નર્મદા સ્થિત સરદાર સરોવર ડેમ પૂર્ણ જળ સપાટીએ ભરાયા બાદ રાજ્ય સરકાર દ્વારા આયોજિત નમામી દેવી નર્મદે કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના જન્મદિવસે ઉપસ્થિત રહ્યા હતા અને જનમેદીનીને સંબોધી હતી. વડાપ્રધા મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે આઝાદી વખતના અધૂરા રહી ગયેલા કામોને તેમના હસ્તે પૂર્ણ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે. પીએમ મોદીએ ભાષણમાં હૈદરાબાદ મુક્તિ દિવસ અને સરકદાર પટેલનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે કલ્પના કરો જો સરદાર સાહેબની દૂરંદેશી ના હોત તો આજે ભારતનો નક્શો કેવો હોત અને ભારતની સમસ્યાઓ કેટલી વધારે હોત. વડાપ્રધાન જણાવ્યું કે નર્માદાનું પાણી પારસ સમાન છે જે માટીને સ્પર્શે છે તેને સોનું…
કવિ: Satya Day News
નવા મોટર વ્હિકલ એક્ટ બાદ રાજકોટ RTO કચેરી ખાતે લોકોનો HSRP નંબર પ્લેટ બદલાવા માટે ઘસારો વધ્યો છે. ત્યારે આ.ર.ટીઓના કર્મચારીઓની ડાંડાઈ આવી સામે આવી છે. જેમાં કર્મચારીઓ સમયસર ફરજ પર હાજર ન થતા કામગીરીમાં વિલંબ થઇ રહ્યો છે અને તેના કારણે લોકો પણ તકલીફનો સામનો કરી રહ્યા છે. કર્મચારીઓએ સવારે 10:00 વાગ્યે કચેરી ખાતે પહોંચી જવાનું હોય છે ત્યારે કર્મચારીઓ 10:30 વાગ્યા સુધી પણ ઓફિસમાં દેખાયા ન હતા અને કામગીરી પણ અટકી પડી હતી જ્યારે લોકો કર્મચારીની રાહમાં લાંબી લાઇનમાં ઉભા રહ્યા હતા. આ ઉપરાંત સવારે 10 વાગ્યે RTO કચેરી ખાતે અનેક ઓફીસમાં અધિકારીઓ કે કમ્પ્યુટર ઓપરેટર હજાર ન…
નવો મોટર વ્હિકલ એકટ લાગૂ થયા બાદ તાબડતોડ મેમો કપાઇ રહ્યા છે. તેમાં કેટલાંય અજીબોગરીબ કિસ્સા પણ સામે આવી રહ્યા છે. યુપીના બિજનૌર જિલ્લાના સાહસપુરમાં એક બળદગાડાવાળાનો મેમો ફાટ્યો. પોલીસે શનિવારના રોજ બળદગાડાના માલિકનો મેમો ફાડ્યો. જો કે મોટર વ્હિકલ એકટરમાં બળદગાડા પર દંડની કોઇ જોગવાઇ ના હોવા પર પોલીસે મેમો રદ કરવાનો નિર્ણય લીધો. માલિક રિયાજ હસને શનિવારના રોજ પોતાના ખેતરની બાજુમાં બળદગાડું ઉભું કર્યું હતું. તેમાં સબ ઇન્સપેકટર પંકજ કુમારના નેતૃત્વમાં એક પોલીસ ટીમ ત્યાં આવી પહોંચી જે આ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યું હતું. તેમણે જોયું કે બળદગાડાની આસપાસ કોઇ હાજર નથી. ગ્રામણીને પૂછવા પર ખબર પડી કે…
