મહારાષ્ટ્રના ધૂલે જિલ્લાના શિરપુર તાલુકાના વાઘાડી ગામની નજીક આવેલી કેમિકલ ફેક્ટરીમાં વિસ્ફોટ થયો છે. આ બનાવમાં 13 લોકોના મૃત્યુ થયા છે. 58 લોકો ઘાયલ થયા છે. દુર્ઘટના સવારના 9.45 વાગ્યે બની હતી. આ સમયે ફેક્ટરીમાં 100થી વધુ લોકો કામ કરી રહ્યા હતા. બનાવને પગલે શિરપૂર તાલુકામાં હડકંપ મચી ગયો છે. આ વિસ્ફોટ એટલે પ્રચંડ હતો કે 10 કિલોમીટર સુધીના ગામો સુધીનો તેનો અવાજ સંભળાયો હતો. 25 એમ્બ્યુલન્સ રાહત કામગીરીમાં જોડાઈ મૃત્યુઆંક વધે તેવી સંભાવના છે. 108ની 25 એમ્બ્યુલન્સ ઘટના સ્થળે રાહત કામગીરીમાં જોડાઈ છે. ત્રણ જિલ્લા ધુલે, જલગાંવ અને નંદુરબાર તથા મધ્યપ્રદેશની એમ્બ્યુલન્સ ઘટના સ્થળે છે. અત્યાર સુધી બે પ્રચંડ…
કવિ: Satya Day News
ટેલિવિઝન અભિનેત્રી પ્રિયા આહુજા રાજદાએ ઘણી સીરિયલમાં કામ કર્યું છે. પરંતુ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલની રિટા રિપોર્ટર તરીકે તેને લોકો વધારે ઓળખે છે. થોડા સમય પહેલાં જ સીરિયલમાં જોવા મળેલી પ્રિયા હાલ તો સાતમા આસમાને છે. પ્રિયા જલદી જ માતા બનવાની છે પછી ખુશ કેમ ના હોય. પ્રિયાએ ‘તારક મહેતા…’ના ગુજરાતી ડિરેક્ટર માલવ રાજદા સાથે લગ્ન કર્યાં છે. માલવ અને પ્રિયા પહેલા બાળકના આગમનને લઈને ખૂબ ઉત્સાહિત છે. જન્માષ્ટમીના દિવસે જ પ્રિયા અને માલવે ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ મૂકીને આ સમાચાર આપ્યા હતાં. પતિ સાથે માલદીવમાં વેકેશન માણી રહેલી પ્રિયાએ વેકેશનના ક્યૂટ ફોટોગ્રાફ્સ પોસ્ટ કરીને ચાહકોને આ ખુશખબર આપી…
ગુજરાત સરકારે આપેલી આ સૈદ્ધાંતિક મંજૂરી અનુસાર આગામી નવેમ્બર ૨૦૧૯થી શરૂ થનારી સેવાના પ્રારંભિક તબક્કે સપ્તાહમાં એકવાર આ ફેરી સર્વિસ કાર્યરત્ રહેશે. પેસેન્જર ટ્રાફિક ધ્યાને રાખીને ભવિષ્યમાં નિયમિતરૂપે પણ આ સેવાઓ શરૂ કરવામાં આવશે.શરૂઆતમાં દર ગુરૂવારે સાંજ ૭ કલાકે બાન્દ્રાથી નિકળી શુક્રવારે સવારે ૯ વાગ્યે આ જહાજ હજીરા પહોંચશે. પરત મુસાફરીમાં શુક્રવારે સાંજે ૬ કલાકે હજીરાથી રવાના થઈને શનિવારે સવારે ૮ કલાકે બાન્દ્રા પહોંચશે.
