યુએસના પેન્સિલવેનિયા રાજ્યના કપલનો એક ભલભલાને વિચારમાં મૂકી દે તેવો કેસ સામે આવ્યો છે. આ કપલના બેન્ક અકાઉન્ટમાં એક બેન્ક કર્મચારીની ભૂલને લીધે અચાનક 86.29 લાખ રૂપિયા ટ્રાન્સફર થઈ ગયા. કપલે આ વાત કોઈને જાણ કર્યા વગર તેમાંથી 76.90 લાખ રૂપિયા વાપરી દીધા. હાલ તેમનો કેસ કોર્ટમાં ચાલો રહ્યો છે અને બંને ચોરીના આરોપનો સામનો કરી રહ્યા છે. રોબર્ટ અને ટિફની વિલિયમ્સના કેસની પ્રથમ સુનાવણી સોમવારે થઈ હતી. તે બંનેએ સ્વીકાર્યું કે, બેન્કમાં તેમના ખાતામાં જે પૈસા આવ્યા હતા તે તેમના નહોતાં. આ રૂપિયા તેમણે વાપરી લીધા છે. ટિફનીએ કહ્યું કે, અમે આ રૂપિયામાંથી એક એસયુવી કાર, 2 અન્ય કાર,…
કવિ: Satya Day News
રક્તદાન જીવતદાન જેવા સ્લોગનો ખુબ પ્રચલિત થયા છે જેમા એલોપેથી એ રક્ત અને યુરીન રિસર્ચ પર આધારિત પધ્ધતિની સારવાર પ્રચલિત બની છે જેમા બ્લડકેન્સરના વધતા કિસ્સાઓ લોકોના જીવ હરી રહ્યા છે ત્યારે નવસારીના એક હિરાના રત્નાકારે પોતાના સ્ટેમશેલ આપી 10 વર્ષની મુંબઈની બાળકને કેન્સરથી બચાવી છે. 150 રત્નકલાકારોની નોંધણી થયેલી એપ્લાસ્ટીક એનીમીયા માનવશરીરમા છેલ્લા કેટલાક સમયથી વધતી બીમારીઓમાની એક છે જેની સારવાર ન કરવામા આવે તો લાંબા ગાળે બ્લડ કેન્સર થતુ હોય છે.નવસારીના પ્રકાશ પટેલ કે જેઓ એક સામાન્ય રત્નકલાકાર તરીકે કામ કરે છે તેમની કંપની મહેન્દ્ર બ્રધર્સ આયોજીત રકત સ્ટેમસેલ દાન અર્થે લોકજાગૃતિનો કાર્યકમ યોજવામાં આવ્યો હતો આ કાર્યકમમાં…
ભાદરવી પૂનમ સાથે જ શનિવારથી શ્રાદ્ધપક્ષનો પ્રારંભ થઇ જશે. હિન્દુ ધર્મમાં શ્રાદ્ધપક્ષના 16 દિવસ દરમિયાન માંગલિક કાર્યા ટાળવામાં આવતા હોય છે. શ્રાદ્ધપક્ષ દરમિયાન કિંમતી ચીજવસ્તુની ખરીદીનું પ્રમાણ ઘટી જતું હોય છે તેમજ જમીન-મકાનના સોદાઓ પણ સામાન્ય રીતે ટાળવામાં આવે છે. શ્રાદ્ધ કરવાથી પિતૃઓને પાણી અને અન્ન – વસ્ત્ર મળે છે. તેમના આત્માને શાંતિ મળે છે. હિન્દુ સંસ્કૃતિ માટે જો કંઈ મેળવવું હોય તો કંઈક આપવું પડે. વ્યક્તિ પોતાની હયાતીમાં પોતાના માટે કશું કરી શકે છે. એ કર્મ પ્રમાણે પ્રાપ્તિ મેળવે છે, જ્યારે તે હયાત ન હોય ત્યારે તેમને જે તે વસ્તુની પ્રાપ્તિ થાય તે આશયથી સંતાનો કે વારસદારો દ્વારા શ્રાદ્ધ…