સોમવારે યોજાયેલ ઇવેન્ટમાં મોટોરોલા કંપનીએ 64 જીબી સ્ટોરેજના સસ્તા ફોનની સાથે પ્રથમ સ્માર્ટ ટીવીની સિરીઝ પણ લોન્ચ કરી છે. આ સિરીઝમાં કંપનીએ 6 વેરિઅન્ટ લોન્ચ કર્યા છે. તેમાં ગ્રાહકોને ટીવીની 35 ઇંચથી 65 ઇંચ સુધીની સ્ક્રીન મળશે. સાઈઝ અને રેઝોલ્યુશન પ્રમાણે કિંમત 13,999 રૂપિયાથી 64,999 રૂપિયા સુધીની છે. ટીવીમાં કસ્ટમરને સારી સાઉન્ડ ક્વોલિટી અને એન્ડ્રોઇડ ગેમિંગ એક્સપીરિયન્સ મળશે. આ ટીવીનું વેચાણ 29 સપ્ટેમ્બરથી શરૂ થશે. ફોનની જેમ કંપનીના ટીવીને પણ ફ્લિપકાર્ટ પરથી ખરીદી શકાશે. મોટોરોલા કંપનીના આ ટીવી એન્ડ્રોઇડ 9.0 વર્ઝન છે, કંપની આ ટીવીમાં યુઝરને 2.25 GB રેમ, 16 GBનું ઇન્ટરનલ સ્ટોરેજ આપશે. સ્માર્ટટીવીમાં ડોલ્બી વિઝન ટેક્નોલોજી હોવાથી કસ્ટમરને…
ઓડનથુરઇથી શિવાની ચતુર્વેદી: કોઇમ્બતૂરથી 40 કિ.મી. દૂર ઓડનથુરઇ પંચાયત સ્વનિર્ભર બન્યાની કહાણી અનોખી છે. અહીંના 11 ગામમાં દરેક ઘર પાકું છે. છત પર સોલર પેનલ લાગેલી છે. કોન્ક્રીટના રસ્તા છે. દર 100 મીટરે પીવાના પાણીની સુવિધા છે અને દરેક ઘરમાં શૌચાલય પણ છે. ઓડનથુરઇ ગ્રામ પંચાયત પોતાની જરૂરિયાતની વીજળી જાતે ઉત્પન્ન કરવા ઉપરાંત તમિલનાડુ ઇલેક્ટ્રિસિટી બોર્ડને વીજળી વેચે પણ છે, જેનાથી તેને વાર્ષિક 19 લાખ રૂ.ની આવક થાય છે. આવું કરનારી તે દેશની એકમાત્ર પંચાયત છે. તમામ ઘરોમાં વીજળી મફત છે. 1996માં સરપંચ રહેલા આર. ષણમુગમ પરિવર્તનના પ્રણેતા બન્યા આ વિશેષતાઓના કારણે વર્લ્ડ બેંકના નિષ્ણાતો, દેશભરના સરકારી અધિકારીઓ અને 43 દેશના…
આપણને સૌને ખબર છે કે, રોજ દુનિયાભરમાં હજારો ટન જમવાલાયક ભોજન કચરાપેટીમાં સ્વાહા થઈ જાય છે. આ ભોજનનો બગાડ થવાથી ઘણા ભૂખ્યા લોકો તેનાથી વંચિત રહે છે. બેંગ્લોરમાં ધોરણ 12માં અભ્યાસ કરતા 5 મિત્રોએ આ બગાડને અટકાવવા માટે એક સારો જુગાડ શોધી લીધો છે. તેઓ સ્કૂલની મેસમાં વધેલું ભોજન અનાથાશ્રમના 30 બાળકોને વહેંચે છે. ભોજનનો બગાડ અટકાવ્યો સિદ્ધાર્થ સંતોષ, નિખિલ દીપક, વરુણ દુરે, સૌરવ સંજીવ અને કુશાગ્ર સેઠી નાનકડી ઉંમરમાં પણ ઘણું સારું કામ કરી રહ્યા છે. તેઓ અભ્યાસની સાથોસાથ 800 કિલોગ્રામ ભોજનના બગાડને પણ રોકે છે. ‘ભોજનને વેસ્ટ થતું જોઈને અમારો જીવ બળતો હતો’ સિદ્ધાર્થે પોતાના આ કામ વિશે…
આ મંદિરમાં ગજરાજ નહીં પણ મનુષ્યના રૂપમાં ગણેશજી બિરાજ્યા છે પિતૃશાંતિની પૂજા નદીના કાંઠે થાય છે, પરંતુ આ અનુષ્ઠાન મંદિરની અંદર જ થાય છે શ્રેષ્ઠા તિવારી, કુટનૂર. આવતી કાલે એટલે કે શનિવારથી શ્રાદ્ધપક્ષ શરૂ થવાનો છે. આ સમયગાળા દરમિયાન પૂર્વજોના માનમાં પૂજા-વિધી સાથે તર્પણ કરવામાં આવે છે. પિતૃના શ્રાદ્ધ માટે દક્ષિણ ભારતમાં તમિલનાડુનું તિલતર્પણ પુરી સૌથી મહત્વનાં સ્થાનો પૈકીનું એક છે. ભગવાન રામે પોતાના પિતૃની શાંતિ માટે અહીં જ પૂજા કરી હતી. અન્ય એક ખાસ વાત એ છે કે અહીં દેશનું એકમાત્ર મંદિર છે જ્યાં ભગવાન ગણેશનો ચહેરો ગજરાજ જેવો નહીં પણ મનુષ્ય જેવો છે. આ મંદિરને આદિ વિનાયક મંદિર કહેવામાં…
