હાલમાં ઘણા વિસ્તારો પુરથી એટલા અસરગ્રસ્ત છે કે ત્યાથી કોઈ કોન્ટેક કરવો પણ મુશ્કેલ છે અને ત્યા ખાવાનાં પણ ફાંફાં છે. એવી જ આફતમાં ફસાઈ છે એક પ્રખ્યાત અભિનેત્રી. મલયાલમની ફેમસ હીરોઈન મંજૂ વોરિયર અને તેનાં ફિલ્મનાં ડાયરેક્ટર સનલ કુમાર શશિધરન સહિત આખી ટીમ હિમાચલ પ્રદેશનાં પૂરમાં ફસાઇ ગયા છે. તેની જાણકારી લોકોને ત્યારે થઇ જ્યારે એક્ટ્રેસે ગત રાત્રે તેનાં ભાઇ મધુ વારિયરને ફોન કર્યો હતો. મધુએ કહ્યું કે, તેની સાથે ફિલ્મ ક્રૂ પણ ફસાયેલા છે. થોડા દિવસ પહેલાં મંજૂ તેની એક ફિલ્મનાં શૂટિંગ માટે ત્યાં ગઇ હતી. જાણકારી મુજબ આ જગ્યા હિમાચલ પ્રદેશનાં મંડી જિલ્લાનાં છત્રુ નામનું એક ગામ…
કવિ: Satya Day News
બિસ્કિટ બનાવનાર દેશની સૌથી મોટી કંપની પારલે પ્રોડકશનમાં ઘટાડો છતા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરી શકે છે. કંપનીના કેટિગરી હેડ મયંક શાહએ જણાવ્યું કે,’અમે 100 રૂપિયા પ્રતિ કિલો અથવા તેનાથી ઓછી કિંમતવાળા બિસ્કિટ પર જીએસટી ઘટાડવાની માંગ કરી છે. સામાન્ય રીતે બિસ્કિટ 5 રૂપિયા અથવા તેનાથી ઓછી કિંમતમાં વેચાણ થાય છે. જોકે સરકારે અમારી માંગ નહી માની તો અમારે અમારી ફેક્ટરીઓમાં કામ કરનારા 8,000-10,000 લોકોને નોકરીમાંથી છૂટા કરવા પડશે. સેલ્સ ઘટવાથી અમને ભારે નુક્સાન થઇ રહ્યું છે.’ પારલે-જી, મોનેકો અને મેરી બિસ્કિટ બનાવનાર પેરલેની સેલ્સ 10,000 કરોડ રૂપિયાથી વધારે હોય છે. 10 પ્લાન્ટ ઓપરેટ કરનારી આ કંપનીમાં એક લાખ લોકો…
સરકારી વીજ ઉત્પાદક કંપની એનટીપીસી ગુજરાતના કચ્છમાં અલ્ટ્રા-મેગા સોલાર પાર્ક સ્થાપવા આયોજન કરી રહી છે. કંપની આ પ્રોજેક્ટમાં રૂ.20,000 કરોડનું રોકાણ કરશે અને 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરશે. એનટીપીસીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર ગુરદીપસિંઘે કહ્યું હતું કે ‘અમે કચ્છમાં અને રાજસ્થાનમાં એક-એક અલ્ટ્રા મેગા સોલાર પાર્ક સ્થાપવા વિચારી રહ્યા છીએ. કચ્છમાં અમે 5000 મેગાવોટ વીજળીનું ઉત્પાદન કરીશું જેમાં પ્રત્યેક મેગાવોટ વીજળી માટે અમે ~4 કરોડનું રોકાણ કરીશું. આમ, કુલ રોકાણ રૂ.20,000 કરોડ જેવું થશે. અમે આ માટે કચ્છમાં બે-ત્રણ લોકેશન જોયા છે. અમે અન્યોને પણ રોકાણ કરવા આમંત્રિત કરીશું.’ તેમણે કહ્યું હતું કે આ જ પ્રકારે રાજસ્થાનમાં પણ એક અલ્ટ્રા-મેગા…
