INX મીડિયા સાથે જોડાયેલા ભ્રષ્ટાચાર મામલે આરોપી બનાવવામાં આવેલા પૂર્વ નાણાપ્રધાન પી.ચિદમ્બરમની આગોતરા જામીન અરજી દિલ્હી હાઈકોર્ટે ફગાવી દીધી છે. જેથી હવે તેમની ગમે ત્યારે ધરપકડ કરવામાં આવી શકે છે. પૂર્વ કેન્દ્રીય મંત્રીએ હાઈકોર્ટ પાસે 3 દિવસની મહોલત માંગી છે. આગોતરા જામીન ફગાવવામાં આવ્યા બાદ હવી ઈડી અને સીબીઆઈ ગમે ત્યારે ચિદમ્બરમની ધરપકડ કરી શકે છે. જોકે હાઈકોર્ટે અરજી ફગાવવા ચિદમ્બરમે હવે સુપ્રીમ કોર્ટના દરખવાજા ખખડાવ્યા છે. સીબીઆઈએ આઈએનએક્સ મીડિયા મામલે ચિદમ્બરમ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી હતી. જ્યારે ઈડીએ મનિ લોન્ડરિંગ મામલે ફરિયાદ દાખલ કરી હતી. જસ્ટિસ સુનીલ ગૌડેએ દરેક પક્ષની દલીલ સાંભળ્યા પછી ચિદમ્બરમના આગોતરા જામીન વિશે 25 જાન્યુઆરી…
કવિ: Satya Day News
CRPFની તરફથી કાશ્મીરમાં સામાન્ય પ્રજાની સહાયતા માટે ‘મદદગાર’ હેલ્પલાઇન લોન્ચ કરાઇ છે. આ હેલ્પલાઇન પણ પાકિસ્તાન માટે ભડાસ કાઢવાની જગ્યા બની ગઇ છે. હેલ્પલાઇન પર 7071 કોલ્સ 11 ઑગસ્ટથી 16 ઑગસ્ટની વચ્ચે આવ્યું અને તેમાંથી 171 ભારતની બહારથી આવ્યા હતા. લોકો હેલ્પલાઇન પર ફોન કરીને પોતાના પરિવાર અને સંબંધોઓના ખેરિયત માલૂમ કરી રહ્યા હતા. પાકિસ્તાનથી ફોન કરી કેટલાંક લોકો એ સુરક્ષાબળોને જ ખૂબ જ અપશબ્દ બોલી ભડાસ કાઢી હતી. મદદગાર હેલ્પલાઇન પર 2700 ફોન કોલ્સ સુરક્ષાબળોના પરિવારની તરફથી, 2448 કોલ્સ કાશ્મીરથી બહાર રહેતા લોકોએ પોતાના પરિવાર માટે ફોન કર્યા. 1752 કોલ્સ બિન-કાશ્મીરી લોકોએ કાશ્મીરના લોકોની ભાળ પૂછવા માટે ફોન કર્યા.…
આગામી 4 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ જોવા મળશે. જ્યારે અમદાવાદમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમની અસરથી વરસાદ રહેશે. જામનગર, દ્રારકા, ભાવનગર, અમરેલીની સાથે સાથે રાજકોટ અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. શહેરમાં વરસાદના અભાવ અને તાપમાન ઉંચકાતા અસહ્ય ઉકળાટથી લોકો હેરાન-પરેશાન થઈ રહ્યાં છે. દિવસે ગરમી અને રાત્રે ઠંડી આમ બેવડી ઋતુથી રોગચાળો પણ વકરી રહ્યો છે. જોકે આજે હવામાન વિભાગે અમદાવાદ, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ સહિત રાજ્યભરમાં ક્યાંક વાદળછાયું વાતાવરણ છે તો…
