દ્વારકાના કલ્યાણપુર તાલુકાના ભાટિયામાં ઘર કંકાથી કંટાળી પતિએ જ પોતાની પત્નિનું ગળુ દબાવી મોતને ઘાટી ઉતારી દીધી હતી.અવાર નવાર પતિ-પત્નિ વચ્ચેનો ઝઘડો છેક મોત સુધી પહોંચ્યો હતો. બીજી તરફ જૂનાગઢના વડીયામાં માતા-પુત્રનાં ઝઘડામાં વચ્ચે પડેલા યુવકની કુહાડીના ઘા ઝીંકી હત્યા કરી દેવામાં આવી હતી. ભાટિયાના પોસ્ટ ઓફિસના પાછળના ભાગે રહેતા એક્સ આર્મીમેન દિલિપગીરી ગૌસ્વામી અને તેની પત્નિ ભાવનાબેન ગૌસ્વામી વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હતાં. દરરોજની ઘરકંકાસથી પત્ની ભાવનાબેને અગાઉ પોલીસમાં ફરિયાદ પણ નોંધાવી હતી. જે બાદ સમાધાન થઇ જતા પત્ની પરત આવી બન્ને સાથે રહેતા હતાં. તેમજ પુત્ર અભિષેક ગૌસ્વામી અમદાવાદ અભ્યાસ કરી રહ્યો છે. તેમજ પુત્રી પોરબંદર મામાનાં…
કવિ: Satya Day News
જામનગરના સીટી બી ડિવીઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલનું સિઝેરિયન દરમિયાન વધુ લોહી વહી જવાથી મૃત્યુ થયાની ઘટનામાં તબીબી બેદરકારી સામે આવતી હોવા છતાં પોલીસ દ્વારા કોઇ પગલા લેવામાં ન આવતા પોલીસ બેડામાં ભારે કચવાટ ફેલાયો છે. પોતાના બાળકનું મોઢું જોયા વગર જ માતાના મૃત્યુથી પરિવાર પર વજ્રઘાત થયો છે. મળતી વિગતો મૂજબ જામનગર શહેરના સિટી બી ડીવીઝન પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી કોમલબેન દામજીભાઇ નકુમ (ઉ.વ.29)ને પ્રસુતિ માટે ટાઉનહોલ નજીક આવેલા સંકલ્પ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. જયાં તેણીનું સિઝેરિયન કરી પ્રસુતિ કરાવવામાં આવી હતી. જે દરમિયાન તેણીને વધુ રક્તસ્ત્રાવ થઇ જતાં તબિયત લથડી હતી અને તાત્કાલિક…
અમેરિકામાં ‘હાઉડી, મોદી’ કાર્યક્રમમાં અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે વિશાળ જનમેદનીને સંબોધીત કરી હતી. તેમણે રેલીને સંબોધન કરતાં જણાવ્યું હતું કે “હેલો હ્યુસ્ટન, અમેરિકાના એક ખૂબ જ વફાદાર અને સમર્પિત મિત્ર, પીએમ મોદી સાથે રહીને મને ખૂબ જ આનંદ થયો. અહીં રહેવું એ મારા માટે સૌભાગ્યની વાત છે. ઇતિહાસની સૌથી મોટી લોકશાહી ચૂંટણીમાં થોડા મહિના પહેલા જ 100 મિલિયન ભારતીયો મતદાન કરવા ગયા હતા અને પીએમ મોદીની તરફેણમાં અભૂતપૂર્વ જનાદેશ આપ્યો હતો. ટ્રમ્પે આગળ જણાવ્યું કે “પીએમ મોદી અને હું હ્યુસ્ટનમાં ભારત-અમેરિકાના સંબંધને મળેલી એક નવી ઊંચાઈની ઉજવણી કરવા માટે આવ્યા છીએ. ભારતીય અમેરિકનો, તમે અમારી સંસ્કૃતિને સમૃદ્ધ બનાવો છો, તમે…
