કરવામાં આવી તો તેની પાસેથી મોટા પ્રમાણમાં મોંઘી ઘડિયાળ, આઈફોન અને અન્ય સામાનને જપ્ત કરવામાં…
નવરાત્રીના ઢોલના ધબકારા સંભળાવા લાગ્યા છે અને ખેલૈયાઓ ગરબે ઝૂમવા માટે તૈયાર છે. શહેરના પાર્ટીપ્લોટ્સ અત્યારે નવરાત્રિનાં આયોજનોમાં ફેરવાઈ ગયા છે. મા શક્તિની આરાધનાના આ પર્વમાં સ્ત્રીઓએ મોડી રાત સુધી એકલાં ફરવાનું થાય છે. આમ તો ગુજરાત સ્ત્રીઓ માટે એકદમ સલામત સ્ટેટ છે. તેમ છતાં આપણું પોલીસતંત્ર કોઈ પણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સ્ટેન્ડ બાય છે. સામે પક્ષે ‘ચેતતી નારી સદા સુખી’ને ન્યાયે ખુદ સ્ત્રીઓએ પણ કેટલીક બાબતો માટે સ્માર્ટ થઈને તૈયાર થઈ જવું જોઈએ. ગરબા રમવા જતી મહિલાઓ કે યુવતીઓની છેડતીના કિસ્સા બનતા હોય છે, ત્યારે આ પ્રકારની ઘટનાઓને રોકવા માટે મહિલા પોલીસે તમામ તૈયારીઓ કરી લીધી…
વર્ષ 2015 બાદ ફરી ડુંગળીના ભાવમાં જંગી વધારો થતા યુનિયન મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ રવિવાર ડુંગળીની તમામ જાતની આયાત પર પ્રતિબંધ લગાવ્યો છે. છેલ્લા થોડા દિવસોમાં ડુંગળીના ભાવમાં 30%નો વધારો થયો છે. આ અંગે ડાયરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ(DGFT) જે કોમર્સ મિનિસ્ટ્રીનો એક ભાગ છે તેણે એક નોટીફીકેશન બહાર પાડ્યું હતું. અને તાત્કાલિક ધોરણે ડુંગળીની તમામ જાતોની નિકાસ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે DGFTએ ડુંગળીની મિનિમમ એક્સપોર્ટ પ્રાઈસ(MEP)ને ઘટાડીને તા.13 સપ્ટેમ્બરે 850 પ્રતિ ટન કરી હતી. જેથી કરીને ડુંગળીનું એક્સપોર્ટ ઓછું થાય અને વધતા જતા ઘરેલું ભાવ નિયંત્રણમાં આવે. એમઈપી નીચેનો દર છે, તેની પર નિકાસને…
29 સપ્ટેમ્બર 2019, રવિવારથી નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે. ધર્મગ્રંથો પ્રમાણે નવરાત્રિમાં દરરોજ માતાના એક વિશેષ રૂપની પૂજા કરવાથી ભક્તની દરેક મનોકામના પૂર્ણ થાય છે. જાણો નવરાત્રિમાં કયા દિવસે દેવીના કયા સ્વરૂપની પૂજા કરવી જોઇએ. શારદીય નવરાત્રિના પહેલા દિવસે માતા શૈલપુત્રીની પૂજા કરવામાં આવે છે. માર્કેન્ડેય પુરાણ મુજબ દેવીનું આ નામ હિમાલયને ત્યાં જન્મ લેવાથી પડ્યું. હિમાલય આપણી શક્તિ, દૃઢતા, આધાર તથા સ્થિરતાનો પ્રતીક છે. માતા શૈલપુત્રીને અખંડ સૌભાગ્યનું પ્રતીક માનવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસે યોગી પોતાની શક્તિ મૂળાધારમાં સ્થિત કરે છે તથા યોગ સાધના કરે છે. આપણાં જીવન પ્રબંધનમાં દૃઢતા, સ્થિરતા તથા આધારનું મહત્વ સર્વપ્રથમ છે. એટલે આ…