જમ્મુ-કાશ્મીરને 370ને લઈને મળેલા વિશેષ દરજ્જાને ખત્મ કર્યા બાદ દેશ આખામાં લોકો પોતપોતાની કોમેન્ટ પાસ કરી રહ્યા છે. એ જ હરોળમાં બોલીવૂડ સેલેબ્સ પણ પોત-પોતાનાં અભિપ્રાય આપી રહ્યાં છે. કંગના રનૌત, દિયા મિર્ઝા, ઝાયરા વસીમ, અનુપમ ખેર, રવીના ટંડન, પ્રભાસ, શાહરૂખ ખાન સહિતના ઘણા કલાકારોએ આ ઐતિહાસિક નિર્ણય માટે સરકારના વખાણ કર્યાં છે. આ વચ્ચે સોનમ કપૂરે પણ જમ્મૂ-કાશ્મીરની પરિસ્થિતિ પર પોતાનો અભિપ્રાય આપ્યો. સોનમના અભિપ્રાય પછી લોકોએ અનેક રિટ્વિટ કર્યા. જેથી પાછળથી સોનમને ટ્વિટ કરીને કહેવું પડ્યુ કે, ‘મિત્રો પ્લીજ તમે બધા શાંત થઈ જાવ. તમે તમારી જિંદગી જીવો, કોઈએ કહેલી વાત પર ટ્વીટ કરીને તેને ટ્રોલ કરવાથી તે…
આરબીઆઇ (RBI)ની પેમેન્ટ વોલેટ કંપનીઓને આપવામાં આવેલી સમયસીમા 31 ઓગસ્ટે પૂર્ણ થવા જઇ રહી છે. જો તમારા પેમેન્ટ વોલેટનું પણ કેવાયસી (KYC) પૂર્ણ નથી થયુ તો દસ દિવસ બાદ આ બંધ થઇ જશે. ફેબ્રુઆરીમાં આરબીઆઈએ વોલેટ કંપનીઓની અરજી પર તેની અંતિમ મુદત છ મહિના લંબાવી હતી, પરંતુ હજી પણ વપરાશકર્તાની કેવાયસીનો 30 થી 40 ટકા ભાગ મળ્યો નથી. આવી સ્થિતિમાં પેટીએમ, ફોનપે, એમેઝોનપે અને મોબિક્વિક જેવી કંપનીઓના વોલેટનો ઉપયોગ કરનારા કરોડો વપરાશકર્તાઓને તેની અસર થશે. આ દસ્તાવેજ આપવા પડશે નવા ધોરણો હેઠળ, તમારે પાનકાર્ડ, આધાર નંબર જેવા દસ્તાવેજો અપલોડ કરવા પડશે અને પછી કંપનીના એજન્ટો જઈને સરનામું ચકાસી લેશે. વોલેટ…
જમ્મુ કાશ્મીર મુદ્દે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પાકિસ્તાની પીએમ ઈમરાન ખાન સાથે વાતચતી કરી ફટકાર લગાવી છે. ટ્રમ્પે ઈમરાન ખાનને કાશ્મીર મુદ્દે સાવચેતીથી નિવેદન અને કાશ્મીર મુદ્દે તણાવ ઓછો કરવાની પણ સલાહ આપી છે. ટ્રમ્પે ટ્વિટ કરીને જણાવ્યુ કે, મે મારા સારા મિત્ર પીએમ મોદી અને અને પીએમ ઈમરાન ખાન સાથે વેપાર, રણનીતિ અને ખાસ કરીને કાશ્મીરમાં તણાવ મુદ્દે વાતચીત કરી છે. પરિસ્થિતિ કઠીન છે. પરંતુ બન્ને દેશના વડા સાથે સારી રીતે વાત કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે ટ્રમ્પે ઈમરાન ખાન સાથે બીજી વખત વાતચીત કરી છે. શુક્રવારે ઈમરાન ખાને ટ્રમ્પ સાથે વાતચીત કરી સમગ્ર ઘટના અંગે માહિતી આપી…
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ સોમવારના રોજ એવું કર્યું કે તેમણે છેલ્લાં કેટલાંક વર્ષોમાં આવું કયારેય કર્યું નથી. સીએમ મમતા અચાનક હાવડા બ્રીજ પાસેની નજીક આવેલી ઝૂંપડપટ્ટીમાં ગયા અને ત્યાંના રહેવાસીઓ સાથે વાતચીત કરી. ઘણા સમય સુધી મમતા ત્યાંની ઝૂંપડીઓમાં ફર્યા અને લોકોની સાથે વાતચીત કરી. આ દરમ્યાન તેમને ખબર પડી કે વોર્ડ નંબર 29મા ગોળ ટેન્ક પૂરનબસ્તીમાં રહેતા અંદાજે 400 લોકોના ઉપયોગ માટે અંદાજે બે શૌચાલયોની જ સુવિધા હતી. વાત એમ છે કે મમતા બેનર્જી પ્રશાસનિક મીટિંગ માટે જઇ રહ્યા હતા આ દરમ્યાન તેમણે ઝૂંપડીઓમાં રહેતા લોકોની ભાળ મેળવી. સીએમ મમતા જ્યારે મીટિંગ સ્થળ પર પહોંચ્યા તો તેમણે વિકાસ…