INX મીડિયા ભ્રષ્ટાચાર અને મની લોન્ડરિંગ કેસના આરોપી ચિંદમ્બરમની જામીન અરજી પર સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં સુનવાણી થવાની છે ત્યારે આજે સવારે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ અને કાર્તિચિંદમ્બરમ તેમને મળવા માટે તિહાડ જેલ પહોંચ્યા છે. આ પહેલા 19 સપ્ટેમ્બરે સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમની કસ્ટડી બીજી વખત 14 દિવસ માટે વધારી દીધી છે. ચિંદમ્બરમ 3જી ઓક્ટોબર સુધી તિહાડમાં રહેશે. ગત સુનાવણીમાં સીબીઆઈએ પહેલા ચિદમ્બરમની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તપાસ એજન્સીએ કોર્ટને જણાવ્યું કે અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે નાણાંમંત્રી હોવા દરમિયાન ચિંદમ્બરમે પોતાના પદનો દૂરઉપયોગ કરીને ગેરકાયદે રકમની માંગ કરી હતી. ફેમા હેઠળ કરાયેલી અનિયમિતતાઓને દબાવવા…
અમેરિકાના હ્યુસ્ટન શહેરમાં એનઆરજી સ્ટેડિયમ ખાતે આયોજિત ‘હાઉડી મોદી’ કાર્યક્રમમાં રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હજારો ભારતીય-અમેરિકન દર્શકોની વચ્ચે ઐતિહાસિક ભાષણ આપ્યું હતું. લોકોએ ‘મોદી મોદી’ નારા વડે વાતાવરણને ગજાવતાં મોદીનું સ્વાગત કર્યું હતું. આ સમિટમાં એ સમયે ટેક્સાસ રાજ્યના ગવર્નર હ્યુસ્ટનના મેયર, સંસદસભ્યો વગેરે સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પ પણ હાજર રહ્યા હતા. વડાપ્રધાન મોદીએ અહીં ભાષણ આપતા કહ્યું હતું કે “આ માહોલ અકલ્પનિય છે. આ મારું એકલાનું સન્માન નથી સમગ્ર ભારતીય સમાજનું સન્માન છે. આ વિશાળ જનસમુદાય આંકડાઓ પૂરતો સીમિત નથી. આજે આપણે એક નવો ઇતિહાસ રચ્યો છે અને આપણે એક નવી કેમેસ્ટ્રી જોઇ રહ્યા છીએ.” તેમણે ટેક્સાસની ભવ્યતાની પ્રશંસા કરતાં…
પાંડેસરા ફાયર સ્ટેશન પાસે આજે વહેલી સવારે સાઈકલ પર ખમણ લઈને જતા યુવાનને અજાણ્યા ઈસમોએ ચપ્પુના ઘા મારી મોબાઈલ અને રોકડા રૂપિયા લૂંટી લીધા હતા તેને સારવાર માટે નવી સિવિલ હોસ્પિટલમાં દાખલ કર્યો છે. નવી સિવિલ હોસ્પિટલ પાસેથી મળેલી વિગત મુજબ મૂળ ઉત્તર પ્રદેશના બાંદા જિલ્લાના વતની અને હાલમાં પાંડેસરાના અભ્યાસ ખાતે પોસ્ટ ઓફિસની સામે અલ્યા નગરમાં રહેતો 25 વર્ષીય ધર્મરાજ રામકુમાર કુશવાહ આજે સવારે સાઈકલ પર ખમણ લઈને ઘરે આવવા નીકળ્યો હતો. ત્યારે પાંડેસરા ફાયર સ્ટેશન પાસે બાઈક પર આવેલા 2 થી 3 અજાણ્યા ઈસમોએ તેને ઉભો રાખ્યો હતો અને તેને ડાબા હાથ અને ડાબી જાંઘના ભાગે ચપ્પુના ઘા…