કરોડો રૂપિયાના ડ્રગ્સ સાથે ઝડપાયેલા ડ્રગ માફિયા સહેજાદ રાજ્યનો મોટો ડ્રગ્સ સપ્લાયાર હોવાનું બહાર આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચની પૂછપરછમાં બહાર આવ્યું છે કે, આરોપી સહેજાદ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના નાના અને મોટા શહેરોમાં ડ્રગ્સ સપ્લાય કરતો હતો. છેલ્લા સાડા ત્રણ વર્ષથી નાના સપ્લાયરોને 10, 20 ગ્રામ ડ્રગ્સ આપતો હતો. આ કંસાઈનમેન્ટ બાદ 6 કિલો જેટલું ડ્રગ્સ પણ મુંબઇથી અમદાવાદ મંગાવવાનો હતો. જેના માટે 50 લાખની રકમ આંગડિયા પેઢી મારફતે મોકલી હોવાનું પણ જાણવા મળ્યું છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને બાતમીના મળી હતી કે, મુંબઈથી અમદાવાદ આવતી ટ્રાવેલ્સમાં એમડી ડ્રગ્સ આવવાનું છે. જેમે લેવા બે શખ્સ પએસજી હાઈવે પર આવેલી ટ્રાવેલ્સની ઓફિસ પર…
જેમ થેપલાં, ઢોકળાં અને ફાફડા ગુજરાતીઓની ઓળખ છે એમ ગરબા પણ ગુજરાતીઓની ઓળખ છે. રમુજમાં કહે છે ને કે ગુજરાતીઓ અંગ્રેજી પૉપસોંગથી માંડીને ભાંગડાનાં બિટ્સ પર ગરબા કરી શકે છે – આ વાતમાં જરાય અતિશયોક્તિ પણ નથી. વળી ગરબાની પરંપરા ગુજરાતમાં ૫૦૦૦ વર્ષોથી ખીલી, પ્રસરી અને પ્રચલીત બની છે. ગરબા એટલે ભક્તિ અને શ્રુંગારરસનું એવું મિશ્રણ જેમાં છોલછલ ઊર્જા સિવાય બીજું કંઇપણ મળવું અશક્ય છે. ગરબાનો સ્થૂળ પ્રકાર એટલે કે –દીપગર્ભઘટઃ જેનાં ગર્ભમાંદિવો છે તેવો માટી કે ધાતુનો છિદ્રવાળોઘડો. ગર્ભદીપશબ્દ માંથી અંતે અપભ્રંશ થઇને ગરબો શબ્દ ચલણમાં રહી ગયો. શાસ્ત્રો અનુસાર માટી એ પૃથ્વીનો એક ભાગ છે અને ગરબાનો દીપ…
હાલ રાજ્યભરમાં ભારે વરસાદના કારણે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. રાજકોટમાં પણ આજે વહેલી સવારથી મેઘરાજા આફરિન થયો હતો. ભારે વરસાદના કારણે રાજકોટમાંથી એક દુ:ખદ સમાચાર મળી રહ્યા છે. રાજકોટમાં બે ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. ત્યારે જામકંડોણા વિસ્તારમાં રામપર નદીમાં એક કાર પણ તણાઇ છે જેમાં ત્રણ જેટલી મહિલાઓ હોવાની આશંકા સેવાઇ રહી છે. જ્યારે વંથલીનાં ભુપતભાઇનો બચાવ કરવામાં આવ્યો છે. રાજકોટમાં ભારે વરસાદને કારણે રાજકોટનાં જામકંડોરણા વિસ્તારમાં રામપરની નદીમાં એક કાર તણાઇ હતી. આ કારમાં બેથી ત્રણ મહિલા હોવાની આશંકા સેવાઇ…
રવિવારથી નવલી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે.રવિવારે જ ભાજપ ઉમેદવારોના નામો જાહેર કરી શકે છે.નવરાત્રી અને પેટાચૂંટણીના માહોલ વચ્ચે રવિવારે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. પહેલા નોરતે જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદની મુલાકાતે આવી રહ્યાં છે. બે દિવસની આ મુલાકાતને રાજકીય રીતે પણ સૂચક માનવામાં આવી રહી છે. અમિત શાહ માણસામાં કુળદેવીના મંદિરે દર્શન કરવા જશે. આ ઉપરાંત 30મીએ ભાજપના બધા ય ઉમેદવારો ફોર્મ ભરશે એટલે સાબરમતીમાં ભાજપના ચૂંટણી કાર્યાલયનુ ઉદઘાટન કરશે. આ ઉપરાંત આ જ દિવસે આરપીએફના એક કાર્યક્રમમાં પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉપસ્થિત રહેશે. બે દિવસીય મુલાકાતમાં અમિત શાહ બે કાર્યક્રમમાં…