આરબીઆઇ (RBI)ની પેમેન્ટ વોલેટ કંપનીઓને આપવામાં આવેલી સમયસીમા 31 ઓગસ્ટે પૂર્ણ થવા જઇ રહી છે. જો તમારા પેમેન્ટ વોલેટનું પણ કેવાયસી (KYC) પૂર્ણ નથી થયુ તો દસ દિવસ બાદ આ બંધ થઇ જશે. ફેબ્રુઆરીમાં આરબીઆઈએ વોલેટ કંપનીઓની અરજી પર તેની અંતિમ મુદત છ મહિના લંબાવી હતી, પરંતુ હજી પણ વપરાશકર્તાની કેવાયસીનો 30 થી 40 ટકા ભાગ મળ્યો નથી. આવી સ્થિતિમાં પેટીએમ, ફોનપે, એમેઝોનપે અને મોબિક્વિક જેવી કંપનીઓના વોલેટનો ઉપયોગ કરનારા કરોડો વપરાશકર્તાઓને તેની અસર થશે. આ દસ્તાવેજ આપવા પડશે નવા ધોરણો હેઠળ, તમારે પાનકાર્ડ, આધાર નંબર જેવા દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને પછી કંપનીના એજન્ટો જઈને સરનામું ચકાસી લેશે. વોલેટ…
કવિ: Satya Day News
જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે વાતચતી કરી ફટકાર લગાવી છે. ટ્રમ્પે ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે સાવચેતીથી નિવેદન અને કાશ્મીર મુદ્દે તણાવ ઓછો કરવાની પણ સલાહ આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, મે મારા સારા મિત્ર પીએમ મોદી અને અને પીએમ ઈમરાન ખાન સાથે વેપાર, રણનીતિ અને ખાસ કરીને કાશ્મીરમાં તણાવ મુદ્દે વાતચીત કરી છે. પરિસ્થિતિ કઠીન છે. પરંતુ બન્ને દેશના વડા સાથે સારી રીતે વાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે ઈમરાન ખાન સાથે બીજી વખત વાતચીત કરી છે. શુક્રવારે ઈમરાન ખાને ટ્રમ્પ સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી આપી…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારના રોજ એવું કર્યું કે તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું કયારેય કર્યું નથી. સીએમ મમતા અચાનક હાવડા બ્રીજ પાસેની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ગયા અને ત્યાંના રહેવાસીઓ સાથે વાતચીત કરી. ઘણા સમય સુધી મમતા ત્યાંની ઝૂંપડીઓમાં ફર્યા અને લોકોની સાથે વાતચીત કરી. આ દરમ્યાન તેમને ખબર પડી કે વોર્ડ નંબર 29મા ગોળ ટેન્ક પૂરનબસ્તીમાં રહેતા અંદાજે 400 લોકોના ઉપયોગ માટે અંદાજે બે શૌચાલયોની જ સુવિધા હતી. વાત એમ છે કે મમતા બેનર્જી પ્રશાસનિક મીટિંગ માટે જઇ રહ્યા હતા આ દરમ્યાન તેમણે ઝૂંપડીઓમાં રહેતા લોકોની ભાળ મેળવી. સીએમ મમતા જ્યારે મીટિંગ સ્થળ પર પહોંચ્યા તો તેમણે વિકાસ…
ચોમાસામાં મિત્રો સાથે ફરવાની એક અલગ જ મજા છે. આમ પણ સમયાંતરે થોડો સમય એક સરખી રૂટીન લાઈફથી કંઈક અલગ જ કરવુ જોઈએ. તો કેટલાક લોકોને સોલો ટ્રાવેલિંગ કરવાની મજા આવે છે. જો તમે પણ ફરવાનું કરી રહ્યા છો પ્લાનીંગ તો તમારી બેગમાં આ વસ્તુઓ ખાસ સાથે રાખો. પાવર બેન્ક આજકલ સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે બેટરી ખુબજ જલ્દી ઉતરી જાય છે. આથી બેગમાં એક પાવર બેન્કની સુવિધા હંમેશા સાથે રાખો, કેમકે ક્યાંક ચાર્જીગની વ્યવસ્થા ન થઈ શકે તો પાવર બેન્ક કામમાં આવે છે. મલ્ટી પિન કેબલ બેગમાં એક મલ્ટી પિન કેબલ જરૂરથી રાખો. આનાથી ફોન ચાર્જ કરવાથી…
માંગમાં ઘટાડો થતા દેશની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઘેરા સંકટમાંથી પસાર થઇ રહી છે. દિગ્ગજ કાર કંપનીઓને પોતાના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. સ્પેર પાર્ટ્સ બનાવતી કંપનીઓએ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોની છટણી શરૂ કરી દીધી છે. એક અંદાજ મુજબ, લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે. મોટા ભાગની કંપનીઓએ નવા કર્મચારીના હાયરિંગ પર પણ રોક લગાવી છે. એક રિપોર્ટ મુજબ, બેન્ક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઓટો ઉત્પાદકોથી લઇને લોજિસ્ટિક અને ઇન્ફરાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ નવી નોકરીઓના સર્જનમાં ઘટાડો થયો છે. નવી નોકરીઓની હાયરિંગમાં ઘટાડો થતા અર્થવ્યવસ્થાના અનેક સેક્ટર પ્રભાવિત થયા છે. તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સરકારી આંકડા મુજબ, દેશમાં બેરોજગારીનો દર…
કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં ઉંમરનું કોઇ બાંધછોડ હોતી નથી. માણસને કોઇ પણ ઉંમરે કોઇ પણ ઉંમરની વ્યક્તિ સાથે પ્રેમ થાય છે. આવી એક ઘટના ઘોર કળિયુગમાં અમદાવાદમાં નોંધાઇ છે. અમદાવાદની 13 વર્ષના પુત્રની માતાને એક 19 વર્ષના કિશોર સાથે પ્રેમ પાંગર્યો છે, અને આ 34 વર્ષીય મહિલા 19 વર્ષીય યુવાનને લગ્ન માટે દબાણ કરી રહી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 34 વર્ષીય મહિલાએ સગીર યુવાનને ધમકી આપી છે કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને તારી હત્યા કરી નાખીશ. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 34…
આપણે ત્યાં સદીઓથી નાગદેવતાની પૂજા અર્ચના કરવામાં આવે છે. નાગદેવતાને દૂધ ચડાવવામાં આવે છે. આમ પણ નાગદેવતાને ભગવાન ભોલેનાથે ખાસ સ્થાન આપ્યુ છે ભોલેનાથના અલંકારના રૂપમાં નાગદેવતા તેમના શરીર પર વિંટળાયેલા રહે છે. આથી આપણે નાગ દેવતાની વિશેષ પૂજા અર્ચના કરીએ છીએ. હિન્દુ શાસ્ત્રથી લઈને આપણી કુંડળીમાં પણ જો કાળ સર્પ દોષ હોય તો જાતકને પારાવાર મુશ્કેલીઓ વેઠવાનો સમય આવે છે. નાગપંચમીને લઈને શું છે માન્યતા ? આપણે ત્યાં માનવામાં આવે છે કે શ્રાવણ મહીનામાં નાગની પૂજા કરવાથી નાગ પંચમીના દિવસે દૂધ પીવડાવવાથી નાગ દેવતા પ્રસન્ન થાય છે. નાગની પૂજાથી નાગદંશનો ડર નહી રહે છે. સાથે સાથે એવો વિશ્વાસ છે…
ભૂતપૂર્વ સાંસદો દ્વારા નિર્ધારિત સમય સુધી સરકારી રહેઠાણ ખાલી ન કરવા બદલ હવે લોકસભાની એક સમિતિએ આકરું વલણ અપનાવ્યું છે. લોકસભાની આ સમિતિએ આદેશ આપ્યો છે કે જો પૂર્વ સાંસદ નિર્ધારિત સમય સુધી સરકારી રહેઠાણ ખાલી ન કરે તો વીજળી, પાણી અને ગેસના કનેક્શન કાપવામાં આવશે. સમિતિએ ભૂતપૂર્વ સાંસદોને ઘર ખાલી કરવા માટે 7 દિવસનો સમય આપ્યો છે. આપને જણાવી દઈએ કે લોકસભાના એવા 200થી વધુ ભૂતપૂર્વ સાંસદ છે જેમને અત્યાર સુધી સરકારી બંગલા ખાલી કર્યા નથી. સોમવારની બેઠક બાદ સમિતિના અધ્યક્ષ સી.આર.પાટિલે કહ્યું કે ત્રણ દિવસની અંદર ભૂતપૂર્વ સાંસદોના સરકારી રહેઠાણના વીજળી, પાણી અને ગેસ કનેક્શન કાપી લેવામાં આવશે.…
જુનાગઢના વિસાવદર નજીક આવેલા સતાધારની જગ્યાના પૂર્વ મહંત પૂ. જીવરાજ બાપુ ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે દસ વાગ્યે દેવલોક પામતા અનુયાયી, સેવકો અને સાધુ સંતોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. સત્તાધારની જગ્યામાં ભજન, ગૌસેવા સહિતમાં જીવન ન્યોછાવર કરનાર પૂર્વ મહંત જીવરાજ બાપુ છેલ્લા કેટલાય સમયથી બીમાર હતા. છેલ્લા બે દિવસથી સ્થિતિ વધુ ગંભીર બની હતી. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રવિવારે રૂબરૂ મુલાકાત લઈને તેઓના ખબર અંતર પુછયા હતા. ત્યારે સોમવારે રાત્રે દેવલોક પામતા અનુયાયી વર્ગમાં ઘેરો શોક પ્રસર્યો છે. મંગળવારે બપોરે ત્રણ વાગ્યે સંતો-મહંતો અને અનુયાયોની હાજરીમાં સમાધી આપવામાં આવશે.
જમ્મુ-કાશ્મીરમાં વર્તમાન પરિસ્થિતિઓ અંકુશમાં ન હોવાની અફવાઓ વચ્ચે ગૃહમંત્રી અમિત શાહ, NSA અજીત ડોભાલ, ગૃહ સચિવ રાજીવ ગાબા અને વરિષ્ઠ અધિકારીએ વચ્ચે મહત્વની બેઠક યોજવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે પ્રતિબંધોમાં છૂટ આપતા કાશ્મીરમાં સોમવારે શાળાઓ ખોલવામાં આવી હતી, પરંતુ વિદ્યાર્થીઓની ઓછી સંખ્યાએ પ્રજામાં ભય હોવાનું પૂરવાર કર્યું હતું. અધિકારીઓ મુજબ સરકારે શ્રીનગરમાં 190 પ્રાથમિક શાળાઓ ખોલવા માટે જરુરી સુરક્ષા વ્યવસ્થા કરી હતી. રાજ્યમાં લગભગ તમામ ખાનગી શાળાઓ સતત 15 દિવસથી બંધ છે અને વિતેલા બે દિવસથી થયેલા કેટલાક હિંસક પ્રદર્શનોથી સુરક્ષા મુદ્દે આશંકા વ્યક્ત કરવામાં આવી હતી. કાશ્મીરથી દિલ્હી આવ્યા પછી ડોભાલ અને અમિત શાહની આ પહેલી બેઠક હતી. આ…