દક્ષિણ ગુજરાતની વિશાળ નવી સિવિલ હોસ્પિટલમાં મોટાભાગના વોર્ડમાં બે દિવસથી પાણી આવતું નથી. જોકે ગર્ભવતી મહિલા સહિતના દર્દીઓ માટે દર્દીના સંબંધીઓ પૈસા ખર્ચીને બહારથી પીવાનું પાણી લાવી રહ્યા હોવાથી દર્દી અને તેમના સંબંધીઓ તકલીફ પડી રહી હોવાનું જાણવા મળે છે. નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા બે દિવસથી ઘણા વોર્ડમાં પાણી આવતું નહીં હોવાની ફરિયાદ ઉઠી હતી. જોકે આજે સવારે સિવિલના જી -3 વોર્ડમાં દાખલ દર્દીના સંબંધીઓએ ટ્રોમા સેન્ટરમાં તાત્કાલિક સારવાર વિભાગમાં સી એમ ઓને ફરિયાદ કરી હતી કે વોર્ડમાં ગઈકાલથી પાણી આવતું નથી. નોંધનીય છે કે ઉધના વિસ્તારમાં સંજયનગરમાં રહેતા 28 વર્ષીય ગર્ભવતી ગાયત્રીબેન સુજીતભાઈ વર્માને ગઈકાલે રાત્રે પ્રસૂતિની પીડા ઉપાડતા…
PM નરેન્દ્ર મોદી 7 દિવસના પ્રવાસે અમેરિકા પહોંચી ગયા છે. હ્યુસ્ટનમા તેમના હાઉડી મોદી કાર્યક્રમ માટે NRG સ્ટેડિયમમા સ્ટેજ પણ તૈયાર થઈ ગયો છે. આ દરમિયાન એક મહિલાએ પોતાના માટે હૈદરાબાદથી એક સ્પેશ્યલ સાડી ડિઝાઇન કરાવી છે. આ સાડીમા મહિલાએ ‘હાઉડી મોદી’ લખાવ્યુ છે. આના સાથે જ આ સાડીમા યુનાઈટેડ સ્ટેટ્સની સાથે ભારતનો તિરંગો પણ બનાવ્યો છે અને ભાજપના કમળના પ્રતીકને પણ આ મહિલાએ પોતાની સાડીમા ડિઝાઇન કરાવ્યુ છે. આ મહિલાનું કહેવું છે કે આ સાડીને જોઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ એમની પ્રશંસા કરી. એમણે જેવી મહિલાની સાડી જોઈ, એમના મોઢામાથી ‘WOW’ શબ્દ નીકળ્યો. જો કે એવું એ મહિલાનું કહેવું…
બોલિવૂડ એક્ટર ઋષિ કપૂરે એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે. એના દ્વારા શેર કરવામાં આવેલો આ વીડિયો લોકોને ખુબ હસાવી રહ્યો છે. ચોર અને મહિલાનો આ વીડિયો લોકો શેર કરી રહ્યા છે અને લોકો કહી રહ્યા છે બરાબર થયું. દરેક ચોર સાથે આવું જ થવું જોઈએ. આ વીડિયોમાં જોઈ શકાય છે કે એક ચોર આવે છે અને બાઈક ઉભું રાખી મહિલાનો પર્સ જૂંટવવાનો પ્રયત્ન કરે છે. મહિલા અને ચોર વચ્ચે થોડો સમય ખેંચાખંચી થાય છે અને ત્યારબાદ મહિલાનાં મગજમાં અચાનક જ લાઈટ થાય છે કે જો આવો કંઈક આઈડિયા અપનાવીએ તો ચોરને સારો સબક…
જર્મનીની લ્યુબેક યુનિવર્સિટીમાં હાલમાં કરાયેલા એક સંશોધનમાં જણાવ્યું છે કે ખરાબ ડીએનએને કારણે થતી બીમારીને ભારતીય આહાર માત આપી શકે છે. સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું કે બીમારીઓના મુખ્ય કારણ એવા ડીએનએમાં ડીએનએ નહીં બલ્કે આહાર પણ સૌથી વધુ મહત્વનો છે કે જે બીમારી પેદા કરી શકે છે અને તેના પર લગામ પણ મૂકી શકે છે. યુનિવર્સિટીના પ્રોફેસર રોલ્ફ લુડવિજના નેતૃત્વમાં ત્રણ વિજ્ઞાનીઓ દ્વારા કરાયેલું સંશોધન તાજેતરમાં પ્રસિદ્ધ થયું હતું. ત્રણ સંશોધકોમાં રશિયાના ડૉ. અર્તેમ વોરોવયેવ, ઇઝરાયેલની ડૉ. તાન્યા શેજિન અને ભારતના ડૉ. યાસ્કા ગુપ્તા સામેલ છે. ઉંદર પર 2 વર્ષ સુધી કરાયેલા સંશોધનમાં જણાવ્યું કે પશ્ચિમી દેશના ઉચ્ચ કેલેરી…