ઇટાલીના સમુદ્ર તટ પરથી રેતી લઇ જનારા દંપતીને 6 વર્ષની જેલની સજા થઇ શકે છે. ઇટાલીના સરદિનિયા બીચ પર મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવે છે. આ ટાપુની પ્રાકૃતિક સુંદરતાના રક્ષણ માટે સરકારે કેટલાક કડક કાયદા બનાવ્યા છે. સરદિનિયા બીચ પર રજાઓ ગાળવા ગયેલા ફ્રાન્સના દંપતી સમુદ્રની રેતી બોટલમાં ભરીને લઇ જઇ રહ્યા હતા. સ્થાનિક પોલીસના જણાવ્યા મુજબ, દંપતીની વય 40 વર્ષ છે. દંપતીની કારમાંથી લગભગ 14 પ્લાસ્ટિકની બોટલમાં 40 કિ.ગ્રા.થી વધુ રેતી જપ્ત કરવામાં આવી છે. શહેરની સ્થાનિક કોર્ટ સમક્ષ તેમને હાજર કરાયા હતા. દંપતીને 3000 ડોલરના દંડથી લઇને 1થી 6 વર્ષની સજા પણ થઇ શકે છે. ઇટાલીમાં સફેદ રેતી સુરક્ષિત…
પૂર્વ નાણાંમંત્રી પી.ચિદમ્બરમ પર INX મીડિયા કેસ બાબતમાં બરાબરના ફસાયા છે. દિલ્હી હાઇકોર્ટ દ્વારા આ કેસમાં આગોતરા જામીનની અરજી રદ થયા બાદ તેના પર ધરપકડની તલવાર લટકી રહી છે. જો કે ચિદમ્બરમ પર કારસો ઘડાવા પાછળ ઇંદ્રાણી મુખર્જી અને પીટર મુખર્જી દ્વારા અપાયેલા નિવેદન છે. આઇએનએક્સ મીડિયાના પ્રમોટર્સ મુખર્જી દંપત્તીનું નિવેદન કોંગ્રેસ નેતાની વિરૂદ્ધ તપાસ એજન્સીઓનો મજબૂત આધાર બન્યો. ઇંદ્રાણીએ તપાસ એજન્સીને આપેલા નિવેદનમાં કહ્યું કે INX મીડિયાની અરજી ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની પાસે હતી. આ દરમ્યાન તેમણે પતિ પીટર મુખર્જી અને કંપનીના એક ટોચના અધિકારીના સાથે પૂર્વ નાણાંમંત્રીની ઓફિસ નોર્થ બ્લોકમાં જઇ મુલાકાત કરી હતી. ઇડીને આપેલા નિવેદનમાં…
સોશિયલ મીડિયા એક એવું પ્લેટફોર્મ છે કે જે લોકોને ખ્યાતિ અપાવવામાં મોટો ફાળો ભજવે છે. આ પહેલાં એક ડાન્સિંગ અંકલનો વીડિયો વાયરલ થયો હતો કે જેનાં લીધે તે રાતોરાત ફેમસ થઈ ગયા હતા અને જિંદગી બદલી ગઈ હતી. હવે એક ડોક્ટર અંકલનો એવો જ વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે કે જે સોશિયલ મીડિયામાં ધુમ મચાવી રહ્યો છે. લોકો આ વીડિયો જોઈને આનંદ કરી રહ્યાં છે લોકોને મજા આવી રહી છે. તે તેલેગું એક્ટર નાગેશ્વર રાવનાં ડાન્સિંગ સ્ટાઈલને ફોલો કરતાં જોવા મળી રહ્યાં છે. હોસ્પિટલમાં સ્વતંત્રતા દિવસે રાખવામાં આવેલ એક કાર્યક્રમમાં તેમણે આ ડાન્સ કર્યો હતો. તો જુઓ આ ડાન્સ….…