હિન્દુ પંચાંગ પ્રમાણે ભાદરવા મહિનાનો વદપક્ષ પિતૃઓની પૂજા કરવા માટે શ્રેષ્ઠ માનવામાં આવ્યો છે. કારણ કે ગ્રંથો પ્રમાણે માણસનો એક મહિનો પિતૃઓનો એક દિવસ-રાત હોય છે. વદપક્ષને પિતૃઓનો દિવસ અને સુદપક્ષ રાત માનવામાં આવે છે. શાસ્ત્રોમાં દક્ષિણ દિશાને પિતૃઓની દિશા માનવામાં આવે છે. તો ચંદ્રલોકમાં પિતૃઓનો વાસ માનવામાં આવે છે. જ્યોતિષ પ્રમાણે ભાદરવા મહિનાના વદપક્ષમાં ચંદ્ર પૃથ્વીની નજીક આવે છે. એટલા માટે આ દિવસો દરમિયાન પિતૃઓ માટે શ્રાદ્ધ અને તર્પણ કરવાનું વિધાન છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. પ્રવીણ દ્વિવેદીના જણાવ્યા પ્રમાણે પિત઼ૃઓ માટે કરવામાં આવેલા શ્રાદ્ધ શાસ્ત્રોમાં જણાવેલા યોગ્ય સમયે કરવાથી જ ફળદાયી થાય છે. તર્પણ અને શ્રાદ્ધ કર્મ માટે ક્યારે…
મુંબઈઃ પ્રિયંકા ચોપરાની ફિલ્મ ‘ધ સ્કાય ઈઝ પિંક’નું ટ્રેલર ચાહકોને ઘણું જ પસંદ આવ્યું છે. ફિલ્મમાં પ્રિયંકા ઉપરાંત ફરહાન અખ્તર, ઝાયરા વસીમ તથા રોહિત શરફ લીડ રોલમાં છે. હાલમાં જ શોનાલી બોઝે ખુલાસો કર્યો હતો કે ફિલ્મના શૂટિંગ દરમિયાન પ્રિયંકા ઘણી જ ઈમોશનલ થઈ ગઈ હતી. શું કહ્યું શોનાલીએ? શોનાલીએ કહ્યું હતું, ‘એક ઈમોશનલ સીન હતો, જ્યાં એક સીન બાદ પ્રિયંકાએ રડવાનું હતું. મારા કટ કહ્યાં બાદ પણ પ્રિયંકા રડતી રહી હતી. તેણે રડતાં રડતાં મને કહ્યું હતું કે મને માફ કરી દો, હવે મને ખબર પડી કે બાળકને ગુમાવવાનું દર્દ શું હોય છે. હું ઈશલુ માટે સોરી ફિલ કરું છું.’…
લ્યુઇસિયાના: અમેરિકામાં સેન્ટ્રલ લ્યુઇસિયાના રાજ્યનો રહેવાસી તેના નાના ભાઈને રોજ ફની કપડાં પહેરીને મળે છે. રોજ બપોરે જ્યારે મેક્સ તેની સ્કૂલ બસમાંથી ઉતરે છે ત્યારે તેનો મોટો ભાઈ નોહ ડિફરન્ટ ફની કૉસ્ટ્યૂમ પહેરીને તેનું સ્વાગત કરે છે. આ બંનેની ચર્ચા માત્ર સ્થાનિક લોકો જ નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ પણ કરે છે. નોહે ફેસબુક પર ધ બસ બ્રધર્સ નામનું અકાઉન્ટ બનાવ્યું છે, જેમાં તે ફોટા અને વીડિયો શેર કરતો રહે છે. આઈડિયા મોટાભાઈને રોજ નવા કપડાંમાં જોઈને મેક્સને પહેલાં નવાઈ લાગી હતી, પણ પછી તેને મજા આવવા લાગી. નોહે સ્થાનિક મીડિયાને જણાવ્યું કે, આ વર્ષ મારી હાઈસ્કૂલનું છેલ્લું વર્ષ છે. ત્યારબાદ હું…