ચોમાસામાં મિત્રો સાથે ફરવાની એક અલગ જ મજા છે. આમ પણ સમયાંતરે થોડો સમય એક સરખી રૂટીન લાઈફથી કંઈક અલગ જ કરવુ જોઈએ. તો કેટલાક લોકોને સોલો ટ્રાવેલિંગ કરવાની મજા આવે છે. જો તમે પણ ફરવાનું કરી રહ્યા છો પ્લાનીંગ તો તમારી બેગમાં આ વસ્તુઓ ખાસ સાથે રાખો. પાવર બેન્ક આજકલ સ્માર્ટફોનનો ઉપયોગ એટલો વધી ગયો છે કે બેટરી ખુબજ જલ્દી ઉતરી જાય છે. આથી બેગમાં એક પાવર બેન્કની સુવિધા હંમેશા સાથે રાખો, કેમકે ક્યાંક ચાર્જીગની વ્યવસ્થા ન થઈ શકે તો પાવર બેન્ક કામમાં આવે છે. મલ્ટી પિન કેબલ બેગમાં એક મલ્ટી પિન કેબલ જરૂરથી રાખો. આનાથી ફોન ચાર્જ કરવાથી…
માંગમાં ઘટાડો થતા દેશની ઓટોમોબાઇલ ઇન્ડસ્ટ્રી ઘેરા સંકટમાંથી પસાર થઇ રહી છે. દિગ્ગજ કાર કંપનીઓને પોતાના ઉત્પાદનમાં ઘટાડો કરવાની ફરજ પડી છે. સ્પેર પાર્ટ્સ બનાવતી કંપનીઓએ કોન્ટ્રાક્ટ પર કામ કરનારા લોકોની છટણી શરૂ કરી દીધી છે. એક અંદાજ મુજબ, લાખો લોકોએ નોકરીઓ ગુમાવી છે. મોટા ભાગની કંપનીઓએ નવા કર્મચારીના હાયરિંગ પર પણ રોક લગાવી છે. એક રિપોર્ટ મુજબ, બેન્ક, ઇન્સ્યોરન્સ કંપનીઓ, ઓટો ઉત્પાદકોથી લઇને લોજિસ્ટિક અને ઇન્ફરાસ્ટ્રક્ચર સેક્ટરમાં પણ નવી નોકરીઓના સર્જનમાં ઘટાડો થયો છે. નવી નોકરીઓની હાયરિંગમાં ઘટાડો થતા અર્થવ્યવસ્થાના અનેક સેક્ટર પ્રભાવિત થયા છે. તાજેતરના એક રિપોર્ટમાં આ વાતનો ખુલાસો થયો છે. સરકારી આંકડા મુજબ, દેશમાં બેરોજગારીનો દર…
કહેવાય છે પ્રેમ આંધળો હોય છે, પ્રેમમાં ઉંમરનું કોઇ બાંધછોડ હોતી નથી. માણસને કોઇ પણ ઉંમરે કોઇ પણ ઉંમરની વ્યક્તિ સાથે પ્રેમ થાય છે. આવી એક ઘટના ઘોર કળિયુગમાં અમદાવાદમાં નોંધાઇ છે. અમદાવાદની 13 વર્ષના પુત્રની માતાને એક 19 વર્ષના કિશોર સાથે પ્રેમ પાંગર્યો છે, અને આ 34 વર્ષીય મહિલા 19 વર્ષીય યુવાનને લગ્ન માટે દબાણ કરી રહી છે. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે 34 વર્ષીય મહિલાએ સગીર યુવાનને ધમકી આપી છે કે જો તું મારી સાથે લગ્ન નહીં કરે તો હું તને ઉઠાવી જઇશ અને તારી હત્યા કરી નાખીશ. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે કે, 34…