સ્વિસ બેન્કોમાં ક્યા ભારતીયોના બેન્ક એકાઉન્ટ છે આ વાતનો ખુલાસો સ્વિક બેન્ક આવતીકાલે કરશે. વાસ્તવમાં સ્વિઝરલેન્ડમાં બેન્ક એકાઉન્ટ રાખનારા ભારતીય નાગરિકોની જાણકારી આવતીકાલે ટેક્સ અધિકારીઓને આપશે. જેને લઇને સીબીડીટીએ કહ્યુ કે, બ્લેક મની વિરુદ્ધ સરકારની લડાઇમાં એક મહત્વપૂર્ણ પગલું છે અને સ્વિસ બેન્કોનો ગુપ્ત રાખવાનો સમય આખરે સપ્ટેમ્બરમાં ખત્મ થઇ જશે. સીબીડીટી આયકર વિભાગ માટે નીતિ બનાવે છે. જ્યારે સીબીડીટીએ કહ્યું કે, ભારતને સ્વિઝરલેન્ડમાં ભારતીય નાગરિકોના વર્ષ 2018માં બંધ કરવામાં આવેલા ખાતાઓની જાણકારી પણ મળશે. સીબીડીટીએ કહ્યુ કે, સૂચનાની લેવડદેવડ કરવાની આ વ્યવસ્થા શરૂ થયા અગાઉ ભારત આવેલા સ્વિઝરલેન્ડના એક પ્રતિનિધિમંડળે રેવન્યૂ સચિવ એબી પાંડેય, બોર્ડના ચેરમેન પીસી મોદી અને…
જો તમે હોલિવૂડના ફેન્સ છો તો તમારે વર્લ્ડ ફેમસ ટીવી સિરીઝ ગેમ ઓફ થ્રોન્સ વિશે જરૂર ખબર જ હશે. આ શોમાં ડ્રેગન ક્વીન ડિનેરિસ સ્ટ્રોમ્બોર્નની ભૂમિકા ભજવનારી અભિનેત્રી એમિલિયા ક્લાર્કની બધે ચર્ચા થઈ હતી અને આ શોમાં એમિલિયાએ એક મહાન કામ કર્યું હતું અને દેશ-વિદેશમાં તેની ખૂબ પ્રશંસા થઈ હતી. તો એમિલિયા ભારતની મુલાકાતે આવી છે. અભિનેત્રી એમિલિયા મુંબઈમાં નહીં પરંતુ ઉત્તરાખંડમાં છે. ગેમ ઓફ થ્રોન્સ શો સમાપ્ત થયા પછી એમિલિયાએ કામમાંથી બ્રેક લીધો છે અને હવે તે રજા પર ભારત આવી છે. આ સફરમાં તેની સાથે શોમાં જોન સ્નોની ભૂમિકા ભજવનાર અભિનેતા કિટ હેરિગ્ટનની પત્ની રોઝ લેસ્લી પણ આવી…
સેના પ્રમુખ બિપિન રાવતે શુક્રવારનાં જમ્મુ-કાશ્મીરની મુલાકાત કરી. કલમ 370 હટાવવામાં આવ્યા બાદ સેના પ્રમુખનો આ પહેલો કાશ્મીર પ્રવાસ છે. સેના પ્રમુખે ખીણમાં સુરક્ષા સ્થતિ અને કાશ્મીરમાં કોઇ પણ સ્થિતિને પહોંચી વળવા માટે સુરક્ષાદળોની તૈયારીઓનો અંદાજ મેળવ્યો. આ દરમિયાન બિપિન રાવતે સેનાના જવાનો સાથે મુલાકાત કરી. તેમણે સેનાના જવાનોને કોઇ પણ કટોકટીની સ્થિતને પહોંચી વળવા માટે તૈયાર રહેવાની વાત કહી. સાથે જ તેમણે સેનાનાં જવાનોનું મનોબળ વધાર્યું. જણાવવામાં આવી રહ્યું છે કે સેના પ્રમુખે જવાનોની પ્રશંસા કરતા ઘુસણખોરીનાં પ્રયાસોને રોકવાની પ્રશંસા કરી. ઉલ્લેખનીય છે કે એલઓસી પર પાકિસ્તાન દ્વારા સતત આતંકવાદીઓની ઘુસણખોરી કરાવવાનો પ્રયત્ન થઇ રહ્યો છે. સેના પ્રમુખે આ…
