‘ગયા’ એક એવું પવિત્ર સ્થળ જે બિહારમાં સ્થિત છે. ખુબજ પૌરાણિક આ ધામમાં હિન્દુ તીર્થસ્થળનું મોખરાનું સ્થાન ધરાવે છે. સપર સરિતા ગંગા નદીના તટ પર સ્થિત આ ર્તીર્થ પિતૃઓનાં તર્પણ અને મૃત આત્માઓની શાંતિ માટે ખુબજ વિખ્યાત છે. ગયા તીર્થમાં મૃતકોની આત્માની શાંતિ માટે પિંડદાનનું વિશેષ મહત્વ રહેલું છે. શાસ્ત્રોમાં કહેવામાં આવ્યુ છે પ્રયાગ મુંડે ગયા પિંડે. અર્થાત્ પ્રયાગમાં મુંડન કરાવો ગયામાં પિતૃઓને તર્પણ કરાવો તમારા પિતૃઓને મોક્ષ જરૂરથી પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુ પ્રાણી માત્રને મુક્તિ આપનાર ‘ગધાક’ રૂપે ગયામાં નિવાસ કરે છે. ગ્યાસુરના વિશુદ્ધ દેહમાં બ્રહ્માજી, જનાર્દન શિવ તથા પ્રપિતામહ સ્થિત છે. ભગવાન વિષ્ણુએ અહીં મર્યાદા સ્થાપિત કરતા…
કવિ: Satya Day News
પોતાની હોટનેસ અને બોલ્ડ અદાઓને કારણે હંમેશા ચર્ચામાં રહેતી શર્લિન ચોપરા ફરી લાઇમલાઇટમાં છે. શર્લિનનાં વીડિયો પણ અવાર નવાર સામે આવતા રહે છે. આ પહેલા લોકોને લોકસભા ચૂંટણીમાં વોટ કરવાની અપીલ કરતો વીડિયો પણ ખુબ વાયરલ થઈ રહ્યો છે. તેના આ સોન્ગનું ટાઇટલ વોટ ડાલ રાખવામાં આવ્યું હતું. શર્લિન ચોપરા સામાન્ય રીતે સોશિયલ મીડિયા પર પોતાની હોટ અને ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે અને આ તસવીરો દ્વારા તે પોતાની અદાઓથી સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. પરંતુ હાલમાં એક અલગ જ અંદાજમાં આ અભિનેત્રીએ બધાને ચોંકાવ્યા છે. શર્લિને આ વખતે હોટના બદલે નવરાત્રી લૂકમાં ડાંડિયા સાથે ફોટો પડાવ્યા છે.…
આજે શેર માર્કેટે એક કરતાં વધારે રેકોર્ડ રચવામાં સફળતા મેળવી છે આજે એક જ દિવસમાં સૌથી મોટો ઉછાળો, માર્કેટ કૈપિટલાઈઝેશન 143.45 લાખ કરોડ પર પહોંચ્યુ તે અને એક જ કલાકમાં રોકાણકારોએ 5 લાખ કરોડ મેળવ્યા તેનો અનોખો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. કોર્પોરેટ ટેક્સમાં કાપ અને કેપિટલ ગેન્સ ટેક્સ સરચાર્જમાં છૂટ આપવાની જાહેરાત નાણા મંત્રીએ કરતાની સાથે જ શેર માર્કેટ જાણે કે ઝુમી ઉઠ્યુ હતુ. બપોરે બે કલાક અને 20 મિનિટ પર BSE સેન્સેક્સે 2,280 પોઈન્ટનો ઉછાળો મેળવ્યો હતો. જો કે હવે આ 2200 પોઈન્ટના ઉછાળા સાથે 38,200ના સ્તર પર કારોબાર કરી રહ્યો છે. સેન્સેક્સમાં ફક્ત એક દિવસમાં આ અત્યાર…
