સૂત્રોના જણાવ્યા મુજબ, ‘યશરાજ ફિલ્મ્સ’ અગાઉ આ ફિલ્મમાં અભિષેક બચ્ચનને લેવા ઇચ્છતા હતા કારણકે પહેલા પાર્ટમાં પણ તે હતો. માટે બીજા પાર્ટમાં સેકન્ડ લીડ રોલ માટે તે એકદમ ફિટ બેસી રહ્યો હતો. જ્યારે લીડ રોલમાં સિદ્ધાંત ચતુર્વેદી અને શર્વરી વાઘ હશે. જોકે, અભિષેક આ ફિલ્મને લઈને એટલો ઉત્સુક ન હતો અને તેણે આ ફિલ્મ માટે ના કહી દીધી. ત્યારબાદ YRF એ સૈફ અલી ખાનને અપ્રોચ કર્યો. તેને ફિલ્મમાં રસ પડ્યો અને તે ફિલ્મ કરવા માટે તૈયાર થઇ ગયો હતો. સૂત્રોએ એવું પણ જણાવ્યું કે, ફિલ્મનું શૂટિંગ ટૂંક સમયમાં શરૂ થવાનું હતું પણ એન્ડ મોમેન્ટ પર સૈફે ફિલ્મ છોડીને મેકર્સને મુશ્કેલીમાં…
કવિ: Satya Day News
અલાર્મ અને કારના હોર્નના અવાજથી કેટલાક લોકોને ઇરિટેશન (ચીડ આવવી) થાય છે. અલાર્મમાં ગમે તેવી મન પસંદ ટયૂન સેટ કરવાથી પણ તેના અવાજથી ઇરિટેશન થાય છે. આ ઇરિટેશનનું કારણ અલાર્મના અવાજની ફ્રિક્વન્સી અને તેની મગજ પર અસરને લીધે થાય છે. ‘નેચર કમ્યૂનિકેશન’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. આ રિસર્ચમાં અલાર્મ સહિતના વિવિધ અવાજ અને મગજ પર તેની અસર પર અધ્યયન કરવામાં આવ્યું હતું. અલાર્મ, કારનું હોર્ન અને કિકિયારીનો અવાજ રિપિટિટિવ સાઉન્ડ ફ્લક્ચ્યુએશનથી બને છે, જેની ફ્રિક્વન્સી 40થી 80 હર્ટઝની હોય છે. આવા પ્રકારના અવાજથી મગજ અલગ પ્રકારે પ્રતિક્રિયા આપે છે. 40થી 80 હર્ટઝની ફ્રિક્વન્સીના…
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની બેઠકમા ભાગ લેવા માટે વડાપ્રધાન મોદી શનિવારે મોડી રાતે હ્યૂસ્ટન પહોંચ્યા છે. અહીં એરપોર્ટ પર ટ્રેડ એન્ડ ઈન્ટરનેશનલ અફેર્સના નિયામક ક્રિસ્ટોફક ઓલ્સન અને અન્ય અધિકારીઓએ તેમનું સ્વાગત કર્યુ હતું. મોદીએ અમેરિકાના એનર્જી સિટી કહેવાતા હ્યૂસ્ટમાં ઉર્જા કંપનીઓના 16 CEO સાથે બેઠક કરી હતી. ઉર્જાના ક્ષેત્રમાં ભારત અને અમેરિકા વચ્ચેના સહયોગને વધારવાના ઉદ્દેશથી આ બેઠક કરાઈ છે. ભારતીય પેટ્રોલિયમ કંપની પેટ્રોનેટે અહીં અમેરિકાની પ્રાકૃતિક ગેસ(LNG) કંપની ટેલ્યુરિન સાથે 50 લાખ એલએનજી પ્રતિવર્ષ આયાત કરવાના કરાર પર હસ્તાક્ષર કર્યા. MOU પ્રમાણે, પેટ્રોનેટ ડ્રિક્ટવુડ હોલ્ડિંગમાં રોકાણ કરશે, જેનાથી પેટ્રોનેટને પ્રોજેક્ટના પહેલા તબક્કા અથવા બીજા તબક્કામાંથી દરવર્ષે 50 લાખ ટન LNG…
