હું ૨૩ વર્ષની નોકરિયાત યુવતી છું. એક વર્ષ પૂર્વે એક યુવક સાથે મને પ્રેમ થયો હતો. તે મારી સાથે લગ્ન કરશે એવો મને વિશ્વાસ હોવાથી મેં તેની સાથે શારીરિક સંબંધ પણ બાંધ્યો હતો. જો કે તેણે ક્યારે પણ લગ્નનો ઉલ્લેખ કર્યો નહોતો. હવે મને ખબર પડી છે તે ડિવોર્સી છે અને તેના વેવિશાળ પણ થયા છે. આ જાણ્યા પછી હું ઘણી ડિપ્રેસ થઇ ગઇ છું. હું તેને ઘણો પ્રેમ કરું છું. યોગ્ય સલાહ આપવા વિનંતી. – એક યુવતી (વલસાડ) * આ સંબંધ, ચાલ્યો ત્યંસુધી તમે બંનેએ એનો આનંદ માણ્યો હતો અને હવે તે તમને છોડી તેની જિંદગીમાં આગળ વધી ગયો…
કવિ: Satya Day News
મનુષ્ય અને વિજ્ઞાનની માન્યતાને જુઠી બતાવીને અહીંના ગામ લોકો દ્વારા ચાર વર્ષ પહેલા બનાવેલું પાણી એક જે ધારને ડુંગરની નીચેથી ઉપર તે જ પ્રવાહમાં વહી રહ્યું છે, અને બીજા પારામાં તે જ પ્રવાહમાં વહે છે. આ જોઈને તેણે બોલવું પડ્યું, ‘અદભુત, અકલ્પનીય અને અવિશ્વાસનીય’. તે ખરેખર આશ્ચર્યજનક મનપટ છે. મનપટ પાસે પ્રકૃતિના જળ સ્રોત સાથે જોડાયેલું એક બીજું આશ્ચર્યજનક નમુના છે, જે હજી પ્રખ્યાત થયું નથી. તેનું નામ ‘ઉલ્ટાપાની’ છે, જે કોઈ વૈજ્ઞાનિક અથવા સંશોધનકારે શોધી કાઢ્યું નથી, પરંતુ બિસરપાનીના પંચાયતના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું છે. ગામની પંચાયતમાં બિસરપાનીમાં એવી કોઈ જમીન નથી કે જ્યાંથી પાણી ન નિકળતું હોય. અહીં…
કેરળના પરંબરા નજીક સ્થિત એક કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા કોલેજ કેમ્પસમાં પાકિસ્તાનના રાષ્ટ્રીય ધ્વજથી મળતો ઝંડો લહેરાવતા હોબાળો મચી ગયો છે. ચૂંટણી પ્રચાર દરમિયાન કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ દ્વારા ઝંડો ફરકાવવામાં આવ્યો હતો જેના કારણે લગભગ 6 વિદ્યાર્થીઓને કોલેજમાંથી સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા અને પોલીસે આ મુદ્દે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી લીલા રંગના આ ઝંડો કોલેજમાં થઇ રહેલી ચૂંટણી મુદ્દે મુસ્લિમ સ્ટુડેન્ટ ફેટરેશન દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં લહેરાવવામાં આવ્યો હતો. એમએસએફ, ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગની વિદ્યાર્થી શાખા છે. જો કે એમએસએફ દ્વારા આ આરોપને નકારવામાં આવ્યા હતા અને દાવો કરવામાં આવ્યો હતો કે આ સંગઠનનો સત્તાવાર ઝંડો હતો, ન…
