ઉત્તરપ્રદેશના ગોરખપુરના ચિલુઆતાલ વિસ્તારના બાલાપરમાં પત્નીએ તેના પતિના ગળું કાપી નાખ્યું હતુ. પત્નીએ મિત્રને ફોન કરી પતિને તેના ઘરે બોલાવી આ ઘટનાને અંજામ આપ્યો હતો. પતિ તેની ચુંગાલમાંથી બહાર નીકળ્યા પછી કોઈક રીતે ઘરની બહાર નીકળી ગયો. પોલીસને ઘટનાની જાણ થતાં જ પત્ની અને તેની મિત્ર ફરાર થઈ ગઈ હતી. પતિને સારવાર માટે મેડિકલ કોલેજમાં લઈ જવામાં આવ્યો હતો. જ્યાં સારવાર બાદ મોડી રાત્રે તબીબોએ તેને ઘરે મોકલી આપ્યો હતો. ચિલુઆતાલ વિસ્તારના વિશુનપુર ગામના સપ્તહિયા ટોલામાં રહેતો રાજકિશોર ચૌહાણનો પુત્ર સુનીલ વિદેશમાં રહેતો હતો. તે એક વર્ષથી ઘરે છે. તે તેની પત્ની સાથે ત્રણ દિવસ પહેલા કંઇક બાબતે ઝઘડો થયો…
કવિ: Satya Day News
મોદીના અન્ય એક 500 રૂપિયાના પોસ્ટરની હરાજી પણ 1 કરોડ રૂપિયામાં થઈ પીએમ મોદીની ગિફ્ટની હરાજી 3 ઓક્ટોબર સુધી ચાલશે હરાજીમાં ભેગી થયેલી રકમ નમામિ ગંગે અભિયાનમાં ડોનેટ કરવામાં આવશે દિલ્હી: હાલ પીએમ મોદીને ભેટમાં આપેલી ગિફ્ટની ઓનલાઇન હરાજી ચાલી રહી છે. આ હરાજીમાં હાલમાં જ ચાંદીના કળશ અને પીએમ મોદીના એક પોસ્ટરની મસમોટી કિંમત મળી છે. આ બંને વસ્તુનું 1 કરોડ રૂપિયામાં ઈ-ઓક્શન થયું છે. સીએમ રૂપાણીની ભેટ આ ચાંદીનો કળશ પીએમ મોદીને ગુજરાતના મુખ્યમંત્રી સીએમ રૂપાણીએ ભેટમાં આપ્યો હતો. 1 કરોડમાં હરાજી થયેલા આ કળશની મૂળ કિંમત 18 હજાર રૂપિયા છે. બે પીસના આ કળશને નેશનલ ગેલેરી ઓફ મોડર્ન…
હાલ સોશિયલ મીડિયામાં એક ડાઇનસૉર જેવી રચના ધરાવતી માછલીનો ફોટો વાઇરલ થઈ રહ્યો છે. આ ફિશની અત્યાર સુધી કોઈએ જોઈ ન હોય તેવી મોટી આંખો છે. નોર્વેના માછીમાર ઓસ્કરે અન્ડોયા આઈલૅન્ડ નજીક આ માછલીને પકડી છે. ફિશની વિશાલ આંખોએ સૌ કોઈનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઓસ્કરે કહ્યું કે, અત્યાર સુધી મેં ઘણી ફિશ પકડી છે, પણ આ ફિશ બધા કરતાં અલગ છે. આ માછલી થોડીઘણી ડાઈનસોર જેવી લાગે છે. ઓસ્કરને આ ફિશ 2600 ફૂટ ઊંડાં દરિયામાં ફિશિંગ કરતી વખતે મળી છે. આ માછલીને ડ્રેગનને હોય તેવી પૂંછડી છે. મારો આ અનુભવ જિંદગીભર યાદ રહેશે.