ગુજરાત જાહેર સેવા આયોગ (જીપીએસસી)એ વિવિધ 7 વિભાગમાં 124 જગ્યાઓ માટે ભરતી જાહેર કરી છે. ઉમેદવારો 24મીથી 9 ઓક્ટોબર સુધી ઓનલાઇન ફોર્મ ભરી શકશે. જીપીએસસીએ પ્રવેશ પ્રક્રિયાની સાથે જ પ્રીલિમનરી પરીક્ષા અને મુખ્ય પરીક્ષા અને તેના પરિણામોની તારીખો પણ જાહેર કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, આ મહિનાની જાહેરાતો રોસ્ટર વિવિધ વિભાગમાં અનામત બેઠકોની સંખ્યાના આંકડા નક્કી ન હોવાના કારણે જાહેરાત મોડેથી બહાર પાડવામા આવી છે. તમામ જગ્યાઓ ક્લાસ-1 અને 2 માટે હોવાથી અરજીઓ માટે અનુસ્નાતક ડિગ્રી ફરજિયાત છે, જેમાં કાયદા અધિકારી માટે એલએલબીની સાથે 3 વર્ષનો અનુભવ. હિસાબી અધિકારીમાં અરજી કરવા માટે ઉમેદવારે બીકોમ, સીએ, આઇસીડબલ્યૂ, સીએસ કરેલું હોવું…
દેશમાં વિવિધ સરકારી સંસ્થાઓ અને એનજીઓ સેનિટરી પેડના ઉપયોગ વિશે લોકોને જાગૃત કરવાનું કામ કરી રહી છે. હાલ માર્કેટમાં ઘણા એવા સેનિટરી પેડ પણ છે કે જે ઇકોફ્રેન્ડલી છે, પર્યાવરણને નુકસાન કરતા નથી. ગોવાની જયશ્રી પરવાર બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડ બનાવે છે. તેઓ ગોવાની પેડવુમન તરીકે ઓળખાય છે, જેઓ ઘરે જ બાયોડિગ્રેડેબલ સેનિટરી પેડનું ઉત્પાદન કરે છે. જયશ્રીએ જણાવ્યું કે, અમારા સેનિટરી પેડ પર્યાવરણને અનુકૂળ છે. આ પેડ દેવદાર વૃક્ષના લાકડાંમાંથી બનેલા કાગળ, સિલિકોન પેપર અને બટર પેપરમાંથી બને છે. હું વર્ષ 2015થી આ રીતે સેનિટરી પેડનું ઉત્પાદન કરું છું. સામાન્ય સેનિટરી પેડ બાયોડિગ્રેડેબલ હોતા નથી. અમારા પેડ દેવદાર વૃક્ષની લાકડીના…
પિતૃપક્ષ 28 સપ્ટેમ્બર, શનિવારના દિવસે પૂર્ણ થશે. આ દિવસે અમાસ છે જેને સર્વપિત્તૃ અમાસ કહેવામાં આવે છે. પિતૃપક્ષની શરૂઆત પૂનમના દિવસે થાય છે અને અંત અમાસના દિવસે થાય છે. આ વર્ષે પિતૃપક્ષના છેલ્લાં દિવસે ખૂબ જ શુભ સંયોગ બની રહ્યો છે. પિતૃપક્ષના છેલ્લાં દિવસે શનિવાર અને અમાસનો સંયોગ 20 વર્ષ બાદ બની રહ્યો છે. આ પહેલાં આવો સંયોગ 1999માં બન્યો હતો. શનિ અને અમાસના આ શુભ સંયોગથી 28 સપ્ટેમ્બરે શનિ અમાસનું મહત્વ વધી ગયું છે. એવામાં તમે તમારા પિતૃઓની વિદાયને તમારા પરિવાર માટે શુભ બનાવી શકો છો. 1- પિતૃપક્ષનો છેલ્લો દિવસ અને શનિ અમાસના શુભ સંયોગમાં ગરીબ, અસહાયની સેવા કરવાથી…
પાલનપુર ખાતે હનુમાન ટેકરી વિસ્તારમાં રહેતી એક મુસ્લિમ પરિણિતાના પતિએ અન્ય યુવતી સાથે આડા સબંધો રાખ્યા હતા. જેમાં તેણીને પુત્રનો જન્મ થયો હતો. આ અંગે પરિણિતા કહેવા જતાં આ શખ્સે ત્રણ વખત તલ્લાક બોલી પત્નિને છુટાછેડા આપી દીધા હતા. આ અંગે પરણિતાએ પાલનપુર પશ્વિમ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જેમાં પાલનપુરમાં સૌ પ્રથમ પોલીસે ધ મુસ્લિમ વુમન પ્રોટેકશન ઓફ રાઇટ ઓન મેરેજનો ગૂનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મુળ વડગામ તાલુકાના જુની નગરી ગામના અને હાલ પાલનપુર હનુમાન ટેકરી ખાતે જલારામ પાર્કમાં રહેતા સહેનાજબાનુ પરબતખાન બિહારીના લગ્ન પાલનપુર તાલુકાના હેબતપુરા ગામે સરફરાજખાન મહમદખાન બિહારી સાથે થયા હતા. જોકે, સરફરાજખાનને…