અમદાવાદમાં પોલીસ રક્ષક નહિ પરંતુ ભક્ષક બની હોવાના કિસ્સા પ્રકાસમાં આવી રહ્યા છે. ગત રાત્રીના હેલ્મેટ સર્કલ નજીક એરપોર્ટથી આવતી એક વાનને રોકી તેમાં રહેલા પેસેન્જરને ગોધી રાખતા વસ્ત્રાપુર પોલીસ મથકમાં ૨ કર્મચારીઓ સામે ગુનો નોંધાયો છે. મોફાક મોનેર તાક્લા નામના વ્યક્તિ કે જે મૂળ શારજહાંના રહેવાસી છે. તે ગત ૩૧ તારીખે વહેલી સવારે ૫ વાગ્યાના અરસામાં અમદાવાદ એરપોર્ટ પર આવ્યા હતા અને ટેક્ષી મારફતે તે હોટેલ હયાત જઈ રહ્યા હતા. ત્યારે ખાનગી વાહનમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફના ૨ માણસો હેલ્મેટ સર્કલ નજીક ટેક્ષી રોકી હતી અને મોફાક તાક્લાનો સામાન ચેક કર્યો હતો. જેમાંથી દારૂની બોટેલ મળતા ટેક્ષી ડ્રાઈવર અને…
તામિલનાડૂના 9 નેત્રહીન દિવ્યાંગોએ 18 વિદ્યાર્થી અને કિન્નર સમુદાયની મદદથી શણની બેગ બનાવી હતી. તેને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડમાં સૌથી મોટી શણની થેલીના રૂપમાં જગ્યા મળી છે. દિવ્યાંગોનો હેતુ પર્યાવરણની સુરક્ષા અને પ્લાસ્ટિક બેગના ઉપયોગના વિરોધમાં લોકોને જાગૃત કરવા માંગે છે. આ શણની થેલી 65 ફૂટ ઉંચી અને 33 ફૂટ પહોળી છે. હેન્ડલ વગરની આ થેલીને સીવવા માટે પાંચ કલાક લાગ્યા હતા. કાર્યક્રમ સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ સ્કૂલ ઓફ ટેક્સટાઈલ્સ એન્ડ મેનેજમેન્ટમાં શુક્રવારે આયોજીત કરવામાં આવી હતી. થેલીની સિલાય કરવામાં ટ્રાન્સજેન્ડર સમુદાય અને તામિલનાડુ ટેક્નિકલ ઈન્સ્ટીટ્યૂટની કોઈમ્બતૂર જીલ્લાના સદસ્યોએ નેત્રહીનોની મદદ કરી હતી.થેલીને વર્લ્ડ રેકોર્ડમાં જગ્યા મળવા પર 34 વર્ષના સંતોષ…
એક સમયે ગુજરાતમાં વાયુ ચક્રવાતના કારણે મેઘરાજા મહેરબાન નહીં રહે તેવી વાતો થતી હતી, પણ ત્યારબાદ મેઘરાજાએ ધમધોકાર બેટીંગ કરી ગુજરાતને પાણી પાણી કરી નાખ્યું. ગુજરાતમાં દક્ષિણ ગુજરાત એક એવો વિસ્તાર રહ્યો જ્યાં શરૂઆતથી જ મેઘમહેરની જગ્યાએ મેઘકહેર થઈ. દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં આભ ફાટ્યું હોય તેવી સ્થિતિ સર્જાય હતી. તો વડોદરામાં બે દિવસ પડેલા ભારે વરસાદના કારણે લોકો ત્રાહીમામ પોકારી ગયા હતા. બીજી તરફ મગરો પણ વિશ્વામિત્રી નદીમાંથી વડોદરાના શહેરમાં આવી ગઈ હતી. જેના કારણે વડોદરાવાસીઓના જીવ તાળવે ચોંટી ગયા હતા. સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં એટલો વરસાદ તો પડ્યો જ કે વાવણી થઈ શકે, તો વોટર હાર્વેસ્ટિંગનો ઉપયોગ કરી વરસાદી પાણીનો…
ગુજરાતમાં એક દલિત શિક્ષકે આચાર્ય વિરૂદ્ધ પાણી પીવા જેવી નજીવી બાબત મામલે ભેદભાવ કરવાનો આરોપ લગાવ્યો છે. શિક્ષકે એફઆઈઆર નોંધાવી છે જેમાં કહ્યું છે કે, દલિત જાતિના શિક્ષકો સામે સવર્ણનાં ઘડામાંથી પાણી પીવા માટે નોટિસ મોકલવામાં આવી હતી. અમદાવાદમાં અસ્પૃશ્યતાનાં આ કિસ્સાએ ચર્ચા જગાવી છે. દલિત શિક્ષકે સરકારી શાળાના આચાર્ય પર આરોપ લગાવ્યો છે કે તેમણે ઉચ્ચ જાતિ માટે રાખેલા ઘડામાંથી પાણી પીવા માટે તેમની સામે નોટિસ ફટકારી છે. એટલું જ નહીં પીડિત દ્વારા ફરિયાદ દાખલ કરવાના બે અઠવાડિયા પછી તેની અન્ય શાળામાં બદલી કરાઈ હતી. ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લામાં રહેતા કન્હૈયાલાલ બરૈયાએ શાળાનાં આચાર્ય મનસંગ રાઠોડ વિરુદ્ધ ચોટીલા પોલીસ સ્ટેશનમાં…