અભિનેત્રી ઝરીન ખાનનું કહેવું છે કે તે પોતાની ભૂલોને ધાકવાને બદલે ગર્વથી સ્વીકારે છે. તેણે ઈન્સ્ટાગ્રામ પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તેના પેટ પર સ્ટ્રેટ્ચ માર્ક છે, જેને લીધે ટ્રોલ કરવામાં આવ્યું હતું. તે પછી, ઝરીને કહ્યું, “જેમને મારા પેટમાં શું ખોટું છે તે જાણવાની ઉત્સુકતા હોય છે, તે પછી તે વ્યક્તિનું સામાન્ય પેટ છે જેણે તેનું વજન 15 કિલો ઘટાડ્યું છે.” જો ફોટોશોપ ન કરાય અથવા સર્જરી ન કરવામાં આવે તો તે વ્યક્તિનું પેટ ફોટામાં આજ રીતે દેખાશે. તેમણે કહ્યું, હું તે લોકોમાં છું જેઓ વાસ્તવિક દેખાવા માંગે છે અને ગૌરવ સાથે તેમની ભૂલો સ્વીકારે છે.તેની આગામી…
પ્રેમની કોઇ ભાષા નથી હોતી અને તેને દેશ, ધર્મ કે સમયના સિમાડાઓ નડતા નથી. કેટલાક પ્રેમીઓ ઇતિહાસના પાના પર અમર થઇ ગયા છે. હીર-રાંઝા, લૈલા-મજનુ, શીરી ફરહાદ, રોમીયો જુલીયેટ, આ બધાનો પ્રેમ અમર થઇ ગયો છે. લોકો આજે પણ તેમની પ્રેમ કથાઓ વાંચે, સાંભળે અને જુએ છે. પ્રેમની દુનિયામાં એક કવિયત્રીનું નામ પણ સુવર્ણ અક્ષરે લખાયેલું છે અને તે છે અમૃતા પ્રિતમ. 31 ઑગષ્ટ 1919નાં રોજ પંજાબનાં ગુજરાનવાલામાં જન્મેલા અમૃતાનું બાળપણ લાહોરમાં વિત્યું હતુ અને તેમણે ત્યાં જ શિક્ષણ લીધું હતુ. તેમને બાળપણથી લખવાનો શોખ હતો. માનવામાં આવે છે કે તેઓ પંજાબી ભાષાનાં પ્રથમ કવિયત્રી હતા. સમયથી આગળનાં વિચારો રાખનાર…
અરવલ્લીમાં મેઘરાજાએ સવારથી માઝા મૂકી છે. આજે અરવલ્લી પંથકમાં વહેલી સવારથી મેઘરાજા ધીમી ધારે સતત વરસી રહ્યા છે. અરવલ્લીના વિસ્તારોની વાત કરીએ તો હાલ મોડાસા, ભિલાડા, હિંમતનગર સહિતના વિસ્તારોમાં વરસાદ પડી રહ્યો છે. આજે સવારથી અરવલ્લીનાં મોડાસાનાં ગ્રામ્યપંથકમાં સતત 3 કલાકથી મુશળધાર વરસાદ વરસી રહ્યો છે. સરડોઈ, ટીટીસર, સજાપુર સહિતનાં વિસ્તારોમાં સવારથી વરસાદ વરસી રહ્યો છે. અવલ્લીના મોડાસામાં ભારે વરસાદને લઈને રોડ રસ્તા બંધ થઇ ગયા છે. અરવલ્લીના દઘાલિયા પાસે મોતીપુર રોડ પરનો કોઝ-વે પર પાણી ફરી વળ્યા છે. આજે પડેલા ભારે વરસાદના કારણે 15થી વધુ ગામમાં અવર જવર માટે રસ્તો બંધ થઇ ગયો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારમાં ખાબકેલા વરસાદથી…
પાકિસ્તાનમાં શીખ યુવતીનું અપહરણ કરી તેને જબરદસ્તીથી ઈસ્લામ ધર્મ કબુલ કરાવવાના મામલે હવે મોટો ખુલાસો થયો છે. સૂત્રોના જણાવ્યાં મુજબ આ શીખ યુવતીનું અપહરણ કરનાર આરોપી પાકિસ્તાની આતંકી છે. તે ખુંખાર આતંકી અને મુંબઈ હુમલાના માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદના આતંકી સંગઠન જમાત ઉદ દાવાનો સભ્ય છે. આ આતંકીનું નામ મોહમ્મદ હસન કહેવાય છે. તો બીજી બાજુ ભારત સહિત ચારેબાજુથી દબાણ આગળ પાકિસ્તાને આ મામલે ઝૂકવું પડ્યું છે અને આકરી કાર્યવાહી પણ કરવી પડી છે. શીખ યુવતીને જબરદસ્તીથી મુસ્લિમ ધર્મ સ્વીકાર કરાવવાના મામલે પાકિસ્તાને ભારતના દબાણમાં 8 લોકોની ધરપકડ કરી છે. આ સાથે જ પીડિત યુવતીને તેના પરિવારને સોંપી દેવામાં આવી…