રિસર્ચમાં સામેલ 12.04% લોકોમાં ઈન્સોમ્નિયા સાથે માઈગ્રેનની સમસ્યા જોવા મળી હતી અનિદ્રાથી પીડાતા લોકોમાં માઈગ્રેન થવાનું જોખમ અન્ય લોકો કરતા વધુ હોય છે. ઈન્સોમ્નિયા (અનિદ્રા)ની અસર માઈગ્રેનની તીવ્રતા પર પડે છે. હાલમાં થયેલા એક રિસર્ચમાં આ વાત સામે આવી છે. ‘અમેરિકન જર્નલ ઓફ મેનેજ્ડ કેર’ નામની જર્નલમાં પ્રકાશિત થયેલા એક લેખમાં આ પુરવાર કરાયું છે. નેશનલ હેલ્થ ઇન્સ્યોરન્સ સર્વિસના ડેટા મુજબ અમેરિકામા વર્ષ 2010માં માઈગ્રેનનો આંકડો 4,88,733 હતો જે વર્ષ 2016માં વધીને 5,35,305 થયો હતો. માઈગ્રેન અને ઈન્સોમ્નિયાના સંબંધને સાંકળવા માટે આ રિસર્ચ વર્ષ 2006થી શરૂ કરવામાં આવ્યું હતું, જેમાં સાઉથ કોરિયાના 10 લાખ લોકો સામેલ હતા. આ રિસર્ચમાં પુરવાર…
વર્ષ 2017માં તમિલનાડુમાં મેલેરિયાના કુલ કિસ્સાઓમાંથી 71% કિસ્સાઓ રાજધાની ચેન્નઈમાં જ જોવા મળ્યા હતા આ રિપોર્ટને 40થી વધારે વૈજ્ઞાનિકોએ સંકલિત કર્યો છે, જેમાં બાયોમેડિકલ, અર્થશાસ્ત્રી અને સ્વાસ્થ્ય નીતિના નિષ્ણાતો સામેલ હતા દુનિયાભરમાં થતા મલેરિયાના કેસોમાં 4% કેસો ભારતમાં જ જોવા મળે છે.મેલેરિયાને લઈને તાજેતરમાં આવેલા એક રિપોર્ટે ચકચાર મચાવી છે. ‘ધ લેન્સેન્ટ’ જર્નલમાં પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર વર્ષ 2017માં મચ્છર કરડવાથી થતી ગંભીર બીમારીઓ મુદ્દે ભારત ચોથું સ્થાન ધરાવે છે. દુનિયાભરમાં થતા મલેરિયાના કેસોમાં 4% કેસો ભારતમાં જ જોવા મળે છે. રિપોર્ટ અનુસાર, વર્ષ 2017માં દુનિયાભરમાં મલેરિયાના 21.9 કરોડ કેસો જોવા મળ્યા હતા, જેમાંથી 1 કરોડ કેસો ભારતના જ…
રાજકોટ:શહેરમાં પડેલા ભારે વરસાદનાં કારણે ઠેર-ઠેર ખાડા પડી ગયા છે. ત્યારે શહેરનાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં છેલ્લા કેટલાક સમયથી રોડ પર પડેલા ખાડા બુરવામાં આવ્યા ન હતાં. જેથી 2 નાગરિકે ખાડામાં સૂઈને અનોખો વિરોધ કર્યો છે. લક્ષ્મણભાઈ બથવારા નામના નાગરિકે અન્ય એક નાગરીક સાથે કીચ્ચડવાળા ખાડામાં સૂઈને ગાબડા બુરી અને માટી નખાવી વિરોધ કર્યો હતો. ત્યારે જોવાનું એ છે કે તંત્ર દ્વારા શહેરમાં પડેલા ખાડા ક્યારે બુરવામાં આવે છે.