ગૂગલ ઈન્ડિયાએ ગુરુવારે દેશની રાજધાની દિલ્હીમાં પાંચમી ‘ગૂગલ ફોર ઈન્ડિયા’ ઇવેન્ટનું આયોજન કર્યું. આ ઇવેન્ટમાં કંપનીએ ડિજિટલ પેમેન્ટ, વોઇસ અસિસ્ટેન્ટ, ઉદ્યોગપતિઓ માટેનાં સાધનો, નોકરી શોધવામાં મદદ કરવાનાં સાધનો જેવી ઘણી મોટી ઘોષણાઓ કરી હતી. ગૂગલ ભારતની શોધ માટે સાત નવી સ્થાનિક ભાષાઓ લાવ્યું છે. જેમાં તમિલ, તેલુગુ, બંગાળી, ગુજરાતી, મરાઠી, કન્નડ અને મલયાલમ શામેલ છે. આવો, જાણો આ ઇવેન્ટમાં બીજું શું આવ્યું છે… ગૂગલ લેન્સને વધુ ભારતીય ભાષાઓના અનુવાદમાં સક્ષમ કરવા માટે તેને અપડેટ કરવામાં આવ્યું છે. જો તમે કેમેરાને કોઈપણ ભાષા સાથેના સાઇનબોર્ડ પર લઈ જાઓ, તો ગૂગલ લેન્સ તમારા માટે તેનું ભાષાંતર કરશે. ગૂગલ બોલો પણ અન્ય ભારતીય…
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીની સ્કોર્પિયો ગાડીની તસવીર સાથે ગાડીનો વીમો ન હોવાની એક તસવીર સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઈ છે. કેન્દ્ર સરકાર દ્વારા નવા ટ્રાફિક નિયમોના અમીલકરણ બાદ મોટાભાગે લોકોમાં રોષ દેખાઈ રહ્યો છે. જ્યારે આ પરિસ્થિતિઓ વચ્ચે સીએમ રૂપાણીની આ કારની તસવીર વહેતી થઈ છે. ખોટી માહિતી પ્રસારિત થઈ હોવાના કારણે હવે અમદવાદા ક્રાઇમ બ્રાન્ચે એક શખ્સની ધરપકડ કરી છે. આપને જણાવી દઈએ સોશિયલ મીડિયા પર વાયરલ આ તસવીરમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે રાજ્યના સીએમ રૂપાણીની ગાડીનો વીમો નથી અને પી.યુ.સી પણ નથી. શખ્તે GJ18G9085 નંબરની ગાડીનો ફોટો વાયરલ કર્યો હતો. ત્યારે હવે ક્રાઈમ બ્રાંચે સમગ્ર…
સાઉદી અરેબિયાની કંપની અરામકોના ઓઇલ કેમ્પ પર થયેલા ડ્રોન હુમલા બાદ તેની અસર માત્ર સાઉદી અરેબિયા સુધી જ મર્યાદિત ન રહી આખા વિશ્વ પર જોવા મળી છે. આ ડ્રોન હુમલા બાદ વૈશ્વિક સ્તરે ક્રૂળના ભાવોમાં આગ લાગી છે અને આ સાથે ક્રૂડના ભાવ તેની ઐતિહાસિક સપાટીએ પહોંચ્યા છે. જોકે હુમલાથી ભારતીય અર્થતંત્ર પણ પ્રભાવિત થયું છે. વૈશ્વિક બજારોમાં ક્રૂડના ભાવમાં વધારો થતા દેશમાં પણ મોંધવારી વધી છે અને પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો ઝીંક્યો છે. ગુજરાતની વાત કરીએ તો રાજ્યમાં પેટ્રોલ ડિઝલના ભાવમાં આજે ફરી વધારો જોવા મળ્યો છે. રાજ્યમાં પેટ્રોલ-ડિઝલના ભાવમાં આજે પ્રતિ લિટર 30થી 40 પૈસાનો વધારો થયો છે. આ…
રાજ્યમાં ચોમાસું અંતિમ દોરમાં છે જ્યારે હવે રોગાચાળા અને ગંદકીથી થતી બીમારીઓમાં વધારો થયો છે. રાજ્યના જામનગર શહેરમાં કેટલાક નાગરિકો રોગચાળાના ભરડામાં સપડાઈ ગયા છે. ત્યારે હવે વિપક્ષ દ્વારા આનો વિરોધ કરી હોબાળો કરવામાં આવ્યો છે. મીડિયા સૂત્રો મુજબ શહેરમાં વરસાદ બાદ પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નીકળ્યો છે. તેમાં સાદા મેલેરીયા, ઝેરી મેલેરીયા, ડેંગ્યુ, ચીકન ગુનીયા વગેરે કેસોમાં વધારો થયો છે. જામનગર મનપાની સામાન્ય સભા પહેલા વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. રોગચાળા અને લાઈટ મુદ્દે મચ્છરોના બેનર પહેરી અને માથા પર લાઈટ બાંધીને વિપક્ષે અનોખી રીતે વિરોધ નોંધાવ્યો છે. જામનગરમાં રોગચાળા અને લાઇટના મુદ્દે મનપાના વિપક્ષ દ્વારા વિરોધ…