કેન્દ્રની મોદી સરકારે મહત્વપૂર્ણ નિર્ણય લેતા એક સમયે કોંગ્રેસી નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી આરિફ મોહમ્મદ ખાનને કેરળના ગવર્નર નિમ્યા છે. આરિફ મોહમ્મદ ખાનને પ્રગતિશીલ મુસ્લિમ ચહેરો ગણવામાં આવે છે. તેમણે ત્રણ તલાક જેવા મુદ્દે પણ આગળ આવીને સકારાત્મક વલણ અપનાવ્યું હતું. તેમને સરકારના આ નિર્ણયને આવકાર્યો હતો. એક સમયે કોંગ્રેસી રહેલા આરિફ મોહમ્મદ ખાન લાંબા સમયથી સક્રિય રાજનીતિથી દૂર રહ્યાં હતાં. 1984માં શાહબાનો કેસમાં સુપ્રીમ કોર્ટના કાયદાને સંસદ દ્વારા પલટી નાખવાના વિરોધમાં તેમણે કેન્દ્રીય મંત્રી પદેથી તત્કાળ રાજીનામું આપી દીધું હતું. શાહબાનો મામલે તેમણે કોંગ્રેસ છોડી દીધી હતી. રવિવાર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે પાંચ રાજ્યો માટે નવા રાજ્યપાલની નવ નિમણૂક…
મોબાઇલની લત લોકોમાં એટલી હદે વધી રહી છે કે, લોકો મોબાઇલ વગર રહી શકતા પણ નથી. આ સ્થિતિને જોતા ચીનના કેટલાક શહેરો પછી હવે ઇંગ્લૅન્ડના માન્ચેસ્ટરમાં પણ મોબાઇલ યુઝર્સ માટે અલગ સડક-લેન બનાવવામાં આવી છે. યુરોપમાં આ પ્રકારની પહેલી સડક બનાવવામાં આવી છે. બેંગકોકના એક વિસ્તારમાં પણ મોબાઇલ લેન બનાવવામાં આવી છે જેના પર તમે મોબાઇલ ફોન પર વાત કરતાં કરતાં ચાલી શકો છો. આ સડકનો ઉપયોગ કરનાર જીમીએ કહ્યું હતું કે, આ એક સારો પ્રયત્ન છે. આ રસ્તા પર અમે સુરક્ષિત રહી શકીએ છીએ. સિંગાપોરમાં પણ ઠેર ઠેર રસ્તાઓ પર ચાલતી વખતે મોબાઇલ ફોન યુઝ નહીં કરવા બાબતની સૂચનાઓ…
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ પ્રોજેક્ટ-બુલેટ ટ્રેન પહેલાંથી નિર્ધારિત સમયથી વિલંબમાં છે. ભારત સરકારનાં પ્રોગ્રેસ રિપોર્ટમાં 19 ઑગસ્ટ સુધીમાં બુલેટ ટ્રેન માટે ગુજરાતમાં માત્ર 44 ટકા જ જમીનનું સંપાદન થયું છે. ખેડૂતોનાં વિરોધને કારણે બાકીની 54 ટકા જમીન માટે સંપાદન અત્યંત અઘરું છે. આથી વર્ષ 2022-23 પહેલાં આ પ્રોજેક્ટ પાટા પર ચડે એવી શક્યતા નહીંવત્ હોવાનું કહેવાય છે. ખેડૂતોનાં વિરોધને કારણે 54 ટકા જમીન માટે સંપાદન બાકી બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે ગુજરાત-મહારાષ્ટ્રમાં કુલ 1434.40 હેક્ટર જમીનની આવશ્યક્તા છે. જેની સામે ગુજરાતના આઠ જિલ્લામાં 2438 પ્લૉટમાં 329.35 હેક્ટર અને મહારાષ્ટ્રમાં બે જિલ્લામાં 113 પ્લૉટમાં 9.39 હેક્ટર જમીનનું જ સંપાદન થઈ શક્યું છે.…