તાજેતરમાં કેન્દ્ર સરકાર દ્વારા ‘મોટર વ્હિકલ એક્ટ 2019’ સંસદમાં પાસ કર્યા બાદ તારીખ 1 સપ્ટેમ્બરથી તેની અનેક જોગવાઈઓ લાગુ થઈ ચૂકી છે. ટ્રાફિક નિયમોના ભંગ બદલ લોકોને ફટકારાતા દંડમાં તોતિંગ વધારો કરવામાં આવ્યો છે ત્યારે લોકોમાં ગુસ્સો ફાટી નીકળ્યો છે. પરંતુ દુઃખદ આશ્ચર્ય સાથે એવું કહેવું યોગ્ય રહેશે કે આ અન્યાયી કાયદા સામે સમગ્ર દેશના અવાજને વાચા આપી શકે એવો એક પણ રાજકીય પક્ષ આપણી રહ્યો નથી. કહેવાય છે કે તંદુરસ્ત લોકશાહી માટે સબળ શાસકની સાથે-સાથે સશક્ત વિપક્ષ પણ એટલો જ જરૂરી છે. શાસકોના દરેક નિર્ણય સમયે લોકોની જરૂરિયાત મુજબ તેમાં સુધારા કરાવવાની તેમજ ખોટા નિર્ણયો વિરુદ્ધ અવાજ ઉઠાવવાની દરેક…
આપણા ઘરની દરેક વસ્તુ વાસ્તુ શાસ્ત્રથી જોડાયેલી છે. કેટલીક વસ્તુઓને શુભ માનવામાં આવે છે, જ્યારે કેટલીક અમુક વસ્તુને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્રમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, કઈં વસ્તું ઘરમાં રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં કેટલીક વસ્તુ એવી હોય છે જે ક્યારેય ઊંઘતી વખતે પાસે ન રાખવી જોઈએ. તેનાથી તમારા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે. પર્સ- રાત્રે સૂતી વખતે ક્યારેય પર્સ સાથે ન રાખવું. આવું કરવાથી પૈસા સંબંધિત સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ઘડિયાળઃ કોઈ પણ પ્રકારના ગેજેટ જેવા કે ઘડિયાળ, મોબાઈલ ફોન રાખીને ન સૂવું જોઈએ. તેનાથી ખોટો પ્રભાવ પડે છે. રાતે વારંવાર તમારી ઊંઘમાં ખલેલ પહોંચે છે.…
રવિવારે 6116 ચાલકોને 6.89 લાખ દંડ, સોમવારે 1900 ચાલકોને 7 લાખ દંડ થયો નવા મોટર વ્હિકલ એક્ટના કારણે દંડની રકમમાં વધારો થયો સામાન્ય દિવસોમાં ટ્રાફિક પોલીસ રોજના 5થી 6 હજાર જેટલાં વાહન ચાલકોને દંડે છે રાજ્યમાં સોમવારથી ટ્રાફિકના નવા દંડનો અમલ શરૂ થઈ ગયો છે. ગઈકાલે પોલીસે નવા દંડ મુજબ ટ્રાફિકના નિયમોનો ભંગ કરતા વાહનચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. પીયુસી વગરના વાહનચાલકોને પીયુસી કઢાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સરકાર દ્વારા સમય આપવામાં આવ્યો છે. છતાં પણ ગઈકાલે સરકારના આદેશની પોલીસે ઐસી કી તૈસી બે વ્યક્તિઓ પાસેથી પીયુસી ન રાખવા બદલ 500-500 રૂપિયાનો દંડ વસુલ્યો હતો. 16 સપ્ટેમ્બર 2019 થી ટ્રાફિકના…
વૈજ્ઞાનિકોએ મેક્સિકોના અખાતમાંથી મળી આવેલા 130-મીટરના પહાડના ટુકડાની તપાસ કરી છે. આ ટુકડામાં હાજર કેટલાક તત્વો મળી આવ્યા છે, જણાવવામાં રહ્યું છે કે 6.6 મિલિયન વર્ષો પહેલા પૃથ્વી પર એક મોટો એસ્ટરોઇડ અથડાયા પછી આ તત્વો જમા થયા હતા. તેની અસરનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે તે જ ઉલ્કા જેણે ડાયનાસોરને લુપ્ત કર્યા હતા. આ ઉલ્કાના અથડાયા બાદ ત્યાં 100 કિ.મી. પહોળો અને 30 કિ.મી. ઉંડો ખાડો પડી ગયો. બ્રિટિશ અને અમેરિકન સંશોધનકારોની ટીમે ખાડોની જગ્યા પર અઠવાડિયા સુધી ડ્રિલિંગની કામગીરી કરી હતી. આ વૈજ્ઞાનિકો દ્વારા પ્રાપ્ત પરિણામોએ ફક્ત અગાઉના અભ્યાસની પુષ્ટિ થઈ છે, જેમાં આ વિનાશક…
જો તમારો મોબાઈલ ફોન ખોવાયો છે અથવા ચોરી થઈ ગયો છે, તો તેને શોધવામાં સરકાર તમારી મદદ કરશે. કોમ્યુનિકેશન્સ મિનિસ્ટર રવિશંકર પ્રસાદે મુંબઇમાં એક વેબ પોર્ટલની શરૂઆત કરી હતી, જે યુઝર્સને તેમના ચોરી થેયલા અથવા ખોવાયેલા મોબાઇલ ફોનને શોધવામાં મદદ કરશે. તેના માટે ટેલિકોમ્યુનિકેશન્સ ડિપાર્ટમેન્ટ (દૂરસંચાર વિભાગ) એ સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર (CEIR) નામનો પ્રોજેક્ટ શરૂ કર્યો છે. આ પ્રોજેકટને ખોવાયેલા અથવા ચોરી થયેલ ફોનના તમામ મોબાઇલ નેટવર્કને બ્લોક કરવા અને તેવા ફોનની શોધખોળ કરવા શરૂ કરવામાં આવ્યો છે. જ્યારે બીજી કોઈ અન્ય વ્યક્તિ તમારા મોબાઇલનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરશે કે તરત જ તમારા સર્વિસ પ્રોવાઈડર તેને ઓળખી જશે. મોબાઈલ…
સાક્ષી મલિક મલ્ટિફેસ્ડ સુંદરતા ધરાવનારી મોડેલ અને ડાન્સર છે. તે ફેશન, સૌન્દર્ય અને જીવનશૈલી એમ ત્રણેય વસ્તુ પ્રભાવશાળી રીતે ધરાવે છે. ફેન્સ તેના ખુબ વખાણ કરી રહ્યા છે. તેનો જન્મ 22 જાન્યુઆરી 1993ના રોજ યુપીના કાનપુરમાં થયો હતો. સાક્ષીએ બી.ટેકની ડિગ્રી મેળવી છે કે જે તેણે દિલ્હીથી પાસ કરી છે. તેના કોલેજના દિવસો દરમિયાન, તે હંમેશાં ઇવેન્ટ્સ અને ફેશન શોમાં મોખરે જ રહેતી હતી. સ્નાતક બન્યા પછી તે મુંબઇ ગઈ જ્યાં તેણે એક મોડેલિંગ એજન્સી સાથે સાઇન અપ કર્યું અને ઇતિહાસ રચી દીધો. સાક્ષી ઘણાં કમર્શિયલમાં પી સી જ્વેલર્સ, ફ્રેશલુક, ન્યકા, વગેરેમાં જોવા મળી હતી. તે મ્યુઝિક વીડિયો “કુડિયે સ્નેપચેટ…
દસ્તાવેજ કરવામાં સ્ટેમ્પ પેપર મેળવવામાં પડતી મુશ્કેલી ટાળવા માટે તેમજ તથા સ્ટેમ્પ વેન્ડર મારફતે વેચાતા પરંપરાગત સ્ટેમ્પ પેપરની કૃત્રિમ અછત ઊભી કરી સ્ટેમ્પ વેન્ડરો દ્વારા વધુ કિંમત વસૂલ કરી નાગરિકોને છેતરવાનો પ્રયાસ થતો હોવાની ફરિયાદોના પગલે હવે તા.1લી ઓક્ટોબરથી રાજ્ય સરકાર દ્વારા રજૂઆતોને રાજ્ય સરકાર દ્વારા નોન જ્યુડિશિયલ ફિઝિકલ સ્ટેમ્પ પેપરના ઉપયોગને બંધ કરી ફક્ત ડિજિટલ સ્ટેમ્પિંગની પદ્ધતિનો ઉપયોગ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આજે ગાંધીનગરમાં મહેસૂલ મંત્રી કૌશિક પટેલે જણાવ્યું હતું કે, પ્રજાજનોને 1લી ઓક્ટોબર 2019થી ફિઝિકલ સ્ટેમ્પ સેવા બંધ થતા સ્ટેમ્પ મેળવવામાં કે સ્ટેમ્પ ડ્યુટીની ચૂકવણીમાં કોઇ તકલીફ ના પડે તે માટે ઇ-સ્ટેમ્પિંગની સુવિધાથી હવેથી શિડ્યુલ બેંકો, કેન્દ્ર…