પેટ્રોલ (Petrol) અને ડીઝલ (Diesel)ની કિંમતોમાં તેજી રોકાવવાનું નામ લઇ રહી નથી. પેટ્રોલની કિંમત શુક્રવારના 35 પૈસા વધી ગઇ છે. જ્યારે ડીઝનના ભાવમાં 28 પૈસાનો વધારો જોવા મળ્યો છે. દિલ્હીમાં શુક્રવારે પેટ્રોલના ભાવ 73.06 પ્રતિ લીટરે પહોંચ્યા છે. આ રીતે, ડીઝલના ભાવ 66.29 રૂપિયા પહોંચ્યા છે. સ્થાનિક બજારમાં સતત ચોથા દિવસે પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઝડપી તેજી આવી રહી છે. ઇન્ડિયન ઓઇલની વેબસાઇટ અનુસાર, પેટ્રોલના ભાવ શુક્રવાર સવારે વધીને કોલકાતા, મુંબઇ અને ચેન્નાઇમાં ક્રમશ: 75.77 રૂપિયા, 78.73 રૂપિયા અને 75.94 રૂપિયા પ્રતિ લિટર થયો છે. આજ પ્રકારે ત્રણ મહાનગરોમાં ડીઝલના ભાવ ક્રમશ: 68.70 રૂપિયા, 69.54 રૂપિયા અને 70.08 રૂપિયાના સ્તરે પહોંચી ગયો…
વિશ્વભરમાં ઝડપથી વધતા વાયુ પ્રદૂષણના કારણે માત્ર લોકોને જ નહીં પરંતુ ગર્ભને પણ નુકસાન થઈ રહ્યું છે. એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે હવાનું પ્રદૂષણ સગર્ભા સ્ત્રીના ગર્ભાશયમાં પ્લેસેન્ટા દિવાલમાં પ્રવેશ કરે છે અને ગર્ભાશયમાં ગર્ભ સુધી પહોંચે છે. જે બાળકના સ્વાસ્થ્યને અસર કરે છે અને તેના પર કેટલાક રોગ થવાનું જોખમ ઊભું થાય છે. વૈજ્ઞનિકોએ જાણ્યું છે કે જ્યારે સગર્ભા સ્ત્રી ડીઝલ કારમાંથી નીકળેલા કે કોલસાના ધૂમાળાથી નીકળતા કાર્બન પ્રદૂષકોને શ્વાસમાં લે છે ત્યારે આ પ્રદૂષણમાં રહેલા હાનિકારક તત્વો સ્ત્રીના ફેફસાંમાંથી ગર્ભનાળને વીંધી સીધા ગર્ભ સુધી પહોંચે છે. સંશોધનમાં બહાર આવ્યું છે કે પ્રદૂષિત વિસ્તારોમાં રહેતી 28 સગર્ભા સ્ત્રીઓની…
વડોદરા શહેર નજીક નેશનલ હાઇવે નં-48 પર રસ્તા પર ઉભેલી ટ્રક સાથે એક્ટિવા અથડાતા 19 વર્ષીય યુવતીનું મોત નીપજ્યું છે. જ્યારે એક્ટિવા પાછળ બેઠેલી યુવતીની માતાને ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. કેન્દ્ર સરકારે સુધારેલા મોટર વ્હીકલ એક્ટના કડક નિયમો છતાં મોતને ભેટેલી યુવતીએ હેલ્મેટ પહેર્યું નહોતું. યુવતીએ જો હેલ્મેટ પહેર્યું હોત તો કદાચ તેનો જીવ બચી શક્યો હોત. સ્ટેઇરિંગ પરનો કાબૂ ગુમાવતા એક્ટિવા ટ્રક સાથે અથડાઇ વડોદરા પાસે નેશનલ હાઇવે નં-48 ઉપર આવેલા પોર ગામમાં રહેતી ઉન્નતિ ઉપાધ્યાય(19) ગુરૂવારે રાત્રે તેની માતાને એક્ટિવા પર લઇને તરસાલી સ્થિત હોસ્પિટલમાં ગઇ હતી. જ્યાં હોસ્પિટલમાંથી કામ પતાવ્યા પછી ઉન્નતિ…