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)ના જન્મ માટે પૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નેહરુને દોષિ ગણાવ્યા છે. શાહે રવિવારે મુંબઈમાં વિધાનસભા ચૂંટણીમાં પક્ષના પ્રચાર માટે સભાને સંબોધી હતી. અમિત શાહે જણાવ્યું કે જો નેહરુએ પાડોશી દેશ સાથે અકાળે યુદ્ધવિરામ જાહેર કર્યો ના હોત તો પીઓકે અસ્તિત્વમાં જ આવ્યું ના હોત. નેહરુને મુદ્દે પ્રહાર કરતા શાહે વધુમાં જણાવ્યુંકે કાશ્મીર દેશનું અભિન્ન અંગ ના બન્યું તેનું કારણ પણ નેહરુ છે. જો તે સમયે દેશના સૌપ્રથમ ગૃહ મંત્રી સરદાર વલ્લભભાઈ પટેલને સ્થિતિ સોંપવામાં આવી હોત તો ચિત્ર જુદું જ હોત. આ ઉપરાંત કેન્દ્રના જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 નાબૂદ કરવાના નિર્ણય પર વિપક્ષને આડેહાથ…
મહારાષ્ટ્રની ચૂંટણીની તારીખો પણ જાહેર થઇ ચૂકી છે. એબીપી ન્યૂઝ અને સીવોટરના સર્વેમાં મહારાષ્ટ્રમાં ફરી વખત શિવસેના – ભાજપની યુતી સરકાર બનાવશે. મહારાષ્ટ્રમાં બહુમત માટે 145 બેઠકની જરૂર પણ છે તેની સામે આ ગઠબંધનને 205 બેઠક મળી શકે છે. જ્યારે કોંગ્રેસ – એનસીપી ગઠબંધન 55 બેઠકોમાં જ સમેટાઇ જાય તેમ છે. સર્વેમાં બહાર આવ્યું છે કે, અન્ય દળોને 28 બેઠકો મળી શકે તેમ છે. 2014માં મહારાષ્ટ્રમાં ભાજપને 288માંથી 122 બેઠકો જ્યારે શિવસેનાને 63 બેઠકો મળી હતી. ત્યારે બંને પાર્ટીએ અલગ અલગ ચૂંટણી લડી હતી. તો ગઇ ચૂંટણીમાં કોંગ્રેસને 42 અને એનસીપીને 41 બેઠકો પર વિજય મળ્યો હતો. સર્વેની વાત કરીએ…
એક ઈંટરવ્યૂ દરમિયાન કરણ જોહરે તેના પ્રોફેશનલ અને પર્સનલ ફ્રંટની વાત કરી હતી. એ ઉપરાંત તેણે રેપિડ ફાયર રાઉન્ડમાં પણ ભાગ લીધો હતો. આ રાઉન્ડમાં તેણે કેટલાક રસપ્રદ સવાલોના જવાબ આપ્યા. કરણ જોહર કેટલાક સમયથી ઈંડસ્ટ્રીમાં સક્રીય છે. બોલિવૂડમાં તેના ઘણા બધા દોસ્ત છે. એવામાં કરણ જોહર માટે રેપિડ ફાયર રાઉન્ડ સરળ નહોતો. કેટલાક સવાલના જવાબ તેણે સરળતાથી આપ્યા તો કેટલાકમાં તે ફસાતો જોવા મળ્યો હતો. તેણે એ પણ કહ્યું કે ટ્રાન્સફોર્મ થશે તો તે શું બનવાનું પસંદ કરશે. તેણે હોલિવૂડની લેજેન્ડ્રી એક્ટ્રેસ મેરિલ સ્ટ્રીપનું નામ લીધું હતું. તેણે કહ્યું એવું બનવું મુશ્કેલ છે. પણ જો તક મળશે તો હું…