અમેરિકામાં ભારતનાં રાજદૂત હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું કે કાશ્મીરમાં આર્ટિકલ 370 સમાપ્ત કરવાથી કાશ્મીરનાં સામાન્ય લોકોને લાભ મળશે. તેમણે કહ્યું કે અમેરિકી મીડિયાનો એક વર્ગ કાશ્મીરને લઇને સાચી છબી નથી દર્શાવી રહ્યું. શ્રૃંગલાએ કહ્યું કે યુ.એસ. મીડિયાનો એક વર્ગ ખાસ કરીને ઉદાર વર્ગ કાશ્મીર પર એકપક્ષીય ચિત્ર બતાવી રહ્યો છે અને આવું તે પક્ષોના ઇશારે કરવામાં આવી રહ્યું છે જે ભારતીય હિતો વિરુદ્ધ કામ કરી રહ્યાં છે. અહીં એક વર્ગ ભારત વિરોધી એજન્ડાને પ્રસ્તુત કરી રહ્યો છે. એક ઇન્ટરવ્યુમાં આ ભારતીય રાજદ્વારીએ આર્ટિકલ 37૦ ને જમ્મુ-કાશ્મીરન માટે અરાજકતાની જોગવાઈ ગણાવી. તેમણે કહ્યું કે આ જોગવાઈ અહીંનાં અર્થતંત્રને ગૂંગળાવી રહી હતી અને…
ભારત સંચાર નિગમ લિમિટેડ (BSNL) ખાસ 234 રૂપિયાનો પ્રીપેડ પ્લાન લઈને તેના ગ્રાહકો માટે ભેટ લઈને આવ્યુ છે. આ પ્લાન BSNLનો લેટેસ્ટ પ્લાન 30 દિવસ સુધી ઉપયોગ કરી શકાશે જેમાં 90 GB ડેટા આપવામાં આવશે. આ પ્લાનની વિશેષતા એ છે કે આ પ્લાનમાં રોજના ડેટાના ઉપયોગ માટે કોઈ સીમા રેખા નથી. BSNLના આ રીચાર્જ પ્લાનમાં રોજના 100 SMS મફત કરી શકશો. 234 રૂપિયાના BSNL પ્રીપેડ પ્લાન સાથે કંપનીએ એકસ્ટ્રા ડેટાની ઓફર પણ કરી છે. આ સાથે કેટલાક પ્લાનમાં 15 GB વધારાનો ડેટા આપવામાં આવશે. BSNL Prepaid Plan 234 રૂપિયાનો પ્રીપેડ પ્લાનમાં યૂઝર્સને રોજના 250 મિનિટ વોયસ કોલ મફત મળશે. ટેલીકોમ…
ઉત્તરપ્રદેશનાં ફિરોઝાબાદની એક કોલેજમાં બુરખો પહેરી આવનાર વિદ્યાર્થીઓને કોલેજમાંથી બાહર કાઢી મુકાયા હોવાનાં સમાચાર વહેતા થયા છે. આ ચોંકાવનારો કિસ્સો ફિરોઝાબાદની એસઆરકે ડિગ્રી કોલેજનો છે. અહીં પીડિત વિદ્યાર્થીનીઓનું કહેવું છે કે તેઓને બુરખો ઉતારી કોલેજમાં પ્રવેશ માટે કહેવામાં આવ્યું છે. બુરખાધારી વિદ્યાર્થિનીઓનું કહેવું છે કે તેઓ હંમેશા બુરખામાં કોલેજ આવે છે, પરંતુ અચાનક આ નિયમ લાગુ કરી દેવામાં આવ્યો છે.જ્યારે કોલેજનાં પ્રિન્સિપલનું કહેવું છે કે વિદ્યાર્થીનીઓએ કોલેજમાં યુનિફોર્મ પહેરીને આવવાનું હોય છે. હાલતો આ મામલે વાયરલ થયેલ ફોટોએ સોશ્યલ મીડિયામાં ચર્ચા જગાવી છે. ઉત્તર પ્રદેશનાં ફિરોઝાબાદમાં એસઆરકે ડિગ્રી કોલેજમાં બુરખો પહેરી આવેલ વિદ્યાર્થીનીઓને કોલેજનાં પ્રિન્સિપલે ભગાડી મુકી હતી. હાથમાં લાકડી…
ટીવી શો કોન બનેગા કરોડપતિને પહેલો કરોડપતિ મળી ગયો છે. બિહારનો રહેનારો સનોજ રાજે ટીવી શોમાં 1 કરોડ રૂપિયા જીતી લીધા છે. તેની જાણકારી સોની ટીવીએ ટ્વિટ પર આપી છે. શોનો પ્રોમો બતાવવામાં આવ્યો અને તેમાં સનોજ રાજ એક કરોડ રૂપિયાના સવાલનો જવાબ આપીને જીતી ગયો છે. આગળ હવે સનોજ 7 કરોડ રૂપિયા માટે રમશે. સનોજ રાજ બિહારના જહાનાબાદમાં આવેલા હુલાસગંજ પ્રખંડના ઢોંગરા ગાવનો નિવાસી છે. તેને લઈને જે ચર્ચા થઈ રહી છે તેમાં એક વાત ચોંકાવનારી છે કે તેણે ક્યારેય મહાનગર જોયું નથી. તેના પિતા રામજનમ શર્મા સાધારણ ખેડૂત હતા. શરૂઆતનું ભણતર તેણે જહાનાબાદથી થઈ અને બીટેકનું ભણતર વર્ધમાનથી.…