જમ્મુ-કાશ્મીર મામલે ભારત સાથે ભારે તણાવ અને અફઘાનિસ્તાનમાં શાંતિ વાર્તા વચ્ચે પાકિસ્તાને તેના સેના પ્રમુખ કમર જાવેદ બાજવાના કાર્યકાળને 3 વર્ષ સુધી વધારી દીધો છે. 1947માં પાકિસ્તાનની સ્થાપના બાદ અનેકવાર સેનાએ સત્તાપલટ કરી છે. પાકિસ્તાનના ઈતિહાસમાં અદધાથી વધારે સમય તો સૈન્યનું શાસન રહ્યું છે. તેમ છતાંયે ઈમરાન ખાને બાજવાને વધુ એકવાર એક્ટેન્શન આપી દીધું છે. જે દર્શાવે છે કે પાકિસ્તાનમાં લોકશાહી નહીં પણ સેના ચૂંટાયેલી સરકાર પર ભારે પડે છે. જોકે આ ઈમરાન ખાનની મજબુરી હતી કે કેમ તેની ચર્ચા ચારેકોર થઈ રહી છે. 58 વર્ષીય જનરલ બાજવા ત્રણ વર્ષના કાર્યકાળ બાદ નવેમ્બર મહિનામાં નિવૃત્ત થવાના હતાં. પરંતુ તેમન્નો કાર્યકાળ…
રોજીંદા જીવનમાં આપણે દાખલા જોતા હોઈએ કે બ્રેક અપ બાદ લોકો નજીક નથી આવતા. પરંતુ હાલમાં જ એક અજીબ ઘટનાં બની છે બોલિવૂડ ઈન્ડસ્ટ્રીમાં. ફિલ્મ ડાયરેક્ટર સાજિદ ખાન અને બોલીવુડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિઝ એકબીજાની નજીક આવી રહ્યાં છે. ‘હાઉસફુલ 2’ના શૂટિંગ દરમિયાન સાજિદ ખાન અને જેક્લીન એકબીજાની નજીક આવ્યા હતા. વર્ષ 2012માં બંને એકબીજાને ડેટ કરતા હતા એવી પણ ખબરો વહેતી થઈ હતી. જો કે આ સંબંધ લાંબો ન ટક્યો અને 2013માં બંનેએ પોતપોતાનો રસ્તો પકડી લીધો હતો. બ્રેક અપ બાદ બંને ન તો ક્યારેય સાથે દેખાયા, ન તો ક્યારેય બંનેમાંથી એક પણ વ્યક્તિએ નિવેદન આપ્યું. આ છ વર્ષમાં બંનેની…
શેહલા રાશિદે રવિવારનાં સતત 10 ટ્વિટ કરીને કાશ્મીરમાં ખરાબ સ્થિતિ હોવાનો દાવો કર્યો. તેણે આરોપ લગાવ્યો હતો કે આર્મી કાશ્મીરીઓ પર અત્યાચાર કરી રહી છે. તેના આ દાવાને ખોટો અને માહોલ ખરાબ કરવા માટેનો દુષ્પ્રચાર ગણાવીને સુપ્રીમ કૉર્ટમાં ફરિયાદ કરવામાં આવી છે. ભારતની બરબાદીની વાતો કરનારાઓને કચડી દેવા જોઇએ તો જેએનયૂની કાશ્મીરી વિદ્યાર્થીની શેહલા રાશિદ પોતાના ભડકાઊ ટ્વિટને લઇને કેન્દ્ર સરકારનાં નિશાને આવી ગઈ છે. કેન્દ્રિય ગૃહ રાજ્ય મંત્રી જી. કિશન રેડ્ડીએ ઘણા જ સખ્ત અંદાજમાં કહ્યું કે આવા લોકોને કચેડવાની જરૂર છે, જેઓ દેશની બરબાદી અને તેના ટૂકડા કરવાનું વિચારી રહ્યા છે. રેડ્ડીએ એક ખાનગી ટીવી ચેનલનાં સંવાદદાતાનાં પ્રશ્ન…
યુએસના સાઉથ કૈરોલીનામાં એક વ્યક્તિ સાથે જે ઘટના ઘટી છે તે જોઈને તમે પણ ડઘાઈ જશો. કહેવાય છે કે ચોમાસાના દિવસોમાં જ્યારે વાદળો ગરજતા હોય ત્યારે વીજળી પડવાનું જોખમ વધી જતું હોય છે તેથી કામ વગર બહાર જવાનું ટાળવું જોઈએ. પ્રકૃતિની આવી જ એક ઘટના એક વ્યક્તિ સાથે ઘટી જેમાં તેનો જીવ માંડ-માંડ બચ્યો છે. આ સમગ્ર ઘટના નજીકના એક સીસીટીવીમાં ઝડપાઈ ગઈ હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે. રોમુસલ મૈકનીલે પોતાના ફેસબુક પેજ પર શેર કરેલા વીડિયોમાં તમે આ સમગ્ર ઘટનાને